ટેરો રાશિફળ:KNIGHT OF WANDS કાર્ડ પ્રમાણે મંગળવારે વૃષભ જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

30 નવેમ્બર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF CUPS

દરેક પ્રકારની ચિંતાને પાછળ રાખીને આજના દિવસ ઉપર સંપૂર્ણ ધ્યાન રાખો. જેટલું વધારે તમે મોજ-મસ્તી ઉપર ધ્યાન આપશો, તેટલી જ મનની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને નવી ઊર્જા સાથે તમે કામની શરૂઆત કરી શકશો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી યોજનાઓ અને ડિસિપ્લિનમાં ફેરફારને જલ્દી જ તમારા દ્વારા અમલમાં લાવવામાં આવશે

લવઃ- યોગ્ય પાર્ટનર શોધવા માટે સંયમ રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને સાઈનસની તકલીફ સવારે થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------

વૃષભઃ- KNIGHT OF WANDS

મન પ્રસન્ન રહેવાના કારણે નવું કામ કરતા રહેવાનો ઉત્સાહ રહેશે. તમારી ક્ષમતા પ્રમાણે તમે કોશિશ કરી રહ્યા છો છતાંય લોકોના માર્ગદર્શન અને મદદથી કાર્યોમાં ગતિ મળી શકે છે.

કરિયરઃ- તમારા કામનો વિસ્તાર કરવા માટે કરવામાં આવતી કોશિશ સફળ થશે.

લવઃ- આકર્ષક વ્યક્તિત્વના કારણે અનેક લોકો તમારા પ્રત્યે આકર્ષિત રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-------------------------------

મિથુનઃ- QUEEN OF WANDS

જેટલાં પણ લક્ષ્ય તમે જીવનમા મેળવવા ઇચ્છો છો તેમાંથી કોઈ એક પસંદ કરીને તેના ઉપર સંપૂર્ણ ફોકસ જાળવવાની જરૂરિયાત રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ ગુપ્ત વાતોની ચર્ચા કોઈ સાથે ન કરો

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે પ્રેમ તમને અનુભવ થઈ રહ્યો છે તે વ્યક્તિ આગળ જઈને તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અને ઉંઘને લગતી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4

-------------------------------

કર્કઃ- TWO OF SWORDS

જે વાતોને પહેલાં તમે ઇગ્નોર કરી હતી તે જ વાતો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત તમને અનુભવ થશે. ખાસ કરીને જ્યારે વાતો આર્થિક વ્યવહાર સાથે જોડાયેલી હોય.

કરિયરઃ- કામને લઈને સારી તક મળી શકે છે.

લવઃ- લવ લાઇફમાં પોઝિટિવ ફેરફાર તમને જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-------------------------------

સિંહઃ- SEVEN OF WANDS

કોઈને કોઈ કારણોસર પરિસ્થિતિ જટલિ બનતી જશે. કોઈપણ વ્યક્તિ પ્રત્યે તમને વિશ્વાસ અનુભવ થશે નહીં જેના કારણે ચીડિયાપણું અને બેચેની રહી શકે છે.

કરિયરઃ- ટાર્ગેટ પૂર્ણ કરતી સમયે અનેક પ્રકારની તકલીફનો સામનો થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપને લઈને ઉતાર-ચઢાવ વધારે નિરાશ કરશે,

સ્વાસ્થ્યઃ- સતત થઈ રહેલા દુખાવાની સમસ્યાને ઠીક કરવા માટે ડોક્ટરની મદદ લેવી

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-------------------------------

કન્યાઃ- FIVE OF PENTACLES

ખર્ચની માત્રા અચાનક વધી શકે છે. મોજ-મસ્તી ઉપર ખર્ચ કરવામાં આવતા રૂપિયાના કારણે આગળ જઈને તમને પછતાવો અનુભવ થશે. પોતાને વર્તમાન સાથે વધારે જોડી રાખવાની કોશિશ કરવી

કરિયરઃ- નોકરીને લઈને ફેરફાર શરૂઆતમાં થોડી ભાગદોડ અનુભવ થશે.

લવઃ- અપેક્ષા પ્રમાણે પાર્ટનર મળ્યા પછી માત્ર અહંકારના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીર ઉપર કોઈ ઈજા ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-------------------------------

તુલાઃ- KING OF WANDS

પોતાના કાર્ય અને કોશિશ દ્વારા તમારી અંદરની પ્રેરણાને જાળવી રાખવી તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. મળી રહેલાં યશના કારણે તમારી કોશિશને ઘટાડશો નહીં.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો માટે યોગ્ય સમય છે.

લવઃ- પાર્ટનર અને પરિવારની સલાહ વિના કોઈપણ નિર્ણય લેશો નહીં

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

-------------------------------

વૃશ્ચિકઃ- THE EMPEROR

દરેક વાતની માત્ર ચિંતા કરવાના કારણે તમારી ઉપર તણાવ વધી શકે છે અને કાર્યક્ષમતાને પણ કામ કરી રહ્યા છો. ભવિષ્યને લગતી યોજના ઉપર કામ કરતી સમયે વર્તમાનની વાતોને ઇગ્નોર ન કરો.

કરિયરઃ- અપમાન અને ભૂલોને ધ્યાનમાં રાખીને કોશિશ વધારો

લવઃ- તમારા સંબંધની જાણ પરિવારના લોકોને થશે.

સ્વાસ્થ્યઃ- વડીલોનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

-------------------------------

ધનઃ- KNIGHT OF PENTACLES

આજે અચાનક આર્થિક લાભની શક્યતા છે. મળેલાં રૂપિયાને ચાલવીને રોકાણ કરવાની જરૂરિયાત રહેશે. મોટી માત્રામાં રોકાણ કરવાના ચક્કરમાં તમે તમારી જીવનશૈલી સાથે સમજોતો ન કરો

કરિયરઃ- વિદેશને લગતું કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો સમય યોગ્ય છે.

લવઃ- પાર્ટનર પ્રત્યે અનુભવ થઈ રહેલો પ્રેમ અને આદર તેમની સામે વ્યક્ત કરવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- ઉંઘ પૂરી કરવા અંગે ધ્યાન આપો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-------------------------------

મકરઃ- TEN OF CUPS

તમારો જનસંપર્ક વધારવાની કોશિશ તમે કરી શકશો. લોકો સાથે હળવા-મળવાનું વધવાના કારણે પોતાના પ્રત્યે અનુભવ થઈ રહેલી નકારાત્મકતા ઘટશે.

કરિયરઃ- વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા રાખનાર લોકોએ અપેક્ષા પ્રમાણે કામની સંધિ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના એકબીજામાં વધી રહેલાં પ્રેમના કારણે પરિવારનું વાતાવરણ સુખ-શાંતિભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-------------------------------

કુંભઃ- THE HIEROPHANT

સામાજિક કાર્યનો ભાગ બનવાની તક તમને મળી શકે છે જેના કારણે સમાજમાં તમને આદર અને સન્માન મળશે. પોતાના દ્વારા આપવામાં આવેલાં વચનનું પાલન કરવાની કોશિશ કરવી

કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને તેમની મહેનત પ્રમાણે ફળ મળશે.

લવઃ- લગ્ન જલ્દી થશે.

સ્વાસ્થ્યઃ- લોહીની ખામીના કારણે થાક અને નબળાઈ અનુભવ થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-------------------------------

મીનઃ- ACE OF SWORDS

પારિવારિક વ્યપાર સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જે મુશ્કેલ પ્રશ્નનોનો ઉકેલ હાલ તમને મળી રહ્યો નથી તે વાત ઉકેલાતી જોવા મળશે.

કરિયરઃ- કામની જગ્યાએ જેટલો યશ તમને મળી રહ્યો છે તેટલા જ તમારા વિરોધી પણ વધી રહ્યા છે.

લવઃ- પાર્ટનર અને તમે એકબીજાની મદદથી વ્યક્તિગત લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને અપચો વધારે માત્રામાં પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4