તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THE FOOL કાર્ડ પ્રમાણે વૃશ્ચિક રાશિના જાતકોને આજે કામના લીધે ગર્વ અને આત્મવિશ્વાસ અનુભવાશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

31 માર્ચ, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ
THE CHARIOT

વેપાર સંબંધી નિર્ણય લેતી વખતે કોઈની સાથે ચર્ચા કરી લેવી જરૂરી બનશે. આસપાસના લોકો પર તમારો પ્રભાવ જળવાઈ રહે તે માટે તમારે તમારાં કૃત્ય અને વિચારો પર વધુ ફોકસ કરવું પડશે. અમુક વાતો વિશે પરિવારના લોકોની નારાજગી સહન કરવી પડશે, પરંતુ કોઇપણ સંજોગોમાં તમે એકબીજાનો સાથ નહીં છોડો.

કરિયરઃ કામ સંબંધી દેખાઈ રહેલી પ્રગતિને કારણે તમને ઉત્સાહનો અનુભવ થશે, તેમ છતાં સંયમ જાળવી રાખવાની આવશ્યકતા રહેશે.

લવઃ પાર્ટનરમાં વિચારોના મતભેદ થઈ શકે છે. તે વિવાદમાં ન પલટાઈ જાય તેનું ધ્યાન રાખશો.

હેલ્થઃ વજન વધવાને કારણે ચિંતા થઈ શકે છે.

લકી કલરઃ સફેદ

લકી નંબરઃ 2

----------------------------

વૃષભ
ACE OF CUPS

ઘણા સમય પછી આપને જીવન સરળતાથી આગળ વધી રહ્યું હોય તેવું લાગશે. જે વાતોમાં પ્રગતિની અપેક્ષા હતી તે દેખાવા લાગશે. આપ આનંદનો અનુભવ કરશો. તેને કારણે તમારી આસપાસનું વાતવરણ પણ પોઝિટિવિટીથી તરબતર રહેશે. ખાસ કરીને પરિવારના લોકો સાથેના તમારા સંબંધો ઠીક રહેશે.

કરિયરઃ કામ સંબંધિત નવી મળી રહેલી તકોને ઝડપી લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.

લવઃ વૈવાહિક જીવન સુખશાંતિ ભરેલું રહેશે. તેમ છતાં પાર્ટનરની લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર રહેશે.

હેલ્થઃ લોહી સંબંધિત કોઈ બીમારી દૂર થશે.

લકી કલરઃ ગુલાબી

લકી નંબરઃ 2

----------------------------

મિથુન
PAGE OF WANDS

વ્યક્તિગત બાબતોમાં અમુક કામ અટવાયેલાં રહેવાને કારણે તમને ચિંતા થઈ શકે છે, પરંતુ કામ આગળ સાથે સંકળાયેલી વાતો આગળ વધતી રહેશે. યુવાનોને પરિવારની સાથે અંતર વધી રહ્યું હોય તેવું અનુભવાશે, પરંતુ આ સ્થિતિને કઈ રીતે બદલી શકાય તે વિશે પણ વિચારી શકશો.

કરિયરઃ કામ સંબંધિત થયેલી ભૂલો શોધીને તેને બને તેટલી ઝડપથી સુધારવાની કોશિશ કરવી પડશે.

લવઃ પાર્ટનરના સ્વભાવનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં દેખાશે, જેને કારણે રિલેશનશિપને કયા વળાંક પર લઈ જવી છે તે વાત પણ આપ નક્કી કરી શકશો.હેલ્થઃ શરીરની ઇમ્યુનિટી ઓછી થઈ જવાને કારણે શરદી-ઉધરસ જેવી તકલીફો થઈ શકે છે.

લકી કલરઃ પીળો

લકી નંબરઃ 1

----------------------------

કર્ક
FOUR OF SWORDS

તમારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવાની જરૂર પડશે. પૈસા સાથે સંકળાયેલી બાબતોમાં ચિંતા થવાને કારણે કોઈ કામમાં મન નહીં લાગે. તમારા ઉત્સાહ અને વિશ્વાસને કારણે જીવનમાં આવી રહેલા તમામ સંકટને દૂર કરવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ કામ સંબંધિત વાતોમાં સ્થિરતા આવતી દેખાશે, આવકમાં વધારો ન થવાને કારણે ચિંતા થઈ શકે છે.

લવઃ પ્રેમ સંબંધમાં અંતર આવતું દેખાશે, જેનો તમે આસાનીથી સ્વીકાર કરીને આગળ વધવાની કોશિશ કરશો.

હેલ્થઃ શરીર તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણી અને જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી બનશે.

લકી કલરઃ લાલ

લકી નંબરઃ 4

----------------------------

સિંહ
THE DEVIL

પતિ-પત્નીમાં થઈ રહેલા મતભેદની અસર આપના પરિવાર પર પડી શકે છે. એકબીજાના વિચારોની વિરુદ્ધ જવું તે એકબીજાની વિરુદ્ધ જવું એવું ન હોય, એ વાત સમજી લો. આજના દિવસે સ્ટ્રેસફુલ વાતાવરણ રહેવાને કારણે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો તમારા માટે અઘરો બની શકે છે. તેને કારણે આપ ચીડિયાપણું અને જીવ ચૂંથાતો હોય તેવું મહેસૂસ કરશો.

કરિયરઃ પાર્ટનરની દરેક વાતને નિયંત્રણમાં રાખવાની કોશિશ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહેશે.

લકી કલરઃ પર્પલ

લકી નંબરઃ 3

----------------------------

કન્યા
KING OF CUPS

આજે આપ વધારે પડતું લાગણીશીલ હોવાનું અનુભવશો, જેને કારણે કામ સંબંધિત અમુક નિર્ણયો પણ ભાવનાત્મકતાથી પ્રભાવિત થશે. તેનું પરિણામ આપ પર નહીં આવે, પરંતુ આપના નિર્ણયને કારણે આપને તકલીફનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ પૈસા સંબંધિત રોકાણમાં વધુ ધ્યાન આપવાને કારણે આપને આર્થિક સ્થિરતા અનુભવાશે. તેમ છતાં કામને વધુ બહેતર બનાવવાની કોશિશ ચાલુ રાખવી પડશે.

લવઃ લવ રિલેશનશિપ કે પ્રેમ સંબંધોને કારણે નારાજગી ઊભી થઈ શકે છે.

હેલ્થઃ કમરનો દુખાવો અને સાંધાનો દુખાવો તકલીફો આપી શકે છે.

લકી કલરઃ નીલો

લકી નંબરઃ 7

----------------------------

તુલા
SIX OF WANDS

તમારે જીવનમાં આગળ વધવાના પ્રયાસ ચાલુ રાખવા પડશે. આપના વિચારોમાં હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે, તેને તમારાં કાર્યોમાં પણ લાવવાની કોશિશ કરશો. નવા લોકો સાથે જોડાયેલા રહેવાને કારણે જીવન સંબંધિત નવી વાતો શીખવા મળશે, જે તમને વ્યક્તિગત પ્રગતિ માટે ફાયદાકારક પુરવાર થઈ શકે છે.

કરિયરઃ કામ સંબંધિત બાબતોને લીધે પ્રવાસનું આયોજન થઈ શકે છે અથવા તો નવા શહેરમાં ટ્રાન્સફર થવાની સ્થિતિ પણ સર્જાઈ રહી છે.

લવઃ તમારા ઉપર પાર્ટનરની નારાજગીને તેઓ મોકળા મને વ્યક્ત નહીં કરી શકે.

હેલ્થઃ બાળકોને કફ સંબંધિત તકલીફ થઈ શકે છે.

લકી કલરઃ ઓરેન્જ

લકી નંબરઃ 6

----------------------------

વૃશ્ચિક
THE FOOL
તમારા કામને લીધે તમને ગર્વ અને આત્મવિશ્વાસ અનુભવાશે. કામને લગતી બાબતોમાં લીધેલું રિસ્ક તમને પ્રગતિ અપાવશે, તેમ છતાં પૈસા સંબંધિત બાબતોમાં ઝાઝું રિસ્ક ન લેશો. પરિવારના લોકોએ તમારા પર મૂકેલો વિશ્વાસ અને આશા જળવાઈ રહેશે.

કરિયરઃ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામને કારણે દોડધામ રહી શકે છે.

લવઃ પાર્ટનરની મદદથી જટિલ નિર્ણય લેવો તમારા માટે સરળ રહેશે. સાથોસાથ પાર્ટનર દ્વારા મળી રહેલા સહયોગને જોઇને તેમના પ્રત્યેનો તમારો આદર વધશે.

હેલ્થઃ ઊંઘ પૂરી કરવા પર ધ્યાન આપશો.

લકી કલરઃ સફેદ

લકી નંબરઃ 5

----------------------------

ધન
QUEEN OF PENTACLES

માત્ર પૈસાને જ વધુ પડતું મહત્ત્વ આપવાને કારણે તમે તમારા સ્વજનોથી દૂર જઈ રહ્યા છો. સંબંધોમાં અને વ્યવહારમાં સંતુલન જાળવવાની કળા તમારે શીખવી પડશે. પરિવારના લોકોની જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવશો, પરંતુ તેને જતાવતા રહેવાની વૃત્તિને કારણે અમુક લોકોની તમારા પ્રત્યે નારાજગી પેદા થઈ શકે છે.

કરિયરઃ કામ સંબંધિત વાતોને યોગ્ય દિશા ન આપી શકવાને કારણે તમારા માટે મુશ્કેલી પેદા થઈ શકે છે.

લવઃ પાર્ટનર પ્રત્યે દુર્લક્ષ સેવવાને કારણે પ્રેમ સંબંધોમાં સ્ટ્રેસ પેદા થશે.

હેલ્થઃ પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. ખાણીપીણી પર ધ્યાન આપવું પડશે.

લકી કલરઃ લાલ

લકી નંબરઃ 8

----------------------------

મકર
THE HIGH PRIESTESS

જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો તમારા માટે ભલે તકલીફનું કારણ બની રહ્યા હોય, પરંતુ આ પરિસ્થિતિ બદલવી પણ તમારા માટે શક્ય છે. આથી જ ભૂતકાળમાં વધુ પડતા ન પડો અને આગળની પરિસ્થિતિને કઈ રીતે વધુ સારી બનાવી શકાય તે વિશે વિચારો.

કરિયરઃ કામ સંબંધિત કરેલી યોજના વિશે હાલ ચર્ચા કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લવઃ વ્યક્તિગત બાબતોને કારણે થઈ રહેલી બેચેનીને કારણે તમે રિલેશનશિપ પર પણ ધ્યાન નહીં આપી શકો.

હેલ્થઃ વધુ પડતું ગળ્યું ખાવાનું ટાળશો.

લકી કલરઃ લીલો

લકી નંબરઃ 5

----------------------------

કુંભ
FIVE OF SWORDS

કામમાં જેટલી ઉતાવળ કરશો, એટલી જ વધારે ભૂલો કરશો. તેને કારણે કામ સરળ હોવા છતાં પણ તમારે વધુ પડતી મહેનત કરવી પડશે. મન સ્થિર કરીને એક વખત કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

કરિયરઃ વ્યક્તિગત વાતોને અને કામ સંબંધિત વાતોને અલગ અલગ રાખવાનું તમારે શીખવું પડશે.

લવઃ તમારા દ્વારા ઉચ્ચારાયેલા કઠોર શબ્દોને કારણે પાર્ટનર સાથે અંતર વધી શકે છે.

હેલ્થઃ ગરદન અને ખભા સંબંધિત પીડા હેરાન કરી શકે છે.

લકી કલરઃ ગ્રે

લકી નંબરઃ 4

----------------------------

મીન
KING OF PENTACLES

પૈસાના ટાર્ગેટ પૂરા થશે, જેને કારણે નવા કામ સંબંધિત યોજના બનાવી શકશો. પરંતુ તમારામાં આત્મવિશ્વાસની ઊણપ હોવાને કારણે કોઇપણ વાત પર અમલ કરવાનું અત્યારે તમારા માટે અઘરું બનશે. જીવનમાં આવી રહેલાં નવાં પરિવર્તન તમારી અંદર ભય પેદા કરી શકે છે. અત્યારે પરિસ્થિતિ જેવી છે તેવી જ તેને સ્વીકારીને તમારી જાતને શાંત રાખવાની કોશિશ કરવી પડશે.

કરિયરઃ વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે.

લવઃ રિલેશનશિપમાં અપેક્ષા પ્રમાણેની જ પ્રગતિ દેખાશે.

હેલ્થઃ એક જગ્યાએ લાંબા સમય સુધી બેઠા રહીને કામ કરવાને લીધે શરીરમાં સોજા આવી શકે છે.

લકી કલરઃ પીળો

લકી નંબરઃ 1

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો