ટેરો રાશિફળ:મંગળવારનો દિવસ ટેરો કાર્ડ પ્રમાણે મેષ અને મિથુન જાતકો માટે આર્થિક દૃષ્ટિએ સાવધાન રહેવાનો રહેશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TEN OF WANDS

જીવનમાં નવીનતા લાવવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે. જીવનને લગતી એકલતા તમારા ઉત્સાહને ઘટાડી શકે છે અને ભવિષ્યને લગતી વાતો માટે તમને નિરાશ પણ બનાવી શકે છે.

કરિયરઃ- અપેક્ષા પ્રમાણે આર્થિક આવક ન વધવાના કારણે તણાવ અનુભવ થઈ શકે છે

લવઃ- તમારી વાતોમાં વધારે ગુંચવાયેલાં રહેવાના કારણે રિલેશનશિપને લગતી વાતોથી દૂર જ રહેશો.

સ્વાસ્થ્યઃ- ઊંઘની ખામી તકલીફ વધારી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------------

વૃષભઃ- SIX OF CUPS

નજીકના વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થવાની શક્યતા છે. આ વ્યક્તિ દ્વારા તમને તમારી સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થશે. પ્રોપર્ટીને લગતી વાતો આગળ વધારી શકો છો. પ્રોપર્ટીની ખરીદદારી માટે જો આર્થિક મદદની જરૂરિયાત હોય તો મિત્ર દ્વારા તે મદદ મળી શકે છે.

કરિયરઃ- કળાક્ષેત્ર કે ફેશનને લગતા લોકોને અપેક્ષા પ્રમાણે પ્રોજેક્ટ પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક ઇન્ફેક્શન અને ઇમ્યૂનિટીને ઠીક કરવા માટે સમય લાગશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------------

મિથુનઃ- EIGHT OF WANDS

તમારા સીમિત વિચારોની સીમાને તોડવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. જે લોકો સાથે અંતર વધી રહ્યું છે તેમની સાથે સંબંધ ઠીક કરવા માટે તમારા દ્વારા કોશિશ વધારવામાં આવશે.

કરિયરઃ- રૂપિયાને લગતો મોટો આર્થિક વ્યવહાર શરૂઆતમાં તકલીફ આપી શકે છે.

લવઃ- લવ રિલેશનમાં આવતા વિઘ્નો ઓછા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફને ઇગ્નોર ન કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

----------------------------

કર્કઃ- TEN OF PENTACLES

પરિવાર સાથે વિતાવેલાં સમયમાં તમને આનંદ મળી શકે છે. થોડો સમય આત્મપરીક્ષણ માટે પણ કાઢો ત્યારે જ તમને તમારા લક્ષ્ય પ્રત્યે સ્પષ્ટતા અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતી ડેડલાઈનને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપને લગતા વિચાર કરવા માટે હાલ સમય યોગ્ય નથી

સ્વાસ્થ્યઃ- ગરમ અને મસાલેદાર ભોજન કરવાનું ટાળો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

----------------------------

સિંહઃ- EIGHT OF CUPS

તમારા ઉપર બની રહેલી જવાબદારીઓ પૂર્ણ થયા પછી જ તમે વ્યક્તિગત વાતોમાં ધ્યાન આપી શકશો. તમારી આસપાસના લોકોના જીવનમાં નિરાશા વધી શકે છે.

કરિયરઃ- જે લોકો પારિવારિક વેપાર સાથે જોડાયેલાં છે તેમણે મુશ્કેલ નિર્ણય લેવો પડી શકે છે.

લવઃ- વ્યક્તિગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાના કારણે પાર્ટનર્સ એકબીજા તરફ ધ્યાન આપી શકશે નહીં

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને ઊંઘને લગતી બેચેનીના કારણે થાક અનુભવ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------------

કન્યાઃ- KING OF WANDS

તમને તમારો ઉદેશ્ય સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. જેને લગતી હાલ કોઈ સાથે ચર્ચા કરવા માટે તમે તૈયાર નથી પરંતુ મનમાં જે પાક્કો નિર્ણય કર્યો છે તેને લગતા પગલા તમારા દ્વારા ઉઠાવવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લગતી તમને સોંપવામાં આવેલી જવાબદારી તમે પૂર્ણ રીતે નિભાવી શકશો.

લવઃ- જૂની વાતો અંગે વિચારીને પોતાને તકલીફ આપશો નહીં

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા ઠીક થવા લાગશે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

----------------------------

તુલાઃ- KING OF CUPS

પરિવારની મહત્ત્વપૂર્ણ વાતોમાં તમારું યોગદાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે નહીંતર લોકોની દૃષ્ટિકોણ તમારા પ્રત્યે નકારાત્મક બની શકે છે. તમે જાતે જ કોઈ જવાબદારી ઉઠાવવાની કોશિશ કરો ત્યારે જ તમે વાતના ઊંડાણને સમજવાની કોશિશ કરશો.

કરિયરઃ- વિદેશને લગતું કામ કરનાર લોકોને કામ અંગે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- વ્યક્તિગત વાતોની પાર્ટનર સાથે થઈ રહેલી ચર્ચાને ગુપ્ત રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- દાંતને લગતી સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

----------------------------

વૃશ્ચિકઃ- PAGE OF SWORDS

અનેક પ્રકારના લોકો સાથે તમે જોડાયેલાં રહેશો અને દરેક વ્યક્તિને મહત્ત્વ આપવાના કારણે કોઈપણ રિલેશનશિપમાં તમે સંતુલન જાળવી શકસો નહીં. જેના કારણે તમારું જ વધારે નુકસાન થવાની શક્યતા છે.

કરિયરઃ- કામને લગતી દરેક સમસ્યા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર સાથે યોગ્ય વાત ન થવાના કારણે એકબીજા સાથે વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદીના કારણે સ્વાસ્થ્યને લગતો ફેરફાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

----------------------------

ધનઃ- QUEEN OF CUPS

દરેક વ્યક્તિની અંદર નકારાત્મક વાતોને મહત્ત્વ આપવાના કારણે કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ રહેલી ભૂલોને માફ કરી શકશો નહીં કે કોઈ સાથે ઊંડાણ સાથે સંબંધ પણ બનાવી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતી વાતોમાં આવી રહેલાં ફેરફાર સાથે પોતાને બદલવા તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલાયેલી થોડી વાતોને ગંભીરતાથી ન લેવાના કારણે તમને પછતાવો અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાઈરોઈડ કે હોર્મોનલની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------

મકરઃ- FOUR OF WANDS

પ્રોપર્ટી કે મોટી ખરીદદારીને લગતો વિચાર કરી શકાય છે જેના માટે પરિવાર સાથે મળવું તમારા માટે જરૂરી રહેશે. તમારી અંદર સંયમ ઓછો થતો તમને અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવતા કાર્યને યશ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નને લગતા નિર્ણય આગળ વધવા લાગશે.

સ્વાસ્થ્યઃ- સાંધાને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

----------------------------

કુંભઃ- THE EMPEROR

તમારી સાથે જોડાયેલાં લોકો ગેર જવાબદાર વ્યવહારના કારણે તમારું પણ નુકસાન થવાની શક્યતા છે. મહત્ત્વપૂર્ણ કાર્યોને કોઈને સોંપશો નહીં કે કોઈ વ્યક્તિ ઉપર તમે નિર્ભર રહેશો નહીં

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં મોટા અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે વધી રહેલાં મતભેદના કારણે પાર્ટનર સાથે રિલેશનશિપમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી સમસ્યા વધારે તકલીફ દાયક રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

----------------------------

મીનઃ- NINE OF CUPS

પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો હોવા છતાંય તેના પ્રત્યે કોઈપણ પ્રકારનું કામ ન કરવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. જે કામના કારણે તમને તરત ફાયદો જોવા મળી રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા છે.

કરિયરઃ- લોકો સાથે પોતાની પ્રગતિની સરખામણી થોડી હદે સમાધાન અપાવી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને સુખ સમાધાન પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ઇન્યુનીટી ઓછી થવાથી સ્વાસ્થ્યને લગતી નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2