તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શુક્રવારે ટેરો કાર્ડ THREE OF SWORDS પ્રમાણે તુલા જાતકોને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા વધી શકે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

30 એપ્રિલ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACECOF WANDS

જે પણ કામની તમે શરુઆત કરી છે તેને ચાલુ રાખવા માટે નાનામાં નાની વસ્તુ પર પણ ધ્યાન રાખવું પડશે. તકલીફો આવતા કામ અધૂરું ના છોડવું. છેલ્લે તમને મોટો ફાયદો થશે. આથી સંયમ અને ઉત્સાહ રાખો.

કરિયરઃ- કામને લીધે સ્વભાવ ચીડિયો રહેશે.

લવઃ- પાર્ટનરની કોઈ વાતથી તકલીફ થાય તો તરત જ વાત કરીને નિરાકરણ લાવો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ગરમી વધવાને લીધે તકલીફ થાય.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

--------------------------------

વૃષભઃ- DEATH

આજે કામનો ભાર અને જવાબદારી વધારે હોવાથી ગભરામણ થશે પણ દરેક કામ તમારા માટે મહત્ત્વનું છે અને મન શાંત રાખવાના પ્રયત્નો કરો. કામ પૂરું કરવા પર વધારે ધ્યાન આપો.

કરિયરઃ- હાલ કામમાં સ્થિરતા રહેશે પણ ભવિષ્ય વિશે વિચારીને ચિંતા થશે.

લવઃ- તમારા અને પાર્ટનરના અલગ સ્વભાવને લીધે અંતર વધશે, તે ઓછું કરવાના પ્રયત્નો કરો.

સ્વાસ્થ્યઃ- એસિડીટીની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 9

--------------------------------

મિથુનઃ- TWO OF PENTACLES

કોઈ એક નિશ્ચય પર ટકવું આજે તમારા માટે મુશ્કેલ બની શકે છે. પૈસા સંબંધિત વાતોમાં સંતુલન રાખવાના પ્રયત્નો કરવા. યાત્રાનો નિર્ણય લંબાઈ શકે છે. હાલ માત્ર મહત્ત્વની વાતો પર જ ધ્યાન આપવું.

કરિયરઃ- મનમાં નેગેટિવ વિચારો વધી જવાને લીધે કામ પર ધ્યાન નહીં આપી શકો.

લવઃ- પરિવારના વ્યક્તિની નારાજગીની અસર તમારા રિલેશનશિપ પર દેખાશે.

સ્વાસ્થ્યઃ- છાતીના દુખાવાથી રાહત મળશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3
--------------------------------

કર્કઃ- STRENGTH

પોતાની ઈચ્છાશક્તિ અને મનોબળ જાળવી રાખવાનો પ્રયાસ કરો. કોઈ અન્ય વ્યક્તિને કારણે તમારો સ્વભાવ ચીડિયો બની શકે છે. જે વસ્તુને તમે બદલી નથી શકતા તેના વિશે વધારે વિચાર ન કરો.

કરિયરઃ- નક્કી કરેલા લક્ષ્ય પર જ તમામ કામ પૂરા કરો.

લવઃ- પાર્ટનર દ્વારા સહયોગ મળશે. તેને કારણે તમે પાર્ટનરની વધારે નજદીક રહેશો.

સ્વાસ્થ્યઃ- જૂની સ્વાસ્થ્ય સંબંધિત બીમારીની સારવાર પર ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------------------------

સિંહઃ- PAGE OF CUPS

તમારા માનસિક સ્વાસ્થ્યને સારું કરવા માટેના પ્રયાસો સફળ બનશે. આધ્યાત્મિક વાતોમાં ધ્યાન આપવાને કારણે સફળતા મળશે.

કરિયરઃ- યોગ્ય રીતે કામ કરવાની સાથે તમારી સ્કિલ્સ ઈમ્પ્રુવ કરવા માટે પણ પ્રયાસ કરો.

લવઃ- અચાનક કોઈ સાથે મુલાકાત થશે તે રિલેશનશિપમાં ફેરવાશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

કન્યાઃ- PAGE OF SWORDS

સવારે ચંચળતા અને અસ્થિરતા વધારે રહેશે. સમય સાથે સ્થિરતા હાંસલ થશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. પરિવાર સાથે કારણ વગર વિવાદ કરવાથી બચવું.

કરિયરઃ- કાર્ય સંબંધિત ઉત્સાહ રહેશે. નવા આઈડિયાનો અમલ કરી શકો છો.

લવઃ- પાર્ટનર દ્વારા કરવામાં આવતી દરેક પ્રવૃત્તિને શંકાની નજરે જોવાથી સંબંધો કડવા બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત વિકાર દૂર કરવા માટે આયુર્વેદનો સહારો લો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2
--------------------------------

તુલાઃ- THREE OF SWORDS

શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર રહેશે. કોઈના દ્વારા બોલાયેલા શબ્દો તમારા મગજને ઊંડી અસર કરી શકે છે, જેના કારણે શારીરિક સ્વાસ્થ્ય પણ અસ્વસ્થ રહેશે. જીવનશૈલી સુધારવાનો પ્રયત્ન કરો. પોતાને તણાવથી મુક્ત રાખવા માટે પોતાની જાત પાસેથી અપેક્ષાઓ ઓછી કરવાની જરૂર છે.

કરિયર:- કામ સંબંધિત સમસ્યાઓના કારણે તમે નકારાત્મક અનુભવશો અને તમારા દ્વારા સાથે રહેતા લોકો પર વિશ્વાસ રાખવો મુશ્કેલ બનશે.

લવ:- રિલેશનશિપ સંબંધિત થઈ રહેલા વિવાદોનું સમાધાન અત્યારે નહીં મળે. તેથી, જૂના ઝઘડાનો તાત્કાલિક સમાધાન કરવાનો પ્રયાસ ન કરો.

સ્વાસ્થ્ય:- બીપી સંબંધિત સમસ્યાઓ વધશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5
--------------------------------
વૃશ્ચિકઃ- KNIGHT OF SWORDS

જીવનમાં વધી રહેલી ભાગદોડને કારણે તમારું શરીર અને મન થાકી જાય છે. તેની તરફ પણ ધ્યાન આપવાની જરૂર રહેશે. તમારી ક્ષમતા જાણો અને એ જ રીતે કામ કરવાનો પ્રયાસ કરો. કામ કરતી વખતે સમયને ધ્યાનમાં રાખવાની પણ જરૂર છે. કુટુંબ સંબંધિત નિર્ણય લેતી વખતે ગભરાશો નહીં.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં પ્રગતિ સરળતાથી જોવા મળશે. તમને જે પૈસા મળી રહ્યા છે તેનો હિસાબ તમારે રાખવો પડશે.

લવ:- સંબંધને આગળ વધારવા માટે જીવનસાથી પર દબાણ ન કરો.

સ્વાસ્થ્ય:- પેટમાં વધતા ગેસને કારણે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8
--------------------------------
ધનઃ- SEVEN OF SWORDS

લોકોને મદદ કરતી વખતે ફક્ત તમારા ક્ષેત્રમાં રહીને મદદ કરો. પૈસા સંબંધિત બાબતોમાં કોઈ તમને ફસાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી, વ્યવહાર કરતી વખતે જાગૃતિ રાખો અને તરત જ કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.

કરિયર:- કાર્ય સંબંધિત લોકો સાથે કોઈપણ પ્રકારની વ્યક્તિગત બાબતોની ચર્ચા ન કરો.

લવ:- ખરાબ સમયમાં પાર્ટનર એકબીજાની સંભાળ લેવાનો પ્રયત્ન કરશો.

સ્વાસ્થ્ય:- શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે તમારા દ્વારા આહારમાં યોગ્ય ફેરફાર કરવામાં આવશે.

શુભ રંગ:- સફેદ

શુભ અંકઃ- 3
--------------------------------

મકરઃ-THE HANGEDMAN

વ્યક્તિગત કામને શરૂ કરતી વખતે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડી શકે છે. શરૂઆત નિર્ણય અંગે ખાતરી ન હોવાથી તમે વધારે અધીરા બનશો. યુવાનો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે મૂંઝવણ વધારી શકે છે.

કરિયરઃ- જે લોકોને પ્રોજેક્ટમાં ફેરફાર કરવાની ઈચ્છા તે તેમને પોતાના વરિષ્ઠોની સાથે ચર્ચા કર્યા બાદ જ ફેરફાર કરવો જોઈએ.

લવઃ- પ્રેમ સંબંધોમાં સ્થિરતા પ્રાપ્ત થશે અને રિલેશનશિપના કારણે જીવનમાં શાંતિ પણ મહેસૂસ થશે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો ઓછો કરવા માટે ફિઝિયોથેરેપીની મદદ લેવી પડશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4
--------------------------------
કુંભઃ- THE TOWER

જૂની વાતોને યાદ કરવાથી તમને વધારે તકલીફ થશે. વ્યક્તિગત કામ હોય અથવા કરિયર સંબંધિત કોઈપણ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવા માટે આજનો દિવસ ટાળવો. ભૂતકાળ સંબંધિત વાતો વધુ યાદ કરવી નહીં.

કરિયરઃ- પોતાના દ્વારા થઈ રહેલી ભૂલોનો સ્વીકાર કરીને તેમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરવો પડશે.

લવઃ- પાર્ટનર અને તમે તમારી વાતોમાં જ વ્યસ્ત રહેશો જેના કારણે એકબીજાની ભાવનાઓને સમજવી અને એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ થશે.

સ્વાસ્થ્યઃ- વાહનને સંભાળીને ચલાવવાની જરૂર છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 6
--------------------------------
મીનઃ- NINE OF SWORDS

તમારે તમારી ઊંઘ પૂરી કરવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે કેમ કે ઊંઘ પૂરી ન થવાને કારણે તમને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને સાથે તમારું મન અને મગજ શાંત ન રહેવાને કારણે યોગ્ય નિર્ણય તમે નહીં લઈ શકો.

કરિયરઃ- કામ સંબંધિત તણાવ રહેશે. પૈસાની સમસ્યાને કારણે વધારે તકલીફ થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકોની સાથે દૂર રહેવાથી અને પાર્ટનરની સાથે અંતર હોવાને કારણે યુવાનોને વધારે તકલીફ થશે.

સ્વાસ્થ્યઃ- અપચા સંબંધિત સમસ્યા જટિલ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો