તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શનિવારે THE HIGH PRIESTESS કાર્ડ પ્રમાણે ધન જાતકોએ તેમના વ્યક્તિગત જીવનને લઈને કોઈની સાથે ચર્ચા કરવી નહીં

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 સપ્ટેમ્બર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF PENTACLES

આજે તમને પોતાને પોતાની આવડત અંગે સતત યાદ કરાવશો ત્યારે જ તમે નક્કી કરેલી વાતો ઉપર કામ કરી શકશો. કોઈ વ્યક્તિ તમારું માર્ગદર્શન બની રહેશે જેના કારણે યોગના માર્ગ ઉપર ટકી રહેવું અને તમારા લક્ષ્ય પ્રત્યે આગળ વધતા રહેવું પણ સરળ લાગશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે, પરંતુ તેની અસર આર્થિક પરિસ્થિતિ ઉપર થશે નહીં.

લવઃ- પાર્ટનરના કારણે થોડી વાતોમાં ચિંતાનો અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફો ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

------------------------------

વૃષભઃ- TWO OF SWORDS

માત્ર વર્તમાનની વાતો સાથે જોડાઈ રહેવાના કારણે તમે ભવિષ્યને લગતી વાતોને સમજી શકશો નહીં કે તેના અંગે નિર્ણય લઈ શકશો નહીં. ભૂતકાળ સાથે જોડાયેલી વાતોથી બોધપાઠ મળશે તેનો યોગ્ય ઉપયોગ કરવો.

કરિયરઃ- કામની જગ્યાએ લોકોનો વ્યવહાર તમારા પ્રત્યે બદલાયેલો જોવા મળી શકે છે.

લવઃ- હાલ રિલેશનશિપમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરવી પડશે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

------------------------------

મિથુનઃ- SIX OF PENTACLES

સામાજિક કાર્યોનો ભાગ તમે બની શકશો. આ સામાજિક કાર્યના કારણે તમને જીવન પ્રત્યે અનેક વાતો જાણવામાં જાગરૂતતા અનુભવ થશે અને જે વાતો તમારા અંગે સકારાત્મક બનેલી છે એવી વાતો પ્રત્યે ગ્રિટીટ્યૂડની ભાવના પણ વધતી જોવા મળી શકેછે.

કરિયરઃ- બેંકિંગ કે લોન ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને દસ્તાવેજ અને વ્યક્તિનું યોગ્ય રીતે પરીક્ષણ કરવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપના કારણે પોતાના કામ અથવા અન્ય વાતોને ઇગ્નોર ન કરો

સ્વાસ્થ્યઃ- થાક અને પગમાં દુખાવાના કારણે બેચેની રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

કર્કઃ- TEN OF CUPS

પોતાની પ્રગતિ સાથે પરિવારના લોકોની પ્રગતિ અંગે પણ વિચાર કરવામાં આવશે. જેના કારણે થોડીવાર તમને બેચેની અને સ્થિરતા અનુભવ થઈ શકે છે પરંતુ જેટલું કાર્ય તમારા દ્વારા થઈ શકે છે તેટલું જ કાર્ય કરવાની કોશિશ કરો

કરિયરઃ- કરિયરને લગતી વાતોને ગંભીરતાથી લેવાના કારણે કામને લગતા લક્ષ્ય પર તમે અડગ રહેશો.

લવઃ- પાર્ટનર અને પરિવાર અંગે વધારે વિચાર કરવો તમારા માટે તકલીફદાયી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માથું ભારે રહેવું અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

------------------------------

સિંહઃ- THE FOOL

તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયના પરિણામની ચિંતા તમે હાલ ન કરશો અને તમારી વાતો ઉપર અડગ રહીને આગળ વધવાની કોશિશ કરશો. હાલ તમને લોકોનો સાથ સરળતાથી મળી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતો પોઝિટિવ સમય શરૂ થયો છે તેનો વધારે ફાયદો ઉઠાવવાની કોશિશ કરો

લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં માત્ર સકારાત્મકતા જ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યને યોગ્ય જાળવી રાખવા અંગે તમારી કોશિશ તમે વધારી શકો છો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

------------------------------

કન્યાઃ- EIGHT OF PENTACLES

અનેક વાતો પ્રત્યે તમારો રસ વધી શકે છે. સાથે જ તમારા ઉપર જવાબદારીઓ પણ તેટલી જ રહેશે. છતાંય બંને વાતોમાં સંતુલન જાળવવું અને નવા કાર્યોથી બોધપાઠ મેળવવો શક્ય બની શકે છે.

કરિયરઃ- મોટા પાયે આર્થિક આવક વધારવાની તક તમને કરિયર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- હાલ તમે તમારા જ જીવનને લગતી વાતોમાં વધારે ગુંચવાયેલાં રહી શકો છો.

સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------------

તુલાઃ- NINE OF PENTACLES

દૂર દૃષ્ટિ રાખીને વિચાર કરવાની આજે તમને જરૂરિયાત રહેશે. તમારી સલાહ લોકો માટે યોગ્ય રહેશે પરંતુ જેટલી કુશળતા સાથે તમે લોકોનું માર્ગદર્શન કરો છો, તેટલું પોતાના જીવનને લગતી વાતો ઉપર ધ્યાન આપી શકશો નહીં.

કરિયરઃ- જે લોકો પારિવારિક વેપાર સાથે જોડાયેલાં છે તેમણે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે શાંતિથી વ્યવહાર કરવો

સ્વાસ્થ્યઃ- કફ અને છાતિને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

------------------------------

વૃશ્ચિકઃ- TEN OF PENTACLES

તમારી આસપાસની ઊર્જા અને પરિવારના લોકો પાસેથી મળી રહેલી ટિપ્પણી બંનેની અસર આજે તમારી માનસિક પરિસ્થિતિ ઉપર જોવા મળી શકે છે. હાલ પરિસ્થિતિને બદલવું તમારા માટે મુશ્કેલ જોવા મળી રહ્યું છે.

કરિયરઃ- મનગમતું કામ મેળવવા માટે થોડો સમય લાગી શકે છે પરંતુ હાલ જે કામ તમને મળી રહ્યું છે તેના દ્વારા મોટી આર્થિક આવક તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ સુધરતા જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફ જેવી બીમારી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

------------------------------

ધનઃ- THE HIGH PRIESTESS

તમારા જીવનને લગતી અનેક વાતોમાં સંતુલન જળવાયેલું તમને જોવા મળી શકે છે. છતાંય આસપાસની નકારાત્મક પરિસ્થિતિના કારણે મનમાં ભય ઊભો થઈ શકે છે. હાલ વ્યક્તિગત જીવનને લગતી ચર્ચા કોઈ સાથે પણ કરવાનું તમે ટાળી શકો છો.

કરિયરઃ- નવા કામની શરૂઆત કરતા પહેલાં હાથમાં લીધેલાં પ્રોજેક્ટમાં સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે.

લવઃ- પાર્ટનર સાથે મતભેદ થતાં જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરની ગરમી અને એસિડિટી ઓછી કરવા માટે કોશિશ કરવી પડશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

------------------------------

મકરઃ- FOUR OF PENTACLES

તમને તમારી અંદરની પોઝિટિવ અને નેગેટિવ બંને વાતો અંગે અંદાજો છે. છતાંય અપયશનો ભય અને આળસ હાવી થવાના કારણે તમે કાર્ય કરી રહ્યા નથી. તમે પોતાની અંદર ફેરફાર લાવવાની કોશિશ પણ કરી રહ્યા નથી.

કરિયરઃ- તમને અનેક સારા અવસર સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર સામે તમારી તકલીફને જણાવવી અને તેમની સાથે યોગ્ય સંવાદ જળવાયેલા રહેવાના કારણે તમને ભાવનાત્મક રૂપથી સુરક્ષિત અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શરદીની તકલીફ વધારે રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

------------------------------

કુંભઃ- FIVE OF WANDS

મનમાં આવી રહેલાં અનેક પ્રકારના વિચારોને કારણે કોઈ એક વાત ઉપર ધ્યાન રાખવું તમારા માટે મુશ્કેલ રહી શકે છે. તમને અનુભવ થશે કે દરેક નકારાત્મક વિચાર તમારી હકીકત નથી. આ વાતનું ધ્યાન રાખો અને વર્તમાન પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં ફેરફાર જોવા મળી શકે છે પંરતુ હાલની પરિસ્થિતિમાં તમને અનેક મુશ્કેલીઓ સામે લડવું પડશે.

લવઃ- પાર્ટનર અને રિલેશનશિપ પ્રત્યે વિચાર સ્પષ્ટ ન રહેવાના કારણે તમે તમારી સાથે પાર્ટનરને પણ મુંજવી શકો છો.

સ્વાસ્થ્યઃ- કરમનો દુખાવો દૂર કરવા માટે ફિઝિયોથેરાપીની મદદ લેવી.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

------------------------------

મીનઃ- THE MOON

હાલ તમને જીવનને લગતી દરેક વાતમાં નકારાત્મકતા અનુભવ થશે. તમારી મુશ્કેલીઓને એક-એક કરીને ઉકેલવાની કોશિશ કરવી પડશે. ભલે તમને પરિસ્થિતિ અંગે સંપૂર્ણ રીતે એકવારમાં જાણકારી પ્રાપ્ત થાય નહીં. પરંતુ તમારા દ્વારા લેવામાં આવેલ નાના પગલા પણ પરિસ્થિતિને બદલવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે

કરિયરઃ- કરિયરને લઈને નક્કી કરેલાં લક્ષ્યમાં ફેરફાર જોવા મળી શકે છે.

લવઃ- મિત્ર પરિવારમાંથી કોઈ વ્યક્તિ તમને પાર્ટનર વિરૂદ્ધ ભટકાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ડિહાઇડ્રેશન વધવાના કારણે થાક અને નિરાશા અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9