ટેરો રાશિફળ:ગુરુવારે THE LOVERS કાર્ડ પ્રમાણે કુંભ જાતકો માટે દિવસ ઉત્તમ રહેશે, દિવસભર પોઝિટિવ ઊર્જા જળવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 3 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- STRENGTH

તમારી અંદર સંયમ વધારવાની કોશિશ કરતાં રહો. સંયમ ઓછો હોવાના કારણે કામ સાથે જોડાયેલી એકાગ્રતા અને કામ બંનેમાં ઓછો રસ રહેશે. માત્ર નકારાત્મક વિચારોને વધારે મહત્ત્વ આપવાની જગ્યાએ પોઝિટિવ સ્થિતિને પણ તમે નકારાત્મક બનાવી રહ્યા છો.

કરિયરઃ- તમારી ઇચ્છાશક્તિ દ્વારા કામને લગતી મોટી સમસ્યાને તમે દૂર કરી શકશો.

લવઃ- તમારા અહંકારને કાબૂમાં રાખો.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને યૂરિન ઇન્ફેક્શનની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------------

વૃષભઃ- PAGE OF WANDS

યુવાઓને પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. રૂપિયા કમાવાની ઇચ્છા તીવ્ર થવાના કારણે અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે. જે વિષયનું સંપૂર્ણ જ્ઞાન તમને પ્રાપ્ત હોય તે વિષય અંગે અન્યને માર્ગદર્શન આપો. અધૂરા જ્ઞાનથી આપવામાં આવતી સલાહનો નકારાત્મક પ્રભાવ તમારા ઉપર જોવા મળી શકે છે.

કરિયરઃ- બાળકોના અભ્યાસમાં પ્રગતિ મનનું સમાધાન આપશે.

લવઃ- પાર્ટનર દ્વારા આપવામાં આવતી સલાહ અંગે વિચાર કરો.

સ્વાસ્થ્યઃ- મન નિરાશ હોવાના કારણે માથાનો દુખાવો અને થાક અનુભવ થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------------------

મિથુનઃ- THE HIGH PRIESTESS

તમારા સ્વભાવને અને મનમાં ચાલી રહેલાં વિચારોને અન્ય સામે જાહેર કરવા મુશ્કેલ સાબિત થઇ શકે છે. કોઇ વિષ્ય અંગે તમે વધારે ગંભીર થઇને કોઇ મોટો નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. નિર્ણય લેતી સમયે નિર્ણય સાથે જોડાયેલાં નકારાત્મક પરિણામનો પણ વિચાર કરવો પડશે.

કરિયરઃ- કામને લગતી યોજના અંગે વધારે ખર્ચ ન કરો.

લવઃ- પાર્ટનર્સ એકબીજા સાથે જોડાયેલી નિરાશાને ખુલીને બોલી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------------

કર્કઃ- QUEEN OF CUPS

ભાવનાઓને પોતાની અંદર દબાવીને રાખવું તમારા માટે તકલીફ દાયક સાબિત થઇ શકે છે. કાઉન્સલરની મદદથી પોતાને યોગ્ય રીતે જાણવાની કોશિશ કરો. ભાવનાત્મક મુંજવણના કારણે કામ સાથે જોડાયેલી વાતોથી તમારો રસ ઓછો થઇ શકે છે, જેની અસર તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર જોવા મળી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં ટાર્ગેટને પૂર્ણ કરતી સમયે ક્વોલિટી ઉપર પણ ધ્યાન આપવું.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે નકારાત્મક ભાવનાઓનો પ્રભાવ વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

----------------------------------

સિંહઃ- ACE OF WANDS

નવા કામની શરૂઆત કરતી સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કામ શરૂ થયા પછી તમને તરત તેનો ફાયદો જોવા મળશે. લોકો દ્વારા મળી રહેલી આલોચનાને દૂર કરીને આગળ વધતાં રહો. આર્થિક સમસ્યા અંગે કોઇ સાથે ખુલીને આજના દિવસે વાત કરશો નહીં.

કરિયરઃ- નવી નોકરીની જગ્યાએ સ્થિર થવું મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજા સાથે સમય વિતાવવાની કોશિશ કરે.

સ્વાસ્થ્યઃ- મનમાં વધી રહેલાં તણાવની અસર સ્વાસ્થ્ય ઉપર જોવા મળશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

----------------------------------

કન્યાઃ- PAGE OF SWORDS

આજે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોઇ એક વાત ઉપર વધારે સમય સુધી ધ્યાન આપવું તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. દરેક વાતમાં કોઇઇને કોઇ પ્રગતિ મેળવવાની ઇચ્છા તમારી ચંચળતા વધારી શકે છે.

કરિયરઃ- તમને આપેલી જવાબદારીઓથી તમારા દ્વારા યોગ્ય રીતે નિભાવી શકવાના કારણે બોસ દ્વારા તમારા વખાણ થઇ શકે છે.

લવઃ- પૂર્વ પ્રેમી સાથે મુલાકાત માનસિક તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસને લગતી સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

----------------------------------

તુલાઃ- FIVE OF PENTACLES

જો તમે કોઇ પાસે મદદની ઇચ્છા રાખો છો તો તે વ્યક્તિ સાથે તમારે ખુલીને વાત કરવાની જરૂરિયાત રહેશે. તમારી ભાવનાઓને યોગ્ય રીતે પ્રકટ ન કરી શકવું તમારા માટે ભાવનાત્મક રૂપથી તકલીફ દાયક રહેશે.

કરિયરઃ- કામને લગતાં નવા અવસર પ્રાપ્ત કરવા આજે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર્સ પ્રત્યે મનમાં નિરાશા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઊર્જા ઘટી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

----------------------------------

વૃશ્ચિકઃ- KING OF CUPS

કોઇ ગરીબ વ્યક્તિ અંગે તમને કોઇ સમાચાર મળી શકે છે જેની અસર તમારી મનની શાંતિ ઉપર થશે. કોઇપણ પરિસ્થિતિમાં પોતાનું સંતુલન ખરાબ થવા દેશો નહીં. વધારે ગુસ્સો અથવા ભાવનાત્મક થઇને નિર્ણય લેવાના કારણે પછતાવું પડી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં રાજકારણની અસર તમારા કામ ઉપર થઇ શકે છે.

લવઃ- તમારા દ્વારા સંપૂર્ણ સહયોગ મળવો પાર્ટનર્સ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વડીલોને સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

----------------------------------

ધનઃ- THE EMPEROR

સમયે-સમયે કામથી દૂર રહીને તમારી હોબીને મહત્ત્વ આપતાં તમારે શીખવું પડશે જેના કારણે તમને પ્રસન્નતા પણ અનુભવ થઇ શકે છે અને કામની ક્વોલિટી પણ સારી જળવાયેલી રહેશે. લોકો તમારા પ્રત્યે શું વિચાર રાખે છે, આ વાતની ચિંતા તમને આખો દિવસ પરેશાન કરી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ મહત્ત્વપૂર્ણ વાતોમાં થઇ રહેલું મોડું બેચેન કરી શકે છે.

લવઃ- પરિવાર કે રિલેશનશિપને લગતી વાતોનો નિર્ણય ગુસ્સામાં લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- દાંતને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 6

----------------------------------

મકરઃ- THE HIEROPHANT

પરિવારને લગતી વાતોમાં તમારા દ્વારા આપવામાં આવેલું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે. તમારા સંબંધોને સારા જાળવી રાખવાની કોશિશ કરતાં રહો. તમારા અનુભવો અને વાતો દ્વારા કોઇ વ્યક્તિને પ્રેરિત કરવા તમારા માટે સરળ રહેશે

કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો મહત્ત્વપૂર્ણ ટ્રેનિંગનો ભાગ બની શકે છે.

લવઃ- તમારા રિલેશનશિપના કારણે પરિવારમાં નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- એનીમિયાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

----------------------------------

કુંભઃ- THE LOVERS

આજે દિવસભર તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા બની રહેશે. તમારા લક્ષ્ય અંગે વિચારીને યોજના બનાવવા માટે દિવસ ઉત્તમ રહેશે. મનમાં નક્કી કરેલી વાતોને સમજી શકવી તમારા માટે સરળ રહેશે. કોઇની મદદ વિના આજે તમે આગળ વધશો.

કરિયરઃ- મીડિયાને લગતાં લોકોના કામમાં પ્રગતિ થશે.

લવઃ- દિવસની શરૂઆતમાં પાર્ટનર્સમાં ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખનું ઇન્ફેક્શન તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

----------------------------------

મીનઃ- KNIGHT OF WANDS

તમારી સમસ્યાને પરિવાર સામે ખુલીને બોલવાની જરૂરિયાત રહેશે. નજીકના લોકોની મદદ દ્વારા મુશ્કેલ કામને પણ અંજામ આપી શકવું તમારા માટે સરળ રહેશે. મનમાં ચાલી રહેલી દુવિધાને દૂર કરી શકવું આજે તમારા માટે મુશ્કેલ રહેશે.

કરિયરઃ- વેપારીઓને કામને આગળ વધારવા માટે વધારે રૂપિયાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશિપને લગતી વાતોને આગળ વધારવા માટે વધારે કોશિશ ન કરો.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણમાં ઈજા પહોંચવાથી પગનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8