તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:બુધવારે THE WORLD કાર્ડ પ્રમાણે મેષ જાતકોને પરેશાનીઓથી મુક્તિ મળશે, આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

6 જુલાઈ, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE WORLD

વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં નિર્ણય તમે સારી રીતે લઇ શકશો જેના કારણે તમને થોડી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. દિવસમાં મોટાભાગની બાબતો તમારી ઇચ્છા પ્રમાણે થવાથી આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે.

કરિયરઃ- અધિકારીઓ પાસેથી સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમે લેશો.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો વાતનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------------

વૃષભઃ- SEVEN OF WANDS

આજનું કામ સફળ, સરળતાથી પૂર્ણ થશે અને તમને માનસિક સંતુષ્ટિ પણ મળશે. સહકારી સાથે નિરાશા થઇ શકે છે. તમારા કરેલાં કાર્યનું શ્રેય કોઇ અન્યને લેવા દેશો નહીં. પ્રગતિ માટે કામને યોગ્ય રીતે કરવું જરૂરી છે.

કરિયરઃ- એવિએશન સાથે જોડાયેલાં લોકોના કામનો ભાર વધી શકે છે.

લવઃ- પાર્ટનરને દૂર લક્ષિત ન કરો.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓની સમસ્યા થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

----------------------------

મિથુનઃ- QUEEN OF CUPS

તમારી ભાવનાઓને સરળ રીતે ન જણાવી શકવાથી તમારા અને આસપાસના લોકો માટે તકલીફ દાયક રહી શકે છે. ઘણાં દિવસોથી જે વાત તમે મનમાં દબાવી રાખી છે તે વાતનું પરિણામ તમારી ઉપર થવાના કારણે તમારા અને અન્ય પ્રત્યે તમારો ગુસ્સો વધી શકે છે.

કરિયરઃ- ડિફેન્સ સર્વિસિસ સાથે જોડાયેલાં યુવાઓને સન્માન મળશે.

લવઃ- વ્યક્તિગત વાતોના કારણે રિલેશનશિપ ઉપર વધારે ધ્યાન આપી શકાશે નહીં.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------------

કર્કઃ- KING OF CUPS

તમારી ભાવનાઓ ઉપર કાબૂ કરવો તમને સારી રીતે આવડે છે. છતાંય મનમાં થઇ રહેલી હલચલની તમારી ઉપર અસર થઇ શકે છે જે તમારી કાર્યક્ષમતાને ઘટાડી શકે છે.

કરિયરઃ- હીલિંગ, ઓરલ્ટ વિજ્ઞાન સાથે જોડાયેલાં વ્યક્તિની પ્રગતિ થશે.

લવઃ- લગ્ન વિષયને આજે ગંભીરતાથી લેશો.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં કરેલો ફેરફાર અસર કરશે.શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------

સિંહઃ- TWO OF WANDS

વિષય અંગે વધારે વિચાર કરી જે સમસ્યા નથી તે પણ સમસ્યા વ્યક્તિ ઊભી કરી શકે છે અને આવું જ તમારી સાથે થઇ રહ્યું છે. કયા વિષયને ગંભીરતાથી લેવાનો છે અને કયા વિષયને છોડવાનો છે તે તમારે નક્કી કરવું પડશે.

કરિયરઃ- યોગ સાધના સાથે જોડાયેલાં વ્યક્તિ કામમાં યશ મેળવશે.

લવઃ- પાર્ટનર સાથે ભાવનિક નિરાશાને યોગ્ય રીતે વ્યક્ત કરો.

સ્વાસ્થ્યઃ- ગરમ પાણીનો પ્રયોગ પેટ સાથે જોડાયેલી સમસ્યા ઠીક કરશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 6

----------------------------

કન્યાઃ- TEN OF CUPS

આજે તમારી ઉપર પણ ચંદ્રનો પ્રભાવ રહેશે જેના દ્વારા તમારી અંદરની શક્તિ સંતુલિત થશે. સૌંદર્ય અને વ્યક્તિમત્વ ઉપર ખાસ ધ્યાન આપો. સ્વભાવમાં ફેરફાર દેખાશે. ભાવનાઓને વધારે મહત્ત્વ આપવામાં આવશે.

કરિયરઃ- ફેશન સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાની કળાને યોગ્ય ન્યાય આપે.

લવઃ- તમારી મુંજવણ તમને રોમાન્સથી દૂર રાખશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

----------------------------

તુલાઃ- PAGE OF CUPS

તમારો ઉત્સાહ અને ઊર્જા આજે સાતમા આકાશે રહેશે. કામને પૂર્ણ કરવાની ઉતાવળ ન કરો. નાના બાળકો સાથે વિતાવેલો સમય પોઝિટિવ ઊર્જા આપશે. કામ ભલે ઓફિસનું હોય કે ઘરનું તેને કરતી વખતે આનંદ લો.

કરિયરઃ- તકનીકી યંત્રણા સાથે જોડાયેલાં વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરશે.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- બાળકો સાથે જોડાયેલી જૂની બીમારીની અસર ઓછી થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------

વૃશ્ચિકઃ- FIVE OF CUPS

ઘરના સભ્યોના આધાર સ્તંભ રહેશો. કોઇપણ પ્રકારની જટિલ ભાવનાઓને સમજવામાં તમે સફળ રહેશો. પોતાની ભાવનાઓને પણ તમે નવી રીતે જોઇ શકશો. યુવાઓએ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કાઉન્સલિંગ સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાના વ્યક્તિમત્વનો પ્રભાવ બતાવશે.

લવઃ- સાથી સાથે વિવાદના કારણે અંતર વધશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો તમારી વ્યસ્ત જીવનશૈલીના કારણે રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

----------------------------

ધનઃ- SIX OF CUPS

ભૂતકાળમાં કરેલાં રૂપિયાનું રોકાણ હવે ફાયદો આપશે. વેપારમાં રૂપિયા સાથે જોડાયેલ જોખમ લેશો નહીં. નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં વ્યક્તિ થોડાં નુકસાનનો સામનો કરી શકે છે.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં વ્યક્તિ રિસ્ક લે નહીં.

લવઃ- રિલેશનશિપમાં સ્થિરતા અને સ્નેહ રહેશે.

સ્વાસ્થ્યઃ- નાના એક્સીડેન્ટની સંભાવના છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------------

મકરઃ- SEVEN OF CUPS

કોઇ વ્યક્તિ પ્રત્યે રહેલી નેગેટિવ ભાવનાઓથી પોતાને તકલીફ આપી રહ્યા છો. તમને તમારા પ્રિયજનથી નિરાશા રહેશે. વાત ટાળવાથી વાત વધી શકે છે. એટલે ભાવનાઓને યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીને પ્રકટ કરો.

કરિયરઃ- મોટા અધિકારીઓ તમારી સાથે કડકાઈથી વ્યવહાર કરશે.

લવઃ- ત્રીજા વ્યક્તિના કારણે પાર્ટનર્સમાં નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા વધશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

----------------------------

કુંભઃ- EIGHT OF CUPS

સારા વિચાર અને ખરાબ વિચારોનું યુદ્ધ આજે મનમાં ચાલતું રહેશે. વડીલ વ્યક્તિની કોઇ વાત ઈજા પહોંચાડી શકે છે. આજે મન અસ્વસ્થ અને જરૂરિયાત કરતાં વધારે ચંચળ રહેશે.

કરિયરઃ- આપેલાં કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરશો નહીં.

લવઃ- ગેરસમજ રિલેશનશિપ તોડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાઇનસ સાથે જોડાયેલી બીમારી પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

----------------------------

મીનઃ- STRENGTH

વિદેશમાં રહેતાં લોકો ઘરે પાછા આવવાની તૈયારી શરૂ કરશે. યાત્રામાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જો તમે એકલા યાત્રા કરી રહ્યા છો તો કિંમતી દસ્તાવેજ ઉપર ધ્યાન આપો.

કરિયરઃ- સરકારી કામ કરતાં લોકો અધિકારીઓ સાથે વિવાદ કરે નહીં.

લવઃ- જલ્દી જ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલું ઇન્ફેક્શન થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1