તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવાર, 30 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- KNIGHT OF WANDS
પરિવાર સાથે વિવાદ વધી શકે છે. આજે તમને મનમાં બેચેની રહેશે. દરેક પરિસ્થિતિનો ઉકેલ મળવા સુધી તમારે પ્રયત્ન કરવા પડશે. તમારા ગોલ્સ અને તમારી યોજનાઓમાં તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. સમયે-સમયે તમારી પ્રગતિનો અભ્યાસ તમને તમારા માર્ગ ઉપર જાળવી રાખવા માટે જરૂરી રહેશે.
કરિયરઃ- કરિયર સાથે જોડાયેલો કોઇપણ નિર્ણય દુવિધામાં રહીને ન લેશો.
લવઃ- પાર્ટનરની ભાવનાત્મક જરૂરિયાતો સમજવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- ગળાને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
--------------------------------
વૃષભઃ- DEATH
જીવનમાં આગળ વધવા માટે તમારા કંફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવી વાતોનું આંકલન કરો અને નવી વસ્તુઓની શીખો. ભૂતકાળમાં જે લોકોએ કામમાં મુશ્કેલીઓને ટાળવાની કોશિશ કરી હતી તે લોકોએ સાવધાન રહેવું જરૂરી રહેશે.
કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી ટેક્નોલોજી કે સ્ટ્રેટજીને શીખવી જરૂરી છે.
લવઃ- પાર્ટનરના ભૂતકાળ અંગે વધારે ચર્ચા કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- જૂની બીમારીથી છુટકારો મેળવવા માટે માનસિક સ્તરે કામ કરવું જરૂરી છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
--------------------------------
મિથુનઃ- THE HANGEDMAN
તમારા ભાવનાત્મક અને માનસિક સ્તરને વધારે સારું જાળવી રાખવા માટે જીવનશૈલીમાં ફેરફાર અને સાત્વિક આહાર લેવાની જરૂરિયાત રહેશે. વિતેલી ઘટનાઓને આપણે બદલી શકીએ નહીં. પરંતુ તેનાથી બોધપાઠ લઇને આગળ વધવાની કોશિશ કરી શકીએ છીએ.
કરિયરઃ- કામની સફળતા માટે જરૂરિયાત કરતાં વધારે રૂપિયા અને મહેનતની જરૂરિયાત રહેશે.
લવઃ- પાર્ટનર સાથે થયેલો વિવાદ તમને નિરાશ બનાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- દિવસભર કોઇને કોઇ શારીરિક તકલીફ રહેશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
--------------------------------
કર્કઃ- THE HIGH PRIESTESS
જીવનમાં સતત મળતી અસફળતા અને આસપાસના લોકોને તમારા પ્રત્યે દુર્વ્યવહાર તમારી અંદર કટુતા પેદા કરી રહ્યો છે. જીવનમાં મળેલાં અનુભવોની અસર તમારા સ્વભાવમાં પડવા દેશો નહીં.
કરિયરઃ- તમારા ક્ષેત્રમાં તમને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- તમારી જ વાત ઉપર અડગ રહેવું પાર્ટનર્સ સાથે વિવાદ ઊભો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂતતા વધશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
--------------------------------
સિંહઃ- THE MAGICIAN
સિંહ રાશિના યુવક પોતાના જીવનને સારું જાળવી રાખવાનો પ્રયાસ કરતાં રહેશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલો નિર્ણય લેવા માટે તમને યોગ્ય માર્ગદર્શન મળશે. કુંવારા લોકો પોતાના વિચારમાં ફેરફાર કરીને પરિસ્થિતિ સાથે સમજોતો કરવાની કોશિશ કરશે.
કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાનું જ્ઞાન વધારવાની કોશિશ કરશે.
લવઃ- લગ્નજીવન સાથે જોડાયેલો નિર્ણય અન્ય લોકોની વાતોમાં આવીને લેશો નહીં.
સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યા પરેશાન કરશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
--------------------------------
કન્યાઃ- SEVEN OF CUPS
ખુશખબરીના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યોને મળીને લીધેલો નિર્ણય સફળ થશે અને એકબીજા સાથે સંબંધ દઢ થશે. કામમાં આવેલી મુશ્કેલીઓ છતાંય તમને સફળતા પ્રાપ્ત થશે.
કરિયરઃ- સહકર્મી સાથે સંબંધ સારા રહેવાના કારણે કામમાં પ્રગતિ સરળતાથી થશે.
લવઃ- કુંવારા લોકો પોતાના લગ્ન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર કરવામાં સફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ બપોર પછી થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7
--------------------------------
તુલાઃ- PAGE OF PENTACLES
વિદેશ યાત્રાનું તમારું સપનું જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. વિદેશ યાત્રા સાથે જોડાયેલી કોઇ પ્રગતિના સમાચાર આજે તમને સાંજ સુધી મળી શકે છે. પરિવાર પ્રત્યે વધારે ભાવુક રહેવું તમારા કામથી મન વિચલિત કરી શકે છે.
કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં વેપારમાં આર્થિક નુકસાન થઇ શકે છે.
લવઃ- પાર્ટનર એકબીજાને ભાવનાત્મક રીતે સમાધાન આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- વડીલોને તેમના સ્વાસ્થ્યની ચિંતા પરેશાન કરશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 3
--------------------------------
વૃશ્ચિકઃ- FOUR OF CUPS
જીવનમાં સરળથા હોવા છતાંય તમને કોઇને કોઇ ચિંતા તમારા વિચારોને કારણે થઇ શકે છે. ભૂતકાળમાં મળેલી અસફળતા નવું કામ શરૂ કરતી સમયે તમારી અંદર ભય પેદા કરી રહ્યું છે.
કરિયરઃ- કામ સાથે જોડાયેલી અસફળતા માટે તમને જવાબદાર ઠરાવી શકાય છે.
લવઃ- જાણ્યા-અજાણ્યામાં લીધેલો નિર્ણય પાર્ટનર્સમાં વિવાદ ઊભો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- અચાનક મળેલાં સમાચાર કે ઘટનાની તમારા સ્વાસ્થ્ય ઉપર અસર થશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
--------------------------------
ધનઃ- TEN OF PENTACLES
આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. આજે તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની સંભાવના છે. સમજી વિચારીને ઇચ્છા રાખો. દરેક સ્તરે મળેલી પ્રગતિ તમારો આત્મવિશ્વાસ અને લગન જાળવી રાખશે અને વધારવામાં મદદગાર સાબિત થશે.
કરિયરઃ- કામમાં સફળતા પ્રાપ્ત થશે.
લવઃ- ભૂતકાળમાં રિલેશનશિપથી બહાર આવવામાં તમે સફળ રહેશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 1
--------------------------------
મકરઃ- QUEENOF PENTACLES
સુખી જીવન માટે આર્થિક પ્રગતિ સાથે-સાથે મનની શાંતિ અને સમાધાન પણ જરૂરી રહે છે. આજે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવાની કોશિશ કરો. ભૂતકાળમાં મળેલી અસફળતા સફળતામાં ફેરવાઇ શકે છે.
કરિયરઃ- કામ સાથે જોડાયેલ લક્ષ્ય નિશ્ચિત કરવા માટે તમારી પસંદ અને વ્યક્તિમત્વના પહેલુંને ધ્યાનમાં રાખો.
લવઃ- એકબીજાને જરૂરિયાત સમયે સહયોગ આપવાના કારણે પાર્ટનર્સમાં સંબંધ સુધરશે.
સ્વાસ્થ્યઃ- અસ્વસ્થતાને દૂર કરવા માટે યોગ્ય ડોક્ટરની સલાહ મળશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------------------------
કુંભઃ- SEVEN OF WANDS
કોઇ અન્યના અપયશના કારણે તમારી અંદર ભય પેદા થવા દેશો નહીં. વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે. તમારા નિર્ણય અંગે યોગ્ય વ્યક્તિ સાથે જ ચર્ચા કરો.
કરિયરઃ- મનમાં થઇ રહેલી આશંકા પ્રોડક્ટિવિટીને ઘટાડી શકે છે.
લવઃ- પાર્ટનર અંગે મનમાં કોઇ શંકા હોય તો તેને સ્પષ્ટતાપૂર્વક કહેવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- ડિપ્રેશન સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7
--------------------------------
મીનઃ- FIVE OF PENTACLES
મિત્ર પરિવારમાં કોઇ તમારો સાથ આપી રહ્યું હશે પરંતુ તેની પાછળ તેમનો કોઇ અર્થ હોઇ શકે છે. લોકોની ઓળખ યોગ્ય રીતે કરવું આજે તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. ભાવનાત્મક થઇને કોઇપણ વ્યક્તિને વ્યક્તિગત વાતો અંગે જણાવશો નહીં.
કરિયરઃ- કામમાં થઇ રહેલી ધીમી પ્રગતિ મનની ચંચળતા વધારશે.
લવઃ- રિલેશનશિપને આગળ વધારવાની કોશિશ ન કરો.
સ્વાસ્થ્યઃ- પાણી યોગ્ય માત્રામાં પીવાની જરૂરિયાત
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.