ટેરો રાશિફળ:રવિવારે સિંહ રાશિના લોકોને સરપ્રાઇઝ મળી શકે છે, કન્યા જાતકોએ ધૈર્ય રાખવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 5 જુલાઈના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Emperor
દિવસની શરૂઆત થોડી ધીમી રહેશે. ઉર્જાનો અભાવ હોઈ શકે છે. આજે મુસાફરી ઓછી કરવાનો પ્રયાસ કરો. યાત્રા દરમિયાન થોડી મુશ્કેલીઓ આવી શકે છે. કોઈની સલાહ સ્વીકારતા પહેલા ખાતરી કરો કે તે સલાહ તમારા માટે કેટલી અસરકારક છે. બીજાના અભિપ્રાયને મહત્વ ન આપો.

કરિયરઃ- નોકરીમાં પ્રગતિ કરશો.
લવઃ- સાથી તમારી પાસેથી વધારે સમય માંગી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરના કોઇ અંગમાં દુખાવો થઇ શકે છે.

-------------

વૃષભઃ- Seven of Cups
આજના દિવસે દૂર સ્થાનેથી સારા સમાચાર મળી શકે છે. થોડાં લોકોને લાંબી યાત્રાએ જવાનો અવસર મળી શકે છે. આ યાત્રા ખૂબ જ સફળ અને પોઝિટિવ પરિણામ આપનારી રહેશે. તમારી વાતચીતમાં બદલાવ લાવવાની કોશિશ કરો.

કરિયરઃ- કામને લઇને બહારગામ જવાનું થઇ શકે છે.
લવઃ- તમે તમારા સાથી સાથે બહારગામ જવાનું વિચારી શકો છો.
સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો થઇ શકે છે.

-------------

મિથુનઃ- Four of Pentacles
આજનો દિવસ તમારા માટે સામાજિક મેલજોલ અને કાર્યોમાં સક્રિય રહેવાનો છે. કોઇ કામના કારણે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્ર સંબંધિત નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો.

કરિયરઃ- આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સામાન્ય રહેશે.
લવઃ- સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

----------------

કર્કઃ- The Chariot
આજના દિવસે પરિસ્થિતિ તમારી અનુકૂળ નહીં રહે. બદલતી પરિસ્થિતિની સાથે તમે ઢળો. તમારી આસ-પાસ જો કંઈક સારું થઈ રહ્યું હોય જેની તમે અનદેખી કરી રહ્યા હોવ તો તમારી આંખો ખુલશો નહીં તો ઘણું મોડું થઈ જશે અને તમારું નુકસાન થઈ શકે છે.

કરિયરઃ- જો ઓફિસમાં કોઈ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી હોયતો તેનો ઝડપથી ઉકેલ મળશે. રોકાયેલાં કામ પૂરાં થાય.
લવઃ- કોઈ વાતે વધુ પરેશાન ન થશો, તેને એક નવા દ્રષ્ટિકોણથી જોશો તો તેનાથી ઘણું શીખવા મળશે. કોઈને દિલ દુભાવ્યું હોય તો તેને માફ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે. માછલીઓને ભોજન નાંખો.

----------------

સિંહઃ- The Tower
આજનો દિવસ તમારા માટે તમારી વાણીથી લાભ મેળવવાનો છે. તમારા માટે સમય અનુકૂળ છે. કોઇપણ મામલે તમારે તમારી વાત રાખવાની શૈલીના કારણે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે.

કરિયરઃ- તમારા કામના વખાણ થશે.
લવઃ- આજે સાથી કોઇ સરપ્રાઇઝ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- કાનમાં થોડી પરેશાનીના કારણે દિવસ થોડો મુશ્કેલ સાબિત થઇ શકે છે.

----------------

કન્યાઃ- Eight of Swords
જો તમે ધૈર્ય અને શાંતિથી કામ કરવાની રણનીતિ અપનાવશો તો આવનાર દિવસોમાં તમને સારા પરિણામ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. વિવાદોથી બચો.

કરિયરઃ- પોઝિટિવ અને મોટિવેશનલ રહેવું.
લવઃ- શાંત રહેશો તો બધું જ ઠીક થઇ જશે.
સ્વાસ્થ્યઃ- માથા સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.

----------------

તુલાઃ- Nine of Pentacles
આજનો દિવસ જો કોઇ વ્યક્તિના ખરાબ વ્યવહારના કારણે તમને ઠેસ પહોંચી છે, તો તેને માફ કરી દો. માફીનો અર્થ છે કે તમારા મનમાં કોઇ કડવાશ રાખવી નહીં. પરંતુ જેણે તમને ઠેસ પહોંચાડી છે તેનાથી સાવધાન રહો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને નવા આઇડિયાઝ આવશે.
લવઃ- સોલમેટ સાથે મળવાનું થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------

વૃશ્ચિકઃ- The Lovers
જો કોઇ રોગ સામે લડી રહ્યા છો તો તેની સાથે સંબંધિત ભાવ જેમ કે, ગુસ્સો, ભય, નિરાશા વગેરેનો ઇલાજ કરવાથી જલ્દી જ લાભ મળશે. પોઝિટિવ વિચાર ધરાવો. કામમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલી રહેલાં પ્રોજેક્ટ સંપન્ન થશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે.
લવઃ- પ્રિયજન સાથે સમય વિતાવવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------

ધનઃ- The Hermit
આજે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તમારે નિરંતર પ્રયાસ કરવાની જરૂર છે. પરિસ્થિતિમાં જો કોઇ પરેશાની હશે તો તેનો જલ્દી જ ઉકેલ મળી જશે. તમારા મનમાં કોઇ નેગેટિવ ભાવ રાખશો નહીં. કામમાં સંપૂર્ણ ફોકસ જાળવી રાખો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારા આસપાસના વાતાવરણની નેગેટિવિટીના કારણે નિરાશ થવું નહીં.
લવઃ- આજે તમારા સંબંધને લઇને કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારો.

----------------

મકરઃ- The World
તમારી અંદર કોઇ ખોટ નથી. તમારી માટે પણ થોડો સમય કાઢો. આજનો દિવસ ફળદાયક પણ સાબિત થઇ શકે છે. જીવનમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેને અપનાવામાં કોઇ સંકોચ કરશો નહીં. તમારી યોગ્યતા ઉપર શંકા કરશો નહીં.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમને દરેક સંસાધન સરળતાથી મળી શકશે.
લવઃ- કોઇ વ્યક્તિ ઉપર હંમેશાં નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેક તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ રોગથી પરેશાન હોવ તો સારા ડોક્ટરની સલાહ લો.

----------------

કુંભઃ- Three of Pentacles
નાની-નાની વાતોને હ્રદયે લગાવશો નહીં. પરિસ્થિતિ તમારા પ્રમાણે રહેશે નહીં. ખોટી ચિંતાઓમાં આજનો દિવસ ખરાબ કરશો નહીં. તમારી ઊર્જા અને આઇડિયાઝને યોગ્ય દિશામાં લગાવો. વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કોઇ વાતના કારણે તમારા મનમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.
લવઃ- પ્રિયજન સાથે કોઇ વાતને લઇને તણાવ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

----------------

મીનઃ- Nine of Swords
આજનો દિવસ તમારા માટે અનેક સંભાવનાઓ લઇને આવશે. કોઇપણ પ્રકારે આજે તમારે તે અવસરનો લાભ ઉઠાવવો પડશે જે તમારા માટે લાભની સ્થિતિ નિર્મિત કરે છે. વિદ્યાર્થીઓએ આજે તે વસ્તુમાં મન લગાવવું જેમાં તેઓ વધારે રસ ધરાવે છે.

કરિયરઃ- તમારા શોખ દ્વારા આવક ઊભી કરી શકો છો.
લવઃ- પાર્ટનર ખૂબ જ પ્રેમ કરનાર રહેશે.
સ્વાસ્થ્યઃ- પગમાં ઈજા પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...