તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શુક્રવારે QUEEN OF SWORDS કાર્ડ પ્રમાણે કુંભ જાતકોએ જૂની વાતો ભૂલી નવી દૃષ્ટિએ ઘટનાને જાણવાની કોશિશ કરવી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF CUPS

લોકોના જીવનમાં ઘટી રહેલી નકારાત્મક ઘટનાઓને જોઈ તમને તમારા જીવન અંગે પણ ચિંતા થશે પરંતુ હાલ ખોટી ચિંતામાં પોતાનો સમય ખરાબ ન કરીને પોતાને ભાવનાત્મક રૂપથી મજબૂત કરવાની કોશિશ કરો

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં રાજકારણના કારણે માનસિક તકલીફથી પસાર થવું પડી શકે છે.

લવઃ- પાર્ટનર સ્પષ્ટ રૂપથી તમારી સાથે સંવાદ કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- માનસિક થાકના કારણે શારીરિક સ્ટેમિના ઉપર પણ અસર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------------

વૃષભઃ- THE CHARIOT

તમને સોંપવામાં આવેલું કામ સરળ નથી પરંતુ મહત્ત્વપૂર્ણ છે અને તેની જવાબદારી તમારે એકલાંએ જ નિભાવવી પડશે. આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવાની કોશિશ કરો.

કરિયરઃ- પ્રોપર્ટી અને રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં કામ કરનાર લોકોએ પોતાના કામના સ્વરૂપમાં ફેરફાર કરવાની કોશિશ કરવી પડશે.

લવઃ- મતભેદ હોવા છતાંય પાર્ટનરનો સંબંધ ખરાબ થશે નહીં.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન તકલીફદાયી રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------------

મિથુનઃ- THE DEVIL

તમને થતી શારીરિક તકલીફોની અસર તમારી માનસિક પરિસ્થિતિ ઉપર પણ જોવા મળી શકે છે. એટલે સ્વાસ્થ્યને ઠીક કરવા ઉપર ધ્યાન આપો. જીવનમાં જે વાતોના કારણે તણાવ તમને અનુભવ થઈ રહ્યો છે એવી વાતોનો કોઈ રીતે ઉકેલ શોધો

કરિયરઃ- કોઈ મોટા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલાં કાર્ય તમને કામ પ્રત્યે જોડીને રાખશે.

લવઃ- રિલેશનશિપને લઇને લેવામાં આવતા નિર્ણયના કારણે શરૂઆતમાં માનસિક તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા વધારે રહેવાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 6

----------------------------

કર્કઃ- THE TOWER

કોઈને કોઈ પ્રકારની માનસિક બેચેની રહી શકે છે જેના કારણે તમને તમારી નબળાઈઓનો અહેસાસ પણ થશે. અચાનક ઘટેલી કોઈ ઘટનાના કારણે તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી શકો છો.

કરિયરઃ- કામની જગ્યાએ થોડા લોકોની નિરાશા તમારા ઉપર બની રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા છુપાવવામાં આવતી વાતો અચાનક સામે આવવાના કારણે તમારે તમારી નિર્ણય ક્ષમતા ઉપર પછતાવવું પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનના કારણે વધારે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------

સિંહઃ- THE EMPEROR

તમારી આસપાસ વધતી સ્પર્ધા તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. પરિવારના લોકો દ્વારા મળી રહેલી ટિપ્પણીના કારણે તમારી અંદર એકલતા વધશે. દરેક વાતમાં પોતાને યોગ્ય સાબિત કરવાની જિદ્દ તમારા માટે નવા પ્રશ્ન ઊભા ન કરે.

કરિયરઃ- પારિવારિક વેપારને આગળ વધારવો તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- તમારા દ્વારા કરવામાં આવતો પાર્ટનરનો ચુનાવ પરિવારના લોકોને નિરાશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગ અન સાંધામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

----------------------------

કન્યાઃ- DEATH

જીવનમાં થનારી કોઈ નવી શરૂઆતનો અંદાજો તમને પ્રાપ્ત થશે. તમારા જીવનમાં ઘટી રહેલી ઘટનાઓ સાથે તમારે અનેક માનસિક તકલીફોથી પસાર થવું પડી શકે છે. તેમાં તમારો પરિવાર ખાસ કરીને ભાઈ-બહેન સંપૂર્ણ રીતે તમારો સાથ આપી શકે છે.

કરિયરઃ- જે લોકોને નવી નોકરી મળી છે તેમણે શરૂઆતમાં રૂપિયાને લગતી વાતો માટે સમજોતો કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- લગ્નને લગતા નિર્ણય લેતી સમયે તમારું મન મુશ્કેલીમાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------------

તુલાઃ- TEMPERANCE

લોકો સાથે સતત ઊભા થઈ રહેલાં વિવાદોનું કારણ જાણવાની કોશિશ તમે કરશો. જે વાતોમાં તમે જિદ્દ રાખી હતી તે વાતોને છોડવાની પણ કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. લોકોની ભાવનાઓને સમજો અને તેઓ કઇ રીતે તમારા પ્રત્યે વિચાર રાખે છે આ વાતને સમજવી પણ સરળ રહેશે.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સને રિલેશનશિપમાં ઉતારચઢાવ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------------

વૃશ્ચિકઃ- KNIGHT OF WANDS

રૂપિયા સાથે જોડાયેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે તમારા દ્વારા લેવામાં આવી શકે છે જેના કારણે તમારા જીવન ઉપર મોટી અસર જોવા મળશે પરંતુ તેના પરિણામનો સામનો કરવા માટે તમારે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.

કરિયરઃ- તમને તમારા કામ પ્રત્યે ઉત્સાહિત અનુભવ થઈ રહ્યું છે પરંતુ આ ઉત્સાહને જાળવી રાખવા માટે તમારે તમારા લક્ષ્યને સતત યાદ કરવું પડશે.

લવઃ- બેકારના પ્રેમ સંબંધોમાં ફસાઈને તમે તમારો કિંમતી સમય ગુમાવી શકો છો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો અને શારીરિક થાકના કારણે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------------

ધનઃ- THE STAR

પારિવારિક જીવન અને વ્યક્તિગત જીવન બંનેને પણ અલગ-અલગ રાખીને તમે બંનેની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાની કોશિશ કરશો. રૂપિયાને લગતો વ્યવહાર કરતી સમયે પરિવારના લોકોને પૂર્ણ જાણકારી આપવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કરિયરને લગતા છૂટી રહેલા અવસરના કારણે તમને નિરાશા અને પછતાવો અનુભવ થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા આપેલી સલાહ અને માર્ગદર્શન અંગે વિચાર કરીને આગળ વધવું

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમી અનેક પ્રકારની શારીરિક સમસ્યા ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------

મકરઃ- KNIGHT OF SWORDS

ઉતાવળમાં લીધેલો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય સમય સાથે જ જાણવા મળી શકે છે. છતાંય પોતાના દ્વારા ઓછામાં ઓછી ભૂલ થાય તે અંગે વિચારવું જરૂરી છે. કોઈપણ પ્રકારના વિઘ્નના કારણે તમે તમારો ઉત્સાહ ગુમાવશો નહીં.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- તમારી અંદર ઉત્પન્ન થઈ રહેલી બેચેની પાર્ટનરને પણ બેચેન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં વધી રહેલાં ગેસના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------------

કુંભઃ- QUEEN OF SWORDS

જૂની વાતોને પાછળ રાખીને તમે નવી દૃષ્ટિએ આવનાર ઘટનાઓને જોવાની કોશિશ કરશો. જેટલો બોધપાઠ તમને પ્રાપ્ત થયો છે તેના જ દ્વારા તમારા જીવનને સારું જાળવી રાખવા સાથે લોકોને પણ બધા સાથે જોડીને તકલીફોને દૂર કરવી શક્ય છે

કરિયરઃ- કામની જગ્યાએ બદલાતા લીડરશિપના કારણે અનેક પ્રકારના ફેરફાર તમને બેચેન કરી શકે છે.

લવઃ- જો રિલેશનશિપને તોડવાનો નિર્ણય તમારો છે તો પાર્ટનરને આ અંગે સ્પષ્ટ જાણકારી આપવી જોઈએ.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફોને નિયંત્રણમાં લાવવા માટે ડોક્ટરની સલાહ જરૂરી રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

----------------------------

મીનઃ- KNIGHT OF CUPS

લોકો અંગે અને પરિસ્થિતિ અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને જ તમે આગળ વધવાની કોશિશ કરશો. કોઈ પ્રકારની તકલીફ થોડીવાર માટે જ રહેશે. મિત્રો પ્રત્યે બદલાતો વ્યવહાર તમને થોડા નકારાત્મક બનાવી શકે છે.

કરિયરઃ- વેપારને લગતી પાર્ટનરશિપ જો તમે શરૂ કરવા ઇચ્છો છો તો વ્યક્તિની તપાસ યોગ્ય રીતે કરો

લવઃ- પરિવાર અને પાર્ટનર વચ્ચે ઝઘડાને દૂર કરવા માટે બંને પક્ષોની વાતોને યોગ્ય રીતે વિચારો.

સ્વાસ્થ્યઃ- આંખને લગતું ઇન્ફેક્શન બળતરા ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9