ટેરો રાશિફળ:સોમવારે SIX OF SWORDS કાર્ડ પ્રમાણે ધન જાતકોના મનમાં કોઈ ભય ઊભો થઈ શકે છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 ઓક્ટોબર, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE FOOL

તમારે સીમિત વિચારોથી બહાર આવીને નવી વાતોનો અનુભવ લેવા માટે તૈયાર થવું પડશે. અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે. મન ઉપર બની રહેલી દરેક પ્રકારની ચિંતા દૂર થશે.

કરિયરઃ- કામ ઉપર ફોકસ વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- તમારો સંયમ માનસિક રીતે તમને વધારે નબળા અનુભવ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

----------------------------------

વૃષભઃ- KNIGHT OF PENTACLES

તમને પ્રાપ્ત થતી ધનરાશિમાં સીમિત રકમનો ઉપયોગ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરો. ખર્ચ ઉપર નિયંત્રણ ન રાખવાના કારણે તમારા ઉપર દેવું રહેવાની શક્યતા રહી શકે છે.

કરિયરઃ- યુવાઓને આર્થિક આવક વધારવાનો મોટો અવસર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પોતાના દ્વારા થયેલી ભૂલનો અહેસાસ થશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

----------------------------------

મિથુનઃ- KNIGHT OF SWORDS

કામને વધારે ઝડપી ગતિએ પૂર્ણ કરવાની જરૂરિયાત રહેશે. તમારા ઉપર નવી જવાબદારીઓ બનશે સાથે જૂના કામના કારણે તમારો ઉત્સાહ અને ઊર્જા બંને ઘટતા જોવા મળી શકે છે.

કરિયરઃ- કામને લઈને રાખવામાં આવેલ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કોશિશ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પાર્ટનર્સમાં ભૌગોલિક રીતે અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં વધતા ગેસ અને અપચાના લીધે તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

----------------------------------

કર્કઃ- FIVE OF SWORDS

તમને આ સમય થોડો મુશ્કેલ લાગી શકે છે, જેટલી યોજના તમે બનાવી રહ્યા છો તેના ઉપર અડગ રહેવાની કોશિશ કરો. જેથી તમારા દ્વારા કરવામાં આવતી કોશિશ સફળ બની શકે.

કરિયરઃ- કરિયરને લઈને બગડેલી વાતોને ઠીક કરવાની તક મળશે

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાળને લગતી તકલીફ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------------------

સિંહઃ- THE WORLD

કોર્ટ કચેરીને લગતી વાતો તમારા પક્ષમાં રહી શકે છે. પ્રોપર્ટીને લગતા વિવાદ ઊભા થવાની શક્યતા છે એટલે સંબંધીઓ અને જે લોકો સાથે પ્રોપર્ટી શેર કરવામાં આવી રહી છે તેમની સાથે સંબંધ સાચવો

કરિયરઃ- જે લોકો લો ક્ષેત્ર સાથે જોડાયેલાં છે તેમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સને એકબીજા સાથે વિતાવેલો સમય આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને તેમની ઇમ્યૂનિટી વધારવા અંગે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------------------

કન્યાઃ- FOUR OF SWORDS

કોઈને કોઈ વાતની ચિંતા તમને દિવસભર પરેશાન કરી શકે છે. તમારી ભાવનાઓને લોકો સામે યોગ્ય રીતે ન રાખી શકવાના કારણે બેચેની અનુભવ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ અને કિંમતી વસ્તુઓને સાચવીને રાખો.

કરિયરઃ- કામને લગતા ઓર્ડર પ્રાપ્ત થવાની રાહ તમે જોઈ શકો છો.

લવઃ- પાર્ટનર્સ એકબીજા સાથેના વિવાદોની ચર્ચા કોઈ સામે ન કરે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુધારવા માટે કરવામાં આવતી કોશિશમાં સાતત્ય રાખવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------------

તુલાઃ- THE MOON

તમારા દ્વારા કાર્ય યોગ્ય રીતે ન કરવાના કારણે કોઈ અન્ય વ્યક્તિએ તકલીફનો સામનો કરવો પડી શકે છે જેના કારણે લોકો તમારાથ નિરાશ રહી શકે છે. સાથે જ તમને પણ તમારી ભૂલ અંગે વિચારીને દુઃખ થશે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલતું રાજકારણનો ભાગ બનવાના કારણે તમારે માનહાનિનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- ત્રીજા વ્યક્તિની દખલના કારણે પાર્ટનર્સમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધી રહેલું અસંતુલન માત્ર સાત્વિક આહારથી ઠીક કરી શકાય છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

----------------------------------

વૃશ્ચિકઃ- THE EMPRESS

પારિવારિક જીવનમાં ઘટી રહેલી ઘટનાઓની અસર તમારા જીવન ઉપર વધારે થઈ શકે છે. તમારે કામ અને પરિવારને લગતી જવાબદારીઓ જાતે જ ઉઠાવવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- ઉચ્ચ પદ પ્રાપ્ત થયેલાં લોકોએ મુશ્કેલ નિર્ણય લેવા પડી શકે છે.

લવઃ- પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

----------------------------------

ધનઃ- SIX OF SWORDS

મનમાં ઊભો થઈ રહેલો કોઈ પ્રકારનો ભય તમને વધારે બેચેન કરી શકે છે. આ કારણે તમારી દુવિધા પણ વધશે. આ દુવિધાના કારણે કોશિશમાં સાતત્ય જળવાઈ શકશે નહીં.

કરિયરઃ- તમારી ક્ષમતાથી વધારે કામને લગતી જવાબદારી લેવાના કારણે કોઈપણ કામ યોગ્ય રીતે કરી શકશો નહીં.

લવઃ- પૂર્વ પ્રેમી સાથે પરિચયમાં આવવાના કારણે તમને નિરાશા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને યૂરિનને લગતી તકલીફ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------------

મકરઃ- SEVEN OF SWORDS

તમારા કામ અને જવાબદારીને નિભાવવા માટે સંપૂર્ણ રીતે કોશિશ તમે કરી રહ્યા નથી જેના કારણે કામ તો પૂર્ણ થશે પરંતુ જે પ્રકારની અપેક્ષા તમને છે તે પ્રકારે તે પૂર્ણ થઈ શકશે નહીં.

કરિયરઃ- સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરનાર લોકોએ અભ્યાસ અંગે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમારો દૃષ્ટિકોણ બેકારના પ્રેમ સંબંધોના કારણે નકારાત્મક બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈ બાબતે ડોક્ટરની સલાહ લેવી

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

----------------------------------

કુંભઃ- FIVE OF CUPS

તમારી આસપાસ બદલાતી ઊર્જાની અસર તમારા ઉપર જોવા મળી શકે છે. તમારી પરિસ્થિતિ નકારાત્મક રહેશે નહીં પરંતુ હાલની સ્થિતિમાં તમે ઉન્નતિ પણ કરી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતી ભૂલના કારણે કોઈ પ્રકારનો પ્રોજેક્ટ તમારા હાથમાંથી સરકી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં સ્થિરતા પ્રાપ્ત થવા છતાંય ભૂતકાળમાં અટવાયેલાં રહેવાના કારણે તમને તકલીફ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને સાઈનસની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

----------------------------------

મીનઃ- QUEEN OF PENTACLES

તમારે તમારી અંદરની ક્ષમતાને ઓળખવાની જરૂરિયાત છે. જે વાતોમાં તમે કુશળ છો તે વાતનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂરિયાત રહેશે. તમારી ઇચ્છા શક્તિને પ્રબળ જાળવી રાખો.

કરિયરઃ- કામની જગ્યાને સાફ રાખો.

લવઃ- પાર્ટનરના વ્યક્તિગત જીવનને લગતા વિચાર કરવાને લીધે તમે ચિંતામાં આવી શકો છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક ક્ષમતા વધારવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1