તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:સોમવાર સિંહ જાતકો માટે દિવસ શુભદાયી રહેશે, જીવનમાં ઉન્નતિની નવી તકો મળી શકે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 29 જૂનના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Justice
આજનો દિવસ સામાન્ય રહેશે. કોઈ વાતને લઈને ચિંતા રહે. તેનો ઝડપથી ઉકેલ મળશે. આજે કામમાં સારું ફોકસ છે, તેનો ઉપયોગ કરો અને પોતાના વેપાર-ધંધામાં ગંભીરતાથી વિચાર કરો. મનમાં કોઈપણ પ્રકારનો ભય હોય તો દૂર કરો. તમે જેવા ફેરફાર ઈચ્છો છો તેવા ફેરફાર જીવનમાં થઈ શકે.

કરિયરઃ- ઓફિસમાં આજે મહેનત કરવી પડશે ત્યારે જ ફળ મળશે. નોકરી બદલવાની તક મળી શકે જે તમારી માટે સારી રહેશે.
લવઃ- પ્રિયજનોની સાથે આજે થોડો સમય જરૂર ફાળવવા પ્રયાસ કરો. કામને એટલું મહત્વ ન આપો કે તમારી માટે જ સમય ન ફાળવી શકો.
સ્વાસ્થ્યઃ- મનની શાંતિ માટે મેડિટેશન કરો

-------------------

વૃષભઃ- The Moon
આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. પ્રોફેશનલ રીતે આજે કેટલીક પરેશાની રહે, પરંતુ અંગત જીવનમાં તમારી ભાવનાત્મકતાને લીધે કોઈ મોટા તણાવથી બચી શકો છો. આજે તમે પોતાની માટે થોડો સમય ફાળવો અને પોતાની દેખભાળ કરો. જેટલો સમય તમે પોતાની માટે આપશો એટલા જ શાંતિ મહેસૂસ કરશો.

કરિયરઃ- ઓફિસમાં આજે ફોકસની ખોટ રહે પરંતુ સ્વાસ્થ્યને લીધે ડેડલાઈન પૂરી કરવામાં કઠિનાઈ આવી શકે.
લવઃ- સંબંધોમાં તમારી લાગણીને લીધે બીજાને સમજવામાં મદદ મળશે. અંગત જીવનમાં કોઈ દેખાડો ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સુધારા માટે આધ્યાત્મિક સાધના અને વ્યાયામની મદદ લો.

-------------------

મિથુનઃ- Queen of Swords
બીજા સાથે પોતાની સરખામણી ન કરો. તે તમારી અંદર અહંકારને વધારશે કે આત્મવિશ્વાસની ખોટને લીધે વ્યક્તિ અદ્વિતિય હોય છે. તમારું ફોકસ બગડશે અને તેની અસર કામ અને અંગત જીવન પર થશે. પોતાની આવડતનો ઉપયોગ કરીને આગળ વધો. પોતાની ખામીઓને દૂર કરવા પ્રયાસ કરો.

કરિયરઃ- ઓફિસમાં પોતાની સરખામણી બીજા સાથે ન કરો.
લવઃ- પરિવારમાં સંબંધીઓની સાથે મનમુટાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈ સલાહ તમને મળે તો વિચારી લો કે તે કેટલી યોગ્ય છે, નુકસાન પણ કરી શકે છે.

-------------------

કર્કઃ- Eight of Wands
મિત્રોને મળવાની તક મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણુ લાગશે. થોડો સમય મેડિટેશનમાં વિતાવો, તેનાથી મનને શાંતિ મળશે. આધ્યાત્મિક પ્રગતિ માટે પણ એક સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં તો ભવિષ્યમાં પરેશાની પેદા થઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધુ મહેનતની જરૂર છે.

કરિયરઃ- લક્ષ્ચ પૂરાં કરવા માટે વધુ મહેનતની જરૂર છે. વિચારોમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરો.
લવઃ- પરિવારની સાથે આજે ફરપોવાની યોજના બનાવી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તે તમારા કામ પર અસર નહીં કરે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાને લીધે કેટલીક પરેશાનીઓ આવી શકે છે.

-------------------

સિંહઃ- The Hermit
આજે જૂના અટવાયેલાં કામ પૂરાં થશે, થોડા સમયથી ચાલતી પરેશાનીઓ સમાપ્ત થશે. આ બધુ પોતાની સહજતાથી થશે. તમે પોતાના ધર્મને નિભાવો, પોતાની જવાબદારીઓ પર ફોકસ રાખો. રચનાત્મક વિચારોને વાસ્તવિકતામાં ઢાળવા પ્રયાસ કરો. જેનાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળે.

કરિયરઃ- આજે કોઈ રચનાત્મક કામથી લાભ થશે.
લવઃ- અવિવાહિતો માટે કોઈ સારી પ્રપોઝલ આવી શકે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂના રોગથી ઝડપથી છુટકારો મળી શકે.

-------------------

કન્યાઃ- The Chariot
મનમાં દુવિધાઓ રહેશે જે તમને પરેશાન કરી શકે. કોઈ બીજાની વાતોને એટલું મહત્ત્વ ન આપો કે તમે પોતાના મનની શાંતિ ભંગ કરી શકો. જો કોઈ પરેશાની હોય તો તેને કોઈની સાથે શેયર કરો. પોતાના મનમાં જ રાખશો તો કોઈ લાભ નહીં થાય, પરંતુ પરેશાની વધતી જશે.

કરિયરઃ- ઓફિસમાં નિર્ણય લેવા માટે બીજાની સલાહ જરૂર લો પરંતુ એ જ કરો જે તમને યોગ્ય લાગે.
લવઃ- પ્રિયજનોની વાતો સાંભળો, પોતાના વિચારો પણ વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- મૂડ સ્વિંગ ન થવા દો. ઊઘાડા પગે ઘાસ પર ચાલો સ્વાસ્થ્ય લાભ થશે.

-------------------

તુલાઃ- The World
આજનો દિવસ કેટલીક પરેશાનીઓ ભર્યો રહી શકે છે. કોઈ વાતને લઈને ચિંતા ન કરો બીજા સાથે શેયર કરો. જેનાથી મન હળવું થશે અને ચિંતાનો ઉકેલ પણ મળી જશે. ભવિષ્યને લઈને પરેશાન ન થશો, સમયની સાથે કેટલીક પરેશાનીઓ ઉકેલાય જશે. આજે તમારી અંદર ઊર્જામાં ખોટ નથી.

કરિયર- કામમાં કોઈ કઠિનાઈને લીધે કોઈ એક્સપર્ટની સલાહ લેશો તો સારું રહેશે.
લવ- પ્રિયજનોની સાથે કોઈ વાતે નિરાશ હોવ તો તેને વાત કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------

વૃશ્ચિકઃ- The Hierophant
કોઈ નવા વ્યક્તિ સાથે મળવાનું થાય જે અંગત અને વ્યવસાયી રીતે તમારી મદદ કરશે. કેટલાક જૂના સંબંધો જો દૂર થઈ રહ્યાં હોય તો નિરાશ ન થશો, તેમાં તમારી જ ભલાઈ છે. જો કોઈ વસ્તુને જકડી રાખવા પ્રયાસ કરશો તો દર્દ તમને જ થશે. પરિસ્થિતિઓને સંભાળવા પ્રયાસ કરો.

કરિયરઃ- કામને લગતી કોઈ યાત્રાના યોગ બની રહ્યા છે. કરિયર લાઈન કે નોકરી બદલવાનો વિચાર સારો રહેશે જે તમારી પ્રગતિ માટે છે.
લવઃ- સંબંધોમાં પરિવર્તનને લીધે મનમાં કેટલીક અસંમજસ થઈ શકે. પરંતુ સંબંધોમાં ઝડપથી સુધારો થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત વ્યાયામ કરો.

-------------------

ધનઃ- Seven of Pentacles
તમારામાંથી કેટલાંક લોકો પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં થાક અનુભવશે. તમારી આસપાસના લોકોને ઈર્ષ્યા થશે. અગાઉ બનાવેલી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પરિવર્તન આવે તો યોજનાઓમાં થયેલાં પરિવર્તન પર નજર રાખો. તમને થોડી સફળતા મળી શકે છે.

કરિયરઃ- નવી યોજનાઓ કોઈ કારણોસર મુલતવી રાખવી પડી શકે છે. સહયોગીએ છેતરી શકે છે.
લવઃ- સંબંધોમાં વિવાદ અથવા મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય માટે ધ્યાન આપવાની જરૂર છે. તણાવથી દૂર રહેવા પ્રયત્ન કરો.

------------------

મકરઃ- Ten of Wands
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેના તરફ તમે ઝડપથી આગળ વધશો. યોજનાઓને વેગ મળશે. જૂના અધૂરા કામો પણ પૂર્ણ થઈ શકશે. કેટલાક નવા લોકોની મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમારે પણ થોડો આરામ કરવાનો અને એકાંતમાં રહેવાનો આગ્રહ રાખવો જોઈએ.

કરિયરઃ- તમારા કાર્યમાં લાભ મળશે. તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા માટેના ટ્રેક પર છો.
લવઃ- કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. હવે તમારા માટે કોઈ નવો સંબંધ શરૂ થવાનો સમય છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય તમારી ચિંતાનો વિષય છે, વધારે કામ ન કરો. એકલતાનો આનંદ માણો અને આરામ કરો.

-------------------

કુંભઃ- Page of Swords
તમારી પાસે અપાર સંભાવનાઓ રહેલી છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો, વિજય તમારી પાસે હશે. આજે એવી ઘણી તકો તમારી સમક્ષ આવી શકે છે જેનો તમે વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. કોઈ પણ સંજોગોમાં આજે તમારી પકડ ઢીલી ન થવા દેવી. કામમાં મક્કમ રહો.

કરિયરઃ- તમારી કાર્ય પદ્ધતિઓને બદલવાનો આ સમય છે. તમે તમારી પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.
લવઃ- સંબંધોમાં દ્વિધા અનુભવી શકાય છે. તમારા નજીકના મિત્રોમાંથી કોઈની સલાહ લો.
સ્વાસ્થ્યઃ- તમારે આજે તમારી ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. કેટલાક લાંબા વ્યસનોના લીધે આરોગ્ય બગડી શકે છે.

-------------------

મીનઃ- Nine of Swords
આજે લોકોને હળવા મળવાનું થશે, જેના કારણે કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં સફળતા માટેના દરવાજા ખુલશે. આ બધામાં, તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. તમે પણ બીજા જેટલા જ મહત્વપૂર્ણ છો. તમારા મનની વાત સાંભળો. જો તમારા માટે કંઈક યોગ્ય નથી, તો તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

કરિયરઃ- તમારા પગાર અને તમારી પ્રતિષ્ઠા બાબતે કોઈપણ પ્રકારે સમાધાન ન કરો.
લવ:- આજે તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે ભવિષ્યમાં સારા સંબંધો બનાવશે.
સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser