ટેરો રાશિફળ:ગુરુવારે ACE OF PENTACLES કાર્ડ પ્રમાણે કન્યા રાશિના લોકોએ આર્થિક બાબતનું ધ્યાન રાખીને મોટું રોકાણ કરી શકશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 ઓક્ટોબર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF PENTACLES

કામ અટવાઈ-અટવાઈને આગળ વધતાં જશે પરંતુ તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે. મન ઉપર બની રહેલો કોઈ પ્રકારનો ભાર હળવો થવા લાગશે. પરિવારના લોકોની થઈ રહેલી પ્રગતિ તમને આનંદ આપી શકે છે.

કરિયરઃ- વિશાળ માત્રામાં આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની વ્યક્તિગત વાતને લઈને કોઈ ચિંતા તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘને લગતી સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------------

વૃષભઃ- SEVEN OF CUPS

તમારી ઉપર નકારાત્મક વાતોનો પ્રભાવ વધારે જોવા મળી શકે છે જેના કારણે ચિંતા વધારે રહેશે પરંતુ વ્યક્તિગત બાબતોમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. તમારા દ્વારા નક્કી કરેલું લક્ષ્ય પ્રાપ્ત થવાથી તમને આનંદ મળશે.

કરિયરઃ- નવેથી શરૂ કરેલાં વેપારમાં અપેક્ષા પ્રમાણે આર્થિક પ્રગતિ ન જોવાથી તમારા ઉત્સાહને ઘટાડી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા વ્યક્તિગત વાતોને છુપાવવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

----------------------------

મિથુનઃ- NINE OF CUPS

હાલ તમને તમારી માનસિક સ્થિતિને સુધારવા માટે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે. દરેક નાની વાત દ્વારા તમે પોતાને નબળા સમજી શકો છો. સાથે જ લોકો પ્રત્યે ઊભા થઈ રહેલા ગુસ્સાને પ્રકટ કરી શકશો નહીં.

કરિયરઃ- જૂના ક્લાઇન્ટ દ્વારા નવું કામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ હોવાના કારણે તમારા જીવનને લગતા મુશ્કેલ નિર્ણય લેવા અશક્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- કોલેસ્ટ્રોલની તપાસ કરાવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------------

કર્કઃ- THE WORLD

વ્યક્તિગત જીવનને લગતી જે અપેક્ષાઓ હતી, તે પૂર્ણ થવા લાગશે. મુશ્કેલ કાર્યોને તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. સાથે જ જીવનને લગતો પોઝિટિવ દૃષ્ટિકોણ પણ પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવતા કામના વખાણ લોકો દ્વારા કરવામાં આવી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતું કમિટમેન્ટ જ્યાં સુધી પ્રાપ્ત થશે નહીં ત્યાં સુધી રિલેશનશિપની ચર્ચા દરેક વ્યક્તિ સાથે ન કરો

સ્વાસ્થ્યઃ- પેટને લગતો વિકાર ઠીક થવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

----------------------------

સિંહઃ- KING OF WANDS

કોઈ એક વાત અંગે સંપૂર્ણ ફોકસ જાળવી રાખીને કામ કરતા રહો. હાલ તમારી ઇચ્છા શક્તિ પ્રબળ રહેશે. સાથે જ તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા બની રહેશે જે તમને આનંદિત અને ઉત્સાહિત રાખશે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં રાજકારણના કારણે તમારું નુકસાન થવાની સ્થિતિ રહેશે.

લવઃ- રિલેશનશિપ કે લગ્નને લગતી વાતો અંગે પરિવાર વિરોધ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

----------------------------

કન્યાઃ- ACE OF PENTACLES

રૂપિયાને લઈને દરેક વાત અંગે યોગ્ય ધ્યાન આપવાથી મોટી માત્રામાં રોકાણ તમે કરી શકશો. પરિવાર સાથે જોડાયેલી મોટી જવાબદારી તમારા દ્વાર નિભાવવામાં આવી શકે છે. જીવનને લગતી જે વાતોમાં તમે પાછળ હતાં, તેમાં પોઝિટિવ ફેરફાર લાવવા માટે કોશિશ કરશો.

કરિયરઃ- નોકરી સાથે નાના-મોટા વેપારની શરૂઆત કરીને તમે તમારા માટે એકથી વધારે આર્થિક સ્ત્રોત બનાવી શકો છો.

લવઃ- પાર્ટનર સાથે ભાવનાત્મક સ્વરૂપે જોડાયેલાં રહેવાના માટે સંવાદ સુધારવા ઉપર ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યાને લગતી મોટી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------------

તુલાઃ- THE EMPEROR

પોતાની જીદને ઘટાડો અને સ્વભાવમાં લચીલાપણું લાવવાની કોશિશ કરો. જૂની વાતોને સતત કરવામાં આવતો ઉલ્લેખ તમારા માટે તકલીફદાયક રહેશે. સાથે જ લોકોની નજરોમાં તમને નકારાત્મક પણ બનાવી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં વધારે મહેનત લઈને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.

લવઃ- લવ લાઇફમાં મળી રહેલાં કડવા અનુભવના કારણે યોગ્ય વ્યક્તિને પણ તમારા દ્વારા નકારવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને નબળાઈ અનુભવ થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

----------------------------

વૃશ્ચિકઃ- NINE OF SWORDS

અનેક કોશિશ કરવા છતાંય મનગમતી વાતોને ન મેળવવી ભવિષ્યને લગતી તમારી ચિંતા વધારી શકે છે. હાલનો સમય તમને મુશ્કેલી આપશે પરંતુ પરિસ્થિતિનું સમાધાન પણ તમને મળી શકે છે.

કરિયરઃ- વિદેશને લગતા કામની મંજૂરી મળવામાં સમય લાગી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થઈ રહેલી આલોચના તમને દુઃખી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખની બળતરા અને ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

----------------------------

ધનઃ- FOUR OF WANDS

આજનો મોટાભાગનો ખર્ચ જીવનશૈલીને સુધારવા માટે રહેશે. જીવન પ્રત્યે તમારા વિચાર અને ભાવનાઓને સમજવાની કોશિશ પણ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. હાથમાં લીધેલું દરેક કામ અંજામ સુધી પહોંચાડવું સરળ રહેશે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલી વાતોમાં પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- મનગમતા વ્યક્તિ સાથે લગ્ન નક્કી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- લો બીપીને લગતી સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

----------------------------

મકરઃ- THREE OF SWORDS

તમને અનેકવાર ચેતાવણી મળવા છતાંય થોડી વાતોને તમારા દ્વારા ઇગ્નોર કરવામાં આવતી હતી, જેના કારણે આજે થોડું નુકસાન ભોગવવું પડી શકે છે. નજીકના વ્યક્તિ દ્વારા તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે.

કરિયરઃ- મનગમતા પ્રોજેક્ટ પ્રાપ્ત થવા છતાંય યોગ્ય સહકર્મી ન મળવાના કારણે કામને લગતી તકલીફ થઈ શકે છે.

લવઃ- ત્રીજા વ્યક્તિની દખલના કારણે રિલેશનશિપ તૂટી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં આવી રહેલાં કોઈપણ પ્રકારના ફેરફારને બિલકુલ ઇગ્નોર ન કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

----------------------------

કુંભઃ- FOUR OF SWORDS

સામાજિક કાર્યનો ભાગ બનવાના કારણે વ્યક્તિગત વાતોને લોકોની નજરથી દૂર રાખવી મુશ્કેલ રહેશે. તમારી વ્યક્તિગત વાતોની ચર્ચા વધારે થવાના કારણે લોકો પ્રત્યે રાખવામાં આવેલો વિશ્વાસ ઘટવા લાગશે

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતોથી થોડો બ્રેક લઈને નવા ઉત્સાહ સાથે કામ શરૂ કરો

લવઃ- રિલેશનશિપમાં આવી રહેલાં ઉતાર-ચઢાવના કારણે જીવનને લગતી દરેક વાત પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર જોવા મળશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------------

મીનઃ- ACE OF SWORDS

જે મિત્રોના કારણે તમને ભૂતકાળમાં તકલીફ થઈ હતી, એવા લોકો સાથે સંબંધ સંપૂર્ણ રીતે તોડી લો. તમને ભલે એકલતા અનુભવ થાય પરંતુ સમય સાથે યોગ્ય લોકો સાથે પરિચય પણ તમારો બનશે.

કરિયરઃ- કામને લઈને રાખવામાં આવેલ ટાર્ગેટ સરળતાથી પૂર્ણ થશે.

લવઃ- લગ્નને લગતો નિર્ણય લેવા માટે તમે સંપૂર્ણ રીતે તૈયાર નથી.

સ્વાસ્થ્યઃ- યોગાભ્યાસ અને પ્રાણાયમ દ્વારા શારીરિક ઊર્જા બની રહેશે

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7