ટેરો રાશિફળ:બુધવારે FIVE OF PENTACLES કાર્ડ પ્રમાણે મેષ રાશિના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે રસ વધશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

3 નવેમ્બર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FIVE OF PENTACLES

દિવસની શરૂઆતમાં થતા ખર્ચા મોટાભાગે જીવનશૈલીને સુધારવામાં થશે. બાળકોને માનસિક રીતે ટેકો આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે રસ વધશે.

કરિયરઃ- તમારા કામમાં પરંપરાંગત વ્યક્તિ દ્વારા મળી રહેલી સલાહ વિશે વિચાર જરૂરથી કરવો.

લવઃ- પાર્ટનર એક બીજાને સમજવાનો પ્રયાસ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે યોગાભ્યાસ અને પ્રાણાયામની સાથે ખાણીપીણીમાં ફેરફાર કરવો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-----------------------------

વૃષભઃ- SIX OF PENTACLES

દિવસની શરૂઆતથી જ કોઈના કોઈ વાતને લઈને ચિંતા રહેશે. પરંતુ જેવી ચિંતા ઉત્પન્ન થાય છે તેવી જ દૂર કરવાનો રસ્તો પણ તમને મળશે. કોઈ વ્યક્તિ દ્વારા આર્થિક મદદ પ્રાપ્ત થવાના કારણે મોટું કામ પૂરું કરી શકશો.

કરિયરઃ- સામાજીક ક્ષેત્રમાં કામ કરવાની તક પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત બગડેલી વાતો પરિવારના લોકોના હસ્તક્ષેપના કારણે વધારે બગડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત તકલીફ વધશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------

મિથુનઃ- TEN OF CUPS

કામ સંબંધિત બાબતોમાં પ્રગતિ જોવા મળશે પરંતુ વ્યક્તિગત વાતોમાં આવેલી રહેલી તકલીફને દૂર કરવામાં તમને મુશ્કેલી લાગશે. કામ સંબંધિત નિર્ણય લેતા સમયે તમારી ભાવનાઓને વચ્ચે ન આવવા દો. નિર્ણય મહત્ત્વપૂર્ણ કેમ છે અને નિર્ણયના કારણથી તમને શું ફાયદો થાય છે આટલી બાબતોનું ધ્યાન રાખીને નિર્ણયને અમલમાં લેવાનો પ્રયાસ કરવો. ​​​​​​​

કરિયરઃ- નોકરી કરતા લોકોને કામના કારણે સમાધાન પ્રાપ્ત થશે.

લવઃ- લવ રિલેશનશિપમાં અવગણના થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

-----------------------------

કર્કઃ- PAGE OF CUPS

કામનો વધતો બોજ અને સમયનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે તણાવ મહેસૂસ થશે. સાથે સ્વસ્થ્યમાં આવી રહેલા ફેરફારના કારણે પણ કામને પૂર્ણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. આજે કરવામાં આવેલી મહેનતનું ફળ તમને થોડા દિવસમાં જ પ્રાપ્ત થશે.

કરિયરઃ- જે લોકોએ નવા વેપારની શરૂઆત કરી છે તેમને ફાયદો થશે.

લવઃ- પાર્ટનરના કારણે જીવનમાં ખુશીઓ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરને ડિહાઈડ્રેટ ન થવા દો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ-2

-----------------------------

સિંહઃ- FIVE OF CUPS

જીવનમાં તણાવ હોવા છતાં પણ તમે તમારી પરિસ્થિતિનો સામનો સંપૂર્ણ વિશ્વાસ અને હિંમતથી કરશો. પોતાની જાતને વારંવાર પ્રેરિત કરવાની જરૂર છે. તમારી અંદરની સકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનો સામનો કરતા રહેવું. આ પ્રકારના ફેરફારથી તમારી અંદર સકારાત્મકતા વધશે.

કરિયરઃ- સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરનાર લોકોએ અપેક્ષા કરતા વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ- લવ લાઈફમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં અચાનક ઉતાર-ચઢાવ મહેસૂસ થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

-----------------------------

કન્યાઃ- TWO OF PENTACLES

લોકોએ તમારા પ્રત્યે રાખેલી અપેક્ષાઓ અને તમે તમારા જીવનમાં રાખેલી અપેક્ષાઓ બંનેમાં સંતુલન બનાવી રાખવું તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. જીવનમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે પરંતુ કઈ બાબતને વધારે મહત્ત્વ આપવાનું છે તે નિર્ણય તમારે લેવાનો છે.

કરિયરઃ- જ્યાં સુધી કાર્ય દ્વારા આર્થિક પ્રગતિ તમને જોવા ન મળે ત્યાં સુધી કાર્યની શરૂઆત તમે કરી શકશો નહીં

લવઃ- વ્યક્તિગત બાબતોમાં મૂંઝવણ વધવાના કારણે સંબંધોમાં નારાજગી મહેસૂસ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં આવી રહેલા ફેરફારને નિયંત્રણમાં રાખવા માટે વજનને નિયંત્રણ રાખવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-----------------------------

તુલાઃ- ACE OF SWORDS

તમારે કાર્ય અને પૈસા સંબંધિત જ્ઞાનને વધારવાની જરૂરિયાત છે. કામ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રગતિ તમને સન્માન અપાવશે અને પૈસાની પ્રગતિ સમાધાન અને આનંદ આપશે. જીવનશૈલીમાં જે પ્રકારે ફેરફાર લાવવા માગો છો, તેને લાવી શકશો.

કરિયરઃ- તમારા કામ સિવાય અન્ય બાબતોને શીખવી પણ જરૂરી છે તેથી નાના મોટા કોર્સ કરવાનો પ્રયાસ કરવો.

લવઃ- ઘર સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન પાર્ટનરના સહયોગના કારણે સરળતાથી મળશે. સ્વાસ્થ્યઃ- પરિવારના કોઈ સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-3

-----------------------------

વૃશ્ચિકઃ- TWO OF SWORDS

પ્રોપર્ટી સંબંધિત વાદ વિવાદ પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા થશે જેને દૂર કરવો તમારા માટે મુશ્કેલ હશે. વૃદ્ધો દ્વારા પ્રાપ્ત થઈ રહેલું માર્ગદર્શન અને સલાહ પર વધારે ધ્યાન આપવું. તમારા વિચારોને ખુલીને કહેવાથી વ્યક્તિ તમારા સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ​​​​​​​

કરિયરઃ- મેટલ સાથે સંબંધિત વેપારમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થયેલી સલાહ આર્થિક ફાયદો અપાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે એક્યુપંક્ચર અથવા આયુર્વેદની મદદ જરૂરથી લો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 5

-----------------------------

ધનઃ- THREE OF SWORDS
અવિવાહિત લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે, પરંતુ વિવાહ સંબંધિત નિર્ણય લેતા સમયે પસંદગીવના લોકોની સાથે જ ચર્ચા કરવી નહીં તો તમારી ખોટી વાતો ફેલાવવામાં આવી શકે છે.

કરિયરઃ- પાર્ટનરશિપમાં કરવામાં આવેલા કાર્ય તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.

લવઃ- ઈચ્છિત વ્યક્તિ દ્વારા પ્રપોઝલ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- શરદી ઉધરસની સમસ્યા વધારે રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

-----------------------------

મકરઃ- THE SUN

પરિવારમાં લોકોના પરિચયનો ફાયદો તમને થઈ શકે છે. સરકારી કામોને આગળ વધારવા માટે ખાસ કરીને આ પરિચય મહત્ત્વપૂર્ણ સાબિત થશે. લોન પ્રાપ્તિ માટે તમે પ્રયાસ કરી રહ્યા છો તો મોટી રકમની લોનની ચૂકવણી કરવી અશક્ય રહેશે તેથી તમારી જરૂરિયાત પ્રમાણે લોન લેવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- રાજનીતિ સાથે સંબંધિત લોકોને મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- અહંકારના કારણે રિલેશનશિપ ટૂટી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોની ઈમ્યુનિટી ઘટડી જોવા મળશે.

શુભ રંગઃ-લાલ

શુભ અંકઃ- 4

-----------------------------

કુંભઃ- TEMPERANCE
અત્યારે ભાવનાત્મક જરૂરિયાત અને વ્યક્તિગત સમસ્યાઓની જેમ કરવામાં આવેલા દુર્લક્ષ તમારી મુશ્કેલી વધારી શકે છે. ભવિષ્ય સંબંધિત વિચાર કરતા સમયે માનસિક સંતુલન જાળવી રાખવું જરૂરી છે. ,

કરિયરઃ- કામની જગ્યાએ પ્રાપ્ત થયેલા અધિકારનો ખોટો ઉપયોગ ન કરવો.

લવઃ- પરિવારના લોકો અને પાર્ટનરની વચ્ચે વધી રહેલા તણાવના કારણે તમને તકલીફ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પૂરતી ઊંઘ ન લેવાથી સ્વસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-1

-----------------------------

મીનઃ-KNIGHT OF WANDS

જીવન સાથે સંબંધિત એક પાંસા તરફ વધારે ધ્યાન આપવાના કારણે અન્ય વાતોની તરફ તમે ધ્યાન નહીં આપી શકો. શરીરિક અને માનસિક થાક દૂર કરવા માટે પ્રયાસ કરવો જરૂરી છે. જેટલો સમય તમે એકલા રહેશો એટલું તમે તમારી જાતને સારી રીતે સમજી શકશો.

કરિયરઃ- અત્યારે કામને વિસ્તૃત કરવાનો પ્રયાસ ન કરવો.

લવઃ- અવિવાહિત લોકોને યોગ્ય સાથીદાર મળશે.

સ્વાસ્થ્યઃ-વૃદ્ધ વ્યક્તિએ ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7