તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THE STAR કાર્ડ પ્રમાણે કન્યા રાશિના જાતકોનો સમય મનગમતી વ્યક્તિ સાથે પસાર થશે, માનસિક શાંતિ મળશે

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

5 એપ્રિલ , સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KING OF PENTACLES

પૈસાના રોકાણ સંબંધિત માહિતી પામવાના પ્રયત્ન કરશો. ઘરમાં આર્થિક વ્યવસ્થા ઠીક કરવાના તમે પ્રયત્ન કરશો. જીવનશૈલી સંબંધિત જાગૃતતા વધશે.

કરિયરઃ- કામ સંબંધિત વાત અને જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે તમારું કામ સરળ બનશે.

લવઃ- મનગમતી વ્યક્તિનું માગુ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને હાડકાં સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

--------------------------------

વૃષભઃ- TWO OF WANDS

જીવનમાં આગળ વધવાની ચાહ હંમેશાં રહેશે. કોઈ એક વાત પર ટકી રહેવાથી સંતુષ્ટની ભાવના મળશે. તમારે હાલ સ્થિર રહેવાની જરૂર છે. તેનાથી આત્મવિશ્વાસ વધશે.

કરિયરઃ- પૈસા સંબંધિત ચિંતા વધી શકે છે. નોકરીમાં મોટો ફેરફાર આવી શકે છે.

લવઃ- પાર્ટનરની વાતો પર ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------------------

મિથુનઃ- QUEEN OF SWORDS

તમારા જીવનમાં એકલતા રહશે અને કેટલાક નિર્ણય પર લોકોનો સાથ નહિ મળે. તેને લીધે કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. તમે આત્મવિશ્વાસ નહિ રાખો ત્યાં સુધી લોકો તમારા પર વિશ્વાસ નહિ રાખે.

કરિયરઃ- કામનું ફોકસ વધવાથી કામ જલ્દી પૂરા થશે. સકારાત્મક અસર જોવા મળશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત નિર્ણય લેતાં પહેલાં પાર્ટનર વિશે પૂરી માહિતી જાણી લો.

સ્વાસ્થ્યઃ- શુગર સંબંધિત સમસ્યાને કારણે શરીરમાં થાક લાગી શકે છે.

શુભ રંગઃ- નીલો

શુભ અંકઃ- 5

--------------------------------

કર્કઃ- FIVE OF SWORDS

કોઈ વાત પર જ તમારું મન રોકાયેલું રહેશે. તેની અસર તમારા મૂડ પર રહેશે. તમારો માર્ગ યોગ્ય છે. તમારા પ્રયાસ વધારવાનો પ્રયત્ન કરો. પરિવારના લોકો તમારાથી નારાજ રહેશે.

કરિયરઃ- કામ સંબંધિત 2-3 મહત્ત્વપૂર્ણ વાત પ્રગતિ લાવશે.

લવઃ- લવલાઈફ પર ધ્યાન આપવા માટે હાલ સમય યોગ્ય નથી.

સ્વાસ્થ્યઃ- લીલાં શાકભાજીનું સેવન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------------

સિંહઃ- STRENGTH

તમારા મનોબળથી તમે મુશ્કેલ પરિસ્થિતિ પર નિયંત્રણ પામશો. કયા વ્યક્તિ સાથે કેવું વર્તન રાખવું તેની તમને જાણ છે જેથી તમે વ્યક્તિ સાથે ગાઢ સંબંધ નિભાવી શકશો.

કરિયરઃ- પશુ વ્યવસાય સંબંધિત લોકોને ફાયદો થશે.

લવઃ- પાર્ટનરને થતી તકલીફ જાણવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂરી ન થવાથી અને ડાયટ યોગ્ય ન લેવાથી અપચો થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------------

કન્યાઃ- THE STAR

તમે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી શકશો. મનગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી તમારામાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. મનમાં રાખેલી વાત કોઈ વ્યક્તિને કહેવાથી માનસિક શાંતિ મળશે.

કરિયરઃ- નોકરી અથવા બિઝનેસ બંનેમાંથી કોઈ એકની પસંદગી તમારે કરવી પડશે.

લવઃ- કામમાં વ્યસ્ત હોવાથી રિલેશનશિપમાં રુચિ ઓછી હશે.

સ્વાસ્થ્યઃ- પાણી પીતાં રહેવું.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------------

તુલાઃ- FOUR OF PENTACLES ​​​​​​​

પૈસાની ચિંતા રહેશે. નકારાત્મકતા રાખવાથી કોઈ વાતોનું સમાધાન નહિ મળે. તમારો સ્વભાવ બદલવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- આર્થિક આવક વધી શકે છે. યોગ્ય રીતે રોકાણ કરવું.

લવઃ- તમારા પ્રેમ સંબંધને પરિવાર તરફથી નકારવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 4

--------------------------------

વૃશ્ચિકઃ- THE WORLD

રોકાયેલા કામ પૂરા થવાથી આનંદ મળશે. અપેક્ષા રાખી હશે તેવા લોકોનો સહયોગ મળશે. ઘર સંબંધિત કોઈ મુશ્કેલ કામ સરળ બની જશે.

કરિયરઃ- વિદેશ સંબંધિત કામમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- પ્રેમ સંબંધમાં આનંદ મળશે.

સ્વાસ્થ્યઃ- મહિલાને યુરિન ઈન્ફેક્શન સંબંધિત તકલીફ થઈ છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------------------------

ધનઃ- FIVE OF PENTACLES

મુશ્કેલ સમયમાં કોણ તમારો સાથ આપે છે એ બાબત જાણવી જરૂરી રહેશે. ભલે કેટલાક લોકો સાથે તમારી વાતચીત યોગ્ય રીતે ન કરતા હોય પણ જ્યારે જરૂર પડી હોય ત્યારે તે લોકો તરફથી જ તમને હંમેશાં મદદ મળી છે. આવા લોકો સાથેના સંબંધને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરો

કરિયર:- સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતોને કારણે તમારા માટે કામ યોગ્ય રીતે કરવું મુશ્કેલ થઈ શકે છે.

લવ:- પાર્ટનર ભલે તમને મદદ કરી શકવામાં સમર્થ ન હોય પણ તે તમારો સાથ નહીં છોડે.

સ્વાસ્થ્ય:- શરીરને થતી ઈજાને અવગણશો નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7
--------------------------------

મકરઃ- THE HERMIT

અત્યારે તમારે દરેક બાબતમાં નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કામમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરશો. પરંતુ જો તમને બ્રેક મળે તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ જરૂરી રહેશે. તમારા પોતાના જીવન અને નિર્ણયોનું અવલોકન તમને તમારી જાત પ્રત્યે સકારાત્મક વલણ આપશે અને સાથે જ બીજાને માર્ગદર્શક બનાવવાની સાથે તમે તમારી જાતને લગતા ઘણા પ્રશ્નોના જવાબો પણ મેળવી શકશો.

કરિયર:- કરિયર ગાઇડન્સ સંબંધિત લોકોને મોટા પાયે કાર્ય મળશે, જેના દ્વારા પૈસા અને નામ બંને મળી શકે છે.

લવ:- પ્રેમ સંબંધોમાં તમને મળતા અનુભવોને કારણે લવ લાઈફ તરફ નકારાત્મકતા આવી શકે છે.

સ્વાસ્થ્ય:- શરીરને આરામ આપવાની ખૂબ જ જરૂર રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9
--------------------------------

કુંભઃ- FOUR OF SWORDS

આજે તમે તમારી પ્રાર્થના શક્તિનો અનુભવ કરશો. તમે પ્રાર્થના કરીને તમારા મનોબળમાં પરિવર્તન જોશો. આ ઉપરાંત, તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સારી રહેશે. તમારામાં આત્મવિશ્વાસ જળવાયેલો હોવાને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે ઝડપથી હાર નહીં માનો.

કરિયર:- વર્કપ્લેસ પર લોકો સાથે થઈ રહેલી ગેરસમજો દૂર થવા લાગશે.

લવ:- ખુલ્લા હૃદયથી જીવનસાથીની બાબતોને સમજવાની જરૂર રહેશે, જેના દ્વારા સંબંધ કેવી રીતે સારો કરી શકાય એ જાણી શકાશે.

સ્વાસ્થ્ય:- પેટ અને છાતીને લગતા વિકારો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

--------------------------------

મીનઃ- PAGE OF WANDS

તમારા માટે દરેક વસ્તુનું અવલોકન કરવું અને તેના વિશે માહિતી મેળવવી સરળ રહેશે, જેના દ્વારા આજે કેટલાક મહત્ત્વપૂર્ણ પાસાંઓ તમારી સામે આવશે. તમારી નજીકના લોકો પ્રત્યેનું તમારું વલણ પણ બદલાઈ શકે છે.

કરિયર:- કામના સ્થળે થઈ રહેલા પરિવર્તન તમારા માટે માનસિક અસ્વસ્થતા લાવી શકે છે, પરંતુ આ તમારા ફાયદા માટે થઈ રહ્યું છે. એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે.

લવ:- તમે તમારી ઉંમરથી નાના વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વધારી શકો છો.

સ્વાસ્થ્ય: આંખ અને માથાનો દુખાવા સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો