ટેરો રાશિફળ:EIGHT OF SWORDS કાર્ડ પ્રમાણે સોમવારના દિવસે કન્યા જાતકોએ કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 9 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- NINE KF CUPS

તમારા પિતાના જીવન સાથે જોડાયેલાં નિર્ણયની વાતને નજરઅંદાજ ન કરો. જો તમે તમારા પારિવારિક વેપાર સાથે જોડાયેલાં છો તો રૂપિયા સાથે જોડાયેલો નિર્ણય બધાની મંજૂરીથી લેવો. ઘરના કોઇ કામમાં દખલ કરશો નહીં.

કરિયરઃ- કામમાં આજે ત્રીજા વ્યક્તિના કારણે મુશ્કેલી વધશે.

લવઃ- પુરૂષોનું આજે રિલેશનશિપમાં વર્ચસ્વ રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

------------------------------

વૃષભઃ- SIX OF PENTACLES

આજે કામ અને પરિવાર બંને જગ્યાએ તમે સત્યનો સાથ આપશો પરંતુ સંબંધો સાથે જોડાયેલી વાતને લઇને હંમેશાં સાચા હોવાની જિદ્દ વાત વધારી શકે છે. લો નો અભ્યાસ કરનાર વિદ્યાર્થી કોઇ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઇને ભવિષ્યના નિર્ણય લેશે.

કરિયરઃ- લો સાથે જોડાયેલાં વ્યક્તિની ઉન્નતિ થશે.

લવઃ- પાર્ટનરમાં આજે કોઇ વાતને લઇને વિવાદ ઉત્પન્ન થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની માનસિક અસ્વસ્થતા આપશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

------------------------------

મિથુનઃ- THE FOOL

આજે તમે મહેનત અને લગનથી કામ કરશો જે પણ યોજના તમે બનાવી છે, તેનું સંપૂર્ણ પાલન કરશો. સાંજે 6 વાગ્યા પછી પારિવારિક જીવનનો આનંદ મળશે. સ્ટોક સાથે જોડાયેલાં વ્યક્તિ મિત્ર દ્વારા આપેલી સલાહથી રૂપિયા કમાઇ શકે છે.

કરિયરઃ- સ્ટોક માર્કેટમાં પરિવર્તનશીલ એટલે વોલેટાઇમ માર્કેટમાં ફાયદો થશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી વાતનું ગંભીરતાથી પાલન કરો

સ્વાસ્થ્યઃ- એક જ જગ્યાએ બેસી રહેવાથી પીઠનો દુખાવો થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

કર્કઃ- QUEEN OF CUPS

પરિવાર સાથે માનસિક સ્થિરતા રહેશે જે આગળની યોજનામાં મદદગાર સાબિત થશે. તમે હંમેશાં મોટા સપના જોવો છો, આજે તે સપના ઉપર અમલ થશે. માનસિક રીતે સ્થિરતા તમને કામ પ્રત્યે અને કામ કરવાનો આત્મવિશ્વાસ આપશે.

કરિયરઃ- ભાષા સંચાર સાથે જોડાયેલાં લોકો આજે વિશેષ ઉન્નતિ અને સન્માન મેળવશે.

લવઃ- કોઇ વ્યક્તિ વિશે જો તમે વિચારી રહ્યા છો તો વાત આગળ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- વજન ઓછું કરવા ઉપર ધ્યાન આપો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

------------------------------

સિંહઃ- TEN OF PENTACLES

માતા-પિતાના ઝઘડાની અસર બાળકોને માનસિક તણાવ આપશે. જો તમે અલગ થવાનું વિચારી રહ્યા છો તો આ વાતની જાણકારી બાળકોને આપો અને તેમને આ નિર્ણયમાં સામેલ કરો.

કરિયરઃ- કોઇ મુશ્કેલ નિર્ણય આજે લેશો નહીં.

લવઃ- પાર્ટનર સાથે મનમુટાવ બેચેન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- લો બ્લડ શુગર સાથે જોડાયેલી તકલીફ રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

------------------------------

કન્યાઃ- EIGHT OF SWORDS

તમારા કામથી અલગ કામ અંગે વિચાર થશે અને તેની સાથે જ જોડાયેલાં અવસર મેળવવામાં તમે ખોવાયેલાં રહેશો. દિવસના અંત સુધી તમે તમારી મુંજવણમાં જ પરેશાન રહેશો. આજે કોઇ મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરશો નહીં.

કરિયરઃ- કામ અંગે ફેરફાર કરવાનો નિર્ણય આજે લેશો નહીં.

લવઃ- આવેલાં સંબંધોમાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવું મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અસ્વસ્થતા અને ડિપ્રેશન અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

------------------------------

તુલાઃ- TEN OF SWORDS

પિતા પોતાના બાળકો પ્રત્યે ભાવુક અને ચિંતિત રહેશે. વિદેશમાં રહેતાં લોકોને કામ સાથે જોડાયેલી તકલીફનો સામનો કરવો પડશે. આજે તમે જરૂરિયાત કરતાં વધારે ભાવુક થશો એટલે નિર્ણય કોઇ અન્યને લેવા દો.

કરિયરઃ- એકાગ્ર થઇને કામ કરો

લવઃ- એકબીજા સાથે સ્નેહ વધશે.

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

------------------------------

વૃશ્ચિકઃ- THE STAR

આજે તમે જાતે જ તમારું માર્ગદર્શન કરશો. તમે જાતે જ પૂર્ણ કરેલું કાર્ય માનસિક આનંદ આપશે. તમે જેટલાં આનંદી અને ઉત્સાહી રહેશો તેટલું સરળતાથી કામ થશે. વેપાર સાથે જોડાયેલાં વ્યક્તિ આજે ઉન્નતિ કરશે.

કરિયરઃ- વિજ્ઞાન અને રિસર્ચ સાથે જોડાયેલાં વ્યક્તિની પ્રગતિ થશે.

લવઃ- પાર્ટનર્સમાં મેલજોલ વધારવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેનનો ઉકેલ મળી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

------------------------------

ધનઃ- THE SUN

તમારા ઉત્સાહથી તમે કોઇ અવસરને સોનું બનાવી દેશો. પરિવારમાં બધા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં રહેશો. અનેક સમસ્યાઓનું સમાધાન તમારી પાસે રહેશે. અન્યની મદદ કરતી સમયે તમારા કામને દુર્લક્ષીત ન કરો.

કરિયરઃ- ફેશન, પાર્લર, સ્પા વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

લવઃ- લવ લાઇફ સાથે જોડાયેલો નિર્ણય યોગ્ય સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દવાઓના સમયનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

------------------------------

મકરઃ- PAGE OF WANDS

ઘરના વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. સાચા મનથી કરેલી પ્રાર્થનાનું ફળ મળશે અને પ્રાર્થનાથી મનની શાંતિ પણ પ્રાપ્ત થશે. જો કોઇ ભાવનાઓને તમે ઘણાં દિવસોથી મનમાં રાખી છે તો તેને યોગ્ય વ્યક્તિ સામે પ્રકટ કરો.

કરિયરઃ- તમારું કામ અને કરિયર બંને ચિંતાનો વિષય રહેશે.

લવઃ- તૂટેલાં સંબંધથી બહાર આવવું થોડું મુશ્કેલ રહશે.

સ્વાસ્થ્યઃ- છાતિ સાથે જોડાયેલાં વિકાર તરફ ધ્યાન આપો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

------------------------------

કુંભઃ- TEN OF WANDS

યાત્રા સાથે જોડાયેલી કલ્પના કે નિર્ણય આનંદનું કારણ રહેશે. જીવનમાં બધા સ્તર ઉપર આજે પ્રગતિ થશે. ફૂડ ઇન્ડસ્ટ્રીના લોકો આજે નવા જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે જે ભવિષ્યમાં વિદેશમાં કામ કરવાનો અવસર આપશે.

કરિયરઃ- વડીલ વ્યક્તિ તમારા વખાણ કરી શકે છે.

લવઃ- નવા સંબંધની શરૂઆત આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

------------------------------

મીનઃ- THE MOON

તમારા કમાયેલાં જ્ઞાનને વહેંચવાની કોશિશ કરો. નાઇટ શિફ્ટમાં કામ કરતાં લોકોની ઉન્નતિ થશે. યોગ્ય અને અયોગ્યમાં નિર્ણય લઇ શકશો. ખોટી અને સરળ વાત અંગે મન લાલચી બની શકે છે.

કરિયરઃ- શિક્ષણ સાથે જોડાયેલાં વ્યક્તિ કોઇ ચિંતાનો સામનો કરશે.

લવઃ- પાર્ટનર પાસે કોઇ અપેક્ષા રાખશો નહીં.

સ્વાસ્થ્યઃ- ચિંતાના કારણે પેટ સાથે જોડાયેલી તકલીફ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

આ પણ વાંચોઃ-

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...