ટેરો રાશિફળ:શનિવારે EIGHT OF PENTACLES કાર્ડ પ્રમાણે કુંભ જાતકોને ઓછી મહેનતે વધારે ફાયદો મળી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 5 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE MOON

મિત્રો દ્વારા કહેલી દરેક વાત ઉપર વિશ્વાસ રાખવાના કારણે આજે તમને માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે છે. નજીકના વ્યક્તિ દ્વારા તમારા અંગે બોલેલી વાતોની અસર તમારા આત્મવિશ્વાસ ઉપર પડશે.

કરિયરઃ- કળા સાથે જોડાયેલાં વ્યક્તિઓને કામને યોગ્ય અવસર ન મળવાથી નકારાત્મકતા લાવી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી વધારે જોડાયેલાં રહેવું તમારા માટે તકલીફદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------------------

વૃષભઃ- KNIGHT OF PENTACLES

હાલ તમારું એકમાત્ર લક્ષ્ય તમારી આર્થિક સ્થિરતાને જાળવી રાખવાનું રહેશે. યુવાઓને આર્થિક વાતોમાં આત્મનિર્ભરતા લાવવી મહત્ત્વપૂર્ણ રહેશે. તમારી જીવનશૈલીને યોગ્ય દિશામાં લઇ જવા માટે વડીલો દ્વારા મળેલી સલાહને ઇગ્નોર ન કરો.

કરિયરઃ- વિદેશમાં કામ મળવું તમારા માટે સરળ રહેશે.

લવઃ- તમારા મનની વાતોને પાર્ટનર સામે ખુલીને બોલવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા રાતે તકલીફ આપશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

----------------------------------

મિથુનઃ- PAGE OF CUPS

આળસથી દૂર રહેવાની કોશિશ કરો. જો કામ કરતી સમયે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરો તો કામ કરતાં રહો. જેમ કામ કરતી સમયે કામમાં પ્રગતિ જોવા મળશે આત્મવિશ્વાસ આપમેળ જ વધશે.

કરિયરઃ- કરિયરને લગતો મોટો અવસર પ્રાપ્ત કરવા માટે વધારે સમય લાગી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગ્ન સંબંધોમાં બદલવા તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્યઃ- બાળકોને શરદીની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

----------------------------------

કર્કઃ- EIGHT OF CUPS

ભૂતકાળ સાથે જોડાયેલી વાતોથી દૂર રહેવાની તમારી કોશિશ સફળ રહેશે. ભૂતકાળની વાતોને વિચારવા અંગે માત્ર તેમના દ્વારા તમને શું અનુભવ પ્રાપ્ત થયો છે, આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે.

કરિયરઃ- સારા અવસર પ્રાપ્ત કરવા માટે તમારે શહેર બદલવાની જરૂરિયાત રહેશે.

લવઃ- રિલેશનશિપ કે પાર્ટનર ઉપર વિશ્વાસ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહીની સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરતાં રહો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

----------------------------------

સિંહઃ- TEN OF PENTACLES

મિત્ર-પરિવાર સાથે મેલજોલ વધશે. પરિવારના લોકો સાથે ભાવનાત્મક રૂપથી વધારે નજીક આવવાની તમારી કોશિશ સફળ રહેશે. પરિવાર દ્વારા મળી રહેલો સહયોગ તમને ભાવનાત્મક રૂપથી સ્થિર બનાવશે.

કરિયરઃ- પારિવારિક વેપારને આગળ વધારવો તમારા માટે સરળ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા પ્રત્યે પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- વડીલોને શ્વાસને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

----------------------------------

કન્યાઃ- TWO OF WANDS

યુવાઓને વિદેશમાં મળી રહેલાં કામના અવસર આકર્ષિત કરી શકે છે. પરિવાર સાથે રહેવાનો મોહ ઘટશે નહીં. કોઇપણ નિર્ણય લેતી સમયે પરિવારની મંજૂરી મળવી તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

કરિયરઃ- યુવાઓને નોકરીમાં ફેરફાર લાવવો સરળ રહેશે.

લવઃ- પાર્ટનર્સને કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખવું પડશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણને લગતી તકલીફ કેલ્શિયમના ઘટાડાનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

----------------------------------

તુલાઃ- KING OF PENTACLES

પરિવારના વડીલ વ્યક્તિઓ સાથે થઇ રહેલાં વાદ-વિવાદને વધારશો નહીં. ખાસ કરીને જો તમારા વિવાદ તમારા પિતા સાથે થઇ રહ્યાં હોય તો તેમના વિચારોને પણ સમજવાની કોશિશ કરો.

કરિયરઃ- કામની જગ્યાએ તમારું સ્થાન જાળવી રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

લવઃ- રિલેશનશિપમાં વધતો તણાવ તમારા કામ ઉપર નકારાત્મક અસર બતાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ગેસની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------------

વૃશ્ચિકઃ- JUSTICE

પ્રોપર્ટીને લગતો વિવાદ કોર્ટની બહાર દૂર કરવામાં જ તમારી ભલાઈ રહેશે. તમારા અહંકારને દૂર રાખીને લોકો સાથે થઇ રહેલાં વિવાદને ઉકેલવાની કોશિશ કરો. ભવિષ્યમાં આ વિવાદ વધી શકે છે.

કરિયરઃ- લો ના વિદ્યાર્થીઓની પ્રગતિ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નને લગતો નિર્ણય લેવો તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ મેડિસિનનું રિએક્શન હોવાના કારણે સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ દેખાશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

----------------------------------

ધનઃ- FOUR OF SWORDS

સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું તમારા માટે જરૂરી રહેશે જો સ્વાસ્થ્યમાં વધારે તકલીફ થઇ રહી હોય તો ઘરેલુ નુસખા અજમાવશો નહીં. પેટને લગતું ઇન્ફેક્શન વધારે તકલીફ આપી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી કોઇ નકારાત્મક વાત જાણ થવાથી માસનિક તણાવ વધશે.

લવઃ- પાર્ટનર દ્વારા થયેલી કોઇ ભૂલની અસર તમારા ઉપર પણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી વાતને ઇગ્નોર કરશો નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------------------

મકરઃ- TWO OF PENTACLES

રૂપિયા કમાવા માટે એકથી વધારે માર્ગ આજે તમને પ્રાપ્ત થઇ શકે છે, પરંતુ કયા માર્ગને મુખ્ય બનાવીને રાખવો છે આ વાતનો નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલ રહેશે.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત કરવા માટે મિત્રની મદદની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને સુખ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફ દૂર થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

----------------------------------

કુંભઃ- EIGHT OF PENTACLES

યુવાઓને વડીલોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે જેના કારણે આર્થિક નિર્ણય લેવા માટે મદદ મળશે. આજે તમને ઓછી મહેનતે વધારે આર્થિક ફાયદો મળી શકે છે એટલે કામને વધારે સાવધાની સાથે કરો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાને સમજવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠ અને સાંધાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

મીનઃ- NINE OF PENTACLES

રૂપિયાનું રોકાણ કરતી સમયે દૂર દૃષ્ટિ રાખીને જ કામ કરો. વેપાર કરનાર મહિલાઓ માટે આજનો દિવસ યોગ્ય રહેશે. તમને મળી રહેલાં અવસર તમને આર્થિક સ્થિરતા પ્રદાન કરશે.

કરિયરઃ- નજીકની મહિલા દ્વારા કામનો મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતિનો વિકાર તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 5

અન્ય સમાચારો પણ છે...