ટેરો રાશિફળ:શનિવારે ટેરો કાર્ડ THREE OF CUPS પ્રમાણે સિંહ જાતકોને કામ સંબંધિત જવાબદારીઓ વધવાથી થોડો તણાવ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

6 નવેમ્બર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE LOVERS

તમારી જરૂરિયાતોને અને માનસિક અવસ્થાને લોકો દ્વારા નજરઅંદાજ કરવાના કારણે તમારી અંદર ક્રોધ અને ચીડિયાપણું વધી શકે છે. જે લોકો પાસેથી તમે અપેક્ષા રાખો છે તેમની તમને સમજવાની ક્ષમતા અને જવાબદારી નિભાવવાની ક્ષમતા બંને બાબતોને ધ્યાનમાં રાખવી.

કરિયરઃ- તમારા કરિયરને આગળ વધારવા માટે અપેક્ષા અનુસાર લોકોનો સાથે પ્રાપ્ત નહીં થાય.

લવઃ- કોઈ વ્યક્તિ પ્રત્યે મહેસૂસ થઈ રહેલો પ્રેમ અને આકર્ષણ એક તકફ હોઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરની ઈમ્યુનિટી ઓછી થવાના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1 --------------------------------

વૃષભઃ- KING OF WANDS

માત્ર એક જ વાત પર જરૂર કરતા વધારે ધ્યાન આપવાના કારણે અન્ય વાતોમાં અસંતુલન રહેશે. જરૂર કરતાં વધારે પૈસા ખર્ચ થવાની આશંકા બની રહી છે. કોઈપણ વ્યક્તિની ભૌતિક જરૂરિયાતોને પૂરી કરતા સમયે તમારી ક્ષમતા વિશે જરૂરથી વિચાર કરો. ​​​​​​​

કરિયરઃ- કામ સાથે સંબંધિત ઉભા થયેલા મુશ્કેલ પ્રશ્નો સમયની સાથે વધારે ગુંચવાશે.

લવઃ- પાર્ટનર્સમાં અહંકાર વધવાની આશંકા છે. સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત ઈન્ફેક્શન અચાનક ઉત્પન્ન થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------------------------

મિથુનઃ- ACE OF SWORDS

તમને તમારા જીવન સંબંધિત મોટી જવાબદારીઓ પૂરી કરતા સમયે થાક મહેસૂસ થશે. થોડા સમય માટે બ્રેક લઈને તમારી અંદર સકારાત્મકતા જાળવી રાખવાની જરૂર છે. અત્યારનો સમય તમને મુશ્કેલ લાગશે પરંતુ જીવન સંબંધિત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આ સમય અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ​​​​​​​

કરિયરઃ- નોકરી કરતા લોકો પોતાના પ્રયત્નો દ્વારા આર્થિક આવક વધારી શકશે.

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ પેદા થશે. પરંતુ પાર્ટનર્સ એક બીજાની વધુ નિકટતા મહેસૂસ કરશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત તકલીફ ગેસના કારણે થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

--------------------------------

કર્કઃ- TWO OF SWORDS

અત્યારે તમે કામ અથવા પરિવાર સંબંધિત જવાબદારી કોઈ એક વાત પર જ સંપૂર્ણ ધ્યાન આપી શકશો. પરંતુ કોઈ એકની પસંદગી કરતા સમયે તમારે અનેક તકલીફોમાંથી પસાર થવું પડશે. કામ કરતા ભાવાત્મક સમસ્યા વધવાના કારણે પરિસ્થિતિ વધારે મુશ્કેલ લાગશે. ​​​​​​​

કરિયરઃ- કરિયરના અનેક પાંસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- જૂના અનુભવોના કારણે લવ રિલેશનશિપ પ્રત્યે મનમાં કડવાશ વધવા ન દો.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

--------------------------------

સિંહઃ- THREE OF CUPS

તમારી સાથે જોડાયેલા કેટલાક લોકો તમારી જરૂરિયાના અનુસાર તમારી સાથે વર્તણ કરશે. જે વાતો પ્રત્યે મનમાં આશંકા પેદા થતી હોય તે વાતોને સ્પષ્ટ સ્વરૂપથી સમજવી સંભવ થશે.

કરિયરઃ- કામ સંબંધિત જવાબદારીઓ વધવાથી થોડો તણાવ રહેશે. જો કે, કામના કારણે તમને યશ પ્રાપ્ત થશે.

લવઃ- તમારા રિલેશનશિપ અને પાર્ટનર માટે પરિવાર દ્વારા સમંતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

--------------------------------

કન્યાઃ- SIX OF PENTACLES

પરિવારના કોઈ વ્યક્તિને પૈસા સંબંધિત મદદની તમારી પાસેથી અપેક્ષા હોઈ શકે છે. પૈસા સાથે સંબંધિત લેવડદેવડના વ્યવહારમાં તમારું નુકસાન ન થાય તેના પર વધારે ધ્યાન આપવું. જો તમે પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ રોકાણથી લાંબા સમયે તમને શું ફાયદો થશે તે જરૂરથી વિચારવું. ​​​​​​​

કરિયરઃ- જે લોકો ઉચ્ચ શિક્ષણ અભ્યાસ કરવા માગે છે, તેમને સ્કોલરશિપ સરળતાથી મળશે.

લવઃ- પાર્ટનર પર જરૂર કરતા વધારે વિશ્વાસ ન રાખવો.

સ્વાસ્થ્યઃ- ખભા અને ગળાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

--------------------------------

તુલાઃ- SEVEN OF PENTACLES

પરિસ્થિતિનું માત્ર નિરિક્ષણ કરતા રહો અને જેટલી થઈ શકે છે એટલી વધુ જાણકારી પ્રાપ્ત કરીને તમારી યોજના બનાવો. પરિવારના સભ્યો તમારા માટે કેટલીક મુશ્કેલી પેદા કરવાનો પ્રયાસ કરી શકે છે.

કરિયરઃ- કરિયર સંબંધિત કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થવામાં થોડો સમય લાગશે.

લવઃ- વિવાહ સંબંધિત નિર્ણયમાં વિલંબના કારણે ચિંતા અનુભવાશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સ્નાયુઓ ખેંચાશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

--------------------------------

વૃશ્ચિકઃ- THE WORLD

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય તમે માત્ર આનંદ અને સમાધાન પર ધ્યાન રાખતા હોવાથી તમે જીવનમાં યોગ્ય ફેરફાર લાવી શકશો. યોગ્ય લોકોનો સાથે પ્રાપ્ત થવાના કારણે તમને આનંદ પ્રાપ્ત થતી ઘટનાઓ ઘટશે.

કરિયરઃ- કામ સંબંધિત પ્રાપ્ત થયેલી તકના કારણે કરિયર સંબંધિત ઉંચાઈઓ પ્રાપ્ત કરવી સરળ રહેશે.

લવઃ- વિવાહ સંબંધિત નિર્ણય ઉતાવળમાં લેવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓનું સ્વાસ્થ ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ શુભ અંકઃ- 9

--------------------------------

ધનઃ- NINE OF WANDS

કોઈપણ વ્યક્તિ પર તમારી નિર્ભરતા ન વધારવા દો, તેમજ કોઈ વ્યક્તિ પ્રત્યે વધતા લગાવના કારણે તમારી જાતને માનસિક તકલીફ ન આપો. અત્યારના સમયમાં તમે એકલતા મહેસૂસ થશે જેને તમે દૂર કરવાનો પ્રયાસ કરશો. જીવનમાં સંતુલન વધે એવી વાતો વિશે વિચાર કરો. ​​​​​​​

કરિયરઃ- કામ સાથે સંબંધિત બાબતોમાં જેટલું તમે રોકાણ કર્યું છે એટલો ફાયદો ન મળવાથી તમે દુઃખી થઈ શકો છો.

લવઃ- વિવાહિત વ્યક્તિની સાથે પ્રેમ સંબંધ બનવાની આશંકા બની રહી છે.

સ્વાસ્થ્યઃ- ગળાનો દુખાવો અથવા ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------------

મકરઃ- KING OF SWORDS

તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર તમારા પરિવારના લોકો પર શું થઈ શકે છે અને કઈ વાતને લઈને તમારા તેમની સાથેના સંબંધો કયા પ્રકારે બદલાઈ શકે છે આ બંને બાબતો પર વિચાર કરીને આગળ વધવું. જો નિર્ણય લેવામાં તમે મક્કમ હો તો જ નિર્ણય લેવો. ​​​​​​​

કરિયરઃ- વ્યક્તિગત જીવનમાં થઈ રહેલી કોઈપણ વાતની અસર તમારા કરિયર અને કામ પર ન થવા દો.

લવઃ- પાર્ટનર સાચો પ્રેમ કરે છે કે નહીં તે વિશે અવલોકન જરૂરથી કરવું.

સ્વાસ્થ્યઃ- ઘુંટણ અને સાંધાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------------------------

કુંભઃ- ACE OF CUPS

આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરવા માટે સારો સમય ચાલી રહ્યો છે. જીવન અને જીવન સાથે સંબંધિત લોકોને તમે ગંભીરતાથી લેશો. જીવન સાથે સંબંધિત લક્ષ્યાંકને તમે ગંભીરતાથી લેશો. જે વાતથી તમને ખુશી પ્રાપ્ત થયા છે માત્ર તેના પર જ ધ્યાન આપવાથી માનસિક અને આધ્યાત્મિક રીતે આનંદ મહેસૂસ થશે.

કરિયરઃ- કામના સ્થળે તમે એવોર્ડ મળી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા સંપૂર્ણ રીતે સહયોગ પ્રાપ્ત થવાના કારણે રિલેશનશિપ પ્રત્યે સમાધાન મહેસૂસ થશે.

સ્વાસ્થ્યઃ- લિક્વિડ ડાયટ વધારવાનો પ્રયાસ કરવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-8

--------------------------------

મીનઃ- KNIGHT OF PENTACLES

જે પણ ભાવનાઓ તમને મહેસૂસ થાય છે તેને વ્યક્ત કરવાનો યોગ્ય રસ્તો ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની સામે ખુલીની વાત ન કરો. બીજા લોકોના જીવન કરતા પોતાના જીવન પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અત્યારનો સમય મિશ્ર ફળ આપનાર છે પરંતુ પ્રયત્ન વધારીને નકારાત્મક સ્થિતિને પણ તમે તમારા પક્ષમાં કરી શકો છો.

કરિયરઃ- રાજકારણ સાથે જોડાયેલા લોકોને પોતાના દ્વારા બનાવેલા નિયમો પર ચાલવું જરૂરી છે.

લવઃ- ઓળખીતા વ્યક્તિ દ્વારા વિવાહ સંબંધિત માગુ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચો અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5