તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- THE WORLD
આજે આખો દિવસ મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવામાં ધ્યાન આપવું પડશે. કામ સરળતાથી થવાનું છે છતાંય મનમાં બેચેની રહેવાના કારણે તમે સંપૂર્ણ ધ્યાન આપી શકશો નહીં. લગભગ વ્યક્તિનો વ્યવહાર તમારા માટે તકલીફનું કારણ રહેશે. મિત્ર પરિવાર સાથે વ્યક્તિગત વાતોની ચર્ચા ન કરો.
કરિયરઃ- કામને લગતા લક્ષ્યને પૂર્ણ કરવા તમારા માટે શક્ય રહેશે. છતાંય નાની ભૂલને દૂર કરવાની કોશિશ કરવી.
લવઃ- તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યાની તકલીફ દિવસની શરૂઆતમાં થઇ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
------------------------
વૃષભઃ- THE TOWER
કામને લગતા અચાનક કોઇ સમાચાર મળવાના કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જે વાત માટે તમે સંપૂર્ણ રીતે તૈયાર નથી એવી વાત અંગે તમારે પગલા ભરવા પડી શકે છે એટે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખો.
કરિયરઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં નકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે.
લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે યોગ્ય સંવાદ ન જળવાઇ રહેવાના કારણે મોટી સમસ્યા રહેશે.
સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
------------------------
મિથુનઃ- FIVE OF WANDS
તમારી આસપાસના લોકો સાથે વાતચીત કરતી સમયે સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. પરિવાર અને સહકર્મઓ સાથે ક્લેશ ઊભો થઇ શકે છે.
કરિયરઃ- તમારા કામ માટે અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
લવઃ- તમારા મન વિરૂદ્ધ જઇને પાર્ટનર કોઇ નિર્ણય લઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરના દુખાવાની તકલીફ રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
------------------------
કર્કઃ- TWO OF PENTACLES
વ્યક્તિગત જીવન અને કામને લગતી વાતોમાં સંતુલન ન જાળવી રાખવાના કારણે મનમાં નકારાત્મકતા બની રહેશે. આજે તમે કોઇ એક જ વાત ઉપર ધ્યાન આપશો એટલે કોઇ વાતને વધારે મહત્ત્વ આપવાનું છે, આ વાત તમારે સમજવી પડશે.
કરિયરઃ- લગભગ નજીકના મિત્ર દ્વારા વ્યવહારમાં તમને ફસાવવામાં આવી શકે છે.
લવઃ- પાર્ટનરની અંદર રહેલી નકારાત્મકતા તમારા માટે તકલીફનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- પાઇલ્સને લગતી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 7
------------------------
સિંહઃ- JUSTICE
કોર્ટ કચેરીને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. પરિવારના કોઇ વ્યક્તિની મદદથી તમારા મનમાં વધી રહેલી મુંજવણને ઘટાડી શકાય છે એટલે મદદ માંગવામાં શરમાશો નહીં.
કરિયરઃ- નવા પ્રોજેક્ટની શરૂઆત થઇ શકે છે.
લવઃ- રિલેશનશિપને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા દ્વારા આજે લેવામાં આવશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં વધી રહેલી બળતરાથી બેચેની અનુભવાશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 9
------------------------
કન્યાઃ- NINE OF PENTACLES
આર્થિક વાતોમાં આવી રહેલી સ્થિરતા તમને સમાધાન આપી રહી છે. રિલેશનશિપને લગતી વાતોમાં પ્રગતિ ન જોઇ શકવાના કારણે તમારા માટે ક્યારેક ચિંતાનું કારણ બની રહ્યું છે. પરિવારની વાતો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે તમે વ્યક્તિગત વાતોમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
કરિયરઃ- જે લોકો નોકરી બદલવાનું ઇચ્છે છે તેમણે સંયમથી કામ લેવું પડશે.
લવઃ- પાર્ટનરની આર્થિક સમસ્યાઓને દૂર કરવાની કોશિશ તમારી ક્ષમતાથી વધારે ન કરો.
સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં કરવામાં આવતાં ફેરફાર તમારા સ્વાસ્થ્યમાં પોઝિટિવ બદલાવ લાવશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
------------------------
તુલાઃ- NINE OF SWORDS
તમારી જીવનશૈલીમાં આવી રહેલો ફેરફાર ઊંઘને લગતી સમસ્યાઓ પણ વધારી રહ્યો છે એટલે જીવનશૈલીને ઠીક કરીને તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. માત્ર વિચારોમાં ખોવાયેલાં રહેવાના કારણે તમે પરિસ્થિતિનું અવલોકન યોગ્ય રીતે કરી શકશો નહીં.
કરિયરઃ- વેપારને લગતી વાતોમાં નુકસાન થવાન સંભાવના બની રહી છે.
લવઃ- તમારી દરેક સમસ્યાનું સમાધાન પાર્ટનર દ્વારા પ્રાપ્ત કરવાની કોશિશ તમને નિરાશ કરશે.
સ્વાસ્થ્યઃ- ગેસને લગતી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
------------------------
વૃશ્ચિકઃ- QUEEN OF PENTACLES
દિવસની શરૂઆતમાં આર્થિક ફાયદો જોવા મળશે, પરંતુ અપેક્ષા પ્રમાણે ન હોવાના કારણે તમે થોડા નિરાશ રહી શકો છો. તમારી કોશિશને વધારીને તમે કામને લગતી વાતો ઉપર ધ્યાન આપવાની કોશિશ કરશો. પરિવારને લગતી દરેક વાતમાં ધ્યાન આપવાના કારણે તમે પોતાના માટે તકલીફ પેદા કરી રહ્યા છો.
કરિયરઃ- વેપારીઓએ માર્કેટિંગને લગતી નવી રીતને જાણવાની કોશિશ કરવી પડશે.
લવઃ- પાર્ટનરનો વિશ્વાસ જીતવો આજે તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- લોહીની ખામીના કારણે ઉત્સાહમાં ઘટાડો અનુભવ થશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
------------------------
ધનઃ- THE LOVERS
નવા મિત્ર સાથે વધી રહેલો પરિચય તમારી અંદર તેમના પ્રત્યે આકર્ષણ પેદા કરી શકે છે. તમારી વ્યક્તિગત વાતોને જરૂરિયાતથી વધારે કોઇ સામે જાહેર ન કરો. જે લોકો તમારી સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરાવી શકે છે, એવા લોકો પાસેથી માર્ગદર્શન લો.
કરિયરઃ- કામને લગતી જવાબદારીઓ વધવાના કારણે તમારી ઉપર તણાવ વધી શકે છે.
લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં હડબડી કરીને નિર્ણય ન લેશો.
સ્વાસ્થ્યઃ- શરીરના દુખાવા અને હાડકાને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 3
------------------------
મકરઃ- PAGE OF WANDS
આજે તમે તમારી જ સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરશો અને લોકો દ્વારા મળેલી નિરાશા તમને આત્મનિર્ભર બનાવી રહી છે એટલે અન્ય પ્રત્યે મનમાં ગુસ્સો ન રાખીને તમે પોતાને શ્રેષ્ઠ જાળવી રાખવાની કોશિશ કરશો.
કરિયરઃ- યુવાઓએ કરિયરમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- પ્રેમ સંબંધોના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો.
સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 6
------------------------
કુંભઃ- TWO OF CUPS
શારીરિક સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવાના કારણે મનમાં તમે તાજગી અનુભવ કરશો. જેથી મુશ્કેલથી મુશ્કેલ કાર્યોને અને સમસ્યાઓનો સામનો કરતી સમયે તમે તમારા આત્મવિશ્વાસ ઘટવા દેશો નહીં.
કરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને સન્માન પ્રાપ્ત થશે.
લવઃ- પૂર્વ પ્રેમી સાથે થયેલી મુલાકાત નવી રીતે સંબંધની શરૂઆત કરાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- લીવરને લગતી સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 8
------------------------
મીનઃ- KING OF PENTACLES
પરિવારના કોઇ વ્યક્તિ દ્વારા પ્રોપર્ટીને લગતો વાદ-વિવાદ શરૂ કરી શકાય છે. તમારા હકને જાળવી રાખવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. હાલ પરિસ્થિતિમાં તમારે શું કરવું છે અને કેવી રીતે કરવું છે તે વાતની જાણ થવાથી દરેક વાત ઉપર નિયંત્રણ જાળવી રાખવું સરળ રહેશે.
કરિયરઃ- વેપારને લગતી વાતોમાં મોટો ફાયદો થઇ શકે છે.
લવઃ- પ્રેમ સંબંધમાં ગુંચવાવું તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજનથી શારીરિક તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.