ટેરો રાશિફળ:શુક્રવારે ACE OF PENTACLES કાર્ડ પ્રમાણે તુલા જાતકોને ભૂતકાળમાં લીધેલાં નિર્ણયોથી આજે આર્થિક ફાયદો થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 4 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF SWORDS

તમારા કામ પ્રત્યે વધારે ધ્યાન આપવાની તમારે જરૂરિયાત રહેશે. પરિવારમાં ચાલી રહેલાં ઝઘડાથી દૂર રહેવાની કોશિશ કરો. પ્રોપર્ટી સાથે જોડાયેલાં વિવાદ વધી શકે છે.

કરિયરઃ- બોસની મરજી તમારા ઉપર જળવાયેલી રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજા સાથેનો મનમુટાવ દૂર કરી શકશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં કોઇને કોઇ તકલીફ રહેવાથી બેચેની અનુભવ થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------

વૃષભઃ- QUEEN OF SWORDS

દિવસની શરૂઆતમાં કોઇપણ વાત પ્રત્યે વિચારોમાં ક્લેરિટી લાવી શકવું તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. દિવસ જેમ પસાર થતો જશે મનમાં દુવિધાઓ ઓછી થતી જશે.

કરિયરઃ- મહિલાઓને કરિયર વધારે સારું જાળવી રાખવાના અવસર પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલાં વિવાદમાં છેલ્લાં ઝઘડાનો ઉલ્લેખ ન કરો.

સ્વાસ્થ્યઃ- ખાંડને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------

મિથુનઃ- SIX OF PENTACLES

લોન દ્વારા કામ આજે જલ્દી થઇ જશે. જો તમે ઘર ખરીદવાની ઇચ્છા રાખો છો તો યોગ્ય પ્રોપર્ટી તમારી નજરમાં આવી શકે છે જેના માટે આર્થિક મદદ તમને પરિવાર કે મિત્ર દ્વારા પ્રાપ્ત થશે.

કરિયરઃ- એનજીઓ કે સામાજિક કાર્ય સાથે જોડાયેલાં લોકોને કામ આગળ વધારવાના અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરનો વ્યવહાર તમારા પ્રત્યે પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ- અપચો અને એસિડિટી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

----------------------------

કર્કઃ- SIX OF WANDS

તમારી અંદરના નેતૃત્વ ગુણને દર્શાવવા માટે તમને તમારી ભાવનાઓ ઉપર કાબૂ કરતાં શીખવું પડશે. પરિસ્થિતિ હાલ તમારા નિયંત્રણમાં નથી. છતાંય તમારી આશા ગુમાવશો નહીં.

કરિયરઃ- આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર લાવવા માટે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી નકારાત્મકતાને દૂર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 6

----------------------------

સિંહઃ- KNIGHT OF CUPS

તમારી ભાવનાઓને કોઇ સામે પ્રકટ કરતી સમયે તેમની ભાવનાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે. કોઇ નિર્ણય લેતી વખતે નિર્ણય સાથે જોડાયેલ લોકો સાથે ચર્ચા કરીને જ આગળ વધો નહીંતર નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- મિત્ર દ્વારા મળી રહેલાં કામનો પ્રસ્તાવ વિચારીને લો.

લવઃ- ભાવનાત્મક રૂપથી કોઇ સાથે જોડાઇ રહેવું તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડિહાઇડ્રેશનના કારણે શારીરિક સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------------

કન્યાઃ- SEVEN OF CUPS

મનમાં ચાલી રહેલાં તણાવને કોઇ સામે બોલવાની જરૂરિયાત રહેશે. જો તમે જવાબદારી લેવા માટે તૈયાર નથી તો ના બોલવાનું તમારે શીખવું પડશે. તમારા વ્યવહારના કારણે પરિવારના લોકો નિરાશ રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ મળેલાં નવા પ્રોજેક્ટનો ફાયદો તમને થશે.

લવઃ- લગ્નનો નિર્ણય લેતી સમયે વ્યક્તિ અંગે પૂર્ણ જાણકારી હોવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂરી કરવામાં ધ્યાન આપવું.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

----------------------------

તુલાઃ- ACE OF PENTACLES

ભૂતકાળમાં લીધેલાં નિર્ણયનો આર્થિક ફાયદો આજે તમને મળી શકે છે. આવી રહેલાં રૂપિયાનું યોગ્ય રોકાણ કરવું નહીંતર જેટલાં રૂપિયા આવ્યાં છે તેટલાં જ ખર્ચ પણ થઇ જશે.

કરિયરઃ- કરિયર અંગે લીધેલો નિર્ણય તમને આર્થિક ફાયદો અપાવશે.

લવઃ- પાર્ટનરની પ્રગતિ તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરતાં રહો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------------

વૃશ્ચિકઃ- FOUR OF PENTACLES

આજે મોટાભાગનું ધ્યાન તમારા વ્યક્તિગત જીવનને સારું જાળવી રાખવાની યોજનામાં લગાવી શકો છો. આર્થિક સમસ્યાની તકલીફ હોવા છતાં પણ તેની સાથે જોડાયેલ કોઇને કોઇ માર્ગ તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- આર્થિક વૃદ્ધિ માટે નવી નોકરી શોધવાનું શરૂ કરો.

લવઃ- પતિ-પત્ની મળીને આર્થિક પરિસ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરતાં રહે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

----------------------------

ધનઃ- TEMPERANCE

મેડિકલ ક્ષેત્ર શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત કરે. જો તમે સરકારી નોકરીની ઇચ્છા રાખો છો તો યોગ્ય વ્યક્તિન દ્વારા માર્ગદર્શન મળવું તમારા માટે જરૂરી રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતોમાં આજે તમારા સંયમની પરીક્ષા થઇ શકે છે.

લવઃ- મિત્ર દ્વારા આવેલ લવ પ્રપોઝલ તમારા માટે યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- કિડનીની સમસ્યાને અદેખી કરશો નહીં.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

----------------------------

મકરઃ- THE DEVIL

તમારી આર્થિક પરિસ્થિતિને સારી જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. નવું ઘર કે વાહન ખરીદવાની યોજના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. ભૌતિક વાતોમાં પ્રગતિ જોઇ શકવું તમારા માટે સરળ રહેશે.

કરિયરઃ- તમારી મહેનત અને કામનો શ્રેય યોગ્ય રીતે મળવાના કારણે કામ પ્રત્યે વધારે રસ વધશે.

લવઃ- પાર્ટનર્સમાં પ્રેમ અને તાલમેલ વધશે.

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

----------------------------

કુંભઃ- THE TOWER

વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો. આજે તમને આર્થિક નુકસાન થઇ શકે છે. એટલે નાની-નાની વાતો ઉપર પણ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. કોઇ અન્યની ભૂલની સજા તમને મળી શકે છે.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- જૂની વાતોના કારણે પાર્ટનર્સ સાથે ફરીથી ઝઘડો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આગથી બચવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

----------------------------

મીનઃ- THE STAT

આસપાસની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે સરળ રહેશે. નકારાત્મક વાતોને પણ તમે પોઝિટિવ બનાવવામાં સફળ રહેશો. ભૂતકાળમાં કોઇએ કરેલી મદદથી આજે તમને ફાયદો મળી શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગ માટે આજનો દિવસ વિશેષ રહેશે.

લવઃ- મનગમતા વ્યક્તિ સાથે રિલેશનશિપ જાળવી રાખવી તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થવા લાગશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5