ટેરો રાશિફળ:સોમવારે જાતકોએ કામ અંગે યોગ્ય યોજના બનાવી તેના ઉપર અડગ રહેવું પડશે, મહેનતનું ફળ ચોક્કસ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

7 જૂન, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE TOWER

દિવસના અંત સુધી કોઇને કોઇ વાતને લઇને ચિંતા રહેશે. કામ થતાં-થતાં અટકી જવાના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. રૂપિયા અંગે જોખમ ન લો. કોઇ અન્યની ભૂલોના કારણે તમને તકલીફ થઇ શકે છે.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ કામ અંગે સાવધાની જાળવો.

લવઃ- પાર્ટનરની તકલીફ માનસિક તણાવ વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------------------

વૃષભઃ- THE FOOL

દિવસની શરૂઆતમાં જ મહત્ત્વપૂર્ણ કામ કરવાની શરૂઆત કરો. તમારી મનમાનીના કારણે પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહેશે. આત્મવિશ્વાસ જાળવી રાખવાના કારણે તમે રિસ્ક લેવાથી ડરશો નહીં, પરંતુ તમારા નિર્ણયની અસર શું થઇ શકે છે આ વાત ઉપર પણ ધ્યાન આપો.

કરિયરઃ- સ્ટોક માર્કેટમાં ફાયદો થશે.

લવઃ- પાર્ટનર્સ અન્યનો સાથ આપશે.

સ્વાસ્થ્યઃ- ઘૂટણનો દુખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

----------------------------------

મિથુનઃ- EIGHT OF WANDS

કામ સાથે જોડાયેલી વાતોમાં પ્રગતિ થશે પરંતુ વ્યક્તિગત વાતોમાં હાલ થોડી રાહ જોવી પડશે. રૂપિયા અંગે લીધેલો નિર્ણય લાભદાયક રહેશે. નાનું-મોટું રોકાણ તમે જલ્દી રિકવર કરી શકશો. આજે ફોકસ જાળવી રાખવું.

કરિયરઃ- દરેક પ્રકારના કરિયરમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- રિલેશનશિપ થોડું દૂર્લક્ષિત હોઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

----------------------------------

કર્કઃ- FOUR OF SWORDS

કામનો વધતો ભાર અને સ્વાસ્થ્યમાં આવી રહેલાં ફેરફાર ચિંતાનો વિષય બની શકે છે. આજે તમારે યોજના બનાવીને તેના ઉપર અડગ રહેવું પડશે. યાદ રાખો આજની મહેનત કાલે ફળ આપશે અને આજની આળસ કાલે ચિંતા વધારી શકે છે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં વ્યક્તિ કામના કારણે ચિંતિત થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપના કારણે તણાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4

----------------------------------

સિંહઃ- FIVE OF SWORDS

જીવનમાં આવી રહેલાં તણાવનાથી તમે પરિસ્થિતિનો સામનો આત્મવિશ્વાસ સાથે કરશો. તમારી આસપાસની પરિસ્થિતિ ઉપર તમારી કપડ રાખવા માટે મહેનત સાથે-સાથે ઇચ્છાશક્તિનો પણ ઉપયોગ કરવો પડશે.

કરિયરઃ- આકરી મહેનત કર્યા પછી સફળતા મળશે.

લવઃ- પાર્ટનરનો ગુસ્સો તમને દુઃખી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

----------------------------------

કન્યાઃ- NINE OF SWORDS

પરિવારમાં ચાલી રહેલાં વિવાદની અસર તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં વિવાદ વધી શકે છે. પરિવારના લોકો દ્વારા મળેલી આલોચના અને રૂપિયાના કારણે તેની માનસિકતામાં થઇ રહેલાં ફેરફાર તમને દુઃખી કરી શકે છે.

કરિયરઃ- નવું કામ શીખવામાં અથવા નવી કામની જગ્યાએ એડજસ્ટ થવામાં સમય લાગી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં રૂપિયાના કારણે વાદ-વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફના કારણે ઊંઘ પર અસર થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

----------------------------------

તુલાઃ- PAGE OF CUPS

તમારા ઉત્સાહ અને જ્ઞાનના કારણે તમે તમારું વ્યક્તિત્વ વધારે આકર્ષિત બનાવી શકો છો. તમારી મહેનત અને યોગ્ય નિર્ણયના કારણે તમે તમારા માટે નવો અવસર પ્રાપ્ત કરી શકો છો.

કરિયરઃ- વડીલોની મરજી તમારા ઉપર રહેશે.

લવઃ- પાર્ટનર પાસેથી તમને સરપ્રાઇઝ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- કિડની સાથે જોડાયેલાં રોગમાં રાહત મળી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------------

વૃશ્ચિકઃ- KNIGHT OF PENTACLES

યુવાઓ માટે આજનો દિવસ ખાસ રહેશે. તમારી મહેનત અને કૌશલ્ય દ્વારા આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવશે. પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલી જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

કરિયરઃ- કોમર્સ ક્ષેત્રના વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- પાર્ટનર પાસેથી મળેલી પ્રેરણાના કારણે તમે પરિસ્થિતિનો સામનો કરશો.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

----------------------------------

ધનઃ- KING OF PENTACLES

તમારા પરિવાર કરતાં વધારે સારી રીતે તમને કોઇ ઓળખતું નથી. આ વાત યાદ રાખો. પરિવાર સાથે જોડાયેલ વાદ-વિવાદને દૂર કરવાની કોશિશ કરો. પરિસ્થિતિ ભલે રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાની હોય અથવા ભાવનાત્મક હોય, સમસ્યાઓ તમારા વિચારમાં ફેરફાર કરીને આગળનો માર્ગ મળશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી અનેક બાબતોએ સંતુલન લાવવું જરૂરી રહેશે.

લવઃ- પાર્ટનરને તમારી પાસેથી માર્ગદર્શનની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવની અસર તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 9

----------------------------------

મકરઃ- TEMPERANCE

તમારી આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા બાદ જ તમારો નિર્ણય લો. ઉતાવળમાં લીધેલો નિર્ણય ભાવનાત્મક મુશ્કેલીઓ વધારી શકે છે. તમારા પરિવારના બાળકો તમારી પાસેથી ભાવનાત્મક સહયોગની અપેક્ષા રાખશે, તેમને નિરાશ કરશો નહીં.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ જાતે જ કાઢવાની કોશિશ કરો.

લવઃ- પાર્ટનર અને રિલેશનશિપ પ્રત્યે અને ડેડીકેશન વધવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- મેડિટેશન અને હોલિસ્ટિક હીલિંગ દ્વારા મન અને શરીરની શાંતિ પ્રાપ્ત થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

----------------------------------

કુંભઃ- TEN OF WANDS

તમારી નિરાશાની અસર તમારી આસપાસના વાતાવરણમાં થઇ શકે છે. કામ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધવાની કોશિશ કરશો નહીં. કોઇની મદદ લઇને તમે તમારી ઉપરનો ભાર હળવો કરી શકો છો.

કરિયરઃ- કામની જગ્યાએ વધતાં વિવાદના કારણે તણાવ રહેશે.

લવઃ- જો તમને માનસિક આધારની જરૂરિયાત હોય તો પાર્ટનર સાથે આ અંગે ખુલીને વાત કરો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થાક અનુભવ થશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 6

----------------------------------

મીનઃ- THREE OF WANDS

જીવન પ્રત્યે દર્શાવેલો સંયમ અને પ્રગતિ માટે કરેલી રાહ તમારા વ્યક્તિત્વમાં ફેરફાર લાવશે. આ ફેરફાર આગળ વધવાની તૈયાર કરવા માટે યોગ્ય રહેશે. આજે અનેક વાતો ઉપર તમારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- ક્લાઇન્ટથી પેમેન્ટ મળવામાં મોડું થઇ શકે છે.

લવઃ- લવ લાઇફમાં સુધાર જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- મનની શાંતિના કારણે સ્વાસ્થ્યમાં સુધાર દેખાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...