7 મે, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- SEVEN OF WANDS
દિવસભર કામના કારણે વ્યસ્તતા રહેશે. ભવિષ્યને લઇને કરવામાં આવતા વિચારોના કારણે તમે યોજના બનાવવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ તે વિચાર તમારા માટે તણાવનું કારણ બની શકે છે.
કરિયરઃ- કામને લઇને માર્કેટિંગનો યોગ્ય માર્ગ ન પ્રાપ્ત થવાના કારણે થોડી ચિંતા અનુભવ થશે.
લવઃ- રિલેશનશિપને લઇને રાખવામાં આવતી અપેક્ષા પૂર્ણ ન થવાના કારણે થોડું નકારાત્મક અનુભવ કરશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને ઠીક કરવા માટે સંપૂર્ણપણે મહેનત અને લગન સાથે કોશિશ કરવાની જરૂરિયતા છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------------------
વૃષભઃ- THE EMPEROR
હાલના સમયમાં માત્ર મહેનત દ્વારા જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. પરિસ્થિતિ મુશ્કેલ છે અને અપેક્ષા પ્રમાણે લોકોનો સાથ પણ મળશે નહીં પરંતુ તમારી કાર્યક્ષમતા અને વિશ્વાસના કારણે ફેરફાર તમે ચોક્કસ જોઈ શકશો.
કરિયરઃ- કામની જગ્યાએ પ્રાપ્ત થઇ રહેલી ટિપ્પણીઓના કારણે પોતાના ઉપર વિશ્વાસ ઘટવા દેશો નહીં.
લવઃ- પરિવારનો વિરોધ હોવા છતાંય તમે રિલેશનશિપ અંગે નિર્ણય ઉપર અડગ રહેશોય
સ્વાસ્થ્યઃ- થાક અને શ્વાસને લગતી તકલીફ રહી શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંક:- 1
--------------------------
મિથુનઃ- EIGHT OF WANDS
જીવનને લગતી દરેક વાતમાં કોઇને કોઈ પોઝિટિવિટી શોધવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમારા ગમતા ક્ષેત્રને લગતી જાણકારી કે સ્કિલ્સને શ્રેષ્ઠ કરવાની તક આજે તમને મળી શકે છે.
કરિયરઃ- કામને લઇને અનુભવ થતો તણાવ આજે સંપૂર્ણ રીતે દૂર થશે.
લવઃ- પાર્ટનરના વ્યવહારમાં પોઝિટિવિટી જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ દૂર થશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 5
--------------------------
કર્કઃ- PAGE OF WANDS
જીવનને લગતી વાતોને શીખવાની તમારી ઉત્સુકતા ફરીથી જાગૃત થતી જોવા મળશે જેના કારણે આધ્યાત્મિક વાતો તરફ તમારો રસ વધશે. ધ્યાન ધારણા અને પ્રાણાયમ દ્વારા તમે મનને શાંત પણ રાખી શકશો.
કરિયરઃ- કામને લઇને કરવામાં આવતી કોશિશમાં સત્યતા જાળવી રાખવાથી તમને નામ અને પ્રસિદ્ધિ મળશે.
લવઃ- પાર્ટનર સાથે મળીને કોઈ કામ કરવાની કોસિશ કરો.
સ્વાસ્થ્યઃ- વધતા વજનને નિયંત્રણમાં લાવવા માટે પૂર્ણ ફોકસ કરીને મહેનત કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંક:- 3
--------------------------
સિંહઃ- THREE OF CUPS
તમારી મોટી સમસ્યાનો ઉકેલ કોઈ વ્યક્તિ દ્વારા અચાનક મળી જશે જેના કારણે મોટી પ્રગતિ તમને પ્રાપ્ત થઈ શકે છે. રૂપિયાને લઇને કરવામાં આવતા વ્યવહાર સફળતા આપશે.
કરિયરઃ- ઇન્ટીરિયર ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો મોટો પ્રોજેક્ટ સરળતાથી પૂર્ણ કરશે.
લવઃ- મિત્ર દ્વારા કોઈ વ્યક્તિ સાથે થયેલો પરિચય રિલેશનશિપમાં બદલાઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ચા કે કોફિનું સેવન સીમિત માત્રામાં કરો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
--------------------------
કન્યાઃ- THE FOOL
પરિવારના વડીલ લોકો સાથે વિવાદ થવાની શક્યતા છે. તમે માનસિક રીતે થાકનો અનુભવ કરશો. તમે તમારા મનને ફ્રેશ કરવા માટે થોડો સમય નિસર્ગમાં વિતાવશો.
કરિયરઃ- કામને લઇને વાતોમાં સુવ્યવસ્થા બની રહેવાના કારણે તણાવ અનુભવાશે.
લવઃ- પાર્ટનરનું તમારા પ્રત્યે આકર્ષણ વધતું જોવા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન અને કસરતના કારણે સ્વાસ્થ્ય અને માનસિક અવસ્થા બંનેમાં ફેરફાર કરવો શક્ય રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
--------------------------
તુલાઃ- THE LOVERS
લોકો દ્વારા છુપાયેલી વાતો સામે આવવાના કારણે કઇ વ્યક્તિ ઉપર કેટલી હદે વિશ્વાસ રાખવાનો છે તે તમને સ્પષ્ટ થશે. થોડી વાતોના કારણે ભલે તકલીફ થઈ રહી હોય પરંતુ વાત સ્પષ્ટ સામે આવવાના કારણે ફસાઇ જવાનો ભય મનમાં રહેશે.
કરિયરઃ- રૂપિયાને લઇને કરવામાં આવતો વ્યવહાર હાલના સમયમાં લાભદાયી રહેશે.
લવઃ- કોઇ વ્યક્તિ પ્રત્યે અનુભવ થતી ભાવનાઓ માત્ર આકર્ષણ છે તેને પ્રેમ સમજશો નહીં.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસને લગતી તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 6
--------------------------
વૃશ્ચિકઃ- THE CHARIOT
આગામી થોડા દિવસોમાં યાત્રા સંબંધિત યોજનાઓ બની શકે છે. પરિવાર સાથે આ પ્રવાસ કરવાનું શક્ય બનશે. મુસાફરી દરમિયાન પરિવાર માટે સંપૂર્ણ સમય ફાળવવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- ભાવનાઓમાં આવીને કામ સંબંધિત કોઈ નિર્ણય ન લો.
લવઃ- ભાગીદારો તેમના પોતાના ઉત્સાહને મહત્વ આપવાને કારણે જ એકબીજાથી દૂર રહેવાનું નક્કી કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો અને ઉધરસ જેવી અગવડતા ઓછી માત્રામાં થશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 9
--------------------------
ધનઃ- STRENGTH
તમારી પાસે ક્ષમતા અને ઈચ્છાશક્તિ ઘણી મોટી છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે તમે તમારી ક્ષમતા મુજબ પ્રગતિ જોઈ શકતા નથી. તમારા મન પ્રમાણે ક્યારે વર્તવું અને લોકો દ્વારા મહત્વપૂર્ણ સૂચનો ક્યારે આપવામાં આવે છે તે સમજવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કરિયરઃ- કાર્યસ્થળ પર કોઈપણ વ્યક્તિ સાથે અંગત બાબતોની ચર્ચા કરવાથી તમને નુકસાન થશે.
લવઃ- જીવનસાથી અને તમારી વચ્ચે ચાલી રહેલા વિવાદોને કારણે પરિવારના સભ્યોમાં નારાજગી થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- યુરિન ઈન્ફેક્શન કે પેટ સંબંધિત ઈન્ફેક્શન થઈ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 8
--------------------------
મકરઃ- THE HERMIT
તમારા વિચારોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો અને નવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. જે વસ્તુઓને કારણે તમે અયોગ્ય અનુભવો છો તેમાં બદલાવ જોવા મળશે. તમે લોકોની મદદ કરીને ઉકેલ મેળવી શકો છો.
કરિયરઃ- કરિયર સાથે જોડાયેલા અનુભવનો ઉપયોગ કરીને તમે કામ સાથે જોડાયેલી મોટી સમસ્યાને દૂર કરી શકશો.
લવઃ- ઇચ્છિત વ્યક્તિ દ્વારા મળેલ અસ્વીકાર તમારી માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- ખભામાં દુખાવો થશે
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
--------------------------
કુંભઃ- WHEEL OF FORTUNE
જીવનમાં દરેક બાબતમાં સંતુલન જાળવવું તમારા માટે સરળ રહેશે. જીવનમાં બનેલા સંતુલનને કારણે તમને તે લોકો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે જેમને સમય આપવો શક્ય ન હતો. લોકો સાથે જોડાયેલા રહેવાથી જીવનમાં આનંદ આવશે.
કરિયરઃ- કાર્યને લગતી મળેલી તાલીમને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. જે વધુ ઉત્સાહથી કાર્ય કરવા માટે યોગ્ય સાબિત થશે.
લવઃ- તમે જેની સાથે રિલેશનશિપમાં છો તે વ્યક્તિના વ્યક્તિત્વને તમે હજી સુધી સંપૂર્ણ રીતે ઓળખી શક્યા નથી, તેથી અંગત બાબતો પર બિલકુલ ચર્ચા કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- કમરના દુખાવામાં રાહત મેળવવા માટે ફિઝિયોથેરાપીની મદદ લો.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 4
--------------------------
મીનઃ- NINE OF PENTACLES
ભલે પરિસ્થિતિમાં ધાર્યા પ્રમાણેનો બદલાવ જોવા ન મળે, પરંતુ તમે તમારી ક્ષમતા અનુસાર પ્રયાસ કરતા રહેશો. તમે તમારા આંતરિક આત્મ-નિયંત્રણને વધારવાનો પણ પ્રયાસ કરશો.
કરિયરઃ- વર્તમાન સમયમાં પ્રાપ્ત થતા નાણાંના રોકાણ પર નજર રાખીને નવા આર્થિક સંસાધન બનાવવા પર ધ્યાન આપવું પડશે.
લવઃ- તમારા જીવનસાથી દરેક રીતે તમારા સહકારની જરૂરિયાત અનુભવશે. તેમને વર્તમાન સમયમાં તમને નબળા ન થવા દો.
સ્વાસ્થ્યઃ- પગમાં ઈજા થવાની સંભાવના છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.