તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:ટેરો કાર્ડ THE STAR પ્રમાણે, મહિનાના છેલ્લાં દિવસે મીષ જાતકોને કોઇ સારો અવસર મળી શકે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

31 ઓગસ્ટ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KING OF SWORDS

કોઇપણ નિર્ણય લેતાં પહેલાં થોડી જાણકારી પ્રાપ્ત કરો અને ઉતાવળમાં નિર્ણય ન લો. જે કાર્યની શરૂઆતની લાંબા સમયથી રાહ હતી, તે કાર્યની શરૂઆત આ સપ્તાહ થઇ શકે છે. આજે કોઇ સારા સમાચાર મળવાની સંભાવના છે.

કરિયરઃ- જો તમે આગળ અભ્યાસની ઇચ્છા ધરાવો છો તો કોર્સ વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરો.

લવઃ- લવ લાઇફ સંતુલિત રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

વૃષભઃ- ACE OF CUPS

મિત્રો સાથે આજે મનમુટાવ થઇ શકે છે. થોડી જૂની વાતોના કારણે મન વિચલિત થશે. કિંમતી વસ્તુ સંભાળીને રાખો. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આજે ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. સવારની શરૂઆત સૂર્યોદય સાથે કરો.

કરિયરઃ- વરિષ્ઠ વ્યક્તિઓ સાથે નિરાશા થશે.

લવઃ- પ્રિયજનની યાદમાં તમે વ્યાકુળ રહેશો.

સ્વાસ્થ્યઃ- હોર્મોનલ ઇન્બેલેન્સ તમારો મૂડ ખરાબ કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

--------------------------------

મિથુનઃ- TWO OF CUPS

આજે તમને સંઘર્ષ પછી વિજય પ્રાપ્ત થશે, પરંતુ તમારો સંઘર્ષ ઈગોના કારણે તો નથી આ વાતનું ધ્યાન રાખો. આજે તમારું ફોકસ અને મહેનતની વૃત્તિ આગળ વધવામાં મદદ કરશે. આજે કામ સફળ થશે.

કરિયરઃ- વરિષ્ઠ લોકો અને મિત્રો પાસેથી પ્રશંસા મળશે.

લવઃ- દરેક વખતે જીતવાની તમારી ઇચ્છા પ્રિય વ્યક્તિને દુઃખી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વસ્થ અને ઉત્સાહવર્ધક દિવસ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

--------------------------------

કર્કઃ- THREE OF WANDS

આજનો દિવસ તણાવથી ભરપૂર રહેશે. જો તમને આર્થિક ચિંતા છે તો તેનો ઉકેલ સાંજ સુધી મળી જશે. આજે તણાવ હોવા છતાં તમારી અંદર આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. આર્થિક ચિંતા માત્ર આજનો દિવસ જ રહેશે.

કરિયરઃ- આજે તમારુ કોઇ કામ પૂર્ણ થશે નહીં.

લવઃ- પ્રિયજનનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અથવા માથાનો દુખાવા સાથે જોડાયેલી બીમારીઓ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------------------

સિંહઃ- THE MOON

કોઇ યાત્રા સંબંધિત આજે તમે નિર્ણય લેશો. પરિવાર સાથે વિતાવેલ સમય માનસિક સંતુષ્ઠિ આપશે. પરિવાર સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ આજે તમે કુશળતાથી લઇ શકશો. બધાને સાથે રાખીને ચાલવું તમારી ખાસિયત છે.

કરિયરઃ- ક્ષમતાથી વધારે કાર્યની જવાબદારી લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- યૂરિન સાથે જોડાયેલી સમસ્યા થોડો સમય પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 8

--------------------------------

કન્યાઃ- THE SUN

ઘરના પુરૂષ સભ્યો સાથે ભાવનિક સ્તર પર ઘણો સહયોગ મળશે જે તમારા ઉત્સાહનો સ્ત્રોત રહેશે. સંતાન પાસેથી સુખની પ્રાપ્તિ થશે. આજે જે સમસ્યાઓ હતી તે કોઇ અન્યના માધ્યમથી દૂર થશે.

કરિયરઃ- નવા કાર્યની શરૂઆત થશે.

લવઃ- પ્રિયજન સાથે અચાનક મુલાકાત થશે.

સ્વાસ્થ્યઃ- ગરમ પદાર્થોનું સેવન ન કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------------------------

તુલાઃ- JUDGEMENT

પ્રોપર્ટી અથવા આર્થિક વ્યવહાર સંબંધિત નિર્ણય આજે ન લેશો. આર્થિક વ્યવહારમાં નુકસાન થવાની સંભાવના છે. મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ વાંચીને જ નિર્ણય લો. ઘરનું કોઇ સભ્ય નિરાશાનું કારણ બનશે.

કરિયરઃ- કામમાં સર્વસાધારણ યશ મળશે

લવઃ- સાથી સામે કોઇ વાત છુપાવશો નહીં.

સ્વાસ્થ્યઃ- શરીરની તકલીફને અદેખી ન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

વૃશ્ચિકઃ- THE WORLD

આજે માનસિક સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. ક્યારેક વ્યક્તિ વિચારોમાં એટલો ખોવાઇ જાય છે કે તેમને પોતાની પરિસ્થિતિનો અંદાજો જ રહેશો નથી. આજે તમારે તમારી ક્ષમતાને ઓળખવાની રહેશે.

કરિયરઃ- કરિયરમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે.

લવઃ- ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો.

સ્વાસ્થ્યઃ- શ્વાસને લગતી કોઇ બીમારી થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

--------------------------------

ધનઃ- ACE OF PENTACLES

આજે બહારથી ભલે તમે ખુશ જોવા મળો. કોઇ ચિંતા તમને અંદરથી ડરાવી શકે છે. સમસ્યાથી દૂર ભાગશો નહીં અને તેની અદેખાઇ કરશો નહીં. આપણે કેટલીય કોશિશ કરી લઇએ, પોતાનાથી ભાગી શકીએ નહીં.

કરિયરઃ- વર્ક લોડના કારણે તણાવ રહેશે.

લવઃ- પ્રેમ સાથે સંબંધિત મિશ્રિત ફળદાયી દિવસ રહેશે.

સ્વાસ્થ્યઃ- સૂવાના સમયનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------

મકરઃ- SIX OF CUPS

જમીન સાથે જોડાયેલાં વ્યવહારોમાં ફાયદો મળી શકે છે. જૂનો ઝઘડો પૂર્ણ થવાના કારણે પારિવારિક જીવન સુધરતું જોવા મળશે. મીડિયા સાથે જોડાયેલાં લોકો પોતાના કામના કારણે ઓળખાઇ શકે છે.

કરિયરઃ- બેંકિંગ ક્ષેત્રના વ્યક્તિ ઉચ્ચ અધિકારી દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવશે.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિઓને કમરનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------------

કુંભઃ- THE HIEROPHANT

યુવાઓએ આજે સાવધાની જાળવવી પડશે. તમે કરેલી નાની ભૂલની અસર તમારા ભવિષ્ય ઉપર થઇ શકે છે. આ વાત યાદ રાથો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ન રહેવાથી પરિવારના લોકો ચિંતિત રહેશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ માટે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ- લવ મેરેજની જિદ્દ કરવી તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

મીનઃ- THE STAR

તમારા જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે. વિદેશમાં સ્થિત વ્યક્તિ દ્વારા શુભ સમાચાર મળી શકે છે અથવા તમારા માટે નવા અવસર પણ મળી શકે છે. દૂરના સંબંધી અચાનક ઘરે આવવાથી પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાયેલું રહેશે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલી દુવિધા વધી શકે છે.

લવઃ- લગ્ન સંબંધ તમારા માટે પરેશાનીનું કારણ રહેશે

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...