સોમવાર, 30 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- ACE OF CUPS
નિર્ણય લેતી સમયે યોગ્ય-અયોગ્યથી વધારે કઇ વાતથી તમારા મનને શાંતિ મળશે આ વાત ઉપર વધારે ધ્યાન આપવું. તમારા મનની શાંતિ જાળવી રાખવા માટે એક સમયે એક જ કામ અંગે વિચાર કરીને બધા નિર્ણય લો.
કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં પ્રગતિ જોવા મળશે.
લવઃ- પ્રેમ સંબંધોમાં સુધાર જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે માથાનો દુખાવો રહેશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 1
----------------------
વૃષભઃ- NINE OF WANDS
કામને લગતી યોજના તમારા મન પ્રમાણે પ્રગતિ અપાવશે. ઓછી કોશિશમાં વધારે સફળતા મેળવવાની તમારી કોશિશ સફળ થશે. રૂપિયાને લગતાં નિર્ણયો તમારા માટે યોગ્ય સાબિત થશે.
કરિયરઃ- કાનની જગ્યાએ તમને યોગ્ય શ્રેય મળશે.
લવઃ- લગ્નજીવનમાં સુખ-શાંતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના બધા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 3
----------------------
મિથુનઃ- THE EMPEROR
આજે તમારા ગુસ્સા ઉપર કાબૂ કરતાં શીખવું પડશે. અન્ય દ્વારા તમને આપેલી સૂચનાઓનું પાલન ન થવું તમારા મનને માનસિક તકલીફ આપી શકે છે. દરેક વાતને નિયંત્રણમાં લાવવાની કોશિશ તમને બેચેન કરી શકે છે.
કરિયરઃ- તમારી મહેનતનું ફળ તમને જલ્દી જ પ્રાપ્ત થશે.
લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલો સહયોગ તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણને લગતું ઓપરેશન થઇ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
----------------------
કર્કઃ- THE HIEROPHANT
કુંવારા લોકો લગ્નને લગતી વાતોમાં પ્રગતિ તરફ આગળ લઇ જવા અંગે વધારે જાગરૂત રહેશે. યુવાઓ હાલ પોતાની વ્યક્તિગત વાતો ઉપર વધારે ધ્યાન આપે. કરિયરને લગતી વાતોમાં સરળતાથી પ્રગતિ જોવા મળશે.
કરિયરઃ- કરિયરને લગતાં નિર્યણના કારણે તમને આર્થિક ફાયદો થઇ શકે છે.
લવઃ- તમારા વિચારોને પ્રેક્ટિકલ રાખીને રિલેશનશિપ અંગે નિર્ણય લો
સ્વાસ્થ્યઃ- ખાનપાન અને જીવનશૈલીને સુધારવાની જરૂરિયાત છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
----------------------
સિંહઃ- TWO OF CUPS
તમારા ભાગીદાર કે પાર્ટનર સાથે તમારે મતભેદ થઇ શકે છે. આ મતભેદની અસર તમારા સંબંધ ઉપર થવા દેશો નહીં. તમારા અહંકારને કાબૂમાં રાખવાની કોશિશ કરો.
કરિયરઃ- કામ અંગે નવી ભાગીદારી તમને પ્રગતિ આપશે પરંતુ શરૂઆતમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પાર્ટનર્સમાં તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- યોગ્ય ડોક્ટરના માર્ગદર્શનથી શારીરિક તકલીફ દૂર થશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
----------------------
કન્યાઃ- JUDGEMENT
ઘણાં દિવસોથી જે સપનું પૂર્ણ થઇ રહ્યું ન હતું, તે બધા સપનાને સાકાર થતાં જોઇને તમને સુખ પ્રાપ્ત થશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિનો સહયોગ મળવાથી આત્મવિશ્વાસ વધી શકે છે.
કરિયરઃ- નોકરી અને વેપાર કરનાર લોકો માટે દિવસ શુભ રહેશે.
લવઃ- પ્રેમ સંબંધોમાં સુધાર લાવવા માટે તમારા વ્યવહારને સુધારવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યાઓ દૂર થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
----------------------
તુલાઃ- THE WORLD
આજે તમે લક્ષ્યને પ્રાપ્ત કરીને તેનો આનંદ લેશો. તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા રહેશે. તમારી કોશિશ દ્વારા તમારા મનને શાંતિ અને સમધાન બંને પ્રાપ્ત થશે.
કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકો માટે ફાયદાકારક દિવસ રહેશે.
લવઃ- પાર્ટનરને લગતી વધારે જાણકારી પ્રાપ્ત કરવાની જરૂરિયાત રહેશે.
સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યાઓ દૂર થવા લાગશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
----------------------
વૃશ્ચિકઃ- NINE OF WANDS
આજે લોકો સાથે થોડું અંતર જાળવીને પોતાની સાથે સમય પસાર કરો. પોતાની સાથે વિતાવેલો સમય તમને તમારો દૃષ્ટિકોણ બદલવા માટે યોગ્ય રહેશે. તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે વધારે જાણકારી પ્રાપ્ત કરવાની કોશિશ કરો.
કરિયરઃ- કામને લગતી મહત્ત્વપૂર્ણ વાતોની ચર્ચા ન કરો
લવઃ- લગ્ન સંબંધોથી દૂર રહો.
સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 9
----------------------
ધનઃ- TEN OF WANDS
તમારા ઉપર બનેલી જવાબદારી અને કામનો ભાર બંને ઓછો થશે જેના કારણે તમે વ્યક્તિગત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વધારે ધ્યાન આપશો. અન્યના અપમાન માટે પોતાને જવાબદાર માનશો નહીં.
કરિયરઃ- કામને લગતી વાતોમાં મનગમતી પ્રગતિ જોઇ ન શકવું તમને નિરાશ બનાવી દેશે.
લવઃ- રિલેશનશિપને પરિવાર દ્વારા મંજૂરી ન મળવાથી નિરાશા રહેશે.
સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
----------------------
મકરઃ- PAGE OF WANDS
પ્રતીક્ષા અને સંયમનું ફળ તમને પ્રાપ્ત થશે. યાત્રામાં મોડું થવાની આશંકા છે. યાત્રા સમયે તમારા સામાનનું ધ્યાન રાખો. જો કામ કોઇ દસ્તાવેજના કારણે અટવાયેલું છે તો રાહ જોવાનો સમય વધી શકે છે.
કરિયરઃ- કામનો શ્રેય મળવામાં સમય લાગી શકે છે.
લવઃ- પાર્ટનર વચ્ચે તણાવ દૂર કરવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર થશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 7
----------------------
કુંભઃ- DEATH
પોઝિટિવિટી અને નેગેટિવિટીનો સમાન પ્રભાવ હોવાના કારણે તમારા કામ થશે. પરંતુ જરૂરિયાત કરતાં વધારે સમય લાગશે અથવા ધીમી ગતિથી થશે. તમારી એકાગ્રતા અને કામ પ્રત્યે નિષ્ઠા કામને પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે.
કરિયરઃ- કામને ડેડલાઇન પહેલાં પૂર્ણ કરવાથી તણાવ વધી શકે છે.
લવઃ- લગ્નજીવન સાથે જોડાયેલી જવાબદારી વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- કામની ભાગદોડમાં તમારા શારીરિક સ્વાસ્થ્યને દુર્લક્ષીત ન કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
----------------------
મીનઃ- TEMPERANCE
રિલેશનશિપ સાથે જોડાયેલી સમસ્યાઓને વધારે મહત્ત્વ આપવાના કારણે તમારા કામ પ્રત્યે ધ્યાન હટી શકે છે જે તમારી મોટી પરેશાનીનું એક અન્ય કારણ રહેશે. લોકોની ઓળખ કરતાં શીખો.
કરિયરઃ- કામને કાયદામાં રહીને કરો.
લવઃ- રિલેશનશિપ તમારી પ્રગતિના માર્ગમાં મુશ્કેલી બની રહ્યું હોય તો તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- દિનચર્યાનું પાલન યોગ્ય રીતે કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 4
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.