મંગળવાર, 8 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- TWO OF WANDS
એક જગ્યાએ રહીને હવે તમે કંટાળી ગયા છો. જીવનમાં બદલાવ લાવવા માટે તમે શહેર, ઘર, પ્રોજેક્ટ અથવા કામમાં ફેરફાર અંગે વિચારશો. સામૂહિક પરિવારનું કોઇ સભ્ય અલગ રહેવાની ઇચ્છા ધરાવશે.
કરિયરઃ- નોકરીમાં ફેરફારની ઇચ્છા તીવ્ર રહેશે.
લવઃ- વ્યક્તિ ફરીથી પાર્ટનર શોધી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર થશે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 7
------------------------------
વૃષભઃ- 6 OF CUPS
ઘરની આર્થિક સ્થિતિ બદલવાનો દિવસ હશે. કોઇ મોટા કામનો અવસર વધારે રૂપિયા કમાવામાં મદદ કરશે. જૂના વિવાદો દૂર કરવાની કોશિશ પરિવારના વ્યક્તિ સાથે હોઇ શકે છે.
કરિયરઃ- ઇન્ટીરિયર સાથે જોડાયેલાં કામમાં મોડું થશે.
લવઃ- પાર્ટનર દગો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- તાવથી બચવું.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
------------------------------
મિથુનઃ- 5 OF WANDS
મનના વિવિધ વિચાર તમને અસ્થિર અને ચંચળ બનાવશે. કામની જગ્યા સહકારીઓને કાર્યોમાં મન લાગશે નહીં. જેના કારણે કામ ઉપર ખરાબ અસર પડવાની સંભવના છે.
કરિયરઃ- તમારા અધિકારીના ઓર્ડર ઉપર અમલ કરો.
લવઃ- પાર્ટનર પ્રત્યે કન્ફ્યૂઝન રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 5
------------------------------
કર્કઃ- ACE OF WANDS
વિદેશ અથવા શિક્ષણ સાથે જોડાયેલાં વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપાર પ્રત્યે ઉઠાવેલું પગલું સફળ થશે. અત્યાર સુધી જે વાત માટે રસ્તો મળી રહ્યો નહોતો તેનો રસ્તો આપમેળે ખુલી જશે.
કરિયરઃ- કરિયર વિદેશ સાથે જોડાયેલાં કાર્યને લક્ષ્ય તરફ આગળ વધશે.
લવઃ- નવા વ્યક્તિના આગમનથી રોમાન્સ આવશે.
સ્વાસ્થ્યઃ- નેચરલ ફૂડ દ્વારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 4
------------------------------
સિંહઃ- 6 OF PENTACLES
કોઇપણ પ્રકારનું દાન ધર્મ કરતી સમયે સંસ્થા કે વ્યક્તિની યોગ્ય જાણકારી પ્રાપ્ત કરો. બેંકના કામ જલ્દી થશે. હોમ લોન સાથે જોડાયેલ થોડી પરેશાની સાથે પૂર્ણ થશે. પરિવારના નાના સભ્યોને વડીલો પાસેથી સલાહની આશા રહેશે.
કરિયરઃ- બેંકના કર્મચારીઓ માટે વધારે વ્યસ્ત દિવસ રહેશે.
લવઃ- પાર્ટનર સાથે આર્થિક વ્યવહાર ન કરો
સ્વાસ્થ્યઃ- શુગર સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
------------------------------
કન્યાઃ- 8 OF SWORDS
સ્ત્રી વર્ગને પિતાનો વિશેષ પ્રેમ અને સહકાર્ય કાર્ય રહેશે જે કઠોર નિર્ણય લેવામાં મદદ કરશે. નોકરી સાથે જોડાયેલી સમસ્યા પરિવારનું સંતુલન ખરાબ કરી શકે છે. પરિસ્થિતિ આજે તમારા ઉપર હાવી થઇ શકે છે.
કરિયરઃ- સહકારી પાસેથી મદદ માંગો
લવઃ- જૂના વિવાદ દૂર થશે.
સ્વાસ્થ્યઃ- કફ અને શ્વાસ સંબંધિત બીમારી પરેશાન કરશે.
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 1
------------------------------
તુલાઃ- THE WHEEL OF FORTUNE
પોઝિટિવ માનસિકતા રહેશે. અટવાયેલાં કામ અચાનક શરૂ થશે. નકારાત્મક વાતને પોઝિટિવ બનાવવાની ઊર્જા રહેશે. તમારાથી ઈર્ષ્યા કરનાર લોકોને માતા મળશે, દૂરના વિચારો રાખશો તો લીધેલાં નિર્ણયમાં ફાયદો થશે.
કરિયરઃ- આજે તમારો દિવસ બધા કામો માટે યાદગાર અને અનુકૂળ રહેશે.
લવઃ- લવ લાઇફમાં પોઝિટિવ વળાંક આવશે.
સ્વાસ્થ્યઃ- દાંતની સમસ્યાને નજરઅંદાજ કરશો નહીં.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 8
------------------------------
વૃશ્ચિકઃ- THE CHARIOT
પત્નીની નિરાશા માનસિક તણાવ આપશે. તમારી ભૂલ સ્વીકાર કરતાં શીખો. આજે તમે કામ અંગે યોગ્ય નિર્ણય લેશો. પરિવાર સાથે જોડાયેલો નિર્ણય લેવામાં ધ્યાન રાખો.
કરિયરઃ- કામ સંબંધિત યાત્રા થશે.
લવઃ- સાથી સાથે વિવાદ થશે.
સ્વાસ્થ્યઃ- પિત્ત અને કફ સાથે જોડાયેલી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- ગ્રીન
શુભ અંકઃ- 3
------------------------------
ધનઃ- 9 OF SWORDS
છેલ્લાં થોડાં દિવસોમાં ઊંઘમાં ખરાબ સપના કે તણાવના કારણે પરેશાની આજે વધી શકે છે. યોગ અને કસરતથી નવી ઊર્જા પ્રાપ્ત થશે જે ઊંઘ સાથે જોડાયેલી પરેશાની ઘટાડશે.
કરિયરઃ- બધી જ પરેશાનીઓ એક-એક કરીને વધી શકે છે.
લવઃ- પ્રિય વ્યક્તિનું દૂર રહેવું ચિંતાનો વિષય છે.
સ્વાસ્થ્યઃ- ગળા અને પીઠના ઉપરના ભાગમાં દુખાવો થઇ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
------------------------------
મકરઃ- 5 OF CUPS
ભૂતકાળમાં મળેલી નિરાશાનો ભય આજે પણ મનમાં રહેશે. વાત કામની હોય કે પરિવારની આ ભયને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. જે લોકો માનસિક બીમારીથી પીડાઇ રહ્યા છે તેમને યોગ્ય થેરાપિસ્ટ મળી શકે છે.
કરિયરઃ- નોકરીમાં ફેરફાર આવી શકે છે.
લવઃ- ભૂતકાળમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં ઈજાનું ધ્યાન રાખો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
------------------------------
કુંભઃ- ACE OF WANDS
જો શક્યતા હોય તો આજે તમે સંપૂર્ણ સમય પોતાની દેખરેખમાં વિતાવો. તમને નવી-નવી ઊર્જા અને ઉત્સાહની ખૂબ જ જરૂરિયાત છે જે તમારા શારીરિક થાકને દૂર કરવાથી મળશે.
કરિયરઃ- ટ્રાન્સફરની કોશિશ શરૂ રાખો.
લવઃ- એકબીજા સાથે સારું સામંજસ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 9
------------------------------
મીનઃ- THE HIGH PRIESTEST
તમારા મનનો અંદાજો લગાવવો ખૂબ જ સરળ છે. કામની જગ્યા પોતાની અંદર મુંજવણ અથવા મનની વાતની જાણ થવા દેશો નહીં. આજે શારીરિક નબળાઇનો અનુભવ થશે જે સ્વાસ્થ્ય સંબંધિત મોટી બીમારીનું કારણ બની શકે છે.
કરિયરઃ- માનસિક નિરાશાનો સામનો થશે.
લવઃ- પાર્ટનરના નખરા ઉઠાવવા પડશે.
સ્વાસ્થ્યઃ- લોહી અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.