તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:સોમવારે THE SUN કાર્ડ પ્રમાણે મીન જાતકોએ કોઈપણ વ્યક્તિની વાતને પોતાના ઉપર હાવી થવા દેવી નહીં

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

6 સપ્ટેમ્બર, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TEN OF WANDS

મનમાં કોઈ પ્રકારનો ભાર આજે દિવસભર અનુભવ થઈ શકે છે, પરંતુ આ વાતની જડ સુધી પહોંચવું તમને મુશ્કેલ લાગશે. લોકોના મનમાં તમારા પ્રત્યે ક્યા વિચાર છે અને કયા પ્રકારના વિચારો તમારા માટે રાખવામાં આવી રહ્યા છે તે અંગે વિચારીને તમે પોતાને તકલીફ આપી શકો છો.

કરિયરઃ- અનેક અટવાયેલાં કાર્યો અને પેન્ડિંગ કાર્યોના કારણે તણાવ અનુભવ થશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

---------------------------

વૃષભઃ- THE LOVERS

પરિણામ નામની ચિંતા ન કરીને થોડા કાર્યો કરીને આગળ વધવું આજે તમારા માટે જરૂરી રહેશે. જીવનમાં થોડા રિસ્ક લેવા માટે તૈયાર રહેવું. જેના દ્વારા જ તમે તમારા વિચારોની સીમાથી બહાર આવી શકશો.

કરિયરઃ- કામને લગતી નવી વાતો શીખતી સમયે તેનો ઉપયોગ તમે કઇ રીતે કરી શકો છો આ અંગે વિચાર કરો

લવઃ- કોઇ વ્યક્તિ પ્રત્યે પ્રેમની ભાવના છે અથવા માત્ર આકર્ષણ છે આ વાતમાં ફકર કરવી તમને મુશ્કેલ લાગશે.

સ્વાસ્થ્યઃ- શરીર ઉપર સોજા આવવાના કારણે બેચેની અનુભવ થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

---------------------------

મિથુનઃ- TWO OF WANDS

પોતાના દ્વારા નક્કી કરવામાં આવતાં લક્ષ્યનું ફરીથી અવલોકન કરવામાં આવશે. તમારું લક્ષ્ય સ્પષ્ટ રીતે નક્કી કરી લો પરંતુ ઇચ્છાશક્તિની ખામી તમને અનુભવ થઈ શકે છે. જીવનને લગતી બધી વાતોમાં કોઈને કોઈ ફેરફાર અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- વિદેશને લગતા કાર્યો કરવા માટે યોગ્ય વ્યક્તિ હાલ મળવો મુશ્કેલ રહેશે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે તમને આકર્ષણ અનુભવ થઈ રહ્યું છે તે વ્યક્તિ તમારા પ્રત્યે શું વિચારે છે તે જાણવું મુશ્કેલ લાગશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ ઠીક ન થવાના કારણે બેચેની અને ચીડિયાપણું અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

---------------------------

કર્કઃ- SIX OF WANDS

તમને તમારી અંદર નેતૃત્વ શક્તિની ઓળખ થશે. જેના દ્વારા તમે જે વાતોમાં પાછળ રહી ગયા હતાં, તે વાતોમાં પ્રગતિ કરવા માટે વધારે કોશિશ કરશો. જે લોકો તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રાખે છે તેમના પ્રત્યે જાગરૂતતા અનુભવ થવાના કારણે તેમની સાથે સંબંધોમાં ફેરફાર આવશે નહીં.

કરિયરઃ- કામને લગતી વાતોના કારણે થોડી ચિંતા અનુભવ થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતા પોઝિટિવ ફેરફાર તમને જલ્દી જ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદીની તકલીફ વધારે રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

---------------------------

સિંહઃ- JUSTICE

જે પ્રકારે તમે કોશિશ કરી છે તે પ્રકારે ફળ તમને પ્રાપ્ત થશે. પોતાના ઉપર ફોકસ જાળવી રાખવા અંગે તમારું વધારે ધ્યાન હોવાના કારણે તમે માત્ર તમારી પ્રગતિ અંગે વિચાર કરશો.

કરિયરઃ- લો ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે આજનો દિવસ લાભદાયી રહી શકે છે.

લવઃ- રિલેશનશિપ અથવા લગ્નને લગતી વાતોની ચર્ચા પરિવારના લોકો સાથે કરતી સમયે કોઈ પ્રકારના વિરોધનો સામનો તમને થશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન જટિલ રહી શકે છે

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

---------------------------

કન્યાઃ- THE HIGH PRIESTESS

ભાવનાઓમાં અને વિચારોમાં સંતુલન તમને જોવા મળી શકે છે જે લોકોના કારણે તમને તકલીફ થઈ હતી એવા લોકોને માફ કરીને તમે તેમની સાથે ફરીથી સંબંધ સુધારવાની તક આપશો.

કરિયરઃ- કામને લઈને મળતી પ્રગતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.

લવઃ- પાર્ટનર તમને સંપૂર્ણ રીતે ખુશ રાખવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

---------------------------

તુલાઃ- THE MOON

તમારી સાથે જોડાયેલ દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવાની આજે જરૂરિયાત રહેશે. તેમની ઊર્જા અને તેમના વિચારોનું તમારા ઉપર શું પરિણામ થાય છે તેના અંગે ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ લાવવા અંગે ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર સાથે થયેલી વાતોની ચર્ચા ત્રીજા વ્યક્તિ સાથે કરવાના કારણે પાર્ટનરની નિરાશાનો સામનો કરવો પડશે.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને ગભરામણ અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

---------------------------

વૃશ્ચિકઃ- KNIGHT OF PENTACLE

તમારે તમારી કાર્યક્ષમતા વધારવાની જરૂરિયાત છે ત્યારે જ તમારો આર્થિક વિકાસ થશે. જે પણ પ્રકારના સ્ત્રોત તમને જોઈએ છે તે સરળતાથી મળી શકશે, છતાંય તમે તમારી ઊર્જા અને ઇચ્છાશક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતા મળી રહેલી તકના કારણે તમારી થોડી ચિંતા દૂર થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની ભાવનાઓનો આદર કરતા શીખો

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી સમસ્યા, તણાવ અને ડિપ્રેશનના કારણે હોઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

---------------------------

ધનઃ- EIGHT OF SWORDS

કોઈ વ્યક્તિ સાથે જરૂરિયાત કરતા વધારે જોડાઈ રહેવાના કારણે તમારી તેમના ઉપર નિર્ભરતા સંપૂર્ણ રીતે બની રહી છે અને તેમને દૂર કરી શકવા મુશ્કેલ બની શકે છે. માત્ર માનસિક નબળાઈના કારણે આવું અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ઉતાર-ચઢાવ હાલ જોવા મળી શકશે નહીં.

લવઃ- થોડી વાતોમાં પાર્ટનર દ્વારા તમને બહકાવવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વિટામિનની ખામીના કારણે સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- TWO OF PENTACLES

જે પણ વાત તમે નક્કી કરો છો તેની ચર્ચા તરત કરવાના કારણે કામને લગતી વાતનો ઉત્સાહ અને ફોકસ તમારું દૂર થઈ શકે છે. ભાવનિક ઉતાર-ચઢાવ આજે વધારે જોવા મળી શકે છે.

કરિયરઃ- સહકર્મીઓ સાથે ચાલી રહેલ સ્પર્ધાના કારણે એકબીજા પ્રત્યે કટુતા અનુભવ થઈ શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવના કારણે તમને એકલતાનો અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ઉલ્ટીની તકલીફ થવાની શક્યતા છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

---------------------------

કુંભઃ- THREE OF PENTACLES

હાલ તમને કોઈ કે બે વ્યક્તિઓનો સાથ સંપૂર્ણ રીતે મળી શકશે જેના કારણે તમે પોતાના દ્વારા વિચારેલી વાતોને હકીકતનું સ્વરૂપ આપી શકશો. આ બંને પણ વ્યક્તિ તમારા માટે હાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

કરિયરઃ- રિયલ સ્ટેટ અને કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકોને યોગ્ય ભાગીદાર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર સાથે થોડા મુશ્કેલ પ્રશ્નો અંગે ચર્ચા યોગ્ય રીતે થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને સાઈનસની તકલીફ થઈ શકે છે

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

---------------------------

મીનઃ- THE SUN

કોઈપણ વાતને પોતાના ઉપર વધારે હાવી ન થવા દો. હાલ તમને ઉત્સાહિત અનુભવ થશે અને કામ કરવાની ઇચ્છા શક્તિ પણ વધવાના કારણે તમારી ક્ષમતાથી વધારે વાતોની જવાબદારી તમે લઈ શકો છો.

કરિયરઃ- જે સ્કિલ્સને તમે શીખવા ઇચ્છો છો તેનો ઉપયોગ કરિયર માટે હાલ થશે નહીં

લવઃ- પાર્ટનરને આપેલાં વચનને પૂર્ણ કરવા અંગે ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7