તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:QUEEN OF PENTACLES કાર્ડ પ્રમાણે શુક્રવારે વૃષભ જાતકોએ સમજી વિચારીને નિર્ણય લેવો, આંખ સંબંધિત તકલીફ થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

30 જુલાઈ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF CUPS

જે વાત બોલો તેના પહેલાં વિચાર કરી લો. આમ ન કરવા પર કોઈ સમસ્યા થઈ શકે છે. લોકો સાથે સંબંધ સાચવવો અને વ્યવહાર આ બંને વચ્ચેનું અંતર તમારે શીખવાની જરૂર છે.

કરિયરઃ- આળસ અને કામનાં તણાવને કારણે કામની ક્વૉલિટી પર ધ્યાન આપવું મુશ્કેલ બનશે.

લવઃ- તમારા દ્વારા બોલેલી નાની વાતને લીધે પણ વિવાદ થઈ શકે છે. તેથી બોલતાં પહેલાં ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- આંખમાં બળતરાં અને આંખ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-----------------------------

વૃષભઃ- QUEEN OF PENTACLES

પૈસાના વ્યવહારને કારણે રિલેશનશિપમાં સમસ્યા આવી શકે છે. નવાં વ્યવહાર અને નવા લોકો સાથે સમજી વિચારીને નિર્ણય લો. કારણ કે કેટલીક વાતોમાં તમને ફાયદો દેખાશે પરંતુ આગળ જઈને તમને પસ્તાવો થઈ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રના વિવાદના કારણે તમને તકલીફ થઈ શકે છે.

લવઃ- પાર્ટનર સાથેના વિવાદની ચર્ચા કોઈ સાથે ન કરો. આમ કરવા પર તમને તકલીફ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-----------------------------

મિથુનઃ- THE CHARIOT

કાર્યક્ષેત્રના ફેરફારથી તમને ખુશી મળશે. વધારે કામ રહેવાથી બેચેની થઈ શકે છે. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. તમારા વિચારોની અવગણના ન કરો.

કરિયરઃ- કામના વિસ્તરણ માટે દૂરનું વિચારી તમારે કામ કરવાની જરૂર છે.

લવઃ- અપેક્ષાઓ સ્પષ્ટ રીતે ન વર્ણવતા ગેરસમજણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વઘારે તળેલું અને મસાલેદાર ખાવાથી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8 -----------------------------

કર્કઃ- THE MOON

કામ તમારી મનમરજી પ્રમાણે થશે, પરંતુ તમારે મૂડ સારો ન રહેવાથી તમે ચિંતામાં રહેશો. તેને કારણે લોકોથી તમે અળગા રહેશો. કોઈ પણ વ્યક્તિ માટે વ્યક્તિગત ટિપ્પણી કરવાથી બચો.

કરિયરઃ- કાર્યક્ષેત્રની વાતો પર જ ધ્યાન આપો. સહકર્મીઓના વ્યક્તિગત જીવનની ચર્ચાથી દૂર રહો.

લવઃ- પાર્ટનરની અપેક્ષા નક્કી કરવી મુશ્કેલ બનશે. આવતા માંગા માટે વિચાર કરો. એક જ નજરમાં તેને પરખશો નહિ.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સની ઊણપને કારણે થાક અને નબળાઈ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------
સિંહઃ- NINE OF SWORDS

તમને તમારી જાતે કરેલી ભૂલોનો ખ્યાલ આવશે અને તમે વધુ નકારાત્મક અનુભવ કરશો. જાણી જોઈને અને અજાણતાં લીધેલા નિર્ણયને લીધે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે અને પરિવારના સભ્યોને પણ કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.

કરિયર:- નોકરી બદલવાની ઇચ્છા રાખનારાઓને ઇચ્છિત નોકરી મળવામાં સમય લાગશે. કોઈપણ વિચાર કર્યા વિના નોકરી બદલશો નહીં કે નોકરી છોડશો નહીં.

લવ:- સંબંધને લગતા ઉતાર-ચઢાવને કારણે વધુ બેચેની અને તણાવ રહેશે.

સ્વાસ્થ્ય:- ઊંઘ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7
-------------------
કન્યાઃ- EIGHT OF PENTACLES

તમને મળેલા જ્ઞાનનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરશો જેના કારણે કામની જગ્યાએ તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા છે તેવા લોકોએ તેમના નિર્ણયમાં થોડો ફેરફાર લાવવાની જરૂર રહેશે. પરિવારના સભ્યોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ મહત્ત્વનું સાબિત થશે.

કરિયર:- કારકિર્દી સંબંધિત કેટલાક નિર્ણયો લેતી વખતે તમારે તમારી વ્યક્તિગત જવાબદારીઓને ધ્યાનમાં રાખવાની પણ જરૂર રહેશે.

લવ:- જીવનસાથી અને તમે એકબીજાને વ્યક્તિગત રૂપે વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરશો.

સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સુધારવા માટે તમે જીવનશૈલીમાં જરૂરી ફેરફારો લાવશો. આ સાથે જ તમે આરોગ્ય વિશે વધુ જાગૃતિ અનુભવશો.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 1
-------------------------
તુલાઃ- SIX OF CUPS

મનના નકારાત્મક વિચારોને ખતમ કરવાનો પ્રયાસ કરવાની જરૂર રહેશે. એ જરૂરી નથી કે બધું તમારા મન પ્રમાણે થાય. એવી બાબતો જે મનની વિરુદ્ધ થઈ રહી છે તેના દ્વારા તમે તમારી અંદરની ભૂલો અને જીવન સાથે જોડાયેલી કેટલીક જરૂરી બાબતો વિશે જાગૃતિ અનુભવશો.

કરિયર: જેઓ સરકારી નોકરીની શોધમાં છે તેમણે તેમના પ્રયત્નોમાં વધુ વધારો કરવાની જરૂર છે.

લવ:- સંબંધોને વધુ સારા બનાવવા પાર્ટનર પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો અને કમરનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6
-------------------
વૃશ્ચિકઃ- TEN OF PENTACLES

તમારા દ્વારા લીધેલા નિર્ણયને લીધે તમારા પરિવારના સભ્યોને તમારી ચિંતા રહી શકે છે અને તેના કારણે તમે તમારા કામ અથવા દરેક નિર્ણયમાં તેમની દખલ અનુભવશો. પરિવારના સભ્યો સાથે તમારું વર્તન સુધારવાની જરૂર છે. પરિવારના સભ્યો પાસેથી પૈસા સંબંધિત કોઈપણ પ્રકારનું વર્તન છુપાવશો નહીં.

કરિયર:- વ્યવસાય સંબંધિત લોકોને મોટો ફાયદો મળશે પરંતુ પેમેન્ટ ન મળે ત્યાં સુધી કામ શરૂ ન કરવું.

લવ:- પરિવારના લોકો એકબીજા સાથે જોડાયેલા રહેશે, જેના કારણે પાર્ટનર્સ પણ તેમના વિવાદો હલ કરવાનો પ્રયાસ કરશે.

સ્વાસ્થ્ય:- માનસિક તાણ અને અસ્વસ્થતાને કારણે બીપી સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ-લીલો

શુભ અંકઃ- 9 ------------------------

ધનઃ- KING OF CUPS

કોઈ વ્યક્તિની સાથે અચાનક વાતચીત બંધ થવાને કારણે તે વ્યક્તિ વિશે ચિંતા અને ગુસ્સા બંને મહેસૂસ થશે. સામેવાળી વ્યક્તિના વર્તણને વધારે મહત્ત્વ ન આપતા પોતાના માટે કઈ વાત મહત્ત્વપૂર્ણ છે એ વાત જાણો અને તે પ્રકારે તમારો વ્યવહાર રાખો. ભાવનાત્મક થઈને કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાથી આજે તમને નુકસાન થઈ શકે છે.

કરિયરઃ- કામ સાથે સંબંધિત કઠોર નિર્ણય આજે તમારે લેવા પડી શકે છે, જેના કારણે સહકર્મીની સાથે વિવાદવાળી સ્થિતિ પેદા થશે પરંતુ આ નારાજગી જલ્દી દૂર થશે.

લવઃ- પાર્ટનરની વચ્ચે અંતક વધશે અને તેનું કારણ અંહકાર છે જેને દૂર કરવા માટે અત્યારે કોઈપણ પ્રયત્ન નહીં કરે

સ્વાસ્થ્યઃ- ગળાની બળતરા અને શરદી અને ઉધરસ જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3
--------
મકરઃ- SIX OF WANDS

તમારા જીવનમાં થઈ રહેલી પ્રગતિ વિશે કોઈની સાથે ચર્ચા ન કરો. કેટલાક ખાસ લોકોની મરજી તમારા પર બની રહેશે જેના કારણે આગળ વધવું તમારા માટે સરળ રહેશે. જે જરૂરિયાતમંદ કામો માટે તમને કોઈનો સહયોગ જોઈતો હતો તે સહયોગ પણ તમને સરળતાથી પ્રાપ્ત થશે. કરિયરઃ- કામના કારણે અત્યારે કોઈપણ વ્યક્તિ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી શકે છે. તેથી તમારી વાત અન્યને ન કરવી.

લવઃ- પરિવારના લોકોની અપેક્ષાઓ અને તમાપા પાર્ટનરની પસંદગી બંને અલગ હોવાથી એક બીજા પ્રત્યે થોડી નારાજગી મહેસૂસ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગેસની તકલીફ થશે. શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6
-------------
કુંભઃ- SEVEN OF PENTACLES

તમારા પ્રયત્નના અનુસાર આર્થિક પ્રગતિ ન જોવાને કારણે તમારા કામના પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે થોડી નારાજગી મહેસૂસ થશે પરંતુ અત્યાર સુધી તમને મળેલો અનુભવ જ તમને ડિલ અપાવશે તેથા પ્રયત્ન ચાલુ રાખવા અને કામ સાથે સંબંધિત મીડિયા આવેલી ડિલને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.

કરિયરઃ- કરિયરમાં મોટા ફેરફાર જોવા મળશે પરંતુ આ ફેરફારને અપનાવતા સમયે તમારે ઘણી બધી માનસિક તકલીફમાંથી પસાર થવું પડી શકે છે.

લવઃ- પૈસાના કારણે પાર્ટનરની સાથે વિવાદ થઈ શકે છે તેથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાનું ટાળવું અથવા વ્યવહાર કરતા સમયે એક બીજાની સાથે પારદર્શિતા રાખવી.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી એસિડિચી અને અપચાની તકલીફ તમને આખો દિવસ સતાવશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2
-------------
મીનઃ- QUEEN OF CUPS

દિવસની શરૂઆત કાયદા સંબંધિત વાતોના કારણે થોડો તણાવ મહેસૂસ થઈ શકે છે પરંતુ તેને દૂર કરવો તમારા માટે સંભવ હશે. યોગ્ય વ્યક્તિની મદદ તમને જરૂર મળશ તેથી પરિચિત લોકોની સાથે જોડાયેલા રહેવું અને તમને થઈ રહેલી તકલીફ વિશે ખુલીને વાત કરવી.

કરિયરઃ- કામ સંબંધિત જવાબદારીઓ વધશે અને આ કામ દ્વારા નવા અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની સાથે તમારો પરિચય પણ વધશે.

લવઃ- પાર્ટનરના બદલાતા વર્તણ પર ધ્યાન આપવાની જરૂરિયાત પડશે.

સ્વાસ્થ્યઃ-શરદી ઉધરસની તકલીફ રહેશે. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-4