ટેરો રાશિફળ:બુધવારે ACE OF WANDS કાર્ડ પ્રમાણે મેષ જાતકો પોતાની ભૂલોનું અવલોકન કરી તેમાં સુધાર લાવવાની કોશિશ કરશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

6 ઓક્ટોબર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACE OF WANDS

કામ સાથે જોડાયેલી ભૂલોનું અવલોકન અને તેમાં સુધાર લાવવા માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. જે લોકોના કારણે માનસિક તણાવ ઊભો થઈ રહ્યો હતો તેને દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને નવી રીતે શરૂ કરવાનું શક્ય બનશે.

લવઃ- પરિવારના લોકો સાથે થઈ રહેલાં વિવાદને વધારશો નહીં

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન ખાવાના કારણે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

-----------------------------

વૃષભઃ- NINE OF WANDS

જે લોકોના કારણે તમને કષ્ટ ભોગવવો પડ્યો હતો, તેની સાથે અંતર જાળવી રાખવું શક્ય રહેશે, પરંતુ તેના કારણે મનમાં જે નકારાત્મકતા ઊભી થઈ છે, તેની અસર તમારા કામ કે માનસિક અવસ્થા ઉપર થવા દેશો નહીં.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવતી સમયે અનેક લોકો દ્વારા ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકો દ્વારા કહેવામાં આવતી વાતોની અસર તમારી રિલેશનશિપ ઉપર થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

-----------------------------

મિથુનઃ- QUEEN OF SWORDS

ભૂતકાળથી પ્રાપ્ત થયેલું જ્ઞાન અને અનુભવની મદદથી તમે ભવિષ્યને લગતી વાતો ઉપર કામ કરવાનું શરૂ કરશો. થોડી વાતોને પાછળ રાખવામાં તમને માસનિક તકલીફનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- કરિયરને લઈને મળી રહેલી તક સાથે જે તમને પોતાની પાસેથી અપેક્ષાઓ છે તેના અંગે પણ વિચાર કરો

લવઃ- જે લોકો પાર્ટનરથી અલગ થવાનું વિચારી રહ્યા છે તેમણે એકબીજા સાથે યોગ્ય રીતે ચર્ચા કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- પાઈલ્સની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-----------------------------

કર્કઃ- TWO OF WANDS

જે લાલચના કારણે તમારું મન ભટકી રહ્યું હતું તે દૂર થવા લાગશે અને તમે ફરીથી તમારા સપના અંગે ગંભીરતાથી વિચાર કરવાનું શરૂ કરી દેશો. પરિવારના કોઈ વ્યક્તિને ઇચ્છા હોવા છતાંય મદદ કરી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમાં શ્રેષ્ઠ રહેવાના કારણે કામનો વિસ્તાર કરવો શક્ય રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા થયેલી ભૂલોને માફ કરીને સંબંધોને ઠીક કરવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-----------------------------

સિંહઃ- KNIGHT OF CUPS

દરેક વાતને લગતો વિચાર કરીને જ તમારા દ્વારા પગલા ભરવામાં આવી શકે છે. કોઇપણ વિષયને અથવા કામને પૂર્ણ કરવાની ઇચ્છા હોવા છતાં પણ તમે તેના અંગે ધ્યાન આપી શકશો નહીં. ખુલી હવામાં અથવા નિસર્ગમાં વિતાવેલો સમય તમને પ્રસન્નતા આપશે.

કરિયરઃ- કામની જગ્યાએ ટીમ વર્ક ન હોવાના કારણે નાના કામમાં પણ મોડું થઇ શકે છે.

લવઃ- વ્યક્તિના વ્યવહારના કારણે પાર્ટનર્સમાં ઝઘડા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------

કન્યાઃ- KING OF PENTACLES

તમને મળી રહેલાં રૂપિયાનું રોકાણ કરવું તમારી યોજનાને વધારે સારી બનાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે જેના કારણે ભવિષ્યમાં તમને મોટો ફાયદો થઇ શકે છે. હાલ તમે તમારા કામથી થોડો બ્રેક લઇને પરિવાર સાથે સમય વિતાવો.

કરિયરઃ- કામને લગતી બધી જ બાબતો સરળતાથી પૂર્ણ થઇ જશે.

લવઃ- રિલેશનશિપની તરફ ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- પાણીનું સેવન યોગ્ય માત્રામાં કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-----------------------------

તુલાઃ- KNIGHT OF SWORDS

કાયદાને લગતી કોઇ જાણકારી પૂર્ણ ન મળવાના કારણે તમારી અંદર ભય રહેશે. કોઇપણ વ્યવહારને કરતી સમયે તેની સાથે જોડાયેલાં નિષ્ણાત વ્યક્તિ પાસેથી સલાહ લઇને જ નિર્ણય લેવો પરંતુ નિર્ણય માટે સંપૂર્ણ રીતે તેમના ઉપર નિર્ભર રહેવું નહીં.

કરિયરઃ- તમારા કામનો યોગ્ય શ્રેય ન મળવાના કારણે તકલીફ વધી શકે છે.

લવઃ- કામના કારણે પાર્ટનર સાથે સમય વિતાવી શકવો તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું કોઇ નાનું ઓપરેશન થવાની સંભાવના છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

-----------------------------

વૃશ્ચિકઃ- SIX OF SWORDS

આજે તમે તમારા રસ્તામાં આવતી નાની-મોટી બાધાઓના કારણે નિરાશ રહી શકો છો. આ વસ્તુઓથી તમે થોડાં પરેશાન રહી શકો છો. હિંમતથી આગળ વધશો તો સફળતા મળશે.

કરિયરઃ- કરિયર સ્થિર થઇ ગયું હોય એવું આજે તમને લાગશે.

લવઃ- પ્રેમ સંબંધ માટે મિશ્રિત દિવસ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખવી.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

-----------------------------

ધનઃ- THREE OF PENTACLES

દિવસ તમારી માટે નવી ઊર્જા આપનાર રહેશે. યાત્રા અને ખરીદીના યોગ તરફ કાર્ડ સંકેત કરી રહ્યું છે. આ તે દિવસ છે જ્યારે તમારી માટે બધી વસ્તુઓમાં સંબંધ અને મિત્રોનું મહત્ત્વ વધારે રહેશે.

કરિયરઃ- જોબ અને બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે.

લવઃ- પરિવાર સાથે તમારો સંબંધ મૈત્રીપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે દિવસ તમારા પક્ષમાં રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

-----------------------------

મકરઃ- FOUR OF PENTACLES

દૂર સ્થાનથી તમને મળતી બધી જ જાણકારી અનુકૂળ રહેશે નહીં. તમે શાંત, સમય, ઉદેશ્ય અને આત્મવિશ્વાસને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- આજે ભૂતકાળમાં કરેલી વ્યાપારિક યાત્રાઓના પરિણામનો દિવસ છે.

લવઃ- સંબંધો માટે ગંભીરતા બતાવવાનો સમય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિ દિવસ મિશ્રિત રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

-----------------------------

કુંભઃ- QUEEN OF WANDS

મિત્રો અને પરિવાર સાથે આજે તમે ખૂબ જ ખુશ રહેશો. તમે શહેરમાં ફરવા જશો અથવા કોઇ અવસર પર સાથે જશો. નજીકના મિત્રો સાથે નાની યાત્રા માટે જઇ શકો છો.

કરિયરઃ- કરિયરમાં આજે તમે કામનો તણાવ અનુભવાશે.

લવઃ- આજે પરિવાર માટે સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને દિવસ સામાન્ય રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

-----------------------------

મીનઃ- KING OF SWORDS

આજનો દિવસ ઘરેલૂ ઉથલ-પુથલનો રહેશે. વિદેશથી મહેમાનો આવે તેવી સંભાવના છે અને સતત પાર્ટીનો મૂડ તમારા ઘરમાં આનંદનું વાતાવરણ જાળવી રાખશે.

કરિયરઃ- ટીમવર્કથી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે.

લવઃ- તમારા લોકો સાથે સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- આજે કામના તણાવથી પોતાને મુક્ત રાખવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4