ટેરો રાશિફળ:સોમવારે કન્યા રાશિના લોકોને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર મળશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 6 જુલાઈના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Queen of Coins
આજનો દિવસ તમારા માટે નિરાશાભર્યો રહી શકે છે. થોડાં પરિણામ તમને પ્રભાવિત કરી શકે છે પરંતુ તમે તમારા પ્રયાસોથી પરિસ્થિતિ ઉપર વિજય મેળવી શકશો. થોડાં જૂના મિત્રો સાથે મુલાકાત કરવાનો અવસર મળશે.

કરિયરઃ- લક્ષ્ય મેળવવા માટે થોડી વધારે મહેતન કરવી પડશે.
લવઃ- આજે પરિવાર સાથે ક્યાંક ફરવા જઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને સ્વાસ્થ્ય તરફથી ચિંતામાંથી મુક્તિ મળી શકે છે.

------------------------------------

વૃષભઃ- Justice
આજે તમને તમારી શંકાઓનું સમાધાન મેળવવા માટે પ્રયાસ કરવા પડશે. થોડાં કાર્યોમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. તે તમારા માટે વધારે લાભના અવસર લાવશે. તમારી મહેનતમાં કોઇ ખામી આવવા દેશો નહીં.

કરિયરઃ- પ્રોજેક્ટને ડેડલાઇનમાં પૂર્ણ કરી શકશો.
લવઃ- કુંવારા લોકો માટે આજનો દિવસ ફળદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને થોડું ગંભીર રહો તેવી શક્યતા છે.

------------------------------------

મિથુનઃ- The Emperor
જીવનની ભાગદોડમાં વ્યક્તિ ક્યારેક-ક્યારેક તેમના જીવનના લક્ષ્યને ભૂલી જાય છે. આજે તે લક્ષ્યને ઓળખવાનો પ્રયાસ કરો અને તેના તરફ આગળ વધો. જો આર્થિક દ્રષ્ટિએ સ્થિતિ અનુકૂળ નથી તો થોડાં સમય બાદ સામાન્ય થઇ જશે. તમારા ઉપર વિશ્વાસ રાખો.

કરિયરઃ- તમારા વિચારોને વ્યક્ત કરો.
લવઃ- એક આખો દિવસ પરિવારજનોને આપો.
સ્વાસ્થ્યઃ- આજે કોઇ રોગ પરેશાન કરી શકે છે.

------------------------------------

કર્કઃ- Nine of Cups
આજે તમારે તમારી ભાવનાઓના આવેગથી પોતાને બચાવવા પડશે. પરિસ્થિતિઓના બહાવમાં કોઇ નિર્ણય લેશો નહીં. તે તમને ખોટી દિશામાં લઇ જઇ શકે છે. તમારા ગમતાં કોઇ કામમાં આજે તમારી ઊર્જાને ખર્ચ કરો.

કરિયરઃ- તમારી યોગ્યતા પ્રમાણે તમારી આવક વધારો.
લવઃ- તમારા વિચાર જ તમારા ભવિષ્યને નિર્ધારિત કરે છે.
સ્વાસ્થ્યઃ- તમારા માટે થોડી સમસ્યાઓ પાચન તંત્ર સાથે જોડાયેલી હોઇ શકે છે.

------------------------------------

સિંહઃ- Two of Pentacles
આજે તમને થોડાં લોકો પાસેથી મહત્ત્વપૂર્ણ સલાહ મળી શકે છે, તમારે સ્વાસ્થ્યને લઇને કરિયર સુધી કોઇ મામલે અનુભવી લોકો પાસેથી સલાહ લેવી પડી શકે છે. અંતરાત્માનો અવાજ જરૂર સાંભળો.

કરિયરઃ- આજે કામમાં મન લાગશે નહીં.
લવઃ- પ્રિયજન સાથે કોઇ વાત ઉપર તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાનો ઉકેલ લાવો.

------------------------------------

કન્યાઃ- Seven of Swords
આજે તમને તમારા માટે થોડી આધ્યાત્મિક ઉન્નતિનો અવસર મળી શકે છે, કોઇ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળશે. કોઇપણ કાર્ય કે સંબંધમાં વધારે પ્રયાસ કરવાની જગ્યાએ તેને સમય સાથે સંભાળવાનો અવસર આપો.

કરિયરઃ- કામમાં તમારું ફોકસ જાળવી રાખો.
લવઃ- તમને થોડી જૂની વાતો અથવા જૂના સંબંધ પરેશાન કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- જૂની બિમારીઓ પરેશાન કરી શકે છે.

------------------------------------

તુલાઃ- Temperance
આજે તમારે થોડાં અવસરને જવા દેવા જોઇએ નહીં. કોઇ તરત લાભ આપનારી સ્થિતિ તમારા માટે ભવિષ્યમાં પરેશાની ઊભી કરી શકે છે. આજનો દિવસ સારો રહેશે. સામાજિક મેલજોલમાં દિવસ વિતશે.

કરિયરઃ- બેરોજગાર માટે દિવસ સારો રહેશે.
લવઃ- કુંવારા લોકો નવા વ્યક્તિને મળી શકે છે, જેમની સાથે ભવિષ્યમાં સારા સંબંધ બંધાશે.
સ્વાસ્થ્યઃ- કોઇ ઇલાજથી લાભ મળી રહ્યો નથી તો કોઇ બીજી પદ્ધતિનો ઉપયોગ કરો.

------------------------------------

વૃશ્ચિકઃ- Four of Pentacles
આજે તમારે પોતાના માટે સમય કાઢવાની જરૂરિયાત છે. તમારા વિચારેલાં કાર્યો પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપો. જીવનમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને અપનાવો. તમે તમારી યોગ્યતા ઉપર શંકા કરશો નહીં.

કરિયરઃ- કરિયરને લઇને આત્મવિશ્વાસમાં ઘટાડો આવવા દેશો નહીં.
લવઃ- કોઇ ઉપર હંમેશાં નિર્ભર રહેશો તો તણાવ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાઓથી દૂર રહેવાની કોશિશ કરો.

------------------------------------

ધનઃ- Three of Wands
આજે તમે તમારા વિચાર પ્રમાણે કામ કરવાની કોશિશ કરો. થોડાં લોકો તમને ડિમોટિવેટ કરી શકે છે, જેથી તમે થોડાં નર્વસ રહેશો. તમારી ખામીઓની જગ્યાએ તમારા ગુણો ઉપર ધ્યાન આપો.

કરિયરઃ- આજે તમને પ્રમોશનને લઇને વાત કરવાનો અવસર મળશે.
લવઃ- પ્રિયજન સાથે સમય વિતાવવાનો અવસર મળશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

------------------------------------

મકરઃ- Page of Cups
આજે તમે પરિવાર સાથે કોઇ વેકેશન ઉપર જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. આ સમય તેના માટે અનુકૂળ છે. તમને આર્થિક લાભના યોગ પણ મળી રહ્યા છે. જૂના કરેલાં રોકાણથી આજે ધનલાભ થવાના યોગ છે.

કરિયરઃ- તમારે તમારા અધિકારો ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- સંબંધોમાં આત્મસન્માન જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે થોડો સમય નિયમિત રૂપથી કાઢો.

------------------------------------

કુંભઃ- The Moon
આજનો દિવસ તમારા માટે થોડાં નવા અવસર મળવાનો છે. કરિયર માટે તમને નવા વિચાર કરવાનો અવસર મળશે. કોઇ પ્રસ્તાવ પણ મળી શકે છે. કોઇની વાતથી એટલું પ્રભાવિત થવું નહીં

કરિયરઃ- ઓફિસમાં આજે ફોકસ ઓછું રહેશે.
લવઃ- અંગત જીવનમાં કોઈ દેખાડો ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુધારા માટે આધ્યાત્મિક સાધના અને વ્યાયામની મદદ લો.

------------------------------------

મીનઃ- The Star
કોઇ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. તમારી યોગ્યતા ઉપર તમે વિશ્વાસ રાખો. કોઇપણ વાતને લઇને એટલાં પ્રભાવિત થવું નહીં. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આજે કોઇ રોમેન્ટિક સંબંધની શરૂઆત થઇ શકે છે.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળશે.
લવઃ- પ્રિયજન સાથે સારો સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતા કરશો નહીં.

અન્ય સમાચારો પણ છે...