ટેરો રાશિફળ:શનિવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે વૃશ્ચિક રાશિના લોકો નવું કાર્ય શરુ કરશે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 જૂન, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ:- TEN OF WANDS
આરોગ્યની ચિંતાઓ અને અન્ય બાબતોનું મન પર વધતું દબાણ તમને ઉદાસીન બનાવી શકે છે તેમછતાં ભવિષ્ય સાથે જોડાયેલી સકારાત્મક બાબતો પર ધ્યાન આપવાનો તમારો પ્રયાસ ચાલુ રહેશે. તમારે ઘણી વસ્તુઓની જવાબદારી પણ લેવી પડી શકે છે, જેના કારણે કામનો ભાર અનુભવાશે. કામ સિવાય અન્ય બાબતો પર પણ થોડું ધ્યાન રાખવાની જરૂર રહેશે.
કરિયરઃ કરિયર સંબંધિત નિર્ણયના કારણે કામનું દબાણ વધતું જોવા મળશે, પરંતુ આ કાર્ય થકી પ્રગતિ પણ પ્રાપ્ત થશે.
લવઃ તમારી અંદર વધતી એકલતાના કારણે સંબંધ સાથે જોડાયેલી દરેક વસ્તુ બોજારૂપ બની શકે છે.
સ્વાસ્થ્ય: શરીરમાં દુખાવો થઈ શકે છે.
શુભ રંગ: નારંગી
શુભ અંક: 3

--------------------------------

વૃષભ:- FIVE OF CUPS
ભૂતકાળને લગતી બાબતોનો આજે સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે પ્રગતિ જોયા પછી પણ ઉદાસી અનુભવશો. તમારી લાગણીઓ પર નિયંત્રણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે નહીંતર તમને મળતી કોઈપણ તકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો નહીં.
કરિયરઃ કામ સંબંધિત નવી તકો હોવા છતાં તે સંબંધિત મર્યાદિત જ્ઞાનના કારણે તે ઝડપી શકતા નથી.
લવઃ પાર્ટનર સાથે અંતર રહેશે. ભવિષ્યથી સંબંધિત કોઈપણ વસ્તુ વિશે યોગ્ય ચર્ચાના અભાવને કારણે તમે બેચેની અનુભવી શકો છો.
સ્વાસ્થ્ય: શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટતી જણાય.
શુભ રંગ: લાલ
શુભ અંક: 1

--------------------------------

મિથુન:- THE SUN
આજે તમારા માટે મુશ્કેલ કાર્યોને પરિણામ સુધી પહોંચાડવું શક્ય બનશે. જીવનમાં યોગ્ય પરિવર્તન લાવવા માટે આ સમય સારો છે. આજના દિવસમાં હાથમાં લેવામાં આવેલા દરેક કાર્ય તમારી પ્રગતિ કરાવશે. સરકારી કામકાજ કે કોર્ટને લગતાં કામો આગળ વધારવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં કદાચ રસ્તો ન દેખાય, પરંતુ લાયકાત ધરાવતા લોકો સાથે જોડાવાને કારણે તમે કામ પૂર્ણ કરી શકો છો.
કરિયરઃ યુવાનોએ આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે.
લવઃ પાર્ટનરના કારણે જીવનમાં રમત-ગમતનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્ય: બાળકોને એકાએક પેટ સંબંધિત ઈન્ફેક્શન થઇ શકે છે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: 7

--------------------------------

કર્ક:- QUEEN OF SWORDS
લોકો સાથે જોડાયેલા રહેવાનો અને તેમની સાથે રહેવાનો તમારો પ્રયાસ તો રહેશે જ, પરંતુ તમે તમારા વિચારોમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન લાવવા માટે તૈયાર નથી. તમે અગાઉની વાતો તો ભૂલી જ ગયા હશો. જે લોકો દ્વારા તમને દુઃખ પહોંચ્યું હતું, તેમને તમે સંપૂર્ણપણે માફ નહીં કરી શકો.
કરિયરઃ બિઝનેસ સેક્ટર સાથે સંકળાયેલી મહિલાઓને ફાયદો જોવા મળી શકે છે. ફ્રીલાન્સરને નવી નોકરી મળશે.
લવઃ તમારા માટે જરૂરી રહેશે કે, તમે સંબંધો સાથે જોડાયેલા કઠોર નિર્ણયોને વળગી રહો. લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પોતે લીધેલા નિર્ણયમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થવા દેશો નહીં.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: 2

--------------------------------

સિંહ:- PAGE OF WANDS
આજે બીજા લોકોની વસ્તુઓના ઉકેલ પર તમારું ધ્યાન વધુ પડતું રહેશે, જેના કારણે તમે તમારા અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરતા જોવા મળી શકો છો. બીજા લોકોને આપવામાં આવેલી મદદ દ્વારા જ તમે તમારી જાત માટે માર્ગ શોધી શકશો. તમારી પ્રગતિને અવરોધતા વિચારોમાં ફેરફારો જોવાનું પણ શક્ય બનશે.
કરિયરઃ નવા શરૂ થયેલા બિઝનેસમાં તાત્કાલિક આર્થિક પ્રગતિ નહીં થાય છતાં પ્રયત્નો દ્વારા તમે ઇચ્છિત ફેરફારો જોઈ શકશો.
લવઃ પાર્ટનરે આપેલા બંને સૂચનો અને પ્રાપ્ત માહિતી પર પણ આજે તમે વિચાર કરશો.
સ્વાસ્થ્યઃ આંખ સંબંધિત પરેશાની થઈ શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 4

--------------------------------

કન્યા:- SIX OF WANDS
પરિવાર અને કાર્યક્ષેત્રમાં તમે જે જગ્યા બનાવી છે, તેને જાળવી રાખવાના પ્રયાસમાં તમે કેટલાક લોકોને દુ:ખ પહોંચાડતા જોવા મળશો. તમારી આસપાસ વધતી જતી સ્પર્ધાને કારણે દરેક વ્યક્તિને તમે એક હરીફના રૂપમાં જોશો, જેના કારણે તમારી પોતાની જીદ્દ તમારા માટે મહત્વની રહેશે. ધ્યાનમાં રાખો કે તમે કંઈપણ પ્રાપ્ત કરો તે પહેલાં તમારે પરિસ્થિતિ અનુસાર તમારી વર્તણૂક રાખવાની જરૂર રહેશે.
કરિયરઃ અપેક્ષા મુજબ ઉચ્ચ પદ ના મળવાના કારણે તમે વધુ મહેનત કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકશો.
લવઃ પરિચિત વ્યક્તિ અથવા તમારી નજીકની વ્યક્તિ દ્વારા લગ્ન સંબંધિત પ્રસ્તાવ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે.
સ્વાસ્થ્ય: કમરમાં અકડામણ અનુભવશો.
શુભ રંગ: લીલો
શુભ અંક: 5

--------------------------------

તુલા:- KNIGHT OF SWORDS
તમે લીધેલા નિર્ણયમાં વારંવાર ફેરફારને કારણે તમે ચીડિયાપણું અનુભવી શકો છો. લોકોનો તમારા પરનો વિશ્વાસ ઓછો થતો જોવા મળશે. તમે જે પણ પ્રકારનું જોખમ લઈને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો, તેના કારણે તમને ઘણું શીખવા મળી શકે છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારો સમય અને શક્તિ બગડે નહિ.
કરિયરઃ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઝડપી ગતિથી પ્રગતિ મળતી રહેશે.
લવ: વ્યક્તિ પ્રત્યે તમે જેટલું જલદી આકર્ષિત થાવ છો, તેટલી જ જલ્દી તે વ્યક્તિ જીવનથી દૂર થઈ શકે છે. પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં પહેલાં વ્યક્તિના સ્વભાવને યોગ્ય રીતે જાણવો પડે છે.
સ્વાસ્થ્ય: પેટ સંબંધિત સમસ્યા અને ગેસની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે.
શુભ રંગ: રાખોડી
શુભ અંક: 6

--------------------------------

વૃશ્ચિક:- THE EMPRESS
તમે સંપૂર્ણ ઉત્સાહ સાથે નવા કાર્યની શરૂઆત કરશો, પરંતુ પ્રયત્નોમાં સાતત્ય ન હોવાને કારણે અને પરિવારના સભ્યોને જરૂર કરતાં વધુ મહત્વ આપવાને કારણે તમે લક્ષ્યને વાસ્તવિક બનાવવા માટે પાછળ રહી શકો છો. ઘર અને કામ સંબંધિત સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે.
કરિયરઃ માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને અપેક્ષા મુજબની તકો મળશે, પરંતુ ગ્રાહકને પેમેન્ટ મળવામાં સમય લાગી શકે છે.
લવઃ પાર્ટનર એકબીજાને ઓળખવા માટે યોગ્ય સાબિત થનારી દરેક નાની-નાની વાત પર ધ્યાન આપવાની કોશિશ કરશે.
સ્વાસ્થ્ય: ત્વચાને લગતાં ચેપ વધી શકે છે.
શુભ રંગ: ભૂરો
શુભ અંક: 8

--------------------------------

ધનુ:- THREE OF SWORDS
અત્યાર સુધી તમે જેના પર નિર્ભર હતા તે બાબતો દ્વારા અથવા તમે જેના પર આધાર રાખતા હતા તે લોકો દ્વારા મળેલા ઇનકારને કારણે અથવા તમે જેના પર આધાર રાખતા હતા તે લોકોને મળેલા ઈન્કારને કારણે તમારે માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેમ તમે તમારા માટે ગૂંચવણો વધારી છે, તેમ ધ્યાનમાં રાખો કે તમારામાં તેને હલ કરવાની શક્તિ પણ છે.
કરિયરઃ કારકિર્દીને લગતી એકથી વધુ તક મળવાને કારણે સમયસર નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે.
લવઃ સંબંધોમાં અન્ય લોકોની વધતી દખલગીરી તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે.
સ્વાસ્થ્ય: હાડકાંને લગતી સમસ્યાઓ અને સાંધાનો દુખાવો પીડાદાયક સાબિત થશે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 9

--------------------------------

મકર:- FOUR OF PENTACLES
પૈસાનો ઉપયોગ કાળજીપૂર્વક કરવાની જરૂર પડશે. જો તમારી અપેક્ષા મુજબની આવક મળે એટલે તમારી જરૂરિયાતો પણ વધવાની છે, જેના કારણે ધન સંબંધી વસ્તુઓનું સંતુલન બગડતું જોવા મળશે. જે તમને લોકોથી દૂર લઈ જઈને જ તમારા જીવનને પ્રાધાન્ય આપવા માટે મજબૂર કરશે.
કરિયરઃ બિઝનેસ સેક્ટર સાથે જોડાયેલા લોકોએ ક્લાયન્ટ સાથે વાતચીત કરતી વખતે સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવાની જરૂર રહેશે.
લવઃ કોઈપણ વાતના કારણે તમને ભાવનાત્મક રીતે ઠેંસ ના પહોંચે તે વાતની તમારો પાર્ટનર કાળજી લેશે.
સ્વાસ્થ્ય: પેટની યોગ્ય સફાઈ ના થવાને કારણે પેટ સંબંધિત કોઈપણ રોગ થઈ શકે છે.
શુભ રંગ: રાખોડી
શુભ અંક: 5

--------------------------------

કુંભ:- TWO OF CUPS
જીવનમાં મુશ્કેલીભરી પરિસ્થિતિનો અંત નજીક આવી રહ્યો છે. તેથી તમે જે પણ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તેનો ઉકેલ શોધવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. ધન સંબંધિત તણાવ ઓછો થતો જોવા મળશે.
કરિયરઃ કાર્યક્ષેત્રમાં લોકો દ્વારા પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ તેમના કાર્યને વધુ સારું બનાવવા માટે કરવાની જરૂર છે.
લવઃ લગ્ન સંબંધિત પ્રસ્તાવ કોઈ વ્યક્તિ દ્વારા અચાનક પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રસ્તાવ દ્વારા જીવનને નવી દિશા મળશે.
સ્વાસ્થ્ય: ક્રોનિક ડિસીઝના ઈલાજ માટે ડિટોક્સ અને સાત્વિક ફૂડ પર ધ્યાન આપવું પડશે.
શુભ રંગ: ભૂરો
શુભ અંક: 4

--------------------------------

મીન:- ACE OF PENTACLES
જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન ના આપીને ફક્ત તમારા ધ્યેયને પૂર્ણ કરવાની જીદ્દ તમને નુકસાન પહોંચાડી શકે છે. આ સમયે શું ધ્યાન આપવું અને કેટલી હદ સુધી મહત્વ આપવું? આ નક્કી કરવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો કોઈપણ પ્રકારનો નિર્ણય માનસિક શાંતિને ખલેલ પહોંચાડતો હોય તો તે નિર્ણયમાં તુરંત જ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો.
કરિયરઃ ધન સંબંધિત તણાવ ઘણી હદ સુધી ઘટતો જોવા મળશે. તમારા માટે અત્યારે નવું કામ શીખવા પર ભાર મૂકવો જરૂરી છે.
લવઃ જીવનસાથીના સંબંધોના યોગ્ય ઈરાદા અને વિચારો જાણી શકાશે.
સ્વાસ્થ્ય: યોગ્ય ઊંઘના અભાવે આખો દિવસ ઊર્જાનો અભાવ રહી શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 3