તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:ACE OF SWORDS કાર્ડ પ્રમાણે સોમવારે વૃષભ જાતકોનો દિવસ શુભફળદાયી રહેશે, વેપારમાં ધનલાભ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

5 જુલાઈ, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACE OF WANDS

દિવસની શરૂઆતમાં સફળતા મળવાના કારણે ઉત્સાહ જળવાયેલો રહેશે. તમે કરેલો સાહસી નિર્ણય તમારા માટે નજીકના ભવિષ્યમાં પ્રગતિ કરવા માટે મદદગાર રહેશે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવ બનાવવાનો પ્રયાસ સફળ થશે.

કરિયરઃ- નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે.

લવઃ- પાર્ટનરના કારણે ઘરમાં આનંદિત વાતાવરણ રહેશે

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 2

-------------------------------

વૃષભઃ- ACE OF SWORDS

વધારે મહેનત દ્વારા તમે પરિસ્થિતિને માત આપીને આગળ વધી શકશો. રૂપિયા સાથે જોડાયેલી સમસ્યા દૂર થવાના કારણે કામમાં મન લાગશે. વડીલો સાથે ચાલી રહેલો વિવાદ ઘટશે.

કરિયરઃ- વેપારમાં ધનલાભ થશે.

લવઃ- અરેન્જ મેરેજમાં સારા ઘરેથી સંબંધ આવશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી સંબંધિત તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-------------------------------

મિથુનઃ- ACE OF CUPS

જૂના ઝઘડા કે જૂની કોઇ કચેરીની સમસ્યા આજે સામંજસ્યથી ઉકેલાઇ જશે. પરિવારના કોઇ સભ્યના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. પાર્ટનરશિપમાં કામ કરતાં લોકો માટે દિવસ ફળદાયી સાબિત થશે.

કરિયરઃ- અલ્ટરનેટિવ થેરેપી સાથે જોડાયેલાં લોકોને લાભ થશે.

લવઃ- મતભેદ દૂર થઇને સંબંધની નવી શરૂઆત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર અને સ્થિરતા આવશે.કરિયરઃ-

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

-------------------------------

કર્કઃ- TWO OF CUPS

જો તમે જીવનમાં ડિપ્રેશન અને મુશ્કેલીઓથી પરેશાન રહેતાં હતાં તો તે તમારા માટે સારા સમાચાર છે. આજે તમને નવી દિશા મળશે જે તમને ધાર્મિક અને આધ્યાત્મિક અને ભૌતિક સ્તરે આગળ લઇ જશે.

કરિયરઃ- કરિયરમાં સફળતા અને સ્થિરતા આવશે.

લવઃ- મિત્ર પરિવારમાંથી કોઇ તમારી તરફ આકર્ષિત થશે.

સ્વાસ્થ્યઃ- ગરમી સાથે જોડાયેલી કોઇ બીમારી થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-------------------------------

સિંહઃ- QUEEN OF WANDS

કોઇ એવો વ્યક્તિ તમારી સાથે જોડાશે જે તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બપોર પછી પરિસ્થિતિમાં સુધાર આવશે. આજે કામ ધીમી ગતિથી થશે જે તમારી અસ્વસ્થતાનું કારણ બનશે.

કરિયરઃ- નવી નોકરી સાથે જોડાયેલી વાતો ધીમી ગતિએ આગળ વધશે.

લવઃ- સમજી વિચારને પોતાનો પ્રસ્તાવ રાખો.

સ્વાસ્થ્યઃ- શરદી થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-------------------------------

કન્યાઃ- KING OF WANDS

આજે તમારું સંપૂર્ણ ધ્યાન, આર્થિક પરિસ્થિતિ અને રૂપિયા સાથે જોડાયેલી વાતોમાં રહેશે. રૂપિયાનું રોકાણ કરવું સારી આદત છે. પરંતુ રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરવો વધારે જરૂરી છે. રૂપિયા સાથે જોડાયેલી વાતોમાં ભાવનિક થઇને નિર્ણય ન લેવો.

કરિયરઃ- ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલ વેપાર અથવા નોકરીમાં પારદર્શિતા રાખો.

લવઃ- રૂપિયાની ચિંતા રિલેશનશિપ ઉપર અસર કરશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી તકલીફ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

-------------------------------

તુલાઃ- EIGHT OF PENTACLES

આ સમય તમને રાહ જોવડાવશે. ભૂતકાળમાં કરેલાં દરેક પ્રયત્નનું ફળ મળવામાં થોડું મોડું થશે. પરંતુ મનગમતું પરિણામ મળશે. ખેતી વ્યવસાયથી ઘરમાં આર્થિક પ્રગતિ થશે. કોઇ બીમારનો ઇલાજ આયુર્વેદિક રીતે મળશે.

કરિયરઃ- મનગમતી ઉન્નતિ માટે રાહ જોવી પડી શકે છે.

લવઃ- કોઇ વાતને લઇને નિર્ણય લઇ શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- નેચરલ થેરાપીથી ત્વચા વિકારમાં રાહત મળશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-------------------------------

વૃશ્ચિકઃ- NINE OF PENTACLES

જો તમે કરિયરમાં ફેરફાર કરવા માંગો છો તો તેની સામે પગલા ભરો. વેપારમાં મોલભાવ તમારી ઇચ્છા પ્રમાણે થશે. કોઇપણ પ્રકારની મીટિંગ માટે પૂર્વ તૈયારી કરીને જશે. યુવાઓને માતા-પિતા પાસેથી સરળતાથી પરમિશન મળશે.

કરિયરઃ- જિમ અને મેટલ સાથે જોડાયેલાં કાર્ય શરૂ થશે.

લવઃ- તમારો પ્રભાવ તમારા સાથીદાર ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- ધારવાળી વસ્તુથી હાનિ પહોંચી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 9

-------------------------------

ધનઃ- TEN OF PENTACLES

વિદ્યાર્થીઓ self-study ઉપર ધ્યાન આપે. કામના અનુભવથી આજે તમને નવા કાર્યની શરૂઆતમાં જ ફાયદો મળશે. આ કામ તમારા માટે વધારે ચાલશે નહીં પરંતુ ફાયદો મળશે. ઘરના કોઇ સભ્યને આત્મનિર્ભર બનાવવામાં આજે તમારું યોગદાન રહેશે.

કરિયરઃ- તમારા બળે કરેલું કાર્ય સંતુષ્ટિ આપશે.

લવઃ- તમને તમારા સાથીમાં શું ગુણ જોઇએ છે તેના વિશે વિચાર થશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ તમારા આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 2

-------------------------------

મકરઃ- TEN OF WANDS

દરેક વ્યક્તિમાં થોડાં સારા ગુણો અને થોડાં અવગુણો હોય છે. આજે તમે થોડી વ્યક્તિઓથી નિરાશ થશો પરંતુ તેમને અનુભવ થવા દેશો નહીં. યોગ્ય સમયે તમારી નિરાશા વ્યક્ત પણ કરી શકશો. યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીને તમે પારિવારિક ક્લેશ ટાળવામાં સફળ રહેશો.

કરિયરઃ- વૈદ્યકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે.

લવઃ- પાર્ટનરના મનનો અંદાજો લેવો થોડો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-------------------------------

કુંભઃ- Four of swords

વધારે સાવધાનીના કારણે તમે તક ગુમાવી શકો છો. જ્યાં સુધી તમે તમારી આળસ છોડશો નહીં. તમે જીવનમાં આગળ વધી શકશો નહીં. કોઇ વ્યક્તિ વિશે તમારી રાય બનાવતાં પહેલાં તેને યોગ્ય રીતે પારખી લો.

કરિયરઃ- સ્ટોક અથવા શેરબજાર સાથે જોડાયેલ વ્યક્તિ રિસ્ક ન લે.

લવઃ- તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે પરેશાની ઊભી કરશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને આંખ સાથે સંબંધિત પરેશાની થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

-------------------------------

મીનઃ- FIVE OF SWORDS

કોઇપણ પ્રકારનો પ્રસ્તાવ આજે સ્વીકાર ન કરો. ધીમી ગતિથી કરેલું કામ નુકસાન આપી શકે છે. જમીન-જાયદાદ સાથે જોડાયેલી સમસ્યા ધીરજ રાખીને ઉકેલો.

કરિયરઃ- કઇ દિશામાં પ્રગતિ જોઇએ છે તેના અંગે વિચાર થશે.

લવઃ- કોઇ વ્યક્તિ વિશે જો તમે કન્ફ્યૂઝ્ડ છો તો નિર્ણય લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- પાઇલ્સ અને કબજિયાતની બીમારી ઉપર ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1