ટેરો રાશિફળ:રવિવારે FIVE OF SWORDS કાર્ડ પ્રમાણે કન્યા જાતકો પોતાને જ શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશમાં રહેશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 નવેમ્બર, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE EMPRESS

મેષ રાશિની મહિલાઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. જે વાતોમાં તમે સંતુલન અત્યાર સુધી લાવી શક્યા નથી તે વાતોમાં સંતુલન તમારા દ્વારા લાવવામાં આવી શકે છે. વ્યક્તિગત વાતો સાથે-સાથે પારિવારિક અને કામને લગતા જીવનમાં પણ પ્રગતિ જોવા મળશે.

કરિયરઃ- નોકરી અને વેપારને લગતી મહિલાઓને ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે તમારો રસ વધી રહ્યો છે તે માત્ર આકર્ષણ છે કે નહીં તે વાતની જાણકારી મેળવવી.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

----------------------

વૃષભઃ- THE DEVIL

યુવાઓ માટે આજનો દિવસ મુશ્કેલીઓ ભર્યો સાબિત થશે. તમારી સમસ્યાનું સમાધાન તમને મળતું જશે. તમારા વિચારોને સીમિત રાખશો નહીં. કોઇપણ પ્રકારના કામને પૂર્ણ કરવામાં ખોટો રસ્તો અપનાવશો નહીં.

કરિયરઃ- કામના કારણે ખરાબ લોકોનો સાથ આપવાના કારણે તમે તમારું પણ મોટું નુકસાન કરી શકો છો.

લવઃ- લગ્ન અંગે કરેલી કોશિશને સફળતા મળવા લાગશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને પેટની બળતરા આપી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

----------------------

મિથુનઃ- THE EMPEROR

અનેક મુશ્કેલીઓ પછી આજે તમને ફળની પ્રાપ્તિ થશે. પરિવારના નાના બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. ખાસ કરીને તેમનું હળવા-મળવાનું કેવા પ્રકારના વ્યક્તિઓ સાથે છે તે બાબત ઉપર ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- કામને લઇને રાખવામાં આવેલાં ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અપેક્ષાથી વધારે મહેનત લેવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નને લઇને લેવામાં આવેલો નિર્ણય પરિવારના વડીલોમાં નિરાશાનો ભાવ પેદા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધામાં તકલીફ થશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 7

----------------------

કર્કઃ- TWO OF CUPS

તમારા મનમાં રહેલાં ભયને દૂર કરવાની કોશિશ સફળ રહેશે. નવા વ્યક્તિ સાથે થયેલી મુલાકાત તમારા માટે લાભદાયી રહી શકે છે. કામની જગ્યાએ કોઇ વ્યક્તિનું આકર્ષણ તમારા પ્રત્યે વધી શકે છે. વ્યક્તિગત જીવનને લગતી કોઇ મોટી તકલીફનું નિવારણ આજે થઇ શકે છે.

કરિયરઃ- એકથી વધારે આર્થિક સ્ત્રોત બનાવવા માટે લેવામાં આવેલી યોજના તમને પ્રગતિ અપાવશે.

લવઃ- તમને મળી રહેલાં લવ પ્રપોઝલનો વિચાર પ્રેક્ટિકલ રહીને કરવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવાના કાણે બેચેની અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------

સિંહઃ- ACE OF SWORDS

કામને લગતી વાતોમાં પ્રગતિ જોવા મળી રહી છે. તમને મળી રહેલાં દરેક અવસરનો તમે લાભ ઉઠાવશો. પરિવારના બધા સભ્યોને લગતી કોઇને કોઇ પ્રગતિ આજે તમને જોવા મળી શકે છે. જે વાતને શીખવા માટે કોશિશ તમારા દ્વારા કરવામાં આવી રહી હતી, તેને લઇને તમને યોગ્ય માર્ગ અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.

કરિયરઃ- જો કામને લગતો કોઇ સાથે મતભેદ થઇ રહ્યો છે તો તેમની પણ વાતોને જાણવાની કોશિશ કરવી પડશે.

લવઃ- પાર્ટનરની પ્રગતિથી તમને સુખ પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મીઠા પદાર્થોનું સેવન તમારા માટે તકલીફદાયક રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

----------------------

કન્યાઃ- FIVE OF SWORDS

દરેક પ્રકારની પરિસ્થિતિ ઉપર પોતાને જ શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમારા ઝઘડા અન્ય સાથે નહીં પરંતુ પોતાની સાથે જ છે એટલે પોતાની અંદર નજર કરીને તમારા વ્યક્તિત્વની ઓળખ કરવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કામની જગ્યાએ કોઇપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવો તમારા માટે મુશ્કેલ બની શકે છે

લવઃ- તમારી જિદ્દ આગળ પાર્ટનરે નમવું પડશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------

તુલાઃ- SEVEN OF SWORDS

તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા વધારીને તમારા કામ ઉપર પૂર્ણ ધ્યાન આપો. જો અન્ય લોકોને તમારી મદદની અપેક્ષા છે તો જ્યાં સુધી તેઓ સ્પષ્ટ વાત જણાવે નહીં ત્યાં સુધી તમે તેમના જીવનમાં દખલ કરો નહીં.

કરિયરઃ- કામને લઇને તમને આવેલાં આઈડિયાનો ફાયદો કોઇ અન્ય ઉઠાવી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી પોતાની વાતોને મહત્ત્વ આપવું તમને ભવિષ્યમાં તકલીફ આપશે.

સ્વાસ્થ્યઃ- શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત કરવી જરૂરી છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

----------------------

વૃશ્ચિકઃ- EIGHT OF SWORDS

દરેક વ્યક્તિની વાત ઉપર આજે તમને બેચેની અનુભવ થઇ શકે છે. માત્ર પોતાના જ વિચારોમાં ખોવાયેલાં રહેવાના કારણે તમે પરિસ્થિતિ જેવી છે, તેવી જોઇ રહ્યા નથી. જેના કારણે તમારા મનમાં ભય ઊભો થઇ રહ્યો છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં પ્રગતિ જોવા માટે તમારા વ્યક્તિત્વની સીમાથી બહાર આવીને રિસ્ક લેતા તમારે શીખવું પડશે.

લવઃ- ભૂતકાળમાં પાર્ટનર દ્વારા થયેલી ભૂલને માફ કરતા શીખો

સ્વાસ્થ્યઃ- લીવરને લગતી સમસ્યાઓ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------

ધનઃ- JUDGEMENT

તમે રાખેલાં લક્ષ્યને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી તમને પ્રાપ્ત થઇ શકે છે જેના કારણે કઇ દિશામાં મહેનત લેવાની છે આ વાતની તમને જાણ થશે. મેન્ટક ક્લેરિટી આવવાના કારણે પણ તમને શાંતિ અનુભવ થઇ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતા નિર્ણય લેતી સમયે ઉચ્ચ વ્યક્તિના માર્ગદર્શનની જરૂરિયાત તમને રહેશે.

લવઃ- લગ્નને લગતી કોશિશ તમારા દ્વારા વધારવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------

મકરઃ- THREE OF WANDS

જે ઘરમાં તમે ઇચ્છો છો તેમાં ફેરફાર લાવવા માટે તમારા દ્વારા કોશિશ કરવામાં આવી શકે છે. જો તમે નવા શહેરમાં ટ્રાન્સફર ઇચ્છો છો તો હાલ તમારે રાહ જોવી પડી શકે છે. યાત્રાને લગતો નિર્ણય આજના દિવસે ટાળી દો.

કરિયરઃ- કરિયરને લગતા નિર્ણય દૂર દૃષ્ટિ રાખીને લેવા પડશે.

લવઃ- રિલેશનશિપને લગતા ભૂતકાળમાં મળેલાં અપયશને લગતા વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- ગળા અને ખભાને લગતી તકલીફ દૂર થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

----------------------

કુંભઃ- STRENGTH

પરિસ્થિતિને લગતો ફેરફાર જોવા મળે કે ન મળે તમે તમારા આત્મવિશ્વાસને ઘટવા દેશો નહીં. મુશ્કેલ કામને પૂર્ણ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. થોડા મુશ્કેલ નિર્ણય લેતી સમયે લોકોની ભાવનાઓનું પણ ધ્યાન રાખો.

કરિયરઃ- કામને લઇને મળેલાં કોન્ટ્રેક્ટને યોગ્ય રીતે વાંચીને જ આગળ વધો.

લવઃ- તમારા દ્વારા પાર્ટનરને પ્રેરણા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી તકલીફને દૂર કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------

મીનઃ- THE HIGH PRIESTESS

કામને લગતા એકથી વધારે અવસર મળવાના કારણે તમારી અંદર કન્ફ્યૂઝન વધી શકે છે. પરિવારના વ્યક્તિ દ્વારા તમારી સમસ્યાઓને ઇગ્નોર કરવી તમારા માટે તકલીફનું કારણ બની શકે છે. આજે તમે વધારે ભાવુક અનુભવી શકો છો.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતા નિર્ણય લેતી સમયે વધારે લોકો સાથે ચર્ચા કરવી તમારા માટે તકલીફનું કારણ બની શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા કરવામાં આવેલી કૃતિ અને બોલવામાં આવેલી વાતોનો ખોટો અર્થ તમારા દ્વારા કાઢવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કફને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4