તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:બુધવારે કુંભ જાતકોના પરિવારના કોઇ વ્યક્તિ દ્વારા પરિવારની શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવી શકે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 મે, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- NINE OF PENTACLES

બેકારની વાતોને ઇગ્નોર કરીને કામ ઉપર વધારે ફોકસ વધારવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. કામ શરૂઆતમાં મુશ્કેલ લાગશે પરંતુ કોશિશ સાથે અને તમારા ફોકસ દ્વારા કામને જલ્દી તમે અંજામ સુધી પહોંચાડી શકશો.

કરિયરઃ- કામને લઇને નક્કી કરેલાં ટાર્ગેટને આજે જ પૂર્ણ કરવાની કોશિશ કરો

લવઃ- તમારી અંદર વધતી નિરાશા અને ગુસ્સાને ઘટાડવા માટે પાર્ટનર મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં વધતી બળતરા તકલીફ દાયક સાબિત થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------------

વૃષભઃ- JUSTICE

કોર્ટને લગતી વાતોને ઉકેલવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. જે પ્રોપર્ટીના કારણે ઘરમા વાદ-વિવાદ થઈ રહ્યો છે, તેને લઇને ઘરના લોકો સાથે ચર્ચા કરો. રૂપિયાને લગતો વ્યવહાર સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે.

કરિયરઃ- તમારી અને તમારા કામની સરખામણી કોઇ અન્ય સાથે થવાના કારણે તમે દબાણનો અનુભવ કરશો.

લવઃ- પાર્ટનર સાથે ચર્ચા કરતી સમયે પારદર્શિતા રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- ખભાને લગતો દુખાવો દૂર કરવા માટે ફિઝિયોથેરાપીની મદદ લો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

----------------------------

મિથુનઃ- ACE OF SWORDS

જો કોઈના સ્વભાવના કારણે તમને તકલીફ થઈ રહી છે તો તે વાતને યોગ્ય રીતે વ્યક્ત કરવાની જરૂરિયાત રહેશે. તમારા મનમાં વધી રહેલાં ગુસ્સાના કારણે તમે વધારે અસ્થિરતાનો અનુભવ કરશો.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પાર્ટનર સાથે જરૂરિયાત કરતા વધારે વિવાદમાં ઉતરશો નહીં.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

----------------------------

કર્કઃ- PAGE OF CUPS

અનેક કામ આજે સરળતાથી પૂર્ણ થઇ જશે. જેમની વાતો ઉપર આજે તમારે વધારે ફોકસ કરવાની કોશિશ કરશો તેને લઇને તમને પ્રગતિ ચોક્કસ જોવા મળી શકે છે. કળા ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

કરિયરઃ- કામને લગતા અટવાયેલું પેમેન્ટ મળી શકે છે.

લવઃ- જે વાતોના કારણે પાર્ટનર સાથે અંતર વધી ગયું હતું તે દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------------

સિંહઃ- KING OF WANDS

કોઇ એક વાતને જ મનમાં નક્કી કરી તેને લગતી કોશિશ કરવી પડશે. પરિવારના લોકમાં થઈ રહેલાં વિવાદમાં તમારે પડવું તમારા જ નુકસાનનું કારણ બની શકે છે. તમારી અંદર વિશ્વાસ અને નિર્ણય ક્ષમતાને વધારવાની જરૂરિયાત છે.

કરિયરઃ- પરિવાર સાથે વેપારને લગતા નિર્ણય લેતી સમયે ફરી વિચારીને આગળ વધવું.

લવઃ- વ્યક્તિગત જીવન અને પાર્ટનરને લગતી વાતોની ચર્ચા બહારના વ્યક્તિ સાથે કરવાનું ટાળો

સ્વાસ્થ્યઃ- કાનને લગતી બીમારી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

----------------------------

કન્યાઃ- FIVE OF PENTACLES

રૂપિયાને લગતી થોડી ચિંતા પરેશાન કરશે. તમારી ક્ષમતાથી વધારે લોકોને મદદ કરવાના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. ભૂતકાળમાં લીધેલં નિર્ણયનો પછતાવો જે તમને થઇ શકે છે.

કરિયરઃ- કરિયરમાં ઇચ્છા હોવા છતાં પણ ફેરફાર ન જોઈ શકવાના કારણે નિરાશા રહેશે.

લવઃ- પાર્ટનર તરફથી તમને પૂર્ણ સહયોગ અને પ્રેરણા મળતી રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ ઈજા ઠીક થવામાં સમય વધારે લઇ શકે છે. જેના કારણે નબળાઈ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------------

તુલાઃ- EIGHT OF PENTACLES

આજે તમને એકાંતમાં સમય વિતાવીને કામને લગતી યોજના બનાવવાની જરૂરિયાત છે. તમે મહેનત કરી રહ્યા છો પરંતુ યોજના ન થવાના કારણે કોશિશ યોગ્ય દિશામાં થઇ રહી નથી.

કરિયરઃ- કામને લગતી વાતો માટે દિવસ તમારા પક્ષમાં છે માત્ર તમારા વિચારોમાં સંતુલન જાળવી રાખવાની કોશિશ કરો

લવઃ- રિલેશનશિપને લગતી નાની-મોટી ભૂલના કારણે પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- લો બીપીને લગતી સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

----------------------------

વૃશ્ચિકઃ- THREE OF PENTACLES

પરિવારને લગતી સમસ્યાને ઉકેલવા માટે પરિવારના બધા લોકો તમને સહયોગ કરશે અને તમારી પોતાની ક્ષમતા પ્રમાણે તકલીફને દૂર કરવાની કોશિશ પણ કરશો જેના કારણે તમારી ઉપર તણાવ ઓછો થવા લાગશે.

કરિયરઃ- યુવાઓને તેમના કાર્યક્ષેત્રમાં યોગ્ય અવસર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્ન સંબંધિત નિર્ણય લેતી સમયે પાર્ટનર અને વિચારોમાં કેટલો મેલજોલ છે તે વાત જાણવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો અને શારીરિક નબળાઈ અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

----------------------------

ધનઃ- THE FOOL

જૂની વાતોને ભૂલવાની કોશિશ તમારા દ્વારા જ કરવામાં આવશે. જે દુઃખથી તમે પસાર થઇ રહ્યા છો તેના પ્રત્યે રાખવામાં આવેલી ભાવનાઓને બદલવાની જરૂરિયાત રહેશે ત્યારે જ તમને તમારા દુઃખથી તમને છુટકારો મળી શકે છે.

કરિયરઃ- યુવાઓએ પોતાના કાર્ય ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનરની તકલીફને દૂર કરવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------------

મકરઃ- THE MAGICIAN

આજે તમે ચોક્કસ કોઇ નિર્ણય સુધી પહોંચી જશો જેના કારણે તમારી પરિસ્થિતિમાં ફેરફાર તો જોવા મળશે સાથે જ તમે તમારા અનુભવો દ્વારા અન્યને યોગ્ય માર્ગદર્શન પણ આપી શકશો.

કરિયરઃ- માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને ટાર્ગેટ પૂર્ણ કરતી સમયે અનેક મુશ્કેલીઓથી પસાર થવું પડી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલાયેલી દરેક વાત ઉપર તરત વિશ્વાસ ન રાખો, ખાસ કરીને રૂપિયાને લગતી વાતો.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને સાંધાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------------

કુંભઃ- THE EMPRESS

પરિવારના કોઇ વ્યક્તિ દ્વારા પરિવારની શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવશે. તમારે તમારી આવડત ઉપર વધારે વિશ્વાસ રાખીને આગળ વધવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં લોકોએ તેમનો વેપાર વધારવા માટે માર્કેટિંગ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- તમારા પાર્ટનરને તમારા સહયોગ અને માર્ગદર્શનની જરૂરિયાત અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- હાઈ બીપી અને શરીર ઉપર વધતા સોજા તકલીફનું કારણ બનશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------

મીનઃ- PAGE OF WANDS

નવી વાતો ઉપર અમલ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવાની જરૂરિયાત છે. જીવનમા જે ફેરફાર જરૂરી છે તેના ઉપર ધ્યાન આપો અને તેને લગતો ફેરફાર કરવાની કોશિશ કરો.

કરિયરઃ- વિદ્યાર્થીઓએ તેમન અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપને લગતી ગંભીરતા ન બતાવવી પાર્ટનરની નિરાશા વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને પેટને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો