તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:રવિવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે તુલા જાતકો માટે કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવું મુશ્કેલ સાબિત થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

4 જુલાઈ, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE TOWER

વાહન ચલાવતી સમયે ગતિનું ધ્યાન રાખો અને સાવધાન રહો. એક્સીડેન્ટના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના છે. પરિવાર સાથે જોડાયેલો વિવાદ વધી શકે છે. એટલે ગુસ્સામાં આવીને તમારી પ્રતિક્રિયા આપવું તમારા માટે યોગ્ય રહેશે નહીં.

કરિયરઃ- નોકરી કરતાં લોકોના રૂપિયામાં ઘટાડો થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં વિવાદ વધશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઈજાને ઠીક કરવામાં મોડું થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------

વૃષભઃ- THE STAR

તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થતું જોઇને તમારી લગન વધી જશે. વ્યક્તિગત વાતોથી વધારે કામમાં તમારો રસ રહેશે. તમારી પ્રગતિના કારણે પરિવારની રૂપિયાને લગતી સમસ્યા ઘટી જશે.

કરિયરઃ- નોકરીને લગતાં કાગળિયા મળવામાં મોડું થઇ શકે છે.

લવઃ- પાર્ટનરની પ્રગતિ તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- વાળ અને ચામડીને લગતાં વિકારોમાં રાહત મળશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

----------------------------

મિથુનઃ- QUEEN OF WANDS

પરિવારના સભ્ય પ્રત્યે વધતો ગુસ્સો તમારી અંદર બદલાની ભાવના પેદા કરી શકે છે. તમારી ભાવનાઓને માતા કે પિતા દ્વારા સમજી ન શકવી તમારા માટે નિરાશા વધારશે.

કરિયરઃ- રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિઓ પોતાના શબ્દોનો સાચવીને ઉપયોગ કરે.

લવઃ- પરિવારના સભ્યોના કારણે પાર્ટનર્સમાં ઝઘડો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે શરદી થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------

કર્કઃ- TWO OF WANDS

વ્યક્તિગત જીવનમાં પ્રગતિ જોવા માટે તમે દૂર દૃષ્ટિથી યોજના બનાવશો અને તેના ઉપર અમલ કરવાની કોશિશ પણ કરશો. કામ પ્રત્યે વધતું ડેડીકેશન તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવશે.

કરિયરઃ- કામને લગતા નવા અવસરના કારણે આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે.

લવઃ- કામમાં વ્યસ્ત રહેવાના કારણે પાર્ટનર્સ એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ડિપ્રેશનથી પરેશાન લોકોને વ્યક્તિત્વમાં ફેરફાર જોવા મળશે

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 1

----------------------------

સિંહઃ- JUSTICE

નકારાત્મક વિચાર તમારા ઉપર હાવી થવાના કારણે દરેક કામ સાથે જોડાયેલી કોઇને કોઇ પરેશાનીનો સામનો તમારે કરવો પડી શકે છે. અન્ય સાથે તમારા જીવનની તુલના કરશો નહીં.

કરિયરઃ- લો સંબંધિત વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થવું મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને ભાવનાત્મક રૂપથી દગો મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચિંતા વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

----------------------------

કન્યાઃ- THE HIGH PRIESTESS

તમારા મનની વાત જાણી શકવી અન્ય લોકો માટે મુશ્કેલ રહેશે. તમારી અપેક્ષાઓને જાહેર ન કરી શકવાના કારણે તે અપેક્ષાઓની પૂર્તિ કોઇ અન્ય દ્વારા ન થઇ શકવાના કારણે નિરાશા રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી જવાબદારી તમે યોગ્ય રીતે ન નિભાવી શકવાના કારણે સ્ટ્રેસ વધશે.

લવઃ- મનમાં ચાલી રહેલી ગુંચવણના કારમે લગ્નને લગતા નિર્ણય લેવામાં મોડુ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવાની કોશિશ કરે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 6

----------------------------

તુલાઃ- THE EMPRESS

કામ અને પરિવાર વચ્ચે સંતુલન લાવી શકવું દિવસની શરૂઆતમાં મુશ્કેલ રહેશે. પરંતુ જવાબદારીઓ નિભાવતી સમયે કોઇ અન્ય પાસેથી મદદ લઇ શકવું તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની મનોકામના પૂર્ણ થશે.

લવઃ- રિલેશનશિપ અંગે મહિલાઓએ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- એનીમિયાને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

----------------------------

વૃશ્ચિકઃ- THE WORLD

પરિવાર સહિત યાત્રા આનંદદાયી રહી શકે છે જે પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. નાના બાળકોના માતા-પિતાને તેમના શિક્ષણને લગતી સમસ્યાઓ દૂર કરવામાં સફળતા મળશે.

કરિયરઃ- તમારા ક્ષેત્રને લગતો અવોર્ડ તમને મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાને સુખી રાખવાની કોશિશ કરતાં રહેશે.

સ્વાસ્થ્યઃ- મેડિટેશન દ્વારા પોઝિટિવ ઊર્જા બની રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------

ધનઃ- KING OF WANDS

તમારી કહેલી વાતોના કારણે તમારાથી નજીકના લોકો દુઃખી થઇ શકે છે. તમારી અંદર વધી રહેલાં ગુસ્સાને ઘટાડવા માટે યોગ્ય થેરાપિસ્ટની જરૂરિયાત તમને રહેશે.

કરિયરઃ- તમારા કામ સાથે અને નવા કામ શરૂ કરવા માટે સંયમની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરની જિદ્દના કારણે ઝઘડો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસના કારણે છાતિમાં દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

----------------------------

મકરઃ- THE EMPEROR

નાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત લેવાના કારણે તે લક્ષ્યની પ્રાપ્તિનો આનંદ તમને મળી શકશે નહીં. પરિવારને લગતી વાતોમાં તમને જાગરૂતતા જોવા મળશે. પ્રોપર્ટીને લગતાં વ્યવહાર સંબંધીઓ સાથે રહેવાના કારણે તમારું આર્થિક નુકસાન થઇ શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી ભૂલના કારણે બોસ તમારા ઉપર ગુસ્સે થઇ શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં વાતચીત બંધ થવી સમસ્યાઓને વધારશે.

સ્વાસ્થ્યઃ- વડીલોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------

કુંભઃ- THE CHARIOT

પરિવારના લોકો વચ્ચે એકબીજા સાથે તાલમેલ ન હોવું અને વિચારોમાં વિવિધતા રહેવી આ પરિસ્થિતિનો ફાયદો કોઇ બહારનો વ્યક્તિ ઉઠાવી શકે છે. જો તમે પરિવારથી અલગ રહેવા માંગો છો તો આ અંગે વાત કરો.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને વિદેશમાં યાત્રા કરવાના અવસર મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં વિવિધતા હોવા છતાં રિલેશનશિપનું સંતુલન જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

----------------------------

મીનઃ- TWO OF SWORDS

નિર્ણય લેતી સમયે તેના પરિણામને નજરઅંદાજ કરવો તમારા માટે મુશ્કેલી વધારી શકે છે. તમારા યશનો આનંદ ઉજવવા માટે કોઇ સાથે હોય કે ન હોય તમને તકલીફ આપી શકે છે.

કરિયરઃ- એકથી વધારે અવસર એકઠા થવાના કારણે નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- તમારા કારણે પાર્ટનરને આર્થિક નુકસાન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતું ઇન્ફેક્શન થવાની આશંકા છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2