તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THE DEATH કાર્ડ પ્રમાણે શુક્રવારે મીન જાતકો ઉપર કામનું દબાણ વધારે રહી શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 એપ્રિલ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF SWORDS

તમારા કામ ઉપર ફોકસ જાળવી રાખવું જરૂરી થશે. કામ પ્રત્યે થોડી પણ બેદરકારી તમારું નુકસાન કરાવી શકે છે અથવા જે કામ પ્રત્યે તમે જવાબદાર છો તે કામ સાથે જોડાયેલી અસફળતા માટે તમે પોતાને જવાબદાર ઠરાવી શકે છે.

કરિયરઃ- પાર્ટનરશિપના કામમાં તમારી યોજના ઉપર વધારે ખુલીને વાત ન કરો.

લવઃ- પાર્ટનર પ્રત્યે નિરાશા જળવાશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની બેદરકારી નુકસાન કરાવી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

---------------------------

વૃષભઃ- QUEEN OF WANDS

તમારી વિચાર શક્તિ દ્વારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ તમને મળશે. થોડી વાતનો સ્વીકાર મનના ભારને હળવો કરી શકે છે. જો ભાવનાત્મક મુંજવણ તમારા કામ અને વિચારો ઉપર અસર કરી રહી છે તો યોગ્ય વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મળી શકે છે.

કરિયરઃ- તમારા કામ પ્રત્યે નિષ્ઠા અને ફોકસ વધારવાની કોશિશ સફળ રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા મળેલી સૂચનાઓનું પાલન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુધાર લાવવા માટે ખુલ્લી હવામાં વધારેથી વધારે સમય વિતાવવાની કોશિશ કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

---------------------------

મિથુનઃ- ACE OF SWORDS

આજે તમે તમારા કામમાં શ્રેષ્ઠ સાબિત થશો. તમારો અનુભવ તમને કામ આવશે. નવા લોકો સાથે કામ કરવાની તક મળશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે સફળતાની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે હાથવેંત જ છે. મિત્રોની સલાહ લેવાથી નુકસાનથી બચી શકો છો.

કરિયરઃ- વડીલોનો સાથ મળશે.

લવઃ- કામ અને પર્સનલ લાઇફમાં સંતુલન જાળવી રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- જૂની બીમારીઓનો ઉકેલ મળવાના કારણે માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------

કર્કઃ- KING OF CUPS

આજનો દિવસ તમારા માટે અનેક રીતે શાનદાર સાબિત થશે. આજે તમારા પર કામનું દબાણ રહેશે. તમારે તમારી જવાબદારીઓ સારી રીતે પુરી કરવાની છે. આર્થિક લાભ મળવાના અને પ્રતિષ્ઠા વધવાના સંકેત છે. પરીવારમાં તમને કોઈનો વિરોધ સહન કરવો પડી શકે છે. તેવામાં કાર્ડ્સ તમને સલાહ આપે છે કે આજે ધીરજથી કામ લેવું.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી જવાબદારીઓ ભય પેદા કરી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે વાદ-વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી, તાવ વગેરેથી બચો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------

સિંહઃ- ACE OF PENTACLES

આજે જૂના કામ પૂર્ણ કરો પછી જ નવા કામ હાથમાં લેવા. તમારી જવાબદારીઓ વધી શકે છે. આ કારણે તમારે કામની ગતિ સામાન્ય લોકો કરતાં વધારે રાખવી પડશે. નવી જવાબદારીઓ તમને મળી શકે છે. શક્ય છે કે મિત્ર કે પાર્ટનર તમને મદદ કરે.

કરિયરઃ- કામને આગળ વધારવા માટે જરૂરી આર્થિક મદદ પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજાની સહમતિ બની રહેવાના કારણે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- હળદરના પ્રયોગથી શરીરમાં બનેલાં ઇન્ફેક્શન સાથે છુટકારો મળી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

---------------------------

કન્યાઃ- Eight of swords

આજનો દિવસ તમારા માટે બમણી જવાબદારીઓ નીભાવવાનો છે. પ્રોફેશનલ લાઈફની સાથે સામાજિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે. તમારે બંને વચ્ચે પોતાની જાતનું બેલેન્સ કરવાનું છે. આજનો દિવસ ખુશનુમા રહેશે. તમારી ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હશે. ધન લાભ થવાના પણ સંકેત છે.

કરિયરઃ- કામની રીતને બદલીને તમને સમસ્યાનું સમાધાન મળી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળેલી પ્રેરણાથી આગળ વધવાની કોશિશ શરૂ રહશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફની ચિંતા કરવાની જગ્યાએ પરિસ્થિતિમાં ફેરફાર લાવવાની કોશિશ કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

---------------------------

તુલાઃ- NINE OF CUPS

આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓને અમલમાં મુકવાનો છે અને કામની શરુઆત કરવાનો છે. આજે તમને ભાગ્ય સાથ આપશે. જો નવું કરવાનું વિચારો છો તો તમને આજે દિવસ સારો છે. તમારી રચનાત્મકતા આજે લોકો ધ્યાનમાં લેશે.

કરિયરઃ- કામને આગળ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન અને મદદ મળશે.

લવઃ- પાર્ટનર સાથે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ફેરફાર લાવવા માટે સ્લીપિંગ પેટર્ન જાળવી રાખો.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5

---------------------------

વૃશ્ચિકઃ- PAGE OF CUPS

આજનો દિવસ તમારા માટે નિરાશાજનક હોય શકે છે. કોઈ તમારી વિરુદ્ધ જઈ શકે છે. અથવા તો કોઈ પોતાનો કરેલો વાયદો તોડી દેશે. તમે હતાશ અને છેતરાયેલા અનુભવશો. આજનો દિવસ પોતાની યોગ્યતાથી શ્રેષ્ઠ બનાવો. જો બીજાના ભરોસે રહેશો તો અસફળતાનો સામનો કરવો પડી શકે છે. કલ્પના શક્તિથી નવા રસ્તા શોધો.

કરિયરઃ- મળતી તકનો યોગ્ય ઉપયોગ કરો.

લવઃ- રિલેશનશિપમાં નવીનતા લાવવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- બપોર પછી સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

---------------------------

ધનઃ- THE HIGH PRIESTESS

આજનો દિવસ તમારા માટે પરેશાની ભરેલો હોય શકે છે. કેટલીક બાબતોમાં કામનું પરીણામ અપેક્ષિત નહીં મળે પણ નિરાશ થવું નહીં. કારર્કિદીના મોરચે લગભગ આ સ્થિતિ યથાવત રહેશે. આજે તમને સારા અવસર મળવાના પણ સંકેત છે. આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે.

કરિયરઃ- કામને પ્રગતિ તરફ આગળ વધારવા માટે તેની સાથે જોડાયેલી બધી જાણકારી પ્રાપ્ત કરવાની જરૂરિયાત થશે.

લવઃ- પાર્ટનર પ્રત્યે વધતી નિરાશાની અસર જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર દેખાશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

---------------------------

મકરઃ- THE HERMIT

આજનો દિવસ એ લોકો માટે ભાગ્યશાળી છે જે લોકો નવો બિઝનેસ શરુ કરવા ઈચ્છે છે. જો તમે તમારી જમા પુંજી તેમાં રોકવા ઈચ્છો છો તો આજનો દિવસ સારો સાબિત થશે. જો કોઈ રોજગાર સ્કીમ હેઠળ કોઈ આવેદન આપવા ઈચ્છો છો તો તેના માટે પણ સારો દિવસ છે. આજે તમારી પાસે સારી તક આવી શકે છે.

કરિયરઃ- કાઉન્સલિંગ સાથે જોડાયેલાં લોકો પોતાની ભાવનાઓ ઉપર કામ કરતાં શીખો.

લવઃ- પાર્ટનર સાથે થઇ રહેલાં મતભેદોને ખુલીને ચર્ચા કરતાં શીખો.

સ્વાસ્થ્યઃ- વડીલોને છાતિ સાથે જોડાયેલાં વિકાર પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

---------------------------

કુંભઃ- KNIGHT OF PENTACLES

આજે તમે સકારાત્મક અને આશાઓથી ભરપુર અનુભવશો. નવા કામ તમને આકર્ષિત કરશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. જેના વિશે લાંબા સમયથી વિચારતા હતા તે કામ શક્ય બનશે. આજે તમારા કામને પાર પાડવામાં વધારે મહેનત કરવી પડી શકે છે. તમને તમારા સંબંધો માટે સમય કાઢવો પડશે. તેનાથી તમારા મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

કરિયરઃ- રૂપિયાનું રોકાણ સમજી-વિચારીને કરો.

લવઃ- પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે વધારે રૂપિયા ખર્ચ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

---------------------------

મીનઃ- THE DEATH

આજે તમે વ્યસ્ત રહેશો. કામમાં તમારો દિવસ પસાર થશે. કેટલાક લોકોને ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. શક્ય છે કે તમારા પર કામનું દબાણ વધારે રહે. સાંજ સુધીમાં પરિસ્થિતીઓ તમને અનુકૂળ થવા લાગશે. તમારી આવડત પર વિશ્વાસ કરો.

કરિયરઃ- કામ તરફ ફોકસ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- અનિચિત ખાનપાન અને જીવનશૈલીની અસર સ્વાસ્થ્ય ઉપર દેખાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો