ટેરો રાશિફળ:શુક્રવારે ACE OF SWORDS કાર્ડ પ્રમાણે મેષ જાતકોએ અહંકાર દૂર કરીને સંબંધો જાળવવા ઉપર ધ્યાન આપવું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

8 ઓક્ટોબર, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACE OF SWORDS

કામને લગતી વાતોને ગંભીરતા સાથે લેવાની જરૂરિયાત રહેશે. જે પ્રકારે તમે કામને લગતી વાતોમાં ફેરફાર લાવશો તમારી વ્યક્તિગત વાતોમાં ફેરફાર જોવા મળશે.

કરિયરઃ- કળા ક્ષેત્ર અને વેપાર સાથે જોડાયેલાં તેમના કાર્ય દ્વારા સન્માન પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સ અહંકારને દૂર રાખીને રિલેશનશિપને સારી જાળવી રાખવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘના કારણે થાક વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

--------------------------

વૃષભઃ- KNIGHT OF SWORDS

દિવસની શરૂઆતમાં મુશ્કેલીઓ અનુભવ થશે પરંતુ તમારી ઇચ્છાશક્તિ દ્વારા તમે મુશ્કેલ પરિસ્થિતિને માત આપી શકસો. જીવનને લગતી દરેક વાત સાથે જોડાયેલી ચિંતા પરેશાન કરી શકે છે.

કરિયરઃ- કામને લગતા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અનુભવી વ્યક્તિનો સાથ જરૂરી રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા થયેલી ભૂલને માફ કરવી અશક્ય રહેશે

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ ઘટવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

મિથુનઃ- SEVEN OF CUPS

પરિસ્થિતિને લગતો વિચાર કરવાના કારણે પરિસ્થિતિની માત્ર નકારાત્મક વાતો જ તમારી સામે આવી શકે છે. બેકારની લાલચની અસર તમારા ઉપર વધારે જોવા મળી શકે છે.

કરિયરઃ- કામને લગતો ઉત્સાહ વધારવા માટે જેમને કામની સંપૂર્ણ જાણકારી હોય તેવા લોકો સાથે રહો

લવઃ- પાર્ટનર સામે પોતાની ઇચ્છા ખુલીને વ્યક્ત ન કરવી તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદની મદદથી સ્વાસ્થ્યમાં અસંતુલન ઠીક કરી શકાય છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

--------------------------

કર્કઃ- NINE OF SWORDS

ઘણાં દિવસોથી તમે જે વાતોને ઇગ્નોર કરી હતી તેને લગતી ચિંતા આજે અચાનક ઊભી થશે જેની અસર તમારી જીવનશૈલી ઉપર જોવા મળી શકે છે. તમારી ઉપર બની રહેલાં દેવાને દૂર કરવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કામને ડેડલાઈન પહેલાં પૂર્ણ કરવું તમારા માટે ચિંતાનો વિષય રહેશે.

લવઃ- હાલ તમે લવ રિલેશનશિપ કે પાર્ટનર તરફ ધ્યાન આપી શકશો નહીં

સ્વાસ્થ્યઃ- ચિંતા અને તણાવના કારણે ઊંઘને લગતી બેચેની રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------

સિંહઃ- TEN OF WANDS

જેટલું નકારાત્મક તમે વિચારી રહ્યા છો તેટલી નકારાત્મક પરિસ્થિતિ નથી. કામનો ભાર પણ આજે એટલો રહેશે નહીં. તમે માત્ર આળસ અને ચિંતાના કાણે તમારી પરિસ્થિતિ જટિલ બનાવી રહ્યા છો.

કરિયરઃ- રૂપિયાને લગતી વધી રહેલી ઇનસિક્યોરિટીના કારણે તમારા દ્વારા તમારી ક્ષમતાથી વધારે કામનો સ્વીકાર કરો

લવઃ- લગ્નને લગતી ચિંતા સમય સાથે દૂર થશે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------

કન્યાઃ- SIX OF SWORDS

અટવાયેલાં કામ આગળ વધારવા શરૂ થશે. જે કાર્યને અંજામ સુધી પહોંચાડવા માટે તમે ઘણી કોશિશ કરી હતી તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન જોવો તમને નિરાશ કરી શકે છે.

કરિયરઃ- જેવી આર્થિક આવક વધતી જોવા મળશે વેપારને મોટા પાયે વધારવાની ઇચ્છા પણ તમારી પ્રબળ રહેશે.

લવઃ- બાળકો અને પાર્ટનરને સમય આપવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને ઊંઘની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------------------

તુલાઃ- NINE OF CUPS

તમારા ઉત્સાહ અને જ્ઞાનના કારણે તમે તમારું વ્યક્તિત્વ વધારે આકર્ષિત બનાવી શકો છો. તમારી મહેનત અને યોગ્ય નિર્ણયના કારણે તમે તમારા માટે નવો અવસર પ્રાપ્ત કરી શકો છો.

કરિયરઃ- વડીલોની મરજી તમારા ઉપર રહેશે.

લવઃ- પાર્ટનર પાસેથી તમને સરપ્રાઇઝ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- કિડની સાથે જોડાયેલાં રોગમાં રાહત મળી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------

વૃશ્ચિકઃ- THE EMPEROR

યુવાઓ માટે આજનો દિવસ ખાસ રહેશે. તમારી મહેનત અને કૌશલ્ય દ્વારા આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવશે. પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલી જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

કરિયરઃ- કોમર્સ ક્ષેત્રના વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- પાર્ટનર પાસેથી મળેલી પ્રેરણાના કારણે તમે પરિસ્થિતિનો સામનો કરશો.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

--------------------------

ધનઃ- THE HIEROPHANT

તમારા પરિવાર કરતાં વધારે સારી રીતે તમને કોઇ ઓળખતું નથી. આ વાત યાદ રાખો. પરિવાર સાથે જોડાયેલ વાદ-વિવાદને દૂર કરવાની કોશિશ કરો. પરિસ્થિતિ ભલે રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાની હોય અથવા ભાવનાત્મક હોય, સમસ્યાઓ તમારા વિચારમાં ફેરફાર કરીને આગળનો માર્ગ મળશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી અનેક બાબતોએ સંતુલન લાવવું જરૂરી રહેશે.

લવઃ- પાર્ટનરને તમારી પાસેથી માર્ગદર્શનની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવની અસર તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 9

--------------------------

મકરઃ- JUDGEMENT

તમારી આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા બાદ જ તમારો નિર્ણય લો. ઉતાવળમાં લીધેલો નિર્ણય ભાવનાત્મક મુશ્કેલીઓ વધારી શકે છે. તમારા પરિવારના બાળકો તમારી પાસેથી ભાવનાત્મક સહયોગની અપેક્ષા રાખશે, તેમને નિરાશ કરશો નહીં.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ જાતે જ કાઢવાની કોશિશ કરો.

લવઃ- પાર્ટનર અને રિલેશનશિપ પ્રત્યે અને ડેડીકેશન વધવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- મેડિટેશન અને હોલિસ્ટિક હીલિંગ દ્વારા મન અને શરીરની શાંતિ પ્રાપ્ત થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------

કુંભઃ- HERMIT

તમારી નિરાશાની અસર તમારી આસપાસના વાતાવરણમાં થઇ શકે છે. કામ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધવાની કોશિશ કરશો નહીં. કોઇની મદદ લઇને તમે તમારી ઉપરનો ભાર હળવો કરી શકો છો.

કરિયરઃ- કામની જગ્યાએ વધતાં વિવાદના કારણે તણાવ રહેશે.

લવઃ- જો તમને માનસિક આધારની જરૂરિયાત હોય તો પાર્ટનર સાથે આ અંગે ખુલીને વાત કરો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થાક અનુભવ થશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 6

--------------------------

મીનઃ- THE SUN

જીવન પ્રત્યે દર્શાવેલો સંયમ અને પ્રગતિ માટે કરેલી રાહ તમારા વ્યક્તિત્વમાં ફેરફાર લાવશે. આ ફેરફાર આગળ વધવાની તૈયાર કરવા માટે યોગ્ય રહેશે. આજે અનેક વાતો ઉપર તમારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- ક્લાઇન્ટથી પેમેન્ટ મળવામાં મોડું થઇ શકે છે.

લવઃ- લવ લાઇફમાં સુધાર જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- મનની શાંતિના કારણે સ્વાસ્થ્યમાં સુધાર દેખાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...