ટેરો રાશિફળ:શુક્રવારે ટેરો કાર્ડ PAGE OF CUPS પ્રમાણે મિથુન રાશિના લોકોને કામ સંબંધિત મળી રહેલી તક લાભદાયી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

5 નવેમ્બર, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- JUDGEMENT

ભવિષ્ય વિશે વિચાર્યા કરવાથી મન વ્યથિત રહી શકે છે. એટલા માટે જ જ્યાં સુધી જે તે ઘટના બને નહીં ત્યાં સુધી તેના વિશે નકારાત્મક વિચારો કરવાનું ટાળવું. તમે કરેલી મહેનતનું ફળ તમને મળી રહ્યું છે, એટલે લોકો દ્વારા થતી ટિપ્પણી અને તેમના દૃષ્ટિકોણ પ્રમાણે તમારી જાતને બદલવાનું સદંતર બંધ કરી દો.

કરિયરઃ- કામને કારણે સમાજમાં માન-સન્માનની સાથોસાથ તમને એક આગવી ઓળખ પણ મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં અત્યારે વાતચીત બંધ થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિનું અવલોકન કરીને એકબીજાની વાતોને સમજવાની કોશિશ પણ કરવી પડશે.

સ્વાસ્થ્યઃ- વધુ પડતી આળસ અને થાક રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5
---
વૃષભઃ- QUEEN OF WANDS

જે વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં કડવા અનુભવ થયેલા, તે તમારી નજીક આવવાનો પ્રયાસ કરશે. અત્યારના સમયમાં તમારે માત્ર વાતોનું પરીક્ષણ કરવાનું છે. તાત્કાલિક તમારો અભિપ્રાય કે દૃષ્ટિકોણ બનાવવાનો પ્રયાસ કર્યા વિના જેવા છો તેવા જ દેખાવાની કોશિશ કરો. પહેલાં જે વાતોને તમે જાણ્યે-અજાણ્યે અવગણતા હતા, તે વાતો હવે સ્પષ્ટરૂપે સામે આવશે. કરિયરઃ તમે ઉપાડેલી કામ સંબંધિત જવાબદારી મહત્ત્વપૂર્ણ છે, એટલે કોઈ કામમાં કોઇપણ જાતની ભૂલ થવા ન દેશો. લવઃ જ્યાં સુધી રિલેશનશિપમાં વાત પાકે પાયે ન થાય, ત્યાં સુધી તેની ચર્ચા કોઇની સાથે ન કરશો.

કરિયરઃ- કામ સંબંધિત તમારા દ્વારા ઉઠાવવામાં આવેલી જવાબદારી મહત્ત્વપૂર્ણ છે.

સ્વાસ્થ્યઃ- થાક અને નબળાઈને કારણે ચીડિયાપણું અનુભવાઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2
---
મિથુનઃ- PAGE OF CUPS

અચાનક પરિસ્થિતિમાં આવેલા પરિવર્તનને કારણે શરૂઆતમાં આનંદ અનુભવાશે, પરંતુ પરિસ્થિતિનું યોગ્ય અવલોકન ન કરી શકવાને કારણે પસ્તાવો થવાની શક્યતા પણ સર્જાઈ રહી છે. કોઇપણ વ્યક્તિને પૈસા ઉધાર આપશો નહીં. પૈસા સંબંધિત લેવડદેવડ પણ અત્યારે ન કરશો. તમારા પ્રત્યે લોકોની ગેરસમજમાં વધારો થઈ શકે છે. આથી તમારા વ્યવહારમાં યોગ્ય રીતે સમજી વિચારીને જ આગળ વધવું.

કરિયરઃ- કામ સંબંધિત મળી રહેલી તક તમારા માટે લાભદાયી છે, પરંતુ કામની જવાબદારી પણ વધતી દેખાશે. તેને લીધે આગળ જતાં કરિયરમાં સ્ટ્રેસ પેદા થઈ શકે છે.

લવઃ- પાર્ટનર સામે ચાલીને પોતાની ભૂલો સુધારવાની કોશિશ કરશે. તમારી સાથે સંબંધ સુધારવા માટે પણ તેઓ પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- થોડી શરદી-ઉધરસની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4
----
કર્કઃ- KNIGHT OF CUPS
કામની શરૂઆત કરતી વખતે ઉદાસી જેવું લાગ્યા કરશે, પરંતુ જેમ જેમ કામ આગળ વધતું જશે તેમ તેમ તમારો ઉત્સાહ પણ આવતો જશે. જે બાબતોમાં તમારી લાગણીઓ અટવાયેલી છે, તે વિશે વિચારતી વખતે વિશ્વાસુ વ્યક્તિની મદદ લેવી જરૂરી છે. ભાવુક થઇને તમે ખોટું પગલું ભરી બેસો તેવું બની શકે છે, જે તમારા માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

કરિયરઃ- કરિયર સંબંધિત વાતોમાં અપેક્ષા અનુસાર પરિવર્તન આવતું દેખાશે, પરંતુ ધીમી ગતિ હોવાને કારણે બેચેની અને કામ પ્રત્યે થોડી નકારાત્મકતા આવી શકે છે.

લવઃ કોઈ વ્યક્તિની સાથે તમે રિલેશનશિપ શરૂ કરવા માગતા હો, તો તમારા ભૂતકાળ વિશેની મહત્ત્વની વાતો તે વ્યક્તિને અચૂક જણાવી દેશો.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને શુગરને કારણે થાક અનુભવાશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3
---
સિંહઃ- THE HERMIT

આજનો દિવસ સમજી વિચારીને યોજનાઓ બનાવવા માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. જેટલો સમય તમે એકાંતમાં વીતાવશો, તેટલા સવાલોના જવાબ તમને મળવાના છે. એટલા માટે જ લોકોની સાથે ઓછામાં ઓછું કમ્યુનિકેશન કરો અને જે પણ વાતે વિચારવાનું હોય તેનો ઉલ્લેખ અત્યારે ન કરવો એ જ તમારા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- તમારા કરિયરમાં ઉચ્ચ સ્થાન મેળવેલી વ્યક્તિએ નવા લક્ષ્ય વિશે વિચારવાની જરૂરિયાત છે.

લવઃ- પાર્ટનરની વાતો પર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થશે. તેમની અપેક્ષાઓને ન સમજી શકવાને કારણે રિલેશનશિપમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ-વધુ પડતી દોડધામને કારણે પગમાં દુખાવો થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1
---
કન્યાઃ- TEN OF SWORDS

આવનારા થોડા દિવસમાં તમારા પર નવી જવાબદારીઓ આવી શકે છે, જેના માટે અત્યારે તમે તૈયાર નથી. માનસિક રીતે પણ અમુક બાબતો પ્રત્યે તૈયાર ન હોવાને કારણે દરેક નાની વાતનો સ્ટ્રેસ તમને થયા કરશે. કોઇની પણ સાથે થઈ રહેલા કોઇપણ ઝઘડાને વધવા ન દેશો. જેટલું શક્ય બને તેટલું ઝઘડો અને વિવાદોને ટાળવા એ જ તમારા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- કામ સંબંધિત અમુક બાબતો ગુપ્ત રાખવી જરૂરી બનશે.

લવઃ જૂની રિલેશનશિપ વિશે વધુ પડતું વિચાર્યા ન કરશો. વારંવાર તેની ચર્ચા કર્યા કરવાથી તમે તમારાં દુઃખોને ભૂલી નહીં શકો.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

--------------

તુલાઃ-PAGE OF SWORDS

કોઈપણ બાબત વિશે સ્પષ્ટ રીતે જાણકારી પ્રાપ્ત ન થવાને કારણે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી થશે અને લોકો તમને બેજવાબદાર કહેવાના કારણે તમારો વિશ્વાસ ઓછો થશે. જે લોકો તમારી ટિપ્પણી કરી રહ્યા છે તેવા લોકો સાથે અંતર રાખવું અત્યારે જરૂરી છે.

કરિયરઃ-તમારા કામ સંબંધિત પારંગત વ્યક્તિ જેને તમે તમારા આદર્શ માનો છો તેમના દ્વારા કેટલીક તકલીફ થવાની આશંકા છે.

લવઃ- વાતોનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે ન કરવાના કારણે પાર્ટનર દ્વારા અજાણતામાં તમારા સંબંધોમાં મૂંઝવણ ઉભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા રહેશે. શુભ રંગઃ-ઓરેન્જ

શુભ અંકઃ-7

------------------------------------------

વૃશ્ચિકઃ- KNIGHT OF SWORDS

જીવન જે રીતે આગળ વધી રહ્યું છે તે રીતે તમારે તમારી માનસિકતામાં ફેરફાર લાવવાની જરૂરિયાત છે. તમારા સપના અને રાખવામાં આવેલી અપેક્ષા મોટી છે પરંતુ મહેનત અને સપનાઓનો તાલમેલ ન થવાને કારણે યોગ્ય પ્રાપ્તિ નહીં થાય.

કરિયરઃ- તમે તમારું કામ યોગ્ય રીતે ન કરી શકવાને કારણે ટિપ્પણીનો સામનો કરવો પડી શકે છે. લવઃ- રિલેશનશિપ સંબંધિત બાબતોમાં ઉતાવળ ન કરવી.

સ્વાસ્થ્યઃ- છાતી સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ-વાદળી

શુભ અંકઃ- 9

------------------------------------------

ધનઃ- THE FOOL

તમારી વાતો વિચારવાથી જ તમને લોકોની મુશ્કેલીઓનો ખ્યાલ નથી આવી રહ્યો. તે ઉપરાંત દરેક વ્યક્તિ દ્વારા રાખવામાં આવેલી અપેક્ષાઓના કારણે તમે એકલતા અનુભવશો. કેટલા લોકો તમારો સાથ જરૂરથી આપશે પરંતુ એકબીજા પ્રત્યે પેદા થયેલી કડવાશના કારણે સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે.

કરિયરઃ કરિયરને યોગ્ય બનાવવા માટે કરવામાં આવેલા પ્રયત્નમાં સફળતા મળશે. લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થઈ રહેલું પ્રોત્સાહન ખોટી વાતો માટે છે કે ફાયદાકારક તે વિશે વિચારવું.

સ્વાસ્થ્યઃ- સુગર સંબંધિત સમસ્યા વધવાને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 6

------------------------------------------

મકરઃ- ACE OF WANDS

અટવાયેલા કામને આગળ વધારવા માટે જે માધ્યમની તમને જરૂરિયાત હશે, તે સરળતાથી પ્રાપ્ત થશે. અત્યારે જે લોકો દ્વારા તમને મદદ પ્રાપ્ત થઈ રહી છે તેનો વધારે ઉપયોગ કરીને તમે તમારા જીવનને વધુ સારું બનાવી શકો છો.

કરિયરઃ- વિદેશ સંબંધિત કામ કરવાની તક અચાનક પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપમાં અચાનક સકારાત્મક ફેરફાર જોવા મળશે.

હેલ્થઃ- પાઈલ્સની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

------------------------------------------

કુંભઃ- TWO OF WANDS

જીવનમાં જે બાબતોના કારણે આરામ અને રાહત મહેસૂસ થઈ રહી છે તે વાતો વિશે વિચાર કરવો. તમારી અંદર સકારાત્મકતા વધતી જોવા મળશે, જે તમારી અંદર જીવનને સારું બનાવવા માટે હિંમત જાગૃત કરી શકે છે.

કરિયરઃ- એકથી વધુ વેપાર કરનારા લોકોને અત્યારે નવા કામ વિશે વિચારવું નહીં.

લવઃ- પતી-પત્નીની વચ્ચે સંબંધો સુમેળ રહેશે.

હેલ્થઃ- પરિવારના લોકોની સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

------------------------------------------

મીનઃ- QUEEN OF SWORDS

જૂની કેટલીક સમસ્યાઓ હંમેશાં માટે દૂર થવાને કારણે વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમારું લક્ષ્યાંક નક્કી કરવામાં સરળતા રહેશે. દરેક વ્યક્તિની સાથેના સંબંધોનું અવલોકન જરૂરથી કરો જેથી તમારી આસપાસ સરાકારાત્મક ઉર્જા જળવાઈ રહે.

કરિયરઃ- જે કામમાં તમને રસ છે એવા કામને કરિયર તરીકે અપનાવો.

લવઃ- જે લોકો અલગ થવા માગે છે તેઓ એ સમજી વિચારીને નિર્ણય લેવો

સ્વાસ્થ્યઃ- બીપી સંબંધિત સમસ્યા અચાનક વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9