તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટેરો રાશિફળ:મંગળવારે મિથુન જાતકોના જીવનમાં નવી આશા જાગશે, નવી યોજનાઓ ઉપર કામ શરૂ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 4 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Two of Pentacles
આજે કેટલાક મામલાઓમાં લોકો તમારી આલોચના કરી શકે છે. દરેક વસ્તુમાં ભૂલો કાઢશે. તમે ઘર અને ઓફિસમાં કોઈની સાથે બોલાચાલી પણ કરી શકો છો. પોતાના વ્યવહારને સંયમિત રાખવા પ્રયાસ કરો.

કરિયરઃ- તમે બીજા પર ખૂબ જ હાવી થઈ શકો ચો. કેટલાક મામલાઓમાં એગ્રેશનને લીધે તમે કાબૂ બહાર જઈ શકો છો. કેટલીક પરેશાનીઓ વધી જશે.

લવઃ- પ્રેમમાં તમે અનિશ્ચિતતાથી નિશ્ચિતતા તરફ જઈ રહ્યા છો.

સ્વાસ્થ્યઃ- ભારે ભોજન ન કરો. પેટનું ધ્યાન રાખો. અપચાની સમસ્યા રહેશે.

---------------------------

વૃષભઃ- Two of Cups
તમારામાંથી ઘણા લોકોમાં સાહસની ખોટ જોવા મળશે. ઘણી ચિંતા કે ભય મહેસૂસ કરી શકો છે. ઘણા ભટકી ગયા હોય તેવું અને અસુરક્ષિત મહેસૂસ કરી શકે છે. આસપાસના લોકો ષડયંત્ર કરી શકે છે. સાવધાન રહેવું.

કરિયરઃ- જૂના પ્રોજેક્ટ કે અધૂરા કામ આવનારા દિવસોમાં પૂરાં થઈ શકે છે.

લવઃ- કોઈ નવા સંબંધોમાં આગળ વધવાનો વિચાર કરશો પરંતુ એક જૂના સંબંધનો અનુભવ તેમને આગળ વધતા રોકશે.

સ્વાસ્થ્યઃ- વ્યાયામ શરૂ કરો.

---------------------------

મિથુનઃ- The Moon
જીવનમાં કંઈક નવું થવાની આશા આજે જાગશે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. નવા લોકો સાથે મુલાકાત તમારી માટે ફાયદાકારક રહેશે. કેટલાક નવા મામલાઓમાં તમને રાહત મળી શકે છે. સમય સારો પસાર થશે, દિવસ તમારી અનુકૂળ છે.

કરિયરઃ- નવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવા માટે દિવસ સારો છે. એગ્રેસિવ અને સાહસી બનો. કોઈ સમસ્યાનો અચાનક હલ મળી જશે.

લવઃ- ભાવનાત્મક રીતે આ સમય તમારી ખૂબ જ સારો છે. જૂની યાદોથી મુક્તિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમને સારી ઊંઘ અને આરામની જરૂર છે.

---------------------------

કર્કઃ- The Chariot
નવા વિચારો સાથે આગળ વધવાનો સારો સમય છે. ભાવનાત્મક રૂપથી તમે દબાયેલાં રહેશો. તમારી ભાવનાઓને ખુલીને વ્યક્ત કરવાનો સમય છે. તમે આજે અનેક મામલે પરિસ્થિતિઓમાં અટકાયેલાં અનુભવશો.

કરિયરઃ- કાર્યોમાં કૂટનીતિ તમને ઉન્નતિ અપાવી શકે છે.

લવઃ- સંબંધોમાં આનંદદાયક સમય રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને પીઠમાં દુખાવાની ફરિયાદ રહેશે.

---------------------------

સિંહઃ- Six of Wands
આજે તમે તમારા ભાગ્ય ઉપર વિશ્વાસ રાખો. કોઇપણ કામ તેટલું જ કરો, જેટલામાં તમે પોતાને તણાવમુક્ત રાખી શકો. સંબંધોમાં તમને કિસ્મતની મદદ મળશે. પ્રકૃત્તિ અને તમારા મનના અવાજ ઉપર વિશ્વાસ કરો, તમારા સ્વભાવમાં રહો.

કરિયરઃ- આજે તમે તણાવ અને થાક અનુભવ કરશો.

લવઃ- પ્રેમ અને સંબંધોમાં બદલાવમાં સંકોચ ન કરો.

સ્વાસ્થ્યઃ- વધારે જવાબદારીઓને સમજ્યા વિના લીધી છે, જેથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ પેદા થઇ શકે છે.

---------------------------

કન્યાઃ- Ace of Pentacles
સંપત્તિમાં રસ ધરાવતા લોકો, રોકાણ કરનારાઓ માટે સારો સમય છે. પરિવારની સાથે મતભેદ થઈ શકે છે. થોડું કનફ્યૂઝન અને ગલતફેમીની સ્થિતિ પેદા થઈ શકે છે. જો કે દિવસનો અંત તમારી માટે અનુકૂળ રહેશે.

કરિયરઃ- આજે કરિયરમાં સફળતાનો દિવસ છે. નવી યોજના માટે સમય સારો છે. તમારામાંથી કેટલાક લોકો માટે કરિયરમાં સ્થાન પરિવર્તન કે બદલીનો નિર્ણય લેવાનો સમય છે.

લવઃ- અવિવાહિતો માટે નવા સાથી મળવાના યોગ છે. પોતાના કેટલાક નિયમ અને અપેક્ષાઓ સમાજ અને દુનિયા માટે તોડવામાં તમે મુશ્કેલીનો અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુઃખાવાની સમસ્યા પર ધ્યાન આપો. તે ગંભીર રૂપ લઈ શકે છે. સાવધાની રાખો.

---------------------------

તુલાઃ- Two of Swords
દિવસ આરામથી વિતશે. તમારી પાસે જવાબદારીઓ ઘણીબધી રહેશે., પરંતુ પૂરાં કરવાનું દબાણ આજે ઓછું રહેશે. પરિવારની સાથે કેટલીક તીખી વાતો થઈ શકે છે, તમારે સમય રહેતાં સંભાળવું પડશે.

કરિયરઃ- કરિયરમાં કામની સંખ્યા ઓછી રહેશે. તમે કરિયર પ્રત્યે વધુ કેન્દ્રિ રહેશો. વેપારમાં લોકો નવા ઉદ્યોગમાં ઉતરશે. ખાદ્ય ઉદ્યોગમાં લોભ મળી શકે.

લવઃ- સંબંધોમાં સ્થિરતા રહેશે. સંબંધોને સમય આપવા અને એકબીજાની ભાવનાઓને સમજવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો.

---------------------------

વૃશ્ચિકઃ- The Emperor
આજે થોડાં ફાલતૂ કાર્યોમાં તમારી ઊર્જા ખર્ચ થઇ શકે છે. જવાબદારીઓ ઉપર ફોકસ ઓછું રહેશે અથવા થોડાં એવા કામ તમારા ભાગમાં આવી શકે છે, જેનું કોઇ ખાસ પરિણામ તમને જોવા મળશે નહીં.

કરિયરઃ- રોકાણનો યોગ્ય સમય છે.

લવઃ- તમારો સંબંધ વધારે પ્રેમાળ અને પરિપક્વ થશે.

સ્વાસ્થ્યઃ- થોડી જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે.

---------------------------

ધનઃ- Temperance
આજે થોડી વસ્તુઓમાં તમે બેચેનીનો અનુભવ કરી શકો છો. તમારા મનને શાંત કરો અને જ્યા સુધી તે ટળી જાય નહીં, તમે તે જ સ્થિતિમાં રહો. ક્યારેક-ક્યારેક તમે કોઇ સ્થિતિનો વિરોધ કરો છો, તે તમારી માટે તેટલી જ પરેશાનીનું કારણ બને છે.

કરિયરઃ- કોઇ ખૂબ જ જરૂરી કામ ટળી જશે.

લવઃ- કોઇ નિશ્ચિત વ્યક્તિની અનુપસ્થિતિ તમને અનેકવાર ભાવુક કરશે.

સ્વાસ્થ્યઃ- ઊંડો શ્વાસ લેવો, તે તમારા તણાવને દૂર કરવામાં મદદ કરશે.

---------------------------

મકરઃ- Judgment
આજે ઘટનાત્મક તેજી રહી શકે છે, તમે તેની માટે તૈયાર નહીં હોવ. કેટલાક કામ તમારી લાપરવાહીને લીધે અટકી શકે છે. નવી શરૂઆત કરવા માટે આજે દિવસ સારો છે.

કરિયરઃ- કોઈ ટાર્ગેટ એચિવ કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડશે. તેમાં તમે ધારેલું પરિણામ મેળવી શકો. નવા બિઝનેસમાં રોકાણ કરી શકો છો.

લવઃ- સંબંધોમાં સંતુષ્ટી જોવા મળશે. આસપાસના લોકોથી વશીભૂત થવાથી સાવધાન રહેવું.

સ્વાસ્થ્યઃ- કોઈ બીમારી તમને પ્રભાવિત કરી શકે છે. મોસમી બીમારી આવી શકે.

---------------------------

કુંભઃ- Ace of Swords
આજે તમને અજીબ અનુભવો થઈ શકે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં ઊંડાણથી વિચારી લેજો. વ્યક્તિગત મામલામાં પોતાને ઠગેલાં મહેસૂસ કરશો.

કરિયરઃ- નવો વ્યવસાય તમને લાભ આપી શકે છે.

લવઃ- પ્રેમમાં નિરાશા મળી શકે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગળાની તકલીફ જણાશે.

---------------------------

મીનઃ- Six of Wands
આજનો દિવસ તમારી માટે ઘણી નવી ઉપલબ્ધિઓ લઈને આવી રહ્યો છે. જો કે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આજે દિવસ તમારી માટે માનસિક રીતે થકાવી દેનારો રહી શકે છે. ઘણી મહેનત પછી મળેલું પરિણામ તમને સુખ આપશે.

કરિયરઃ- કરિયર અને ઓફિસમાં એક પ્રોડક્ટિવ સમય છે. કોઈપણ નવી યોજનાઓને મોડું કર્યા વગર લાગૂ કરવું જોઈએ.

લવઃ- થોડો સમય એકલા રહો. વર્તમાન સંબંધ તણાવને દૂર કરવા માટે તમારે સાથીને સ્થાન આપવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- થાક દૂર કરવા માટે માલિશનો સહારો લઈ શકો છો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો