ટેરો રાશિફળ:રવિવારે THE EMPEROR કાર્ડ પ્રમાણે વૃષભ રાશિના લોકોને કરિયરની પસંદગી માટે બાળકો સાથે વિવાદ થઈ શકે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 ઓક્ટોબર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THREE OF PENTACLES

આજે ખર્ચા પર નિયંત્રણ રાખો. મોટા ખર્ચાં ટાળો. ભવિષ્યની ભાગદોડ માટે આજે આરામ કરવાની જરૂર છે.

કરિયરઃ- કરિયરમાં આગળ વધવા માટે પૈસાની આવશ્યકતા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પૂરી થશે.

લવઃ- પાર્ટનર સાથે સંયમ જાળવો.

સ્વાસ્થ્યઃ- કમરમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

-------------------------

વૃષભઃ- THE EMPEROR

કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે થોડા ફ્લેક્સિબલ રહો. મન પ્રમાણે કામ ન થવાથી ચીડિયાપણું વધશે.

કરિયરઃ- કરિયરની પસંદગી માટે બાળકો સાથે વિવાદ થઈ શકે છે. તેમની ક્ષમતા ઓળખ્યા બાદ નિર્ણય લો.

લવઃ- પરિવારજનો તમારા મન વિરુદ્ધનો નિર્ણય લઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક લાગી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------

મિથુનઃ- NINE OF CUPS

આજનો દિવસ સુખ-શાંતિમય રહેશે. તમારી જવાબદારી લોકોની મદદ દ્વારા જ પૂરી થશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રે ઉચ્ચ પદ મળી શકે છે. તેનો ઉત્સાહ રહેશે.

લવઃ- તમે અને પાર્ટનર એકબીજાના સપનાં પૂરા કરવાના પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

-------------------------

કર્કઃ- FOUR OF PENTACLES

આવકમાં અચાનક ઘટાડો આવી શકે છે. કમાણી કરતાં વધારે ખર્ચો થઈ શકે છે. હાલ મોટાં રોકાણ વિશે ન વિચારો.

કરિયરઃ- કાર્યક્ષેત્રે ડિસિપ્લિન રાખો. ક્લાઈન્ટ સાથે મતભેદ થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપમાં ચિંતા રહેશે. આ અંગે નિર્ણય કરવા માટે પોતાની જાતને સમય આપો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ગરમી વધી શકે છે અને માનસિક નિરાશા મહેસૂસ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-------------------------

સિંહઃ- THE MAGICIAN

નિશ્ચય પૂરો કરવા માટે ઉપલબ્ધ તમામ સ્ત્રોતનો ઉપયોગ કરો. આળસ અને નિરાશાનો પ્રભાવ પોતાના પર ન પડવા દો. કાર્યક્ષમતા વધારવા કામ કરો.

કરિયરઃ- IT સંબંધિત ફીલ્ડના લોકોને મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે. મોટો અવોર્ડ પણ મળી શકે છે.

લવઃ- વિવાદ ચાલતા હોવાથી પાર્ટનર કેટલીક વાતો છુપાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- લૉ બીપી અને નબળાઈ લાગી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------

તુલાઃ- JUDGEMENT

લાંબા સમય પછી, તમને તમારા માટે સમય મળશે. વાંચનમાં પણ થોડો સમય પણ વિતાવજો જેથી તમને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ મળી શકે. તેનાથી જીવનની નિરાશા ઓછી થવા લાગશે.

કરિયરઃ- વધતી જતી સ્પર્ધાને કારણે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ કામ સંબંધિત દરેક પડકાર માટે પોતાને તૈયાર રાખવા પડશે.

લવઃ- પરિવાર અને જીવનસાથી દ્વારા મળતો સહયોગ તમારા માટે મહત્વનો રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને સાઇનસ હોમિયોપેથી દ્વારા મટાડી શકાશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

-------------------------

વૃશ્ચિકઃ- TEN OF SWORDS

માનસિક બીમારી અને કોઈપણ કામ પર ધ્યાન ન હોવાને કારણે તમે મહત્ત્વપૂર્ણ પગલાં નહીં લઈ શકો. હાલ તમને મદદ નહીં કરી શકે એટલે તમે એકલતા અનુભવશો. પરંતુ આ સમય તમને તમારી ક્ષમતા બતાવશે.

આરોગ્ય:- શરીરમાં બનેલું સંતુલન સુધારી શકાય છે.

કરિયરઃ- કામ સંબંધિત લોકો સાથે વારંવાર વિવાદના કારણે કોઈ પણ કામ મોકૂફ રહી શકે છે.

લવઃ- તમારા જીવનસાથી તરફથી વારંવાર ટીકા થવાથી તમારો આત્મવિશ્વાસ ઘટશે. એટલે તેમની સાથે ઓછી વાતચીત કરો.

સ્વાસ્થ્યઃ- એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર દ્વારા શરીરનું અસંતુલન સુધારી શકાય છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-------------------------

ધનઃ- THE CHARIOT

વિદેશ જવાની તક મળી શકે છે. વિવિધ માણસોનો સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરો. તેમજ, બીજા લોકોના અભિપ્રાયનું પણ સન્માન કરો. કોઇને તમારી વાતથી ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખો.

કરિયરઃ- કોઈ મિત્ર સાથે જોડાઈને નવું કાર્ય થઈ શકે છે. આ કામથી તમને યોગ્ય પ્રમાણમાં આર્થિક લાભ મળશે.

લવઃ- પતિ -પત્ની નજીક આવશે. એકબીજાની ભૂલોને માફ કરવામાં સમય લાગશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-------------------------

મકરઃ- STRENGTH

તમને તમારો અહમ ઓળખાશે. યોગ્ય વ્યક્તિથી તમારામાં બદલાવ આવશે. પરંતુ દરેક બાબત માટે તમારે પોતાની જાતને જવાબદાર ઠેરવવી નહીં.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં બદલાવ લાવવા તમારા પ્રયત્નો વધારો. અચાનકથી આવેલો મોટો ફેરફાર પચાવવો થોડો કઠણ બની શકે છે.

લવઃ- લગ્ન સંબંધિત નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય નથી. વ્યક્તિ વિશે હજી વધુ જાણો​​​​​​​.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા થઈ શકે છે.​​​​​​​

​​​​​​​શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

-------------------------

કુંભઃ- QUEEN OF CUPS

દરેક નાની વાત પર નિરાશ થઈ જવું અને લોકો દ્વારા બોલાયેલી વાતો મન પર લેવાથી તમારી પ્રગતિ અટકી શકે છે. બીજાના દૃષ્ટિકોણ પ્રમાણે પોતાનો નિર્ણય લેવો નહીં. પોતાની જ આકાંક્ષાઓને મહત્ત્વ આપવું

કરિયરઃ- નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાની તમારી ઇચ્છા મજબૂત બનશે અને આ માટે યોગ્ય રસ્તા પણ દેખાશે.

લવઃ- અત્યારે થોડો કઠણ સમય ચાલી રહ્યો તેથી સમજી વિચારીને કોઇપણ પગલું લેવું.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલી અને ખોરાકમાં ફેરફાર લાવીને બીપીની સમસ્યા ઘટાડી શકાશે અને વજન ઓછું કરી શકાશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 1

-------------------------

મીનઃ- ACE OF CUPS

જે બાબતો જીવનમાં ઘટી રહી હોય તેના માટે સકારાત્મક વિચારો. તેનાથી ભવિષ્યમાં આવનારી તક વિશે વધુ જાગૃત થઇને તેનો ફાયદો ઉઠાવી શકાશે.

કરિયરઃ- કામની ડેડલાઇનને ધ્યાનમાં રાખીને પ્રયાસો વધારો. નવાં કામની જવાબદારી લેતી વખતે કામ અધુરું ન રહે એ વાતનું ધ્યાન રાખજો.

લવઃ- પાર્ટનર પાસેથી મોટી સમસ્યાનું સમાધાન મળશે.

સ્વાસ્થ્યઃ- દાંતની તકલીફનું સમાધાન મળવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6