ટેરો રાશિફળ:શુક્રવારે THE TOWER કાર્ડ પ્રમાણે કુંભ રાશિના લોકોએ પાર્ટનર સાથે અચાનક કોઈ વિવાદ થઇ શકે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ : SEVEN OF SWORDS
આજના દિવસે કોઈ અન્યની વાતમાં ન આવીને લક્ષ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. તમને જે સમસ્યા છે તેનું નિરાકરણ કોઈ વ્યક્તિ દ્વારા થઇ શકે છે. આજના દિવસે તમારી કામની ક્ષમતા પણ વધશે, જેના કારણે તમારું જે લક્ષ્ય છે તેના પર ધ્યાન આપી શકશો.

કરિયર : કામ પર જ ધ્યાન આપવાથી વધારે ફાયદો થશે. લવ : તમે રિલેશનશિપને લઈને જે પ્રયત્નો કરી રહ્યા છો તે જ પ્રકારે પાર્ટનર પણ પ્રયત્ન કરશે.

હેલ્થ : શરીરની ગરમીને કારણે ત્વચા સંબંધિત બીમારીઓ થઇ શકે છે.

લકી કલર : લીલા

લકી નંબર : 4
-----------
વૃષભ : EIGHT OF WANDS
તમે જે કામને લઈને યોજના બનાવી છે તે મુજબ જ કામ થશે. પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તમારી અંદર સકારાત્મકતા હોવાને કારણે માનસિક રીતે મજબૂત રાખવું તમારા માટે સંભવ છે. કામની બધી બાબતોમાં તમારે જાગૃતતા દેખાડવાની જરૂર છે.

કરિયર : મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવું-નવું કામ શીખવાની તક મળશે.

લવ : પાર્ટનર સાથે બરાબર વાત કરવી તમારા માટે જરૂરી છે નહીં તો સંબંધમાં તિરાડ પડી શકે છે.

હેલ્થ : ઋતુના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે

લકી કલર : લાલ

લકી નંબર : 1
-----------
મિથુન : STRENGTH
આજના દિવસે તમારી ઈચ્છા શક્તિ વધતી નજરે આવી રહી છે, જેના કારણે તમે અત્યાર સુધી જે નિર્ણય નથી લઇ શકતા તે વિશે પણ વિચાર આવશે. કોઈ વ્યક્તિના સાથને કારણે ધીરે-ધીરે વિશ્વાસ વધશે અને જોખમ લઈને પણ સપના સાકાર કરવાની કોશિશ કરશો.

કરિયર : કરિયર સંબંધિત કોઈ વાત ધીરે-ધીરે આગળ વધશે. લવ : રિલેશનશિપ સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલાં દબાણને તમારા પર હાવી ન થવા દો.

હેલ્થ : એસિડિટીની તકલીફ થઇ શકે છે.

લકી કલર : પીળો

લકી નંબર : 2
-----------
કર્ક : FOUR OF WANDS
જે પ્રકારે તમને તકલીફનો સામનો તમે કરી રહ્યા હતા તેની અસર ઓછી થતી જોવા મળશે. આ વર્ષ તમારા જીવન માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. દરેક નાની વાત પર ધ્યાન આપતા પર્સનલ લાઈફ સંબંધિત વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે.

કરિયર : તમારી મહત્વકાંક્ષા અને જીદના કારણે કામની જગ્યાએ કંઈક નવું પ્રાપ્ત કરી શકો છો.

લવ : મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન નક્કી થઇ શકે છે.

હેલ્થ : ગરમ અને તળેલા પદાર્થો ન ખાઓ.

લકી કલર : સફેદ

લકી નંબર : 3
-----------
સિંહ : THREE OF SWORDS
આજના દિવસે અન્ય લોકોની દખલઅંદાજીને કારણે નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલભર્યો રહેશે. અન્ય લોકોની અપેક્ષા અને મનમાં વધી રહેલા ભાવનાને લઈને કોઈ ખોટા નિર્ણય ન લો તેની ખાસ ધ્યાન રાખો.

કરિયર : શેરબજાર સંબંધિત કામને બરાબર સમજ્યા બાદ જ કોઈ મોટો નિર્ણય લેવાની કોશિશ કરો.

લવ : પાર્ટનરના વર્તનમાં બદલાવને નજરઅંદાજ કરવાથી સમસ્યા થઇ શકે છે.

હેલ્થ : લો બીપીની સમસ્યાથી તકલીફ થશે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 6
-----------
કન્યા : FIVE OF SWORDS
વધારે કામ હોવાને કારણે દિવસભર બેચેની અને ચીડિયાપણું થઇ શકે છે. દિવસના અંતે બધું જ કામ પૂરું થશે, પરંતુ તમારી અપેક્ષા અને સમય અનુસાર કામ ન થવાને કારણે ચીડિયાપણું થઇ શકે છે. કોઈ પણ રીતે કામ પૂરું કરવાનું છે તે વાતને ધ્યાનમાં રાખો.

કરિયર : કામની જગ્યાએ તમે કરેલી ભૂલના કારણે વિવાદ થઇ શકે છે.

લવ : પાર્ટનર દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ વાતને સમજવાની કોશિશ કરવાથી સંબંધોમાં જે તિરાડ પડી છે તે ઓછી થશે.

હેલ્થ : પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 5
-----------
તુલા : FIVE OF CUPS
બધું જ કામ તમારી મરજી અનુસાર થાય છે પરંતુ અમુક કામ નથી થઇ રહ્યું તેના પર ધ્યાન આપવાને કારણે તમે ઉદાસ રહી શકો છો. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા કોઈ નિર્ણયને કારણે પૈસા સંબંધિત નુકસાન થવાની શક્યતા છે.

કરિયર : વેપાર સાથે જોડાયેલા લોકોએ કામમાં વધુ પડતું ધ્યાન આપવાની જરૂર છે.

લવ : પાર્ટનરને માનસિક રીતે તમારા સહયોગની જરૂર પડી શકે છે.

હેલ્થ : યુરિન ઇન્ફેક્શનની તકલીફ ન થાય તે માટે ધ્યાન રાખો.

લકી કલર : બ્લુ

લકી નંબર : 7
-----------
વૃશ્ચિક : TEN OF WANDS
આજના દિવસે કામનું ભારણ વધશે. યોજના અનુસાર કામ ન થવાને કારણે તમારો તનાવ વધી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો દિવસની શરૂઆતમાં જ પૂરું કરવાની કોશિશ કરો. ઘર પર લોકોની અવરજવર વધવાથી વ્યસ્તતા વધી જશે.

કરિયર : કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેની અસર લાઇફસ્ટાઇલ પર કેવી પડી શકે છે તે સમજવું જરૂરી છે.

લવ : રિલેશનશીપની સમસ્યાને દૂર કરવા માટે ફક્ત તમારા દ્વારા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે વાત ધ્યાનમાં રાખો.

હેલ્થ : અપચાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : ગ્રીન

લકી નંબર : 8 ----------- ધન : THE EMPRESS કોઈ કામ કે કોઈ જવાબદારી હાથમાં લઈને તેને પૂરું કરવું ખુબ જ જરૂરી છે. પરિવાર અને કામ વચ્ચે સંતુલન રાખવું ખુબ જ જરૂરી છે. જૂનું જે દેણું હતું તે પૂરું થઇ જશે.

કરિયર : કામને લઈને જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેનાથી તમારી આવક વધશે.

લવ : કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પાર્ટનર સાથે ચર્ચા કરો.

હેલ્થ : મહિલાઓએ સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવું પડશે.

લકી કલર : પીળો

લકી નંબર : 9
-----------
મકર : PAGE OF SWORDS
આજના દિવસે મનમાં અનેક પ્રકારના વિચારો આવશે. કોઈ એક વાત પર ધ્યાન રાખવું તમારા માટે શક્ય નથી. મોટા નિર્ણય લેતા પહેલાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજના દિવસે ભવિષ્યના કોઈ વિચારો ન કરો.
કરિયર : શેર માર્કેટનો વેપાર કરતા લોકોને આજે લાલચને કારણે મોટું રોકાણ કરવાની ઈચ્છા થઇ શકે છે.

લવ : પાર્ટનરને કારણે જીવનમાં ખુશી આવશે.

હેલ્થ : ગેસ અને અપચાની તકલીફ થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 3
-----------
કુંભ : THE TOWER
જે વસ્તુઓને તમે અત્યાર સુધી ટાર્ગેટ કરી હતી, એ જ બાબતો આજે તમારી સામે સમસ્યાના રૂપમાં આવી શકે છે, પરંતુ પરિસ્થિતિ નકારાત્મક નહીં હોય. તમારી ક્ષમતા અનુસાર કામ કરતા રહેવું જરૂરી છે. લોકોના કહેવાથી તમારો વિશ્વાસને તૂટવા ન દો.

કરિયર : કામમાં કોઈ ભૂલને કારણે બીજી વાર કરવું પડી શકે છે.

લવ : પાર્ટનર સાથે અચાનક કોઈ વિવાદ થઇ શકે છે.

હેલ્થ : આજના દિવસે વાહનને સાચવીને ચલાવો.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 5
-----------
મીન : THE HANGEDMAN
જીવનમાં વધી રહેલી ભાગદોડને કારણે આજના દિવસે આરામ પર ધ્યાન આપવું જોઈએ. શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને સારી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે પ્રયત્ન કરતા રહો.

કરિયર : જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તે લોકોને જલ્દી ફાયદો થશે.

લવ : તમારા લાઈફ પાર્ટનરને જે સમસ્યા છે તેનું નિરાકરણ કરો.

હેલ્થ : રાતે માઈગ્રેનની તકલીફમાં વધારો થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 1

અન્ય સમાચારો પણ છે...