તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શુક્રવારે 12માંથી 9 રાશિના જાતકોને કાર્ડ્સ પ્રમાણે આર્થિક લાભની મોટી તક મળી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 31 જુલાઈના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Page of Swords

જૂની ચિંતામાંથી મુક્તિ મેળવવા અને નવા વિચારો સાથે આગળ વધવાનો આજનો દિવસ છે. જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. આનાથી મન હળવું થશે અને ચિંતાનું સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં, બધું જ સમય સાથે હલ થશે. આજે તમારી શક્તિ ઓછી નથી. તેને યોગ્ય દિશામાં વાળો. સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો.

કરિયરઃ- તમારી કાર્ય પદ્ધતિઓને બદલવાનો આ સમય છે. તમે તમારી પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.

લવઃ- સંબંધોમાં દ્વિધા અનુભવી શકાય છે. તમારા નજીકના મિત્રોમાંથી કોઈની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- તમારે આજે તમારી ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. કેટલાક લાંબા વ્યસનોના લીધે આરોગ્ય બગડી શકે છે.

-------------------

વૃષભઃ- Three of Pentacles

આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક બની શકે છે. તમને વધુ લાગણી થઈ શકે છે. તમારા વિચારોને નિયંત્રિત કરો નહીં તો આવી સ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. તમારા સમયને મહત્વ આપો, આજે મિત્રો સાથે વ્યર્થ વાતચીતમાં સમય વ્યર્થ ન કરો. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો, તો પછી તેનાથી સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો.

કરિયરઃ- આજે તમારું કામમાં ફોકસ સારું રહેશે.

લવઃ- તમારી ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

------------------

મિથુનઃ- The Hierophant

કોઇ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. તમારી યોગ્યતા ઉપર તમે વિશ્વાસ રાખો. કોઇપણ વાતને લઇને એટલાં પ્રભાવિત થવું નહીં. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આજે કોઇ રોમેન્ટિક સંબંધની શરૂઆત થઇ શકે છે.

કરિયરઃ- નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળશે.

લવઃ- પ્રિયજન સાથે સારો સમય વિતાવવા મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતા કરશો નહીં.

----------------------

કર્કઃ- Ace of Pentacles

તમારા સ્વાસ્થ્ય માટે સખત મહેનત કરો, તમને જલ્દી જ સારું ફળ મળશે. આજનો દિવસ થોડો મુશ્કેલ હોઈ શકે છે. જુના સંજોગો મનમાં ઉદાસીનો અનુભવ કરાવશે. પરંતુ તે નવા જીવનની નિશાની પણ છે. આ પરિવર્તન અપનાવી ખુશ રહો. જે તમારા જીવન માટે મદદરૂપ નથી તે તમારાથી દૂર થઈ જશે. આત્મનિર્ભરતા તરફ આગળ વધો.

કરિયરઃ- કામમાં તમારું ધ્યાન રહેવું જરૂરી છે. તમારા લક્ષ્યને મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે.

લવઃ- સંબંધોમાં ઉંડાઈ માટે પારદર્શિતા જરૂરી છે. તમારી ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો. પોતાની જાત ઉપર પણ થોડું ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખોટી ચિંતા ટાળો. કોઈપણ રોગના લક્ષણોને અવગણશો નહીં. સ્હેજ પણ અણસાર લાગે તો ડૉક્ટરની સલાહ લો.

------------------

સિંહઃ- Six of Swords

આજે તમારા માટે રચનાત્મક ઊર્જાના સ્તરને ઊંચી રાખવાનો દિવસ છે. તમને સારી તકો મળી શકે છે. જો તમે તેને યોગ્ય દિશા આપો તો ફાયદો થશે. આ સાથે આજે તમે પ્રયત્નો પણ કરો અને સફળતાની તક પણ ઝડપી લો તે જરૂરી છે. ધૈર્ય રાખો. ધન લાભના યોગ છે. કોઈ પણ પ્રકારની અછત નથી. ફક્ત તમારી વર્તણૂકમાં સંયમ જાળવો.

કરિયરઃ- આજે કામમાં મન નહીં લાગે. તમારું ફોકસ ટકાવી રાખો. જો તમે કામથી સંતુષ્ટ ન હોવ તો એ કામ કરો જેમાં તમને ખુશી મળશે.

લવઃ- પરિજનોની સાથે આજે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે. બાળકોની સાથે સારો સમય વિતશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે તમે પ્રયાસ કરતાં રહો.

------------------

કન્યાઃ- The Fool

આજનો દિવસ તમારા મનમાં ઉદ્ભવતા વિચારો પર નિયંત્રણ સાથે આગળ વધવાનો છે. તમે જે પરિસ્થિતિને ટાળવા માટે પ્રયાસ કરી રહ્યાં છો. જેટલી વહેલી તકે તેનો સામનો કરો તેટલું જ તમે ફાયદામાં રહેશો અને તાણ પણ દૂર થઈ જશે. નકારાત્મક વિચારોને મનથી ટાળો, કોઈ નિષ્ણાંત અથવા સલાહકારની મદદ લેવી. તમારી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જૂની બાબતોને ઉખેડો નહીં. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.

કરિયરઃ- તમે તમારી જાતને પરિસ્થિતિ પ્રમાણે ઢાળી લો.

લવઃ- પ્રિયજનના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખો.

------------------

તુલાઃ- The Lovers

આજનો દિવસ તમારા માટે થોડી મુશ્કેલીભર્યો હોઈ શકે છે. તમારે આ વખતે ધીરજ રાખવી પડશે. કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂરા થવામાં સમય લાગી શકે છે. આજે તમારી જવાબદારીઓ અને જરૂરી કાર્યોને થોડા ઝડપથી નિવારશો, તમારા માટે થોડો સમય કાઢો. મહત્વપૂર્ણ નિર્ણયો માટે આજે ચિંતા કરશો નહીં અને તેમને સમય પર છોડી દો. તમારી ચિંતાઓ સમયને હલ કરવા દો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ બદલાવની જરૂરિયાત છે.

લવઃ- સંબંધોમાં નેગેટિવિટી આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

------------------

વૃશ્ચિકઃ- Five of Pentacles

આજનો દિવસ તમારા માટે સારો છે પરંતુ આત્મવિશ્વાસના અભાવને લીધે તમને થોડી મુશ્કેલીનો અનુભવ થશે. ભવિષ્ય વિશે ચિંતા કરવામાં તમારા વર્તમાનને બગાડો નહીં. ભવિષ્ય માટે ખૂબ વિચારવું અને બેચેન રહેવું બતાવે છે કે તમને તે સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ નથી. તે હંમેશા તમારી સંભાળ રાખશે. વ્યર્થ ચિંતાઓના કારણે મનમાં તણાવ વધશે અને ધ્યાન કામ પરથી દૂર થશે. તમારી વિચારસરણીને નિયંત્રિત કરો.

કરિયરઃ- કામ સંબંધિત વિદેશ યાત્રાના યોગ છે.

લવઃ- સંબંધોમાં બદલાવના કારણે મનમાં અસમંજસ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------

ધનઃ- Justice

નોકરી ન મળવાના કારણે અથવા તમારી શ્રેષ્ઠતામાં કોઈ ભૂમિકા ન મળવાના કારણે આજે તમને થોડી અગવડતાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર તમારા મગજમાં કોઈ તણાવ ન થવા દો. જો તક ઉપલબ્ધ ન હોય તો, પછી જાતે તક બનાવવાનો પ્રયાસ કરો. આજે કંઈક નવું શરૂ કરવા, નવી યોજના બનાવવાનો સારો દિવસ છે પરંતુ તેના પર કામ કરવાની જરૂર છે.

કરિયરઃ- ઓફિસમાં પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરો. આજે નવો કોન્ટ્રેક્ટ મળવાની આશા છે.

લવઃ- સંબંધોમાં પોતાના પ્રિયજનોનું મહત્વ સમજો. તેની જરૂરિયાતોને નજરઅંદાજ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પોતાના સ્વાસ્થ્યનો પોતે જ ઈલાજ ન કરો, ડોક્ટરની સલાહ લો.

------------------

મકરઃ- Death

આજે તમે તમારી કલ્પનાનું ફળ મેળવી શકો છો. તમને તમારી યોજનાઓથી પ્રશંસા મળશે. કામમાં તમારું ધ્યાન ખૂબ જ સારું રહે છે. પરંતુ તેના કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓને અવગણશો નહીં. જો તમે કોઈ પરિવાર સાથે વ્યવસાય કરવાનું વિચારતા હોવ તો સારું રહેશે. આજે તમે કોઈ સામાજિક મેળાવડામાં કોઈકને મળી શકો છો જેની સાથે સારા સંબંધો રહેશે.

કરિયરઃ- ઓફિસમાં કોઈ વાતને લીધે તમારા મનમાં પરેશાનીઓ પેદા થઈ શકે છે. ઘબરાઓ નહીં, ઝડપથી સ્થિતિ તમારી અનુકૂળ થઈ જશે.

લવઃ- પ્રિયજનોની સાથે કોઈ વાતે તણાવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તણાવથી બચવું. મોસમને લીધે કોઈ રોગ પરેશાન કરી શકે.

------------------

કુંભઃ- The Emperor

આજનો દિવસ તમારા માટે આળસથી ભરેલો હોઈ શકે છે. તમે થોડી શક્તિનો અભાવ અનુભવી શકો છો. લાંબા સમયથી ચાલતા સંજોગોમાં પરિવર્તન આવશે, જેના કારણે ઉદાસી અનુભવી શકો છો. પરિવર્તન એ જીવનનો નિયમ છે, કંઈપણ સારું અથવા ખરાબ કાયમી નથી. પોતાને ખરાબ અનુભવોથી દૂર કરી નાખો. આજે તમારા પ્રિય ભગવાનને યાદ કરવાનો અને તેના માટે પ્રાર્થના કરવાનો દિવસ છે.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. જો તમે પોતાની નોકરીમાં વાધાઓ અનુભવી રહ્યા હોવ તો ટાળવા માટે આ સમય યોગ્ય છે.

લવઃ- અવિવાહિતો માટે આજે દિવસ સારો રહેશે. નિરાશ ન થશો, જલદી જ વાત પાક્કી થઈ જશે. પ્રેમી કે પ્રેમિકા માટે પઝેસિવ ન રહો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી રોગ દેખાય તો અનદેખી ન કરો.

------------------

મીનઃ- Wheel of Fortune

આજનો દિવસ તમારા માટે અણધાર્યા સંજોગો અને અણધાર્યા ફાયદાઓ લઈને આવ્યો છે. શરૂઆતમાં સંજોગો થોડો વિરોધાભાસી લાગશે પરંતુ અંતે તે તમારા પક્ષમાં આવશે. આ માટે તમારે તમારા મનને કાબૂમાં રાખવું પડશે. આજે તમને આધ્યાત્મિક પ્રગતિ કરવાની સારી તક પણ મળશે. તમારા જીવનમાં તમારા સિવાય બીજા માટે પણ સારું કામ કરો.

કરિયરઃ- તમારા લીડરશિપના ગુણોના વખાણ થશે.

લવઃ- સંબંધોમાં આજે તમે ખૂબ જ મેચ્યોરિટી સાથે પરિસ્થિતિને હેન્ડલ કરી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પોઝિટિવ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser