તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શનિવારે PAGE OF SWORDS કાર્ડ પ્રમાણે મીન જાતકોના વિચારોમાં ચંચળતા રહેશે, વાત અને કફની તકલીફ પણ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

3 જુલાઈ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF CUPS

કામ વધારે હોવાથી તણાવ અને પારિવારિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ વધી શકે છે. તમે બધાથી અંતર જાળવી રાખવાનું પસંદ કરશો. તમારી જવાબદારીઓથી ભાગવું તમારી અંદર માત્ર ગિલ્ટ પેદા કરી શકે છે.

કરિયરઃ- નોકરી કરનાર લોકો વેપાર અંગે વિચારી શકે છે.

લવઃ- ભૂતકાળમાં થયેલી પાર્ટનરની ભૂલને માફ કરીને આગળ વધો.

સ્વાસ્થ્યઃ- ઊંઘમાં બેચેની અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------------

વૃષભઃ- NINE OF CUPS

તમને આપેલી જવાબદારી તમે સમય પહેલાં પૂર્ણ થવાના કારણે તમને ઉકેલ પ્રાપ્ત થશે. આજે કામમાં પ્રગતિ જોઇ શકશો જેના કારણે તમે પોતાના માટે સમય કાઢી શકશો અને પ્રગતિ કરવાની કોશિશ શરૂ રાખશો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને યશ સરળતાથી પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાને સમય આપી શકશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

---------------------------------

મિથુનઃ- TEN OF CUPS

પરિવાર સાથે જોડાયેલ પ્રોપર્ટી વિવાદ પૂર્ણ થશે અને નિર્ણય તમારા પક્ષમાં રહેશે. બાળકોની પ્રગતિ તમને આનંદ આપશે. નવી વ્યક્તિના ઘરે આવવાથી જીવનમાં ફેરફાર જોવા મળી શકે છે.

કરિયરઃ- કરિયરમાં આર્થિક પ્રગતિ સાથે જવાબદારીઓ પણ વધશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને યોગ્ય રીતે સમજી શકશે.

સ્વાસ્થ્યઃ- વજન ઓછું કરવાના પ્રયત્નમાં સફળતા જોવા મળશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

---------------------------------

કર્કઃ- FIVE OF PENTACLES

હાલ તમારા જીવનમાં દરેક સમસ્યાની જડ રૂપિયા છે એટલે આર્થિક પ્રગતિ અને સ્થિરતા લાવવા પ્રત્યે વધારે કોશિશ કરો. તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવીને તમે રૂપિયા વધારે ખર્ચ થતાં રોકી શકો છો.

કરિયરઃ- વધારે મહેનતના કારણે કામ સાથે જોડાયેલી કઠોર પરિસ્થિતિમાં પણ તમારું વર્ચસ્વ રહેશે

લવઃ- કુંવારા લોકોને મનગમતો પાર્ટનર મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે તમારી જાગરૂતતા વધશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

---------------------------------

સિંહઃ- SIX OF PENTACLES

યૂનિવર્સ દ્વારા તમને જેટલું મળે છે તેટલું જ પાછું આપવું તમારી ફરજ પણ છે એટલે દાન ધર્મ ઉપર ધ્યાન આપો. જો તમે કોઇને રૂપિયા દ્વારા મદદ કરી શકો છો તો તમારી ક્ષમતા પ્રમાણે કરો.

કરિયરઃ- સ્ટોક માર્કેટમાં વિશાળ પ્રમાણમાં રૂપિયા રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવના કારણે તમારા માટે પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફને લગતી તકલીફ થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------------

કન્યાઃ- SEVEN OF PENTACLES

વેપારી વર્ગને વિશાળ ધનરાશિ પ્રાપ્ત થવાની સંભાવના છે. મળેલાં રૂપિયાનું રોકાણ યોગ્ય રીતે કરો નહીંતર મોટું નુકસાન થઇ શકે છે. કોઇ પાસેથી લીધેલું ઉધાર પાછું આપવાની અપેક્ષા ન હોવા છતાં પણ રૂપિયા તમને મળી શકે છે.

કરિયરઃ- એગ્રીકલ્ચર સાથે જોડાયેલાં લોકો ફાયદો થવા છતાં રૂપિયા પ્રાપ્ત કરી શકશે નહીં.

લવઃ- પરિવારને લગતાં નિર્ણય તમારા લાઇફ પાર્ટનર સાથે ચર્ચા કરીને લો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો કે માઇગ્રેનને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

---------------------------------

તુલાઃ- KING OF SWORDS

દરેક વાતમાં તમારી જિદ્દ રાખવી નવા વિવાદ ઊભા કરી શકે છે. પિતાજીનો તમારા પ્રત્યે વધતો ગુસ્સો અને નિરાશા તમારી ચિંતાનું કારણ બનશે. તમારી વાતને મનાવવા માટે યોગ્ય દિશામાં ચર્ચા કરો.

કરિયરઃ- મહેનત કરતાં વધારે સ્માર્ટ વર્ક ઉપર ધ્યાન આપો

લવઃ- પાર્ટનર દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થવાથી વ્યક્તિગત વાતોમાં પ્રગતિ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 4

---------------------------------

વૃશ્ચિકઃ- ACE OF CUPS

ઘણાં સમયથી જે અવસરની તમે રાહ જોઇ રહ્યા હતાં, તે અવસર આજે તમને પ્રાપ્ત થઇ શકે છે. પરિવારમાં આનંદ છવાયેલો રહેશે. તમારી પ્રગતિના કારણે પરિવારને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

કરિયરઃ- મનગમતા કામના મોટા અવસર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવન સુખદાયી રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ શુગરને લગતી તકલીફ રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

---------------------------------

ધનઃ- SIX OF WANDS

વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી બધી પરિસ્થિતિને પોતાના નિયંત્રણમાં લાવવી તમારા માટે સરળ રહેશે. છતાંય ભાવનાત્મક રૂપથી કોઇની મદદની જરૂરિયાત પડી શકે છે.

કરિયરઃ- સહકર્મી તમારા કામને ખરાબ કરવાની કોશિશ કરી શકે છે.

લવઃ- કામના કારણે લવ લાઇફ કે રિલેશનશિપને તમે વધારે મહત્ત્વ આપશો નહીં.

સ્વાસ્થ્યઃ- ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

---------------------------------

મકરઃ- PAGE OF PENTACLES

યુવાઓને પોતાની જવાબદારીઓનો અહેસાસ થઇ શકે છે. આજે રૂપિયાનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો. કિંમતી વસ્તુઓને સાચવીને રાખો. ખોવાઇ જવાની સંભાવના છે. પરિવારના વડીલોએ નાના સભ્યોના વ્યવહાર અંગે ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- પરિવારના બાળકોને ઓછી ઉંમરમાં વધારે આર્થિક પ્રગતિ મળી શકે છે.

લવઃ- એકબીજા સાથે સમય વિતાવવાથી પાર્ટનર્સમાં સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સોંદર્ય વધારવા માટે રૂપિયા ખર્ચ કરી શકાય છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

---------------------------------

કુંભઃ- TEN OF SWORDS

રિલેશનશિપ કોઇ અન્યના કારણે ખરાબ થઇ શકે છે. એટલે તમારા અને પાર્ટનર્સની વચ્ચે સમસ્યાઓને અઅન્ય સામે પ્રકટ કરશો નહીં. જે વ્યક્તિ ઉપર તમે જરૂરિયાત કરતાં વધારે વિશ્વાસ કર્યો છે તે વ્યક્તિ દ્વારા તમારા રૂપિયાના મામલાઓ ફસાઇ શકે છે.

કરિયરઃ- વેપારમાં મોટું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- લગ્નજીવનમાં તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- નાની બીમારીઓને નજરઅંદાજ કરવી ભવિષ્યમાં તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

---------------------------------

મીનઃ- PAGE OF SWORDS

વિચારોમાં ચંચળતા અને ક્રિએટિવ આઇડિયાના કારણે કોઇ એક વાત ઉપર ધ્યાન આપવું આજે તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. તમારાથી થેયલી ભૂલની અસર તમારી સાથે અન્ય ઉપર પણ થઇ શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી યાત્રામાં ફેરફાર આવી શકે છે.

લવઃ- તમારો વ્યવહાર પાર્ટનરની ઇનસિક્યોરિટી વધારશે.

સ્વાસ્થ્યઃ- વાત અને કફને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6