તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શુક્રવારે Five of Pentacles કાર્ડ પ્રમાણે મેષ માટે આજનો દિવસ શુભ રહેશે, જાતકો તણાવમુક્ત રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 7 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Five of Pentacles

આજનો દિવસ તમારા માટે થોડા આરામથી કામ કરવાનો છે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ યોજના આગળ વધવાથી તમારા ઉપર દબાણ ઓછું રહી શકે છે. આજે તમારો દિવસ સારો વિતશે. કોઇપણ મામલે નિરાશા હાથ લાગશે નહીં.

કરિયરઃ- આજે તમને તણાવમાંથી મુક્તિ મળશે.

લવઃ- આજનો દિવસ પરિવાર સાથે પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધાના દુખાવાથી આરામ મળી શકે છે.

----------------------

વૃષભઃ- Eight of Cups

આજનો દિવસ તમારા માટે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજનાને પૂર્ણ કરવા માટે પ્રયાસ શરૂ કરવાનો છે. તમને તમારા સાથીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ભવિષ્યને લઇને તમે વધારે સાવધાન રહો.

કરિયરઃ- આજે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ સફળ થઇ શકે છે.

લવઃ- પ્રેમીઓ માટે સમય પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગના પંજામાં કોઇ સમસ્યા રહેશે.

----------------------

મિથુનઃ- Three of Swords

આજે તમારે તમારા પેંડિંગ કામને પૂર્ણ કરવા માટે ફોકસ કરવું જોઇએ. તમારા સામે ઓછાં સમયમાં વધારે કામ કરવાની ચુનોતી થઇ શકે છે. આજે તમને થોડી જવાબદારીઓ મળી શકે છે.

કરિયરઃ- આજે તમારા પાસે કામનો દબાવ અને તણાવ વધારે રહી શકે છે.

લવઃ- કાર્યસ્થળ પર તમારા કોઇ સાથે મધુર સંબંધ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિથી દિવસ સામાન્ય રહેશે.

----------------------

કર્કઃ- Two of Coins

આજનો દિવસ તમારા માટે તમારી આવડતને ધ્યાનમાં રાખીને જ જવાબદારીઓ લેવાનો છે. તમારી ક્ષમતાથી વધારે કામ લેવું તમારા માટે મુશ્કેલી બની શકે છે. તમારા માટે દિવસ સારા પરિણામ આપનાર રહેશે.

કરિયરઃ- આજે ઉતાવળ કરવાથી બચવું જોઇએ.

લવઃ- લવ લાઇફને લઇને આજે સારી સૂચના મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે થોડું સાવધાન રહો.

----------------------

સિંહઃ- King of Pentacles

આજના દિવસની શરૂઆત થોડી પરેશાની કે વિવાદ સાથે થઇ શકે છે. તમારી ઉપર કામનો દબાવ થોડો વધારે રહેશે. થોડાં મામલે તમે ગુંચવાઇ શકો છો. પરિવારમાં પણ કોઇના વિરોધનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- આજે તમે શાંત રહેશો, તો વસ્તુઓ આપમેળે ઉકેલાઇ જશે.

લવઃ- સાથી આજે તમારી સાથે તેમની અપેક્ષાઓ વિશે વાત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શ્વાંસ સંબંધી થોડી સમસ્યા ઊભી થઇ શકે છે.

----------------------

કન્યાઃ- The Hierophant

આજે તમને થોડી પરેશાની રહી શકે છે. તમારી આસપાસ પરિસ્થિતિ કંઇક એવી બની શકે છે, જેમાં તમે પોતાને ફસાયેલાં અનુભવશો. તમારે પરિવર્તન ઉપર વિચાર કરવો જોઇએ. આજે તમને થોડાં સારા અવસર પણ મળી શકે છે.

કરિયરઃ- નવી જોબ માટે તપાસ કરી શકો છો.

લવઃ- આજે તમારે તમારી લવ લાઇફ ઉપર ધ્યાન આપવું જોઇએ.

સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર વિશેષ ધ્યાન આપો.

----------------------

તુલાઃ- The Star

આજે તમારે તમારા સોર્સ ઓફ ઇન્કમને વધારવા કે અપગ્રેડ કરવા વિશે વિચાર કરી શકો છો. તમારે નવા વિચારો ઉપર કામ કરવું જોઇએ. તમે તમારી ગમતી એક્ટિવિટીને તમારા કરિયર સ્વરૂપે બદલવાનો વિચાર કરી શકો છો.

કરિયરઃ- તમે પાર્ટ ટાઇમ કોર્સ કરી શકો છો.

લવઃ- સાથી સાથે ખૂબ જ યાદગાર સમય વિતશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવવામાં સાવધાની રાખો.

----------------------

વૃશ્ચિકઃ- The High Priestess

આજે તમને નવો બિઝનેસ શરૂ કરવા સારો અવસર અથવા ઓફર મળી શકે છે. જો કોઇ સરકારી સ્કીમ હેઠળ થોડું કામ કરવા માંગો છો તો આજે આવેદન કરી શકો છો. આજે તમને ઘણાં સારા પરિણામ મળી શકે છે.

કરિયરઃ- બિઝનેસ લોન માટે આવેદન કરવાનો દિવસ છે.

લવઃ- તમારો સાથી તમને સર્વશ્રેષ્ઠ બનવામાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- તમને માંસપેશીનો દુખાવો રહી શકે છે.

----------------------

ધનઃ- Two of Wands

આજે તમારા માટે કંઇક સારું થવાના યોગ છે. તે પર્સનલ અથવા પ્રોફેશન બંને પ્રકારનું હોઇ શકે છે. તમારે તમારી જવાબદારીઓના સારા પરિણામ મળી શકે છે. કોઇ સારી સૂચના તમારી રાહ જોઇ રહી છે.

કરિયરઃ- તમને પ્રમોશન મળી શકે છે.

લવઃ- તમારો સાથી તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનો મામલો ઠીક રહેવાનો સંકેત છે.

----------------------

મકરઃ- The Sun

આજનો દિવસ તમારા માટે રચનાત્મક સફળતાનો રહેશે. તમારા ક્રિએટિવ આઇડિયાઝ લોકોને પ્રભાવિત કરી શકે છે. તમારે સારા પરિણામ મેળવવા માટે થોડાં એકસ્ટ્રા એફર્ટ્સ કરવાનો દિવસ છે.

કરિયરઃ- રચનાત્મક વિચારોને ટીમ દ્વારા સ્વીકારવામાં આવશે.

લવઃ- તમે સાથી સાથે લોન્ગ ડ્રાઇવ પર જઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- મોં સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

----------------------

કુંભઃ- The Chariot

આજનો દિવસ તમારા માટે તમારી ઇમેજ ઉપર કામ કરવાનો છે. લોકો તમારા કામ કરવાની શૈલીના વખાણ કરશે. આજે તમે તમારા કામ અને સંબંધો પ્રત્યે સમર્પણ રહેવું પડશે. જેથી ભવિષ્યમાં તમને તેમની મદદ મળી શકે.

કરિયરઃ- સારા લોકો સાથે રહેવું. કેમ કે, તમને ટીમનું નેતૃત્વ કરવાનો અવસર મળશે.

લવઃ- સાથીને ખુશ કરવા માંગો છો તો શોપિંગ પર લઇ જાવ.

સ્વાસ્થ્યઃ- તમને આંખ અને કાન સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

----------------------

મીનઃ- Page of Swords

આજે તમારો સમય ખૂબ જ વ્યસ્તતાભર્યો રહી શકે છે. કામમાં તમારો દિવસ વિતશે. થોડાં લોકોએ ઓવરટાઇમ પણ કરવું પડી શકે છે. કામના દબાવમાં આજે તમે વધારે તણાવ અનુભવ કરશો. સમય તમારી અનુકૂળ રહેશે.

કરિયરઃ- તમારે કામમાં વધારે મહેતન કરવી પડશે.

લવઃ- તમારો સાથી તમને વધારે સારા બનાવશે.

સ્વાસ્થ્યઃ- માઈગ્રેન જેવી સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...