ટેરો રાશિફળ:શનિવારે THE MAGICIAN કાર્ડ પ્રમાણે કન્યા જાતકોની અંદર આત્મવિશ્વાસ સાથે અહંકાર પણ વધી શકે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 ઓક્ટોબર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- NINE OF PENTACLES

દૂરના વિચાર રાખીને કામ કરવાની જરૂરિયાત છે. હાલના સમયમાં તમારે વધારે મહેનત અને લગન સાથે કામ કરવું જરૂરી રહેશે જે તમારા માટે તકલીફદાયક રહી શકે છે. તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લોકો દ્વારા સમજવાના કારણે પણ તમને તકલીફ થશે.

કરિયરઃ- વેપારને લગતા લોકોને ક્વાઇન્ટ દ્વારા અનેક પ્રકારના કામ મળવાની શક્યતા છે.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત ઘટી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------------------

વૃષભઃ- FIVE OF SWORDS

લોકો સાથે ઊભા થઈ રહેલાં વિવાદના કારણે તમને બેચેની અનુભવ થશે પરંતુ હાલનો સમય લોકો સાથે વિવાદનો નથી પરંતુ તમારા લક્ષ્ય ઉપર કાયમ રહીને કામ કરતા રહેવાનો છે.

કરિયરઃ- કામને લગતી સ્પર્ધાના કારણે તમે પોતાને સારા સાબિત કરવાની કોશિશ કરશો.

લવઃ- પાર્ટનર સાથે ચાલી રહેલાં ઝઘડાને જીતવાની જિદ્દ તમારા માટે નુકસાનદાયી બની શકે છે.

સ્વાસ્થ્યઃ- પાઇલ્સને લગતી તકલીફ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-----------------------

મિથુનઃ- FOUR OF CUPS

તમારા દ્વારા વિચારેલી વાતોને હકીકતનું સ્વરૂપ આપવું શક્ય રહેશે. તમે તમારા ફોકસ દ્વારા મનગમતી વસ્તુઓને પ્રાપ્ત કરી શકો છો. ઇચ્છા શક્તિ પ્રબળ બની રહી છે જેના કારણે મન પ્રમાણે ઘટનાઓ ઘટતી જશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં નવીનતા લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પૂર્વ પ્રેમી સાથે થયેલી મુલાકાત તમારા માટે માનસિક રૂપથી તણાવ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

-----------------------

કર્કઃ- PAGE OF CUPS

જે વાતનો ઉકેલ પ્રાપ્ત કરવા માટે તમારે કષ્ટ ઉઠાવવો પડી રહ્યો હતો, તેને લઈને અચાનક મદદ મળી શકે છે. અટવાયેલાં રૂપિયા પાછા મળવા લાગશે. રૂપિયાની આવક ભલે ઓછી માત્રામાં હોય પરંતુ વધારે ખર્ચ ન થવાના કારણે રોકાણ ઉપર ધ્યાન આપી શકશો.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં યોગ્ય ફેરફાર લાવવા માટે તમારા સ્પર્ધી કઈ રીતે કામ કરે છે, તે વાતનું અવલોકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે તમને આકર્ષણ અનુભવ થઈ રહ્યું હતું તેના દ્વારા તમને ઇગ્નોર કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને પાચનને લગતી તકલીફ ઘટવા લાગશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-----------------------

સિંહઃ- FIVE OF WANDS

કોઈપણ મોટા કાર્યની શરૂઆત કરતી સમયે તમે વિચારોમાં જ વધારે રહેશો. કામને લગતી વાતોમાં તકલીફ હોય તેના અંગે વિચાર કરવામાં આવશે. જે તમારા ઉત્સાહને ઘટાડી શકે છે. બપોર પછી મહત્ત્વપૂર્ણ કામને અંજામ આપવા માટે યોગ્ય સમય રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં લોકો સાથે યોગ્ય રીતે વાર્તાલાપ કરો

લવઃ- પાર્ટનર સાથે ચાલી રહેલાં વિવાદના કારણે ભવિષ્યને લગતા મોટા નિર્ણય લેવા નહીં.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-----------------------

કન્યાઃ- THE MAGICIAN

તમારી અંદરના કળા ગુણને યોગ્ય રીતે જાળવી રાખવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. તમને સોંપવામાં આવેલું કામ પૂર્ણ કરતી સમયે તમારી અંદરના થોડા ગુણોનો તમને અહેસાસ થઈ શકે છે.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને પ્રાપ્ત થયેલું ઉચ્ચ પદ આત્મવિશ્વાસ સાથે અહંકાર વધારવા માટે પણ કારણ બનશે.

લવઃ- તમે તમારી વાતોમાં વધારે ગુંચવાયેલાં રહેવાના કારણે રિલેશનશિપ કે લગ્નને લગતી વાતો અંગે હાલ વિચારશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ફેરફાર લાવવા માટે કરવામાં આવતી કોશિશને યશ મળશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-----------------------

તુલાઃ- TWO OF PENTACLES

આસપાસના વાતાવરણની અસર તમારી ઊર્જા પર થઇ રહી છે. નેગેટિવ વાતો કરતાં લોકોથી દૂર રહો. જો તમે અન્યની મદદ કરવાની સ્થિતિમાં નથી તો તમે તમે પોતાને આવી સ્થિતિથી દૂર રાખો.

કરિયરઃ- મનમાં રહેલો ભય કામમાં પ્રગતિ કરવાથી રોકી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે થઇ રહેલો મતભેદ ચિંતા વધારશે.

સ્વાસ્થ્યઃ- કફની સમસ્યા પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-----------------------

વૃશ્ચિકઃ- THREE OF PENTACLES

વ્યક્તિગત અનુભવનો ઉપયોગ અન્ય માટે દિશાદર્શનમાં કરો. અન્યની મદદ કરતી સમયે તમને માનસિક આનંદ અને તમારી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. જીવનમાં સમાધાન રાખવાની જગ્યાએ પ્રગતિ પણ સરળતાથી પ્રાપ્ત થશે.

કરિયરઃ- વિજ્ઞાન સાથે વિદ્યાર્થી અભ્યાસ ઉપર ધ્યાન આપો.

લવઃ- કુંવારા લોકો લગ્ન માટે પ્રયત્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સૂર્યની સાધનાથી સ્વાસ્થ્યમાં સુધાર થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-----------------------

ધનઃ- ACE OF WANDS

કામને લઇને ચિંતા બની રહેશે. જ્યાં સુધી કાર્ય પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તમને બેચેની અનુભવ થશે. જો કામમાં જરૂરિયાત કરતાં વધારે મોડું થઇ રહ્યું હોય કે વિના કારણે કામ અટકી રહ્યા હોય તો કામની જગ્યાએ કપૂર પ્રગટાવો. પોઝિટિવ ઊર્જા બની રહેશે.

કરિયરઃ- કોઇના માર્ગદર્શનથી કામને દિશા પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીથી માથાનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

-----------------------

મકરઃ- KNIGHT OF CUPS

કામ અને વ્યક્તિગત વાતોમાં અચાનક પોઝિટિવ ફેરફાર જોવા મળશે. તમારું સપનું સાકાર થતું જોઇને તમારી સાથે પરિવારના લોકોને પણ આનંદ પ્રાપ્ત થશે. કુંવારા લોકો મનગમતાં વ્યક્તિ સાથે લગ્ન થવાથી આનંદ માણી શકશે.

કરિયરઃ- વેપારમાં આર્થિક ફાયદો થશે.

લવઃ- પાર્ટનરના સાથના કારણે પ્રગતિ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- હાડકા સાથે જોડાયેલાં દુખાવામાં રાહત મળી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

-----------------------

કુંભઃ- SEVEN OF SWORDS

દરેક વાતમાં થઇ રહેલી દુવિધા ચીડિયાપણું વધારી શકે છે. આજે તમારે તમારા વિચારોને દૂર રાખીને અન્યના હિસાબથી નિર્ણય લેવો પડી શકે છે. લોકોના મતને પ્રાધાન્ય આપવું તમે પોતાને ના કહેવા બરાબર લાગી શકે છે. થોડી વાતોમાં સહમતી ન આપવી જ તમારા માટે સારું રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં નિર્ણયમાં ઉતાવળ ન કરો.

લવઃ- પાર્ટનરમાં એકમત ન હોવાના કારણે નિર્ણય લેવામાં મોડું થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી તકલીફ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------

મીનઃ- FIVE OF CUPS

તમારી વાતો અને નિર્ણયોના કારણે અન્ય સાથે તમે પોતાને પણ ઠેસ પહોંચાડી શકો છો. બદલાની ભાવના તમારું નુકસાન કરાવી શકે છે. ભૂતકાળ સાથે જોડાયેલાં વ્યક્તિ ફરીથી પરિચયમાં આવી જવાના કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં લોકો સાથે વ્યક્તિગત વાતો માટે આર્થિક વ્યવહાર ન કરો.

લવઃ- પાર્ટનરની ભુલોને નજરઅંદાજ ન કરો.

સ્વાસ્થ્યઃ- વાતનો પ્રભાવ શરીર ઉપર રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...