તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:PAGE OF WANDS કાર્ડ પ્રમાણે શનિવારે મેષ જાતકોએ પાર્ટનરની તકલીફ સમજીને તેમની હિંમત વધારવી, ત્વચા પર એલર્જી થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

31 જુલાઈ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF WANDS

જીવનની તકલીફોની ચર્ચા બીજા કોઈ સાથે ના કરો. લોકોની ઊર્જાની અસર તમારા પર વધારે થશે. અમુક લોકોને તેમની તકલીફોને લીધે તમારા પ્રત્યે ઈર્ષા થશે. ખરાબ એનર્જીથી બચવા માટે ઘરના ખૂણામાં મીઠું મૂકો.

કરિયરઃ- કામમાં વારંવાર નવી તકલીફો આવી શકે છે.

લવઃ- પાર્ટનરની તકલીફ સમજો અને તેમની હિંમત વધારો.

સ્વાસ્થ્યઃ- ત્વચા પર એલર્જી થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-----------------------------

વૃષભ: THE MAGICIAN

ઘર અને કામમાં બેલેન્સ રાખો. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ ધ્યાનથી કરવો, નહિ તો પ્રોબ્લેમ થઈ શકે છે. જો કોઈના વર્તનથી તકલીફ થતી હોય તો તેને આ વિશે કહી દેવું જોઈએ. આવનારી તકલીફોમાંથી તમે નવી સ્કિલ શીખશો.

કરિયરઃ- બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ તેમના વ્યવહાર વિશે ધ્યાન રાખવું.

લવઃ- રિલેશનશિપમાં તમારા ઈગો લીધે વધારે તકલીફ થશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીને લીધે માથામાં દુખાવો અને ઉબકા આવશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-----------------------------

મિથુનઃ- EIGHT OF SWORDS

કોણ તમારા પ્રત્યે ખોટું વિચારે છે તે જાણવું જરૂરી છે નહીં તો માનસિક સ્વાસ્થ્ય બગડશે. તમારો સંગત સારો રાખવો.

કરિયરઃ- માત્ર ભવિષ્યનું વિચાર્યા કરવાથી હાલના કામ પર અસર પડશે. પોતાના પર વિશ્વાસ રાખવો.

લવઃ- દિવસની શરુઆતમાં પાર્ટનર સાથે રિલેશન સ્ટ્રેસવાળા રહેશે. દિવસના અંત સુધીમાં ફરિયાદો ઓછી થઈ જશે.

સ્વાસ્થ્યઃ- પાચનશક્તિ સારી રાખવા માટે ભોજનમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

-----------------------------

કર્કઃ-KNIGHT OF SWORDS

જીવનમાં બની રહેલી નવી ઘટનાઓથી તમારો આત્મવિશ્વાસ વધશે અને લક્ષ્ય પર વધારે ધ્યાન આપો. જૂનાં મિત્રો સાથે ફરીથી મુલાકાત થવાથી ખુશ રહેશો.

કરિયરઃ- ઝડપથી કામ સંબંધિત તક મળશે. તમારે કામની ગતિ વધારવાની જરૂર છે.

લવઃ- હાલ માટે કોઈ પણ રિલેશનશિપને સ્થિર ના સમજો.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફ ઓછી થશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------------

સિંહઃ- THE HERMIT
તમને તમારા સ્વભાવ વિરુદ્ધ કેટલીક બાબતો કરવાનું મન થઈ શકે છે. તેથી, નવા વિચારો અને નવા ફેરફારોને કારણે તમે તમારા વ્યક્તિત્વમાં પણ ફેરફાર જોઈ શકો છો. તમે ધીમે-ધીમે તમારામાં કેટલાક ફેરફારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો જેના કારણે જે વસ્તુઓ તમારી પ્રગતિમાં અવરોધરૂપ હતી અને પસ્તાવો કરતી હતી તે તમારા જીવનમાંથી દૂર જવાનું શરૂ કરશે.

કરિયરઃ- તમને તમારા કાર્યને લગતી ટ્રેનિંગ મેળવવાની તક મળશે, જેના કારણે તમારા માટે નવો આર્થિક સ્રોત ઊભો થઈ શકે છે.

લવ:- સંબંધોને લઈને ચાલી રહેલા તણાવને કારણે તમે ગુસ્સે થશો. આ સાથે પરિવારના સભ્યો પણ તમારા સંબંધને લઈને ચિંતા કરી શકે છે.

સ્વાસ્થ્ય:- શારીરિક થાક વધુ રહેશે. આરામ કરવો પડશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9
.........................................
કન્યાઃ- THE MOON

તમને તમારી કેટલીક બાબતોનો નિશ્ચિતપણે ઉકેલ મળશે. પરંતુ અપેક્ષિત વસ્તુઓ પૂરી ન થવાને કારણે થોડી ઉદાસીનતા આવી શકે છે. તમારી પ્રેરણાથી કોઈ બીજું તેમના કાર્યમાં પ્રગતિ કરતું જોશે. પરંતુ તમારી જાતને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ ન હોવાને કારણે તમે તમારી જાતથી અસંતુષ્ટ રહેશો.

કરિયર:- જે કારણોસર કામમાં અડચણ આવી છે તેને દૂર કરતી વખતે ઘણા લોકો સાથે વાદ-વિવાદ ઊભો થઈ શકે છે. તેને તમારી માનસિક સ્થિતિ પર અસર ન થવા દો.

લવ:- ફક્ત તમારા નજીકના વ્યક્તિ દ્વારા જ તમારા સંબંધોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. તેથી, તમારે સાવચેત રહેવું જોઈએ.

સ્વાસ્થ્યઃ- શરીરની રોગપ્રતિકારકતા ઘટી રહી છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી બનશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 6
.........................................
તુલાઃ- THE WHEEL OF FORTUNE

તમારા મહત્ત્વપૂર્ણ કાર્યના મધ્યમાં તમારે અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું પડી શકે છે, જેના કારણે તમારું ધ્યાન વિચલિત થઈ શકે છે. પરંતુ તમે બંને વસ્તુઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરશો. જો વિવાદિત પરિસ્થિતિ ઊભી થઈ તો ઘરના લોકો સાથે વાતચીત થોડી ઓછી કરો.

કરિયર:- તમને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધિત યોગ્ય માહિતી મળશે, જેના કારણે નિર્ણય લેવાનું તમારા માટે સરળ રહેશે.

લવ:- પાર્ટનર્સ મહત્ત્વપૂર્ણ બાબતોમાં સમજણ બતાવશે અને તમારા કાર્યોને તેમની ક્ષમતા અનુસાર વહેંચવાનો પણ પ્રયાસ કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવને કારણે માથામાં ભારેપણું અનુભવાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1
.........................................
વૃશ્ચિકઃ- THE SUN

તમે દરેક પરિસ્થિતિમાં માનસિક રીતે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત અનુભવી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. લોકોની પ્રગતિ જોઈને તમારાં લક્ષ્યને લઈને તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થશે. લોકો સાથે સરખામણી કરીને અથવા લોકોના દબાણમાં આવીને તમારા ધ્યેયને બિલકુલ બદલશો નહીં.

કરિયર:- કામ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન કરવું તમને મુશ્કેલ લાગશે. તેમજ તમને તેનો માર્ગ સરળ રીતે મળી જશે. તેથી રસ્તો શોધતી વખતે વધુ જટિલ બાબતોમાં ફસાઇ ન જાઓ તેનું ધ્યાન રાખવું.

લવ:- તમે તમારા પાર્ટનર અને પરિવારને પૂરો સમય આપી શકશો. જેના કારણે દરેક વ્યક્તિ ખુશ અને શાંતિ અનુભવશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવાની જરૂર રહેશે. અકસ્માતમાં થયેલી ઈજા મટવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4
...................................

ધનઃ- JUDGEMENT

સ્વાસ્થ્ય પ્રત્યે તમારે આજે વધારે ધ્યાન આપવાની જરૂર છે કેમ કે તમારા નકારાત્મક વિચારો અને તણાવના કારણે સ્વસ્થ્ય ખરાબ થઈ જવાથી ચિડિયાપણું મહેસૂસ થશે અને દરેક વ્યક્તિની સાથે કારણ વગર ઝઘડો અથવા નારાજગીનો સામનો તમારે કરવો પડી રહ્યો છે. પોતાને માનસિક અને શારીરિક રીતે પહેલા કરતાં સારા બનાવો જેથી આગળ જઈને મોટા કામોની જવાબદારી લઈ શકો.

કરિયરઃ- વધારે પૈસા કમાવવા માટે જે કાર્ય ક્ષેત્રને તમે પસંદ કર્યું છે તે અત્યારે તમારા માટે લાભકારક નથી. તેથી મુખ્ય કામ પર જ ધ્યાન આપવું.

લવઃ- પાર્ટનરને તેમની ભૂલનો અહેસાસ થશે અને તેમના દ્વારા સંબંધને સુધારવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- સુગર સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5
----------
મકરઃ- NINE OF WANDS

તમારી આસપાસની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે જેને અપનાવામાં તમને થોડો સમય લાગી શકે છે. પરિવારના કેટલાક લોકોની સાથે સંબંધ બદલાતા જોવા મળશે. જે પણ ફેરફાર આવી રહ્યો છે તેની ચિંતા ન કરતા તમે તમારી અપેક્ષા અને ઈચ્છા પ્રમાણે જે વાતો થઈ રહી છે તેના પર ધ્યાન આપો.

કરિયરઃ- તમને ગમતી નોકરી અથવા કામ મેળવવા માટે વડીલોની મદદની જરૂર પડશે.

લવઃ- પૂર્વ પ્રેમી તમારા સ્થિતિ રિલેશનશિરમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી ઉધરસના કારણે વધારે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5
-------
કુંભઃ- TEN OF WANDS

તમને તમારી ઈચ્છા અનુસાર પ્રગતિ જોવા મળશે, પરંતુ પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ તમારે ઉઠાવી પડી શકે છે, જેના માટે તમે અત્યારે માનસિક રીતે તૈયાર નથી એટલા માટે તણાવ વધારે રહેશે. તમારી અંદરની ક્ષમતાને ઓળખો અને અપેક્ષા અનુસાર કામ મેળવવા માટે મહેનત કરવાની તૈયારી રાખો.

કરિયરઃ- કામની જગ્યાએ કેટલીક વાતો તમારા મનના અનુસાર ન થવાને કારણે કામ પર ધ્યાન હટી શકે છે.

લવઃ- રિલેશનશિપ અને પરિવાર સંબંધિત જવાબદારીઓ માત્ર તમારે જ ઉઠાવવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8
-----
મીનઃ- THREE OF CUPS

અનેક મુશ્કેલીઓ અને લોકોના વિરોધ બાદ તમારી ઈચ્છા પૂરી થશે. તમારી ખુશીઓમાં મિત્ર અને પરિવાર સામેલ થશે પરંતુ પરિવારના લોકોનો વિરોધા ચાલુ રહી શકે છે તેની સામે સંબંધ સારા રાખવાનો પ્રયાસ કરવો. તમારું ધ્યાન માત્ર મિત્ર પરિવારની તરફ જ હોવું જોઈએ.

કરિયરઃ- તમારા કામ સાથે સંબંધિત મોડા કોન્ટ્રાક્ટ તમને પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ લગ્ન સંબંધિત બાબતો આગળ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- વ્યસનથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 7

અન્ય સમાચારો પણ છે...