તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:મંગળવારે FIVE OF CUPS કાર્ડ પ્રમાણે મીન જાતકોને નિરાશાનો અનુભવ થઈ શકે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF CUPS

પોતાની શારીરિક અને માનસિક હિલીંગ માટે તમારા દ્વારા કોશિશ વધારવામાં આવી શકે છે. જે લોકો સાથે વાદ-વિવાદ ઊભો થઈ રહ્યો હતો, આવા લોકો અંગે સમજી વિચારીને યોગ્ય નિર્ણય તમે લઈ શકશો.

કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં લોકોને ફાયદો પ્રાપ્ત થશે.

લવઃ- જે લોકો ઘણાં દિવસોથી રિલેશનશિપમાં છે, તેમને કમિટમેન્ટ પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધી રહેલું અસંતુલન કયા કારણે છે તે જાણવા અંગે ધ્યાન આપો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-------------------------

વૃષભઃ- NINE OF WANDS

તમે કોઈપણ પરિસ્થિતિને શરૂઆતમાં ગંભીરતા સાથે લેશો નહીં અને પછી તે અંગે વધારે ચિંતા કરીને પોતાને તકલીફ આપી રહ્યા છો. તમારા સ્વભાવના દોષને જાણીને તેમાં તરત ફેરફાર લાવવા માટે ઇચ્છા શક્તિ વધારવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામના કારણે લોકો સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવો નહીંતર તમારા કામ ખરાબ થઈ શકે છે.

લવઃ- પાર્ટનર પોતાના મનની વાત ખુલીને બોલી શકશે નહીં

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા ઘટવા લાગશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------

મિથુનઃ- PAGE OF SWORDS

અનેક જવાબદારીઓ પોતાના ઉપર લેવાથી તમને તમારા નિર્ણય ઉપર જ પછતાવો થઈ શકે છે. સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે કામના મહત્ત્વને અને કામને લગતી ક્ષમતા બંને ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી તકલીફ થશે, જેથી કામને લગતો રસ ઓછો અનુભવ થશે.

લવઃ- પાર્ટનરના કારણે નકારાત્મક અને ચિંતા અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં વધતો ગેસ તકલીફદાયી રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-------------------------

કર્કઃ- KNIGHT OF SWORDS

જે પણ યોજનાઓ તમે બનાવેલી છે તેને હકીકતનું સ્વરૂપ આપવું આજે શક્ય રહેશે. કામ તમારું ઝડપથી પૂર્ણ થશે. જે વાતોમાં પાછળ હતા તે વાતના અંજામ સુધી પહોંચવા માટે આજનો દિવસ ખૂબ જ યોગ્ય સાબિત થશે.

કરિયરઃ- તમારા કરિયરને લગતો દૃષ્ટિકોણ બદલાયેલો જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર હાલ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાની ક્ષમતામાં નથી.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સારું જાળવી રાખવા અંગે ભાર આપવો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-------------------------

સિંહઃ- QUEEN OF SWORDS

જૂની વાતોને પાછળ રાખીને આગળ આવતા અવસરનો તમે ખુલ્લા હ્રદયે સ્વાગત કરવા માટે તૈયાર છો. થોડા જૂના સંબંધ પણ હંમેશાં માટે તમારા દ્વારા તોડવામાં આવી શકે છે. જેના કારણે તમને થતી માનસિક તકલીફ ઓછી થશે પરંતુ લોકોની દરેક નાની વાતને જરૂર વધારે મહત્ત્વ આપવાના કારણે થોડી એકલતા અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- ઉચ્ચ પદ ઉપર સ્થિત વ્યક્તિ કામને લગતા નિર્ણય સમજી વિચારીને લે.

લવઃ- પાર્ટનર એકબીજાના તાલમેલથી વિવાદને દૂર કરીને રિલેશનશિપ પ્રત્યે હકીકતનું ધ્યાન રાખીને અપેક્ષા રાખી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફ થવાની શક્યતા છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------

કન્યાઃ- THE HANGEDMAN

થોડા નિર્ણય તમને શરૂઆતમાં પોઝિટિવ અનુભવ થયા હતાં તે નિર્ણયની નકારાત્મક વાતો આજે સામે આવશે. આજનો મોટાભાગનો સમય તમે આત્મ પરીક્ષણમાં જ લગાવી શકો છો. જે વાતોના કારણે તમને વધારે કન્ફ્યૂઝન અનુભવ થઈ રહ્યું હતું, તેમાં સ્પષ્ટતા અને તે વાતોને જોવાનો યોગ્ય દૃષ્ટિકોણ તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- કામને લગતા કોઈપણ પ્રકારના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો

લવઃ- રિલેશનશિપને લગતી વાતો અંગે ફરીથી વિચાર કરી શકાય છે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને શરીરમાં દુખાવો રહી શકે છે

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-------------------------

તુલાઃ- DEATH

તમારી અંદર વધી રહેલી અસુરક્ષાની ભાવનાના કારણે તમે કોઈપણ વાત ઉપર યોગ્ય રીતે ફોકસ કરી શકશો નહીં. દરેક વાતમાં ખોટી ચિંતા કરવી તમારી કાર્યક્ષમતાને ખરાબ કરી શકે છે. સાથે જ તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગ હાલ થોડા દિવસો સુધી નુકસાનદાયી પરિસ્થિતિ જોવા મળી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં તમારા મન પ્રમાણે ફેરફાર જોવા મળશે

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફને ઇગ્નોર ન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-------------------------

વૃશ્ચિકઃ- SEVEN OF WANDS

કઈ વાતને કેટલું મહત્ત્વ આપવું અને તેના ઉપર કેટલું કામ શરૂ કરવાનું તે નક્કી કરવું થોડું મુશ્કેલ છે. કોઈ એક કામને હાથમાં લઇને તેને જ પૂર્ણ કરવાની કોશિશ કરો. આગળ શું પગલું લેવું છે, તે તમને જાતે જ જાણ થઈ જશે.

કરિયરઃ- આર્થિક આવક ઓછી થવાના કારણે કામને લગતી નિરાશા વધી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા થયેલી ભૂલ અને તેના ભૂતકાળમાં તમારા પ્રત્યે રાખવામાં આવેલ વ્યવહારને સતત યાદ કરવો તમારા માટે તકલીફનું કારણ બનશે.

સ્વાસ્થ્યઃ- પાણી ઓછું પીવાના કારણે શારીરિક તકલીફ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

-------------------------

ધનઃ- EIGHT OF WANDS

આજનો દિવસ અપેક્ષા પ્રમાણે પ્રગતિ અપાવશે. મોટા કાર્યની શરૂઆત આજે તમારા દ્વારા કરવામાં આવી શકે છે. જૂના મિત્ર સાથે બંધ રહેલાં સંવાદ ફરીથી શરૂ થઈ શકે છે. જે પ્રશ્નોના ઉત્તર અંગે તમને જાણકારી પ્રાપ્ત થઈ રહી નહોતી તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો

કરિયરઃ- સરકારી કાર્યો સાથે જોડાયેલાં લોકો ઉપર કામનો ભાર રહી શકે છે.

લવઃ- રિલેશન અને પાર્ટનર પ્રત્યે પોઝિટિવ અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમીના કારણે જૂના વિવાદ ઊભા થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

-------------------------

મકરઃ- PAGE OF CUPS

જેટલી વાતો તમે મનમાં વિચારી રહ્યા છો, તેટલી વાતો ઉપર અમલ કરવો મુશ્કેલ લાગશે. તમારા વિચાર કરવાની ક્ષમતા અને કાર્યક્ષમતા આ બંનેમાં ઘણું અંતર રહેવાના કારણે અનેક યોજનાઓ માત્ર યોજના જ રહી જશે.

કરિયરઃ- લેખન અને કળા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પોતાની સ્કિલ્સ વધારવા અંગે ધ્યાન આપવું પડશે.

લવઃ- પાર્ટનર સાથે પ્રેમભર્યો સંવાદ કરો

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શન કે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનને ઠીક કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

-------------------------

કુંભઃ- FIVE OF SWORDS

તમારા દ્વારા બોલવામાં આવેલી વાતો ઉપર અડગ રહેવાના કારણે તમને બેચેની અને ચીડિયાપણું પોતાના પ્રત્યે જ અનુભવ થઈ શકે છે. તમારા નજીકના લોકો પણ તમારા પ્રત્યે થોડી નિરાશા વ્યક્ત કરી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી ચિંતા રહી શકે છે.

લવઃ- જાણ્યે-અજાણ્યે તમારા કારણે પાર્ટનરને દુઃખ પહોંચી શકે છે.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને ચક્કરની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

-------------------------

મીનઃ- FIVE OF CUPS

અનેક વાતોમાં પ્રગતિ ન જોવાના કારણે તમને નિરાશા અનુભવ થઈ શકે છે પરંતુ દિવસના અંત સુધી તમે તમારો ઉત્સાહ ફરીથી પ્રાપ્ત કરીને પોતાને પ્રેરણા આપવાની કોશિશ કરી શકો છો.

કરિયરઃ- કામને લઈને નક્કી કરવામાં આવતા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે કોશિશ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્ન સંબંધિત નિર્ણય લેતી સમયે જો તમે થોડી વાતો સાથે સહેમત નથી તો તે વાતોને સ્પષ્ટ રૂપથી જણાવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સતત આવી રહેલાં ફેરફારના કારણે ચિંતા અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5