તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:મંગળવારે વૃષભ જાતકો કોઇ કારણોસર પોતાના કામને ઇગ્નોર કરી શકે છે, પતિ-પત્નીમાં મતભેદ પણ વધી શકે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 મે, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF CUPS

તમારી અંદર ભાવનાત્મક મુંજવણ આજે વધી શકે છે જેને દૂર કરવા માટે તમારે કોશિશ કરવી પડશે કેમ કે, તેની અસર તમારા કામ ઉપર અને અંગત જીવન ઉપર જોવા મળી શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં તમને નિષ્ણાત વ્યક્તિની મદદની જરૂરિયાત પડી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- શરીરની ઇમ્યુનિટી વધારવા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------------

વૃષભઃ- NINE OF SWORDS

કોઇ વ્યક્તિ દ્વારા તમારી અપેક્ષાઓ પૂર્ણ ન થઈ શકવાના કારણે તમે દુઃખી રહેશો. વ્યક્તિનું ક્ષમતાથી વધારે અપેક્ષા રાખવું તેમના માટે તકલીફનું કારણ બની શકે છે. કોઇ એક જ વ્યક્તિને પોતાના સુખ અને આનંદનો સ્ત્રોત ન બનાવો.

કરિયરઃ- કોઇ કારણે કામને ઇગ્નોર કરવામાં આવશે જેના કારણે તમારી ઉપર તણાવ વધી શકે છે.

લવઃ- પરિવારના કોઇ વ્યક્તિના કારણે પતિ-પત્નીમાં મતભેદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- અનેક પ્રકારની શારીરિક તકલીફોના કારણે સ્વાસ્થ્યને લગતી ચિંતા રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------

મિથુનઃ- THE SUN

આજે તમને વિચારોમાં ક્લેરિટી અનુભવ થશે જેના કારણે અનેક વાતોમાં તમારો આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. દિવસભર તમારી આસપાસ પોઝિટિવિટી અને સુખ-શાંતિભર્યું વાતાવરણ રહેશે.

કરિયરઃ- જીવનને લગતી બધી પ્રકારની લાલચથી દૂર રહીને માત્ર તમારા કરિયર ઉપર ધ્યાન રાખવુ.

લવઃ- યોગ્ય દિશામાં કોશિશ કર્યા પથી તમને તમારી ઇચ્છા પ્રમાણે પાર્ટનર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી બીમારી ઠીક થવા લાગશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 9

-----------------------------

કર્કઃ- EIGHT OF SWORDS

કોઇ એક જ વિચારમાં અટવાયેલાં રહેવાના કારણે તમને ગભરામણ અનુભવ થઇ શકે છે. માત્ર આ વિચારને મહત્ત્વ આપવું તમારી પ્રગતિને અટકાવી શકે છે સાથે જ તમે વિના કારણે કોઇ બંધનમાં જકડાયેલા રહેશો.

કરિયરઃ-તમારા કામને લગતા અનેક કાર્યો અધૂરા રહેવાના કારણે હાલ પ્રગતિમા વિઘ્નો આવી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા તમારી વાતોને મહત્ત્વ ન મળવાના કારણે તમને તકલીફ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે આહારમાં યોગ્ય ફેરફાર તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

-----------------------------

સિંહઃ- THE HERMIT

આજે તમારો સામનો અનેક પ્રકારની તકલીફ સામે થઇ શકે છે જેને દૂર કરવા માટે તમે વધારે આત્મ કેન્દ્રિત થઇને તકલીફનુ નિવારણ કરવાની કોશિશ કરશો, પરંતુ તમને સોંપવામાં આવેલી જવાબદારી અને જે લોકો તમારા ઉપર નિર્ભર છે, એવા લોકો પ્રત્યે બેદરકાર ન રહો.

કરિયરઃ- રૂપિયાને લઇને કરવામા આવેલાં વ્યવહારના કારણે ચિંતા રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણને લગતી તકલીફને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-----------------------------

કન્યાઃ- ACE OF CUPS

પરિસ્થિતિ પ્રત્યે પોઝિટિવિટી અને પરિસ્થિતિમાં ફેરફાર લાવવાના કારણે જે જેવી સ્થિતિ છે તેને તેવી જ અપનાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે જેના કારણે મનને શાંતિ મળી શકશે.

કરિયરઃ- કામને લઇને થઇ રહેલી પ્રગતિના કારણે તમને આર્થિક આવક વધતી જોવા મળી શકે છે.

લવઃ- મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તમારે પરિવાર સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- પાણીનો પ્રયોગ યોગ્ય માત્રામાં કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

-----------------------------

તુલાઃ- KING OF PENTACLES

પરિવારના વડીલ વ્યક્તિઓ સાથે થઇ રહેલાં વાદ-વિવાદને વધારશો નહીં. ખાસ કરીને જો તમારા વિવાદ તમારા પિતા સાથે થઇ રહ્યાં હોય તો તેમના વિચારોને પણ સમજવાની કોશિશ કરો.

કરિયરઃ- કામની જગ્યાએ તમારું સ્થાન જાળવી રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

લવઃ- રિલેશનશિપમાં વધતો તણાવ તમારા કામ ઉપર નકારાત્મક અસર બતાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ગેસની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------------

વૃશ્ચિકઃ- JUSTICE

પ્રોપર્ટીને લગતો વિવાદ કોર્ટની બહાર દૂર કરવામાં જ તમારી ભલાઈ રહેશે. તમારા અહંકારને દૂર રાખીને લોકો સાથે થઇ રહેલાં વિવાદને ઉકેલવાની કોશિશ કરો. ભવિષ્યમાં આ વિવાદ વધી શકે છે.

કરિયરઃ- લો ના વિદ્યાર્થીઓની પ્રગતિ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નને લગતો નિર્ણય લેવો તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ મેડિસિનનું રિએક્શન હોવાના કારણે સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ દેખાશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

----------------------------------

ધનઃ- FOUR OF SWORDS

સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું તમારા માટે જરૂરી રહેશે જો સ્વાસ્થ્યમાં વધારે તકલીફ થઇ રહી હોય તો ઘરેલુ નુસખા અજમાવશો નહીં. પેટને લગતું ઇન્ફેક્શન વધારે તકલીફ આપી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી કોઇ નકારાત્મક વાત જાણ થવાથી માસનિક તણાવ વધશે.

લવઃ- પાર્ટનર દ્વારા થયેલી કોઇ ભૂલની અસર તમારા ઉપર પણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી વાતને ઇગ્નોર કરશો નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------------------

મકરઃ- TWO OF PENTACLES

રૂપિયા કમાવા માટે એકથી વધારે માર્ગ આજે તમને પ્રાપ્ત થઇ શકે છે, પરંતુ કયા માર્ગને મુખ્ય બનાવીને રાખવો છે આ વાતનો નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલ રહેશે.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત કરવા માટે મિત્રની મદદની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને સુખ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફ દૂર થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

----------------------------------

કુંભઃ- EIGHT OF PENTACLES

યુવાઓને વડીલોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે જેના કારણે આર્થિક નિર્ણય લેવા માટે મદદ મળશે. આજે તમને ઓછી મહેનતે વધારે આર્થિક ફાયદો મળી શકે છે એટલે કામને વધારે સાવધાની સાથે કરો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાને સમજવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠ અને સાંધાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

મીનઃ- NINE OF PENTACLES

રૂપિયાનું રોકાણ કરતી સમયે દૂર દૃષ્ટિ રાખીને જ કામ કરો. વેપાર કરનાર મહિલાઓ માટે આજનો દિવસ યોગ્ય રહેશે. તમને મળી રહેલાં અવસર તમને આર્થિક સ્થિરતા પ્રદાન કરશે.

કરિયરઃ- નજીકની મહિલા દ્વારા કામનો મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતિનો વિકાર તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 5

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો