ટેરો રાશિફળ:રવિવારે FOUR OF SWORDS કાર્ડ પ્રમાણે તુલા જાતકો નિડર થઇને આગળ વધવાનો પ્રયાસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 29 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF PENTACLES

તમારી અંદરની કળા અને કલાકારને આજે યોગ્ય સંધિ મળશે. તમારી કળા અને વ્યવહારમાં તમે યોગ્ય સંતુલન જાળવી આગળ વધશો. વિદેશ જવાની કામના તમારી જલ્દી જ પૂર્ણ થશે.

કરિયરઃ- તમારા કામ પ્રત્યે ભાવનાઓને દુર્લક્ષિત ન કરો.

લવઃ- વ્યક્તિગત જીવનનો નિર્ણય જીવનસાથીની મંજૂરીથી લો.

સ્વાસ્થ્યઃ- કામ સાથે જોડાયેલાં તણાવ એન્ઝાઇટી પેદા કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------

વૃષભઃ- PAGE OF CUPS

આજે તમે પરિવારની વધારે નજીક છો તેવું અનુભવ કરશો. તમારા કામને છોડીને અન્ય વિષયમાં પણ તમારો રસ રહેશો. ઓકલ્ટસાઇન્સ કે અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષય અંગે જાણીને લોકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલાં અવસર વધારે સમજી-વિચારીને અને કૃતિની ખામીના કારણે ખોવાઇ શકે છે.

લવઃ- પાર્ટનર્સ વચ્ચે રોમેન્ટિક મૂડ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- અસ્થમા અને શ્વાસની બીમારીથી પીડિત લોકો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

---------------------------

મિથુનઃ- THE HIGH PRIESTESS

તમને અવસર પ્રાપ્ત થવા છતાંય તમે તેના ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. તમારા વિચારોમાં સ્પષ્ટતા રાખી શકશો નહીં અને તમારી આસપાસના લોકો તકલીફ આપી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ કે પીએચડી કરતાં લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- કામના તણાવની અસર રિલેશનશિપ ઉપર પડે નહીં તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- મેડિકલ ક્ષેત્રના લોકો ઇન્ફેક્શનનો શિકાર થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------

કર્કઃ- 7 OF SWORDS

તમારા વ્યવહારમાં પારદર્શિતા રાખવી જરૂરી રહેશે. તમે તમારા કામને યોગ્ય રીતે પૂર્ણ કરશો. તમારી સ્વકેન્દ્રિતતા અને વ્યવહારિકતાથી તમારી આસપાસના લોકો તમારા અંગે ખોટી ગેરસમજ બનાવી શકે છે.

કરિયરઃ- કામ પ્રત્યે નિષ્ઠા અને સમયનું માન રાખવું જરૂરી છે.

લવઃ- પાર્ટનર તમારા સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

---------------------------

સિંહઃ- ACE OF PENTACLES

દિવસની શરૂઆતમાં ઉત્સાહ રહેશે. તમારા કામ અથવા આર્થિક વ્યવહારને દુર્લક્ષીત કરશો નહીં. આવનાર રૂપિયાનો ઉપયોગ સમજી-વિચારીને કરો. જો તમારે કોઇને રૂપિયા પાછા આપવાના છે તો યોજના બનાવીને રૂપિયાનો ઉપયોગ કરો.

કરિયરઃ- એગ્રીકલ્ચર સાથે જોડાયેલાં લોકો પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ અને જીવનની ભાગદોડથી દૂર રહીને આરામ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

---------------------------

કન્યાઃ- 9 OF SWORDS

દરેક લોકોના જીવનમાં સમસ્યાઓ હોય છે. તમારા જીવનમાં કોઇને કોઇ સમસ્યાઓ રહેશે. પોતાના અંગે નકારાત્મક વિચાર અને સમસ્યાઓ પ્રત્યે નિરાશા તમારી ઊંઘ ઉપર અસર કરી રહી છે.

કરિયરઃ- જાણકાર વ્યક્તિની સલાહથી નોકરી સાથે જોડાયેલો નિર્ણય લો.

લવઃ- લવ લાઇફમાં નિરાશા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ સાથે જોડાયેલી બીમારીઓનો ઇલાજ તરત શરૂ કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4

---------------------------

તુલાઃ- FOUR OF SWORDS

આજે તમારી સમસ્યાઓથી નિડર થઇને આગળ વધવાનો પ્રયાસ કરો. અંગત જીવન સાથે જોડાયેલી તકલીફનો ઉત્તર તમને મળવા છતાંય તમે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકશો નહીં.

કરિયરઃ- કામમાં મન લાગશે નહીં.

લવઃ- રિલેશનશિપનો મુશ્કેલ સમય શરૂ થશે.

સ્વાસ્થ્યઃ- બેસીને કામ કરવાના કારણે માંસપેશીઓ સાથે જોડાયેલી તકલીફ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------

વૃશ્ચિકઃ- ACE OF WANDS

તમારા જીવન સાથે જોડાયેલી પરિસ્થિતિને કાબૂ કરવી તમારા માટે સરળ રહેશે. તમને નેતૃત્વ દર્શાવવાનો અવસર પણ મળશે અને જવાબદારીને સારી રીતે નિભાવાના કારણે પરિવારમાં આદર અને નોકરીની જગ્યાએ પ્રમોશન મળી શકે છે.

કરિયરઃ- ફર્નીચર અને ઇન્ટીરિયર સાથે જોડાયેલાં લોકોને ફસાયેલાં રૂપિયા મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં આનંદ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- મૂત્ર વિકારની તકલીફ રહેશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 3

---------------------------

ધનઃ- THE HANGEDMAN

તમે યોજના અને કૃતીમાં સમાંતર રાખવાના કારણે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છો. તમારી ગતિને ઘટવા દેશો નહીં. જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ થાય નહીં. તમારે તમારા માર્ગથી ભટકવું જોઇએ નહીં.

કરિયરઃ- કામમાં અચાનક ફેરફાર આવી શકે છે.

લવઃ- પાર્ટનર પ્રત્યે દૃષ્ટિકોણ બદલવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ફેરફાર સાત્વિક જીવનશૈલી અપનાવવાથી થશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2

---------------------------

મકરઃ- THREE OF WANDS

પ્રતીક્ષા અને સંયમનું ફળ તમને પ્રાપ્ત થશે. યાત્રામાં મોડું થવાની આશંકા છે. યાત્રા સમયે તમારા સામાનનું ધ્યાન રાખો. જો કામ કોઇ દસ્તાવેજના કારણે અટવાયેલું છે તો રાહ જોવાનો સમય વધી શકે છે.

કરિયરઃ- કામનો શ્રેય મળવામાં સમય લાગી શકે છે.

લવઃ- પાર્ટનર વચ્ચે તણાવ દૂર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 6

---------------------------

કુંભઃ- 10 OF WANDS

પોઝિટિવિટી અને નેગેટિવિટીનો સમાન પ્રભાવ હોવાના કારણે તમારા કામ થશે. પરંતુ જરૂરિયાત કરતાં વધારે સમય લાગશે અથવા ધીમી ગતિથી થશે. તમારી એકાગ્રતા અને કામ પ્રત્યે નિષ્ઠા કામને પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે.

કરિયરઃ- કામને ડેડલાઇન પહેલાં પૂર્ણ કરવાથી તણાવ વધી શકે છે.

લવઃ- લગ્નજીવન સાથે જોડાયેલી જવાબદારી વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામની ભાગદોડમાં તમારા શારીરિક સ્વાસ્થ્યને દુર્લક્ષીત ન કરો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

---------------------------

મીનઃ- THREE OF SWORDS

રિલેશનશિપ સાથે જોડાયેલી સમસ્યાઓને વધારે મહત્ત્વ આપવાના કારણે તમારા કામ પ્રત્યે ધ્યાન હટી શકે છે જે તમારી મોટી પરેશાનીનું એક અન્ય કારણ રહેશે. લોકોની ઓળખ કરતાં શીખો.

કરિયરઃ- કામને કાયદામાં રહીને કરો.

લવઃ- રિલેશનશિપ તમારી પ્રગતિના માર્ગમાં મુશ્કેલી બની રહ્યું હોય તો તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- દિનચર્યાનું પાલન યોગ્ય રીતે કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7