તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:મંગળવારે મકર જાતકો THREE OF WANDS કાર્ડ પ્રમાણે કિસ્મત ઉપર વધારે નિર્ભર રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

6 જુલાઈ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF PENTACLES

આજે તમને સમય સાથે આગળ વધવું પડશે. ભૂતકાળમાં મળેલાં લોકો દ્વારા નિરાશા નવા સંબંધ બનાવવા માટે ભય પેદા કરી રહી છે. તમારા આજના વ્યક્તિમત્વ અને ભૂતકાળના વ્યક્તિમત્વમાં ખૂબ જ ફરક છે જેને તમારે શોધીને પોતાની નજરોમાં તમારા અંગે નવી પ્રતિમા બનાવવાની જરૂરિયાત છે.

કરિયરઃ- નોકરીમાં પર્મેનેન્ટ પોઝિશન મળવાની સંભાવના છે.

લવઃ- પોતાની વાત ઉપર જ અડગ રહેવાથી પાર્ટનર દુઃખી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

-------------------------------

વૃષભઃ- KING OF PENTACLES

જીવનને મોજ-મસ્તી ભર્યું અને ભૌતિક સુખને મેળવવા માટે તમે તમારી ક્ષમતાથી વધારે રૂપિયા ખર્ચ કરી શકો છો. જેનો પ્રભાવ તમારા અને પિતાજીની આર્થિક સ્થિતિ ઉપર થઇ શકે છે.

કરિયરઃ- ફેશન ઇન્ડસ્ટ્રીના લોકોએ પોતાના બિઝનેસ સાથે જોડાયેલી નીતિમાં ફેરફાર કરવો.

લવઃ- રિલેશનશિપમાં સ્ત્રીનું વર્ચસ્વ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા તકલીફ આપશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-------------------------------

મિથુનઃ- TEN OF SWORDS

મોટા અપમાન કે સદમાથી બહાર આવવું તમારા માટે મુશ્કેલ રહેશે પરંતુ નજીકના લોકોનો સાથ અને માર્ગદર્શન આ દુઃખને દૂર કરવા માટે મદદગાર રહેશે. લોકો દ્વારા મળેલી આર્થિક અને ભાવનાત્મક મદદને ભલે તમે હાલ પાછી આપી શકશો નહીં. પરંતુ કોઇને કોઇ સમયે અહેસાન ચૂકવવાનો અવસર પ્રાપ્ત થશે.

કરિયરઃ- સરકારી કાર્યોમાં પ્રગતિ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને પ્રેરણાસ્થાન રહેશે.

સ્વાસ્થ્યઃ- ભાવનિક તણાવ પીઠના દુખાવાનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

-------------------------------

કર્કઃ- PAGE OF SWORDS

જીવનમાં સ્થિરતા લાવવાનો વિચાર પાક્કો હોવા છતાં પણ કઇ વાત ઉપર ધ્યાન રાખવું તે નક્કી કરવું આજે તમારા માટે મુશ્કેલ રહેશે. દિવસભર તમને ચંચળતા અને સ્થિરતા બંનેનો પણ અનુભવ થશે.

કરિયરઃ- માર્કેટિંગમાં કામ કરતાં લોકોની વિશેષ પ્રગતિ થશે.

લવઃ- તમારી સાહસી વૃત્તિથી પાર્ટનરને આકર્ષણ અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- બગીચામાં વિતાવેલો સમય માનસિક અને શારીરિક થાક દૂર કરશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

-------------------------------

સિંહઃ- SEVEN OF SWORDS

પરિવારના સભ્ય અથવા તમારા પાર્ટનરથી સંતાઇને કરેલાં વ્યવહાર સામે આવી શકે છે. કામના સમયે લોકોની નજીક ક્યારે જવું છે અને કામ પૂર્ણ થયા બાદ તેમની સાથે સંબંધ ન રાખવો તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.

કરિયરઃ- પાર્ટનરશિપમાં કરેલું કામ વધારે ફાયદો આપી શકે છે.

લવઃ- મિત્ર દ્વારા કોઇ સાથે મુલાકાત થશે જે રિલેશનશિપમાં બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-------------------------------

કન્યાઃ- EIGHT OF SWORDS

તમારા અને તમારી આસપાસના લોકોના વિચાર પ્રણાલીમાં અંતર હોવાના કારણે વિવાદ ઊભો થવાની પરિસ્થિતિ બની રહી છે. દરેક પરિસ્થિતિના બે સ્તર હોય છે અને દરેક પોતાની દૃષ્ટિથી પરિસ્થિતિને જોવે છે.

કરિયરઃ- કળા શાખાના વિદ્યાર્થી નવી શરૂઆત કરશે.

લવઃ- પાર્ટનરનો ઈગો તમારા મનને દુઃખી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચશ્માના નંબર ચેક કરાવો. માથાનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

-------------------------------

તુલાઃ- THE CHARIOT

પરિવાર સાથે માનસિક અને આર્થિક રીતે સહયોગ મળશે. પરિવારના કોઇ પુરૂષને પાર્ટનરશિપમાં લીધેલો બિજનેસ સફળ રહેશે. ઘરના બિઝનેસમાં આર્થિક પ્રગતિ, સંબંધીઓ સાથે મેલજોલ જળવાયેલો રહેશે.

કરિયરઃ- સ્પર્ધા પરીક્ષાની તૈયારીમાં યશ મળશે.

લવઃ- પાર્ટનર સાથે વિતાવેલો સમય સંબંધોથી ફરી મિઠાસ ભરી દેશે.

સ્વાસ્થ્યઃ- 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પેટનો દુખાવો થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

-------------------------------

વૃશ્ચિકઃ- NINE OF CUPS

આજના દિવસનો પૂર્ણ આનંદ લો. અભ્યાસમાં અદભૂત જાગરૂતતા અને રસ રહેશે. લગ્ન યોગ્ય વ્યક્તિ મનગમતો સાથી મેળવવામાં સફળ રહેશે. પરિવાર સાથે ગેટ ટૂ ગેધરનો અવસર મળશે. જીવન પ્રતિ જે પણ તણાવ હોત તે આજે દૂર થશે.

કરિયરઃ- કોઇપણ પ્રકારના કરિયરમાં તરત રૂપિયા મેળવવાનો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સમાં વિશ્વાસ વધારે દઢ થશે.

સ્વાસ્થ્યઃ- શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

-------------------------------

ધનઃ- TWO OF SWORDS

ક્યારેક પરિસ્થિતિ આગળ વધતી નથી કેમ કે, તમે તેના માટે તૈયાર નથી અથવા તમારી પાસે સારો અવસર આવશે. તમારા જીવનની સ્થિરતા અધોગતિ નથી. આ વાતનું ધ્યાન રાખો.

કરિયરઃ- તમારા કામ સાથે એક અન્ય રૂપિયા કમાવાનો સ્ત્રોત પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરની આર્થિક પ્રગતિથી સંતોષ થશે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુ કે પેટમાં દુખાવાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

-------------------------------

મકરઃ- THREE OF WANDS

તમે કિસ્મત ઉપર વધારે નિર્ભર રહો છો. જીવનમાં કિસ્મત સાથે-સાથે કર્મ કરવા પણ જરૂરી છે. આળસ ટાળી મહત્ત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં કરો. લક્ષ્ય મેળવવા માટે અનેક કામ લક્ષ્યની દિશામાં કરવા પડી શકે છે.

કરિયરઃ- રૂપિયા સાથે જોડાયેલાં વ્યવહારમાં પારદર્શિતા જરૂરી છે.

લવઃ- યુવા કપલ સાથે દિવસ પરેશાનીભર્યો રહેશે.

સ્વાસ્થ્યઃ- અતિ શીતળ અને અતિ ગરમ પદાર્થોનું સેવન ન કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------------

કુંભઃ- FOUR OF WANDS

તમારું કામ કરવા માટે કોઇની આગળ નમવાની જરૂરિયાત નથી. સરકારી ઓફિસરને કોઇ ઘટનાનો અચાનક સામનો કરવો પડશે. આજનો દિવસ આવનાર દિવસોની યોજનામાં લગાવો.

કરિયરઃ- કોઇપણ કામની યોજના બનાવીને જ કરો

લવઃ- પૂર્વ પ્રેમી સાથે મુલાકાત ફરીથી સંબંધ જોડવાનો અવસર નથી.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફનો ઉકેલ ભાવનિક સ્તરે કામ કરવાથી મળશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 4

-------------------------------

મીનઃ- JUDGEMENT

તમારા મનની કોમળતાનો કોઇ ફાયદો ઉઠાવી રહ્યું છે. તમારી સીમાથી બહાર આવીને કોઇની મદદ ન કરો. મિત્રને આપેલાં રૂપિયા પાછા મળવાની સંભાવના નથી. આઈટીમાં કામ કરતા લોકો પોતાના કામ સાથે જોડાયેલાં કાર્ય ઉપર જ ધ્યાન આપે.

કરિયરઃ- ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાના રૂપિયા ગુમાવી શકે છે.

લવઃ- પાર્ટનરના દુર્વ્યવહારની વાત જાણવા મળશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર કાબૂ રાખો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2