તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THE FOOL કાર્ડ પ્રમાણે તુલા રાશિના જાતકોને ફ્રેન્ચાઈઝી સંબંધિત બિઝનેસમાં ફાયદો થશે, અપેક્ષા પ્રમાણે પ્રગતિ થશે

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

4 એપ્રિલ, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF SWORDS

કામ શરુ કરતા પહેલાં સમયનું ધ્યાન ના રાખતા તે પૂરું નહિ થાય. શારીરિક થાક લાગશે. આજે તમારે એક જ સમયે એક જ કામ કરવું. કામમાં કોઈ ભૂલથી તમારું નુકસાન થઇ શકે છે.

કરિયર:- નોકરીનો કોઈ નિર્ણય લેતા પહેલાં કોઈ વડીલની સલાહ લેવાનું ના ભૂલો.

લવ:- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં પાર્ટનર સાથે ચર્ચા કરો.

સ્વાસ્થ્ય:- ઉદાસ રહેવાથી શારીરિક ઊર્જા ઓછી રહેશે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- 6

--------------------------

વૃષભઃ- TEN OF CUPS

તમારા નિર્ણય પર પરિવારને કોઈ તકલીફ પડી શકે છે. હાલ મન શાંત રાખીને તમારા લક્ષ્ય પર વધારે ધ્યાન આપો. વિશ્વાસ રાખીને આગળ કામ કરતા રહો.

કરિયરઃ- ધીમે-ધીમે પ્રગતિ દેખાશે.

લવ:- પાર્ટનર વચ્ચેના મતભેદ દૂર કરવા માટે વડીલની સલાહ લેવી.

સ્વાસ્થ્ય:- વધારે ચિંતા કે સ્ટ્રેસને લીધે થાઈરોઈડ કે બીપીની તકલીફ થશે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- 3

--------------------------

મિથુનઃ- KNIGHT OF WANDS

જીવનમાં જે ફેરફાર લાવવા માગો છો તે તરફ ધીમે-ધીમે આગળ વધો. અચાનક જીવનમાં આવેલો મોટા ફેરફારથી તકલીફ થશે. બિનજરૂરી ખર્ચ ના કરો.

કરિયર:- કામમાં કોઈની મદદ ના મળતા સહકર્મીઓ પ્રત્યે નેગેટિવ ભાવના વધશે.

લવ:- કોઈના પ્રત્યે આકર્ષણ રિલેશનશિપમાં પરિવર્તિત થશે.

સ્વાસ્થ્ય:- કમર અને ઘૂંટણની તકલીફની અવગણના ના કરો.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- 3

--------------------------

કર્કઃ- FIVE OF CUPS

કોઈને કોઈ કારણે ચિંતા રહેશે. ખાસ કરીને ભૂતકાળના સંબંધોથી ચિંતા રહેશે. પોતાના પ્રત્યે નેગેટિવ ભાવના વધશે.

કરિયર:- નાનકડી ભૂલને લીધે વધારે નુકસાન થશે.

લવ:- વ્યક્તિગત જીવનમાં તકલીફને લીધે લવ લાઈફ પર અસર થશે.

સ્વાસ્થ્ય:- તમારા પ્રયત્નોથી પોઝિટિવ અસર દેખાશે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- 5

--------------------------

સિંહઃ- THE DEVIL

કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં ખાસ ધ્યાન રાખવું. મિત્રો સાથે કોઈ કારણ વગર ઝઘડો થશે. તેને લીધે બંને વચ્ચે અંતર આવી જશે.

કરિયર:- તમારા સહકર્મીઓ કામની જગ્યાએ તમારું નામ ખરાબ કરી શકે છે.

લવ:- પ્રેમ-સંબંધ ઠીક-ઠાક રહેશે.

સ્વાસ્થ્ય:- પેટમાં બળતરા થશે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- 7

--------------------------

કન્યાઃ- SIX OF CUPS

પરિવારની કોઈ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થતા આનંદ થશે. જીવનમાં વડીલનું જરૂરી માર્ગદર્શન પણ મળશે. મિત્રો સાથે જોડાયેલા રહો.

કરિયર:- કામ સંબંધિત વાતોમાં વધારે મહેનત કરવી પડશે.

લવ:- જીવનમાં નવી વ્યક્તિ આવવાથી ખુશ રહેશો.

સ્વાસ્થ્ય:- ખરાબ ભોજનની અસર હેલ્થ પર થશે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- 1

--------------------------

તુલાઃ- THE FOOL

તમારાં જીવનના ઉપર જે નકારાત્મક વાતોનું પ્રભાવ હતો તે દૂર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહેશે. તમારી અપેક્ષા અનુસાર પ્રગતિ જોવા મળશે. તો પણ પૈસાના વ્યવહાર કરતાં સમયે તરત કોઈના પર વિશ્વાસ ન કરો.

કરિયરઃ- ફ્રેન્ચાઈઝી સંબંધિત બિઝનેસમાં ફાયદો થશે.

લવઃ- પાર્ટનરને કારણે જીવનમાં સારું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- શુગર સંબંધિત સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

--------------------------

વૃશ્ચિકઃ- SEVEN OF SWORDS

તમે તમારાં જીવનમાં વધારે ફોકસ રહેશો. અપેક્ષા પ્રમાણે પ્રગતિ થશે. સંબંધી અને પરિવારમાં લોકો સાથે સંબંધ જાળવી રાખવો તમારા માટે અત્યંત મહત્ત્વનું રહેશે.

કરિયરઃ- માર્કેટિંગ ક્ષેત્રથી જોડાયેલા લોકોનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે. નવાં કામ માટે ટ્રેનિંગ મળી શકે છે.

લવઃ- પાર્ટનર માટે વધી રહેલી નકારાત્મક ભાવનાઓ દૂર કરવાના પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- વધારે પડતાં કામને લીધે શરીરમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------------------

ધનઃ- PAGE OF SWORDS

કેટલીક વાતોમાં પ્રગતિ જોવા મળશે. પરંતુ કેટલીક વાત માટે મનમાં બેચેની રહેશે. સરકારી કામ માટે કોઈની મદદ જોઈશે. પૈસાની આવક અને જાવકમાં સંતુલન જાળવી રાખો.

કરિયરઃ- કાર્યક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ રાખવો તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરને લીધે ચંચળતા અનુભવાશે પરંતુ થોડો ઉત્સાહ પણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધાનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

મકરઃ- THE EMPEROR

પરિવારના બાળકો સાથે મન મેળ નહિ ખાય. પોતાના નિર્ણયને બદલતા સમયે તમે આ ફેરફાર કેમ કરવા માગો છો તેના પર વિચાર કરો. નહિ તો તમને પસ્તાવો થઈ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રે કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ શકે છે.

લવઃ- પરિવારના બાળકોના રિલેશનશિપને લીધે તમે ચિંતામાં રહેશો.

સ્વાસ્થ્યઃ- વડીલોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- મરુન

શુભ અંકઃ- 1

--------------------------

કુંભઃ- ACE OF WANDS

તમારા નિર્ણયની સકારાત્મક અસર થશે. બીજાને માર્ગદર્શન આપતા સમયે પોતાનાં કામ અને જીવન પ્રત્યે જવાબદારીઓને દુર્લક્ષિત ન થવા દો.

કરિયરઃ- આર્કિટેક અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સંબંધિત લોકોને મોટું કામ મળશે.

લવઃ- પાર્ટનરને લીધે પોઝિટિવિટી વધશે.

સ્વાસ્થ્યઃ- યુરિન ઈન્ફેક્શન સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

--------------------------

મીનઃ- QUEEN OF PENTACLES

આર્થિક વ્યવહાર અને પ્રોપર્ટી સંબંધિત વાતોને કારણે તણાવ રહેશે. નજીકના મિત્રો સાથે ગેરસમજણ દૂર કરવી તકલીફ દાયક બનશે. જરૂરિયાત કરતાં વધારે મિત્રોને મહત્ત્વ ન આપો.

કરિયરઃ- વેપારમાં ફેરફાર લાવવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા રહેશે. પૈસાનું મોટું રિસ્ક ન લેવું.

લવઃ- કોઈ પણ પરિસ્થિતિમાં પાર્ટનરનો સાથ મળશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- નીલો

શુભ અંકઃ- 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો